________________
અભિવાદન
[ ૭૩
કાનડી, તામિલ વગેરે માધ્યમા રાખી તેમાં પણ નવું સાહિત્ય આપ્યું. દુર્ભાગ્યે તે પ્રયાસ એકપક્ષીય રહ્યો; જૈનેતર વિદ્વાનોએ અર્ધમાગધીને પરિચય કેળવ્યા નહિ !
મહારાજ શ્રી પુણ્યવિજયજીએ આ પરંપરાને સાચવી રાખીને જૈન વિદ્યાને આપણને પરિચય કરાવ્યા છે, જૈન આગમ-સાહિત્યની એમની વાચના વ્યક્તિગત રહી છે. પ્રથમ કક્ષાની વાચના અત્યારે બિલકુલ શકય નથી. મહારાજશ્રીની આ વ્યક્તિગત વાચના સ્વચ્છંદી, સાંપ્રદાયિક કે કઈ અમુક હેતુલક્ષી નથી.
એમની વાચનામાં મૂળ પાને જ વળગી રહેવામાં આવે છે. એમના નિણૅયા પૂર્વે થયેલી સામૂહિક વાચનાએ અને તેમના ઉપર થયેલી વૃત્તિએ વગેરેના તુલનાત્મક અભ્યાસ પછી જ લેવામાં
આવ્યા છે.
આ હકીકત હું નત-અનુભવથી અહીં લખી શકું છું; એ જાત-અનુભવની નોંધ મારે અહીં લેવી જ જોઈ એ. મુંબઈના મહાવીર જૈન વિદ્યાલય તરફથી સંશેાધને થાય છે અને તે સાહિત્ય પ્રસિદ્ધ પણ થાય છે; એમાં શ્વેતાંબરી આગમ-સાહિત્યનાં કઈ કઈ સૂત્રેાતે સમાવેશ થયા છે. એવા એક સૂત્રનુ` સૌંપાદન કરવાનુ મહારાજશ્રીએ હાથ ઉપર લીધેલું, તે પૂરું કરવામાં વિલંબ થયેલા. વિદ્યાલયના કાર્ય કરીએ તે કાર્યો વેળાસર પૂરું કરી આપવાની મહારાજશ્રીને વિનંતી કરેલી. મહારાજે કાકરાને ધ લાભ ફરમાવતાં, વિલ`બની સ્પષ્ટતા કરતા જે જવાબ આપેલા તે વિદ્યાલયના રિપે નિવેદનમાં, સમગ્ર પ્રસિદ્ધ થયેલા, જે મારા વાંચવામાં આવેલા અને જેને મે' નિવેદનમાંથી કાઢી મારી ફાઈલમાં ગાઠવી રાખેલા છે......એ હેતુથી કે, એવાં કેાઈ ખીજાં સ`પાદના થતાં હોય તે માટે મહારાજશ્રીનેા જવાબ માર્ગદર્શક થઈ શકે. મારે અહીં કહેવું જોઈ એ કે, આવાં કઈ કઈ નવીન સંપાદને પ્રસિદ્ધ-મુદ્રિત થયેલાં પ્રકાશનાના આધાર ઉપર સંગ્રહીત થયેલાં હોય છે, અને એ પ્રયાસેામાં મહારાજશ્રીએ કેળવેલી તુલનાત્મક વાચનાના આશ્રય-અવકાશ હાતેા નથી !
પુણ્યવિજયજી મહારાજની તમામ વાચનાનેા આ મુખ્ય વૈશેષિક ગુણ છે. આવી વિશિષ્ટતા પ્રાચીન ઢાને અનુસરતા આપણા પડિતાને બહુ ઓછા પ્રમાણમાં લાધેલી હાય છે. પુણ્યવિજયજી મહારાજ પ્રાચીનેામાં આવે છે, સાથે તેમના પ્રયાસે નવયુગી પ્રયાસોની કક્ષામાં આવે છે. જૈન માન્યતાતે તેએ આ નવીન શૈલીથી વિચારે છે તેથી તેમનાં મંતવ્યે! યુરોપીય વાતાવરણથી રંગાયેલા વિદ્–વમાં એકદમ માન્યતા પામ્યાં છે. એમના વિચારામાં સાંપ્રદાયિક તત્ત્વ ઘૂસી શકયાં નથી. અત્યારે તે। હરેક વિચારક માને છે કે કોઈ પણ મંતવ્યમાં કોઈ સમય-અધીન તત્ત્વ હાય તેા તેને વિચાર જે તે સમયની મર્યાદાઓને સમજીને થવા જોઈએ, અને એમાં સાંપ્રદાયિક આગ્રહ હોવા જોઈ એ નહિ.
મહારાજશ્રીની દૃષ્ટિમાં આ નવીન શૈલીને સમાવેશ થાય છે એ હું મારા એમના પરિચયથી જાણી શકયો ધ્રુ, અને તેને આ લેખમાં મૂકવાનું હું મારું કથ્ય સમજું છું. એક વાર વડાદરા મુકામે મે' આચારાંગસૂત્રની મારી વાચનાને કાઈ કેાઈ અનુભવ એમની સમક્ષ મૂકયે. મૂકતાં મને કાંઈક સકાય તેા થતા હતા, છતાં શુદ્ધ વિચારણા માટે મેં એ સકાચને દૂર કરી મારા વિષયના એકાદ એ મુદ્દાએ એમની સમક્ષ મૂકયા. મને જે જવાબ મળ્યા તેથી મને અત્યંત આનંદ થયેા. મહારાજશ્રીએ મારા વિચારને પુષ્ટિ આપી, ઉપરાંત સ્પષ્ટ કર્યું કે, આચારાંગસૂત્રની સંકલના કરનાર આચાર્ય ગૃહસ્થાશ્રમમાં જૈન દીક્ષા લીધી તે અગાઉ તે વૈશ્વિક મતના પ્રખર પંડિત, વિવેચક અને તત્ત્વચિંતક હતા, એટલે આચારાંગની સંકલનામાં એમને પૂર્વાશ્રમનેા રંગ, વિશુદ્ધ ભાવે, આવે
સા. અ. ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org