________________
૬૮ ]
જ્ઞાનાંજલિ
વિધવિધ વિષયો પર વિપુલ પ્રમાણમાં થૈ રચ્યા છે. જૈન ચરિત્રકથાએ અને ખેાધકથાઓ, તેમની અનેાખી શૈલીના લીધે, વાચકોને હૃદયંગમ બની છે. ભારતના કથાસાહિત્યના વિકાસમાં જૈન કથાએ અને રાસાએ તેાંધપાત્ર ફાળા છે. જૈનેએ આ સાહિત્ય પેાતાના ભંડારોમાં ખૂબ કાળજીપૂર્વક સાચવી રાખ્યું છે, પરંતુ સમયના વહેણ સાથે તે અવ્યવસ્થિત બની ગયું છે. આ સાહિત્યનું વ્યવસ્થિત સંશોધન અને પ્રકાશન થાય તે જૈન સમાજને, અભ્યાસીઓને અને વિદ્વાનને જૈનધર્માંના વિશેષ પરિચય થાય અને જૈન સાહિત્ય તરફ વિશેષ અભિરુચિ વધે. આ હેતુથી આ સાહિત્યનુ સશોધન અને પ્રકાશન અત્ય'ત જરૂરી બન્યુ` છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે આ બાબતમાં ધણું જ પ્રશંસનીય કાર્ય કર્યુ છે. પ્રાચીન જૈન સાહિત્ય અને આગમેાનુ સંશાધન કરી તેનું પ્રકાશન કરવામાં તેમની કામગીરી અદ્વિતીય છે. પાટણ, જેસલમેર, વડેાદરા જેવાં સ્થળાએ સંગ્રહાયેલા ગ્રંથેનુ જે ખંતથી, જે ઊંડી સૂઝથી અને જે અભ્યાસપૂર્ણ વિદૃષ્ટિથી તેમણે સશોધન કર્યું છે અને તેના સંરક્ષણ માટે તથા મહત્ત્વના ગ્રંથાની માઈક્રોફિલ્મ ઉતારી વિદ્વાનોને સુલભ કરવા માટે તેમણે જે જહેમત ઉઠાવી છે તેની પ્રશંસા કરવા પૂરતા શબ્દો જડે તેમ નથી. તેમનું આ કાર્ય ચિરકાળ સુધી યાદ રહેશે. આ કા પંડિત સુખલાલજીએ કહ્યું છે તેમ “ન કેવળ જૈન પરપરા સાથે સંબંધ રાખે છે, ન કેવળ ભારતીય પરંપરા સાથે સંબધ ધરાવે છે, પરંતુ માનવ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ એ ઉપયાગી છે.”
પરમ પૂજ્ય ન્યાયાંભાનિધિ આચાર્ય શ્રી વિજયાન'દસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજ એક મહાન ક્રાંતિકારી યુગપુરુષ હતા. તેમના સમયમાં જૈન સમાજમાં અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્દા, કુરૂઢિ વગેરે ઘર કરી ગયાં હતાં. તે બધાંને દૂર કરવા તેમણે ભગીરથ પુસ્ખા કર્યાં. પબ, ભારવાડ, ગુજરાત વગેરે પ્રદેશેામાં સતત વિહાર કરી જૈન સમાજનાં નેત્રા જ્ઞાનરૂપી અંજનશલાકા વડે ખેલ્યાં. તેમના ભવ્ય ઉપદેશની અસર તળે સમાજ જ્ઞાનપૂર્વકની ક્રિયા અને ક્રિયાસહિતના જ્ઞાન વડે રંગાવા માંડયો હતેા, અને જૈનધર્મ, દર્શન, સાહિત્ય તથા શિક્ષણ માટે કંઈક નવું ચેાજન કરવાની તેનામાં તમન્ના જાગી હતી. તેમના શિષ્ય પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ જૈનધર્મ અને સાહિત્ય પ્રત્યે અપૂર્વ પ્રેમ ધરાવતા હતા. તેમની સંશાધનદિષ્ટ પણ અનેાખી હતી. તેમના પ્રબળ પુરુષાર્થાથી પાટણ અને લીબડીના વિશાળ ગ્રંથભંડારાના ઉદ્દાર થયા હતા અને વડાદરા તથા છાણીમાં પણ એક એક વિશાળ ગ્રંથભ’ડારની સ્થાપના થઈ હતી. તેમના શિષ્ય પૂજ્ય મુનિરત્ન શ્રી ચતુરવિજયજી મ. પણ મહાન વિદ્વાન અને પ્રાચીન ગ્રંથેના નિષ્ણાત સંશાધક અને સંપાદક હતા. તેમણે પેાતાના ગુરુ પ્ર. કાંતિવિજયજી મ.ને ગ્રંથભડારાના ઉદ્ધાર કરી સુવ્યવસ્થિત કરવામાં સંપૂર્ણ મદદ કરી હતી. તેમના શિષ્ય પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે ચૌદ વર્ષની નાની ઉમરે દીક્ષા લઈ દાદાગુરુ પ્રવક∞ મ. તથા ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મ. પાસેથી પ્રાચીન ગ્રંથાના સંશોધન, સ'રક્ષણ અને સ'પાદનની ઉત્તમ તાલીમ લીધી, અને તે તેના કાળધ પામ્યા પછી તેઓએ શરૂ કરેલુ' કા તે તરફની ભક્તિના પ્રતીકરૂપે એકલે હાથે ઉપાડી લીધુ', એટલુ જ નહિ, પણ તે કાતે વિદ્વ་ગતમાં ખ્યાતનામ બનાવી દીધું, એ જ તેમની યશઃકલગી છે.
ભાવનગરમાં શ્રી જૈન આત્માનંદ સભાની સ્થાપના પૂ. આત્મારામજી મ.ના સ્વર્ગવાસ પછી પચીસમા દિવસે, એટલે કે વિ. સ. ૧૯૫૨ના બીજા જે સુદિ ખીજ તા. ૧૩-૬-૧૮૯૬ના રાજ, તેઓશ્રીના અનુયાયીએ અને પ્રશ'સકોએ ભક્તિભાવ નિમિત્તે તેઓશ્રીની સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે હેતુથી કરી. શરૂઆતથી જ આ સભા પ્રત્યે તેએશ્રીના સમુદાયના મુનિમહારાજોની કૃપાદૃષ્ટિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org