Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 568
________________ અભિવાદન T૭પ જે પ્રવચન કર્યું તે સાંભળીને તે મારી મુગ્ધતાનો પાર રહ્યો ન હતો. પૂજ્ય મહારાજ સાહેબના વધુ નિકટના સંપર્કમાં આવવાનું બન્યું ઈ. સ. ૧૯૫૫માં. એ વર્ષે અમદાવાદમાં સેંટ ઝેવિયર્સ કોલેજની સ્થાપના થઈ અને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજ તરફથી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરવા માટે એક વર્ષ માટે મને મોકલવામાં આવ્યો. સવારની કૅલેજ હતી એટલે સમય પણ પુષ્કળ મળતો હતો. રોજ સાંજે સરિત કુંજમાં પૂજ્ય પંડિતજી શ્રી સુખલાલજી પાસે જતો હતો અને એમને કંઈક વાંચી સંભળાવતો હતો. તે સમયે “નલ-દમયંતીની કથાને વિકાસ” એ વિષય ઉપર મહાનિબંધ લખવાના કાર્યને હજુ આરંભ જ મેં કર્યો હતો. પૂજ્ય પંડિતજી સાથે એ વિષયની વાત કરતાં એમણે એ માટે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજનો સંપર્ક સાધવાનું સૂચન કર્યું અને એ પ્રમાણે એક દિવસ બપોરે હું જૈન સોસાયટીના ઉપાશ્રયમાં જઈ ચડ્યો. પૂ. મહારાજ સાહેબને મેં વંદન કર્યા, પરંતુ વિધિસર વંદન કરતાં મને આવડતું નહોતું. પૂજ્ય મહારાજ સાહેબને મારો કઈ પરિચય ન હતો, પરંતુ પ્રથમ મુલાકાતે જ એમણે મારી સાથે કોઈ સ્વજનની જેમ ખૂબ ઉમળકાભેર વાત કરી અને તેથી હું અત્યંત પ્રભાવિત થઈ ગયો. એમના આવકારે મારું હૃદય જીતી લીધું. પોતાના કામમાંથી. સમય કાઢી એમણે મારે માટે પુષ્કળ સમયે આયો અને તે ને તે જ વખતે એમણે મારું કંઈ પણ ઠામઠેકાણું લીધા વિના મને મધ્યકાલીન જૈન કૃતિઓની બે હસ્તપ્રતો આપી. એમણે મારામાં મૂકેલા અસાધારણ વિશ્વાસ શ્વાસને કારણે હું એમના વ્યક્તિત્વથી વધારે આકર્ષાયો અને પછી તો એમને વંદન કરવાને તથા એમનું માર્ગદર્શન મેળવવાને રોજ ઉપાશ્રયે જવાનો મારો કાર્યક્રમ બની ગયો. નળદમયંતીની કથા વિશેના મહાનિબંધની પૂર્વ તૈયારીમાં મેં જે કેટલીક કૃતિઓ જોઈ તેમાં સમયસુંદરકૃત “નલ-દવદંતી રાસ' પણ હતો. પરંતુ એ કૃતિ અપ્રગટ હતી એટલે હસ્તપ્રતને આધારે એને અભ્યાસ કરવાનો હતો. જોકે હસ્તપ્રતની લિપિ બરાબર વાંચતાં મને આવડતું નહોતું, જે પૂજ્ય મહારાજ સાહેબ પાસેથી શીખવા મળ્યું, એટલું જ નહિ, એમની પ્રેરણાથી સમયસુંદરની એ કૃતિનું સંપાદન કરવાનું કાર્ય મેં હાથ ધર્યું, જેમાં પૂજ્ય મહારાજ સાહેબના શિષ્ય પૂજ્ય દર્શનવિજયજી મહારાજે પણ મને ઘણું સાહાય કરી. પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના હાથ નીચેની તાલીમને પરિણામે એ સંપાદન સારી રીતે તૈયાર થઈ શકયું અને એ જ્યારે પુરતકરૂપે પ્રગટ થયું ત્યારે એમના ચરણકમલમાં મેં એ અર્પણ કર્યું. આમ, જૂની ગુજરાતી ભાષામાં લખાયેલી જૈન રાસાદિ કૃતિઓના સંશોધસંપાદનના ક્ષેત્રમાં પૂજ્ય મહારાજ સાહેબે જ મને પ્રવેશ કરાવ્યું અને એમની જ પ્રેરણાથી ત્યાર પછી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીકૃત ‘જબૂસ્વામી રાસ'નું સંપાદન પણ તૈયાર કરી પ્રકાશિત કર્યું. ઈ. સ. ૧૯૫૫–૫૬માં અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં એક વર્ષ કામ કરી ભારે મુંબઈ પાછા ફરવાનું થયું. પૂજ્ય મહારાજ સાહેબને વંદન કરવા ગયો ત્યારે મારો ધર્મ પ્રત્યેનો અનુરાગ વધતો જોઈને એમણે મને સંભારણું તરીકે એક પ્રાચીન કલાત્મક સિદ્ધચક્રજીની ભેટ આપી, જેના નિત્ય દર્શન-વંદનને પરિણામે, મારે પ્રામાણિકપણે કહેવું જોઈએ કે, મને જીવનમાં અસાધારણ લાભો થયા છે. મુંબઈ આવીને પૂજ્ય મહારાજ સાહેબ સાથે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સૌને હશે એવો જે અનુભવ મને થશે. પૂજ્ય મહારાજ સાહેબની આ એક જાણીતી ખાસિયત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610