________________
બ્રહ૯૯પસૂત્ર': પાસ્તાવિક
[ ૫ નિશીથવિશેષચૂણિ–આજે જેને સૌ નિશીથચૂર્ણિ તરીકે ઓળખે છે એ નિશીથસૂત્ર ઉપરની વિશેષચૂર્ણિ છે. નિશીથચૂર્ણિ હોવી જોઈએ, પરંતુ આજે એને ક્યાંય પતો નથી. આજે તો આપણા સામે નિસીહવિસે સગુણ જ છે.
છેદ આગમસાહિત્યને જાણ્યા પછી આપણે ગ્રંથના મૂળ વિષય તરફ આવીએ.
ગ્રંથનું મૂળ નામ–પ્રસ્તુત “બૃહપસૂત્ર'નું મૂળ નામ કgો ” છે. તેની પ્રાકૃત–સંસ્કૃત વ્યાખ્યા-ટીકાઓને પણ “કપભાસ', “ક પર્સ ચુણગી’ આદિ નામથી જ ઓળખવામાં આવે છે. એટલે નિકર્થ એ છે કે, આ ગ્રંથનું “બૃહકલ્પસૂત્ર' નામ પાછળથી શરૂ થયું છે. તેનું કારણ એ છે કે દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનરૂપ પર્યુષણાપત્રની જાહેર વાચના વધ્યા પછી એ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રને અલગ અલગ સમજવા માટે એકનું નામ કલ્પસૂત્ર અને પ્રસ્તુત કલ્પશાસ્ત્રનું નામ બૃહઉ૫સૂત્ર રાખવામાં આવ્યું છે. આજે જૈન જનતાને મોટો ભાગ “ કલ્પસૂત્ર' નામથી પર્યુષણાકલ્પસૂત્રને જ સમજે છે, બલ્ક ‘કલ્પસૂત્ર” નામ પર્યુષણકલ્પસત્ર માટે રૂઢ થઈ ગયું છે. એટલે આ શાહકને ભિન્ન સમજવા માટે “બૃહત્કલ્પસૂત્ર' નામ આપ્યું છે તે યોગ્ય જ છે. પ્રસ્તુત સૂત્ર પ્રમાણમાં નાનું એટલે કે માત્ર ૪૭૫ લેકપ્રમાણ હોવા છતાં એમાં રહેલા ગાંભીર્યની દૃષ્ટિએ એને એક મહાશાસ્ત્ર જ કહેવું જોઈએ. આ એક પ્રાચીનતમ આચારશાસ્ત્ર છે અને જૈન ધર્મશાસ્ત્રોમ તેનું સ્થાન ઘણુ ઊંચું છે. તેમાંય જેન શ્રમ માટે તે એ જીવનધર્મનું મહાશાસ્ત્ર છે. આની ભાષા પ્રાચીન પ્રાકૃત અથવા અર્ધમાગધી હોવા છતાં જેમ બીજાં જૈન આગમ માટે બન્યું છે તેમ આની ભાષાને પણ ટીકાકાર આચાર્ય શ્રી ભાગિરિ અને શ્રી ક્ષેમકીર્તિસૂરિએ બદલી નાખી છે. ખરું જોતાં આવું પરિવર્તન કેટલે અંશે ઉચિત છે એ એક પ્રશ્ન જ છે; તેમ છતાં સાથે સાથે આજે એ પણ એક મોટો સવાલ છે કે, તે તે આગમોની પ્રાચીન પ્રાચીનતમ વિવિધ પ્રતિઓ કે તેના પ્રત્યુત્તર સામે રાખીએ ત્યારે તેમાં જે ભાષા અને પ્રયોગો વિષયક વૈવિધ્ય જોવામાં આવે છે તે, સમર્થ ભાષાશાસ્ત્રીને ગળે પણ ડચૂરો વાળી દે તેવાં હોય છે, તેમાં પણ નિર્યુક્તિ, ભાગ, મહાશાસ્ત્ર, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ વગેરે વ્યાખ્યાકારોના અપરિમિત અને સંખ્યાતીત પાઠભેદ અને પાઠવિકારે મળે ત્યારે તો ચક્કર આવી જાય તેવું બને એવી વાત છે. આ પરિસ્થિતિમાં અમુક જવાબદારી લઈને બેઠેલા ટીકાકાર આદિ વિષે આપણે એકાએક બોલવા જેવું કશુંય નથી રહેતું.
વ્યાખ્યા સાહિત્ય કલ્પમહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનરૂપે નિયુક્તિ-ભાગ, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, બૃહદ્ભાગ, વૃત્તિ, અવચૂરી અને સ્તબક ગ્રંથની રચના થઈ છે. તે પૈકી આ પ્રકાશનમાં મૂળસૂત્ર, નિર્યુક્તિ-ભાગ્ય અને વૃત્તિને પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેનો પરિચય અહીં આપવામાં આવે છે.
નિર્યુક્તિ-ભાગ્ય–આવશ્યકનિર્યુક્તિમાં ખુદ નિયંતિકાર ભગવાને “વપૂરા ૩ બિન્નતિ.” (ગાથા ૯૫) એમ જણાવેલ હોવાથી પ્રસ્તુત કલ્પમહાશાસ્ત્ર ઉપર નિર્યુક્તિ રચવામાં આવી છે. તેમ છતાં આજે નિયુક્તિ અને ભાખ, એ બન્નેય પરસ્પર ભળી જઈને એક ગ્રંથરૂપ થઈ જવાને લીધે તેનું પૃથક્કરણ પ્રાચીન ચૂર્ણિકાર આદિ પણ કરી શક્યા નથી. ટીકાકાર આચાર્ય શ્રીમલયગિરિએ પણ
મૂત્રસ્પરાજનિમિષ્ય વૈો જથો નાત :” એમ જણાવી નિર્યુક્તિ અને ભાગને જુદા પાડવાનું જતું કર્યું છે; જ્યારે આચાર્ય શ્રી ક્ષેમકત્તિએ એ પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તેમાં તેઓ સફળ નથી થયા બë એથી ગોટાળો જ થયું છે. એ જ કારણ છે કે ટીકાનાં પ્રત્યન્તરમાં તથા ચૂર્ણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org