________________
જ્ઞાનાંજલિ લા. દ. વિદ્યામંદિરનું ચણતર થયું છે. આજે તેમના એ દશ હજાર પ્રતોના સંગ્રહમાં બીજી પચીસેક હજાર ઉપરાંત પ્રતો તેમની જ ભલામણથી સંસ્થાને મળી છે અને હજી બીજી કેટલી મળશે તેનો અંદાજ કરવો મુશ્કેલ છે. ઘણા જ થોડા સમયમાં તેમની અને પૂ. સુખલાલજની દોરવણી નીચે ચાલતી આ સંસ્થા દેશવિદેશમાં પ્રસિદ્ધિને પામી છે તેમાં તેમના મૂક આશીર્વાદ જ કારણ છે.
લા. દ. વિદ્યામંદિરના નવા મકાનનું ઉદ્દઘાટન શ્રી જવાહરલાલ નેહરુના હાથે થવાનું હતું. પૂ. મહારાજશ્રીએ સોંપેલ જૈન ભંડારની અને પ્રાચીન લેખનકળાની સામગ્રીનું પ્રદર્શન તે પ્રસંગે ગોઠવવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ મિનિટ એ પ્રદર્શનના નિરીક્ષણ માટે શ્રી નેહરુના કાર્યક્રમમાં હતી, પણ એ સામગ્રીની સમજ લેવામાં પૂ. મહારાજશ્રી સાથે પ્રદર્શનમાં તેમણે અડધો કલાક ગાળ્યો. આવી મહત્વની સામગ્રી તેમણે વિદ્યામંદિરને સોંપી છે. તેનું મૂલ્ય રૂપિયામાં તો થઈ શકે તેમ છે જ નહીં. સચિત્ર હસ્તપ્રતો અમૂલ્ય જ ગણાવી જોઈએ. આ અમૂલ્ય વારસે વિદ્યામંદિરને મળે છે. પણ વિદ્યામંદિરના બંધાનાર અતિથિગૃહ કે ઉપાશ્રયમાં તેઓ સ્થિરવાસ કરશે કે નહિ એ ચર્ચા-પ્રસંગે તેમણે જે કહ્યું છે તે વિચારવા જેવું છે. તેઓએ કહ્યું : મને તો મારા આ શ્રાવકભક્તોની વચ્ચે જ રહેવું ગમે છે, તેમની મને દૂફ છે, મારી તેમને છે.
અમારી દલીલ હતી કે મહારાજશ્રી, આપનું કાર્ય તો વિદ્યાનું છે. સંશોધનનું છે અને તેમાં તે આ બધા બાધક જ બને છે. ગમે ત્યારે ગમે તે આવે, આપ ગમે તેવા ગંભીર કાર્યમાં ગૂંથાયા છે પણ ભાવિક સાથે વાર્તાલાપ તે કરવો જ પડે. આમ આપને સમય બગડે છે, વિદ્યાનું કામ રખડે છે વગેરે. પણ આની સામે તેમની દલીલ એ છે કે, ખપીને બોધ આપવો એ પણ અમારું તે એટલું જ મહત્ત્વનું કામ છે. કોણ કઈ રીતે બોધ પામે તે કાંઈ કહેવાય નહિ. આપણા દરવાજ તો ખુલ્લા જ રહેવા જોઈએ. અને જોયું છે કે તે ખુલ્લા જ છે. સંશોધનનું કામ છોડી તેઓ નાનાં બાળકે સાથે પણ આનંદપૂર્વક વાત કરી શકે છે. અમને તેમને એ સમય બગડતો જણાય છે, પણ તેમને મને એ સમયને સદુપયોગ જ છે. એ બાળકે જ ભવિષ્યના નાગરિકે છે, તેમનામાં સુસંસ્કાર સીંચવા એ પણ તેઓ પોતાનું કામ માને છે. આમ ખરા અર્થમાં તેઓ ધર્મગુરુ છે, વિદ્યાગુરુ છે.
લા. દ. વિદ્યામંદિરને માત્ર હસ્તપ્રતો જ તેમણે આપી છે એમ નથી, પણ જિંદગીભર ચૂંટી ઘૂંટીને સંઘરેલાં સાત-આઠ હજાર મુદ્રિત પુસ્તકો પણ તેમણે સેંપી દીધાં છે. સોંપી દીધાં છે એટલે હવે ખરી રીતે તે તેમની મુશ્કેલી વધી છે. પોતાના સંશોધનકાર્યમાં જરૂરી પુસ્તકો પણ તેમણે સંસ્થાને આપી દીધાં, હવે તે પુસ્તકનો ઉપયોગ અમે કરતા હોઈએ ત્યારે તેમને પણ તે જરૂરી થઈ પડે છે. અમારી પાસેથી મંગાવવાનો સંકેચ તેમનામાં મેં અનુભવ્યો છે અને જોયું છે કે અત્યંત જરૂરી પુસ્તકો પુનઃ તેમણે વસાવી લીધાં છે. આવી સંકેચવૃત્તિ ભવ્યતાનું લક્ષણ છે. તેમની પાસેનું કઈ પુસ્તક કોઈ જુએ અને મહારાજજી અનુભવે કે આ પુસ્તક જેનારને જરૂરી જણાય છે, તો તેઓ તરત જ તે તેને નિઃસંકોચભાવે આપી દે છે. આમ જે જ્ઞાનોત્તેજના ખરા ભાવપૂર્વક તેમનામાં છે, તે અન્યમાં વિરલ હોય છે, તેથી તેનું મૂલ્ય વિશેષ છે.
કામની તલ્લીનતા તેમનામાં જેવી એ પ્રેરક બને છે. ઘણી વાર જોયું છે કે એક ઢીંચણ ઊંચે રાખી કાંઈક લખતા હોય અને કોઈ આવી ચડે તો તેમનું ધ્યાન તે તરફ દોરવામાં આવે તો જ જાય છે. આવી એકાગ્રતા લાધી છે, છતાં આગંતુક સાથે તે છોડી તરત જ વાત કરવા લાગી જવામાં પોતાના કાર્યની હાનિનું દુઃખ તેમણે અનુભવ્યું નથી, આનંદ જ અનુભવ્યું છે. આ તેમની મોટાઈ છે, જે તેમને અત્યંત નમ્ર બનાવે છે, અહંકારની છાંટને અવકાશ નથી દેતી, અને સમભાવની વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org