Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 569
________________ જ્ઞાનાંજલિ છે કે તેઓ સામાન્ય રીતે પત્રવ્યવહાર બહુ રાખતા નથી. ટપાલટિકિટનો બને તેટલા ઓછામાં ઓછા પરિગ્રહ અને સંધને ઓછામાં ઓછું ખર્ચ કરાવવાની ભાવનામાંથી આ વૃત્તિ જન્મેલી મનાય છે. પરંતુ અનિવાર્ય હોય ત્યારે પૂજ્ય મહારાજ સાહેબ અવશ્ય પત્રને જવાબ આપે છે એવો પણ અનુભવ છે. મેં જ્યારે જ્યારે ધાર્મિક કે સાહિત્યિક વિષયની કોઈ અગત્યની બાબત વિશે એમનું માર્ગદર્શન મંગાવ્યું હોય ત્યારે ત્યારે અચૂક તેમના તરફથી સ્વચ્છ અને મરોડદાર અક્ષરે મુદ્દાસર અને ચીવટપૂર્વક લખેલો પત્ર મળે છે. બાળબ્રહ્મચારી, લાંબા દીક્ષા પર્યાયવાળા, સંયમની આરાધનામાં મગ્નચિત્ત, જ્ઞાનવૃદ્ધ અને તપોવૃદ્ધ થિવિર પૂજ્ય મહારાજ સાહેબે પોતાની તબિયતની પણ દરકાર કર્યા વગર પાટણ, જેસલમેર, અમદાવાદ વગેરે સ્થળે જૈન ભંડારોની હસ્તપ્રતોને વ્યવસ્થિત કરવાનું અમૂલ્ય કાર્ય કર્યું છે. અસહ્ય ગરમીમાં માથે ભીનું પોતું મૂકીને ધીખતા પતરા નીચે ભરબપોરે જ્યારે એમને મેં દેવસાના પાડાના ઉપાશ્રયમાં પ્રસન્ન ચિત્તે કાર્ય કરતા જોયા ત્યારે તો મારું મસ્તક એમનાં ચરણોમાં નમી પડયું હતું. એમના અથાગ પરિશ્રમયુક્ત અવિરત કાર્યને કારણે તેમ જ ચારિત્ર્યની શ્રેષ્ઠતાને કારણે કઈ સંધ કે સમાજે તેઓ વર્ષોથી ઉપાશ્રયમાં પોતાના કામને માટે લાઇટનો ઉપયોગ કરતા હોવા છતાં તેનો વિરોધ કે ઊહાપોહ કર્યો નથી. પૂજ્ય મહારાજ સાહેબની. આત્મિક શક્તિ એટલી પ્રબળ છે કે અડધી રાત સુધી કાર્ય કર્યું હોય અને રાતના એકબે કલાકની ઊંધ મળી હોય તો પણ બીજે દિવસે સવારે તેઓ એવા જ સ્વસ્થ અને પ્રસન્ન હોય અને દિવસે આરામ લેવાની એમને જરૂર પણ ન હોય. આવી રીતે એકાદ દિવસ નહિ, દિવસોના દિવસ સુધી કાર્ય કરવાની અસાધારણ શક્તિ તેઓ ધરાવે છે. શું જૈન કે શું બૌદ્ધ, શું હિંદુ કે શું ખ્રિસ્તી, દરેક ધર્મ કે સંપ્રદાયના ત્યાગી સાધુઓમાં પણ જોવા મળે છે લોકેષણાની અભિપ્સા ત્યાગી મહાત્માઓની લોકપ્રશંસા આપોઆપ જ થવા લાગે છે, પરંતુ સમય જતાં ક્યારેક કેટલાકમાં વધુ લોકેષણાની વાસના જાગે છે. પરંતુ પૂજ્ય મહારાજ સાહેબે એના ઉપર પણ વિજય મેળવ્યો છે. એમણે સહજ મળતી આચાર્યની પદવીની પણ જે ખેવના કરી નથી, તો લેકેષણાની તો વાત જ શી કરવી ? જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં મહાન ગણાતી કોઈ કોઈ વ્યક્તિઓના નિકટના સંપર્કમાં આવવાની જ્યારે આપણને તક મળે છે ત્યારે તે દરેકને આપણો અનુભવ એકસરખો નથી હોતો. કેટલીક મહાન ગણાતી વ્યક્તિઓના જેમ જેમ નિકટના સંપર્કમાં આપણે આવીએ છીએ અને એમની વિશ્વસનીય વ્યક્તિ બનીએ છીએ તેમ તેમ એ મહાપુરુષમાં રહેલ અહંકાર, દંભ, ઉગ્ર રાગદ્વેષ, સંકુચિત અને સ્વાર્થપરાયણ દૃષ્ટિ, ખટપટ, ચારિત્ર્યની શિથિલતા, ઉપદેશ અને વર્તન વચ્ચેની વિસંવાદિતા ઈત્યાદિ આપણી નજરે ચડવા લાગે છે અને વખત જતાં એ મહાપુરુષમાં વામન પુરુષનું આપણને દર્શન થતું જાય છે. બીજી બાજુ કેટલાક એવા ખરેખર મહાત્માઓ હોય છે, જેમના જેમ જેમ નિકટના સંપર્કમાં આપણે આવતા જઈએ છીએ તેમ તેમ તેમના ચારિત્ર્યનાં અજ્ઞાત ઉજજવળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન આપણને થતું જાય છે. પરમ પૂજ્ય પુણ્યવિજયજી મહારાજ સાહેબના જેમ જેમ નિકટના પરિચયમાં આવવાનું થતું ગયું તેમ તેમ એમના જીવનનાં અત્યંત ઉજજ્વળ પાસાંઓનું વધુ અને વધુ દર્શન મને હમેશાં થતું ગયું છે. આવા ભવ્યાત્માનાં ચરણોમાં આપણી કોટિ કોટિ વંદના હજો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610