Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 559
________________ જ્ઞાનાંજલિ અને ખંત કેટલી સજીવ છે તે દરેક ગ્રંથોના પરિશીલનથી જાણી શકાય છે. દરેકમાં પાઠાંતરો મેળવવાં, જ્યાં લહિયાની ભૂલ હોય ત્યાં સુધારે સૂચવે, તે દરેકની પ્રસ્તાવનામાં ગ્રંથના ગુણદોષો પ્રકટ કરવા, તેના કર્તા તથા લેખકની પિછાન આપવી, તેના ઉપર થયેલ ટીકા-ટિપણીની ને મેળવવી વગેરે સાર્વત્રિક બાબતો વિચારીને, પછી જ જે તે ગ્રંથ બહાર મૂકવા તેઓ તૈયારી કરતા. આ મહાન પરિશ્રમ વેઠીને પણ, બીજા લેખકોની માફક, જેને સારસ્વત ઉપાસના દ્વારા કઈ એષણ કે સ્વાર્થ નથી, તેવા દેવદૂત જેવા મહાપુરુષને નિષ્કામ સેવાભાવી મહાસંત તરીકે જ ઓળખાવી શકાય. પાટણમાં જ્યારે તેઓ વિદ્યમાન હતા, ત્યારે તેમની પાસે વિવિધ વિષયેની વિચારણા માટે કે ગ્રંથ વાંચવા માટે લેવા-આપવા, કે કોઈ શંકા હોય તો તેના સમાધાન માટે જવાનું થતું ત્યારે તેઓ સદાકાળ કાર્યરત જ હોય. છતાં જે જે વિષય માટે પ્રશ્ન કરું, તેનો વિગતપૂર્ણ અહેવાલ આપી શંકાનું સમાધાન કરતા. આજે તો પાટણના મોટા ભાગના જ્ઞાનભંડારો એક જ જ્ઞાનમંદિરમાં વ્યવસ્થિત રીતે લાવી, મોટા સ્ટીલના કબાટમાં સુવ્યવસ્થિત રીતે રાખ્યા છે. આ મહાન લોકસેવાનું કાર્ય, પ. પૂ. પ્રવર્તક કાંતિવિજ્યજી મહારાજની પ્રેરણાથી થયું, અને તેમાં પ. પૂ. પુણ્યવિજયજી મહારાજને ફાળો નાનોસૂનો નથી. આ ભંડારો માટે એક ભવ્ય ગ્રંથાગાર સ્વ. શેઠશ્રી હેમચંદ મોહનલાલ અને તેમના ભાઈ એ તેમના પિતાશ્રીના સ્મારક તરીકે ૫પૂ. પ્રવર્તક કાંતિવિજયજીના આદેશથી બંધાવેલ છે, જેનું નામ હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર છે. આ બધાનું સાચું શ્રેય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને તેમના શિષ્ય પૂ. ચતુરવિજયજી અને પ્રશિષ્ય પ. પૂ. પુણ્યવિજયજી મહારાજને જ ઘટે છે. પહેલાંના વખતમાં પાટણના ભંડારો જેવા શ્રી ભાંડારકર, પીટર્સન, ફાર્બસ અને બીજા અનેક વિદ્વાનો પાટણ આવેલા, પણ તેમને બધા ભંડારો જોવાની સુવિધા મળી ન હતી, કારણ, ભંડારના વ્યવસ્થાપકને શંકા હતી કે, આ અમલદારો કદાચ આપણું ગ્રંથે પાણીના મૂલે રાજસત્તાધીશોની મદદથી લઈ જશે. આથી તેઓ ભંડારનાં શેડાં પોટક બતાવતાં. વળી તે ધૂળ ખાતા પ્રાચીન ગ્રંથ વ્યવસ્થિત, અવ્યવસ્થિત સ્થિતિમાં જોઈ, ભંડારે માટે તે અમલદારો પોતાના અનુભવ પ્રમાણે અભિપ્રાયો બાંધતા. સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી પણ પાટણના ભંડારો જોવા ગાયકવાડ સરકાર તરફથી આવેલા. તેમને થોડાક ભંડારો જોવા મળેલા. છેલ્લે સ્વ. શ્રી ચીમનલાલ દલાલ ગાયકવાડ સરકાર તરફથી પુનઃ પાટણ આવેલા. તેમણે પ. પૂ. પ્રવર્તક કાંતિવિજયજી મહારાજશ્રીની સહાયથી ઘણાખરા ભંડારો જોયા હતા. અને તેમાંના સારા પંથે અહીંથી લઈ જઈ, તેમણે વડોદરાની પૌવત્યગ્રંથમાળામાં પ્રસિદ્ધ કર્યા. ત્યાર બાદ પ્રવર્તકજીનું ધ્યાન આ ભંડારોના સમુદ્ધાર તરફ ગયું અને તેમણે પોતાના શિષ્યમંડળની સહાય લઈ બધા ભંડારને વ્યવસ્થિત કર્યા, જેમાં ૫. પૂ. પુણ્યવિજયજી મહારાજે અનન્ય ફાળો નોંધાવ્યું છે. આજે તો તેમની યોજના મુજબ બધા ભંડાર હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરમાં આવી ગયા છે, જ્યારે કેટલાક હજુ જે તે મહોલ્લાઓમાં જ છે. આ જ્ઞાનમંદિરના ગ્રંથની વિસ્તૃત યાદી, તેમ જ કેટલાકની ઐતિહાસિક દષ્ટિએ ઉપયુક્ત અંત્ય પ્રશસ્તિઓ પણ પુસ્તકાકારે બહાર મૂકવાની વ્યવસ્થા થઈ છે. આજ સુધીમાં ૧૪૦૦૦ ગ્રંથની યાદી છપાઈ ગઈ છે, હજુ બાકીનું કામ આગળ ચાલી રહ્યું છે. આથી જે મહાન જ્ઞાનસમુદ્ર પાટણમાં પ્રચ્છન્ન હતો, તે દૂભોગ્ય બનાવવા માટે, આ સંતપુરુષે, પોતાના જીવનનો મોટો ભાગ ખચી, આજે સુલભ બનાવ્યો છે, જે સારસ્વત આરાધનાનો એક વિરલ પ્રયાસ ગણાવી શકાય. પ. પૂ. પુણ્યવિજયજી મહારાજનું જીવન સદાકાળ વિદ્યાવ્યાસંગી અને એક મહાન સંતને અનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610