Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 563
________________ જ્ઞાનાંજલિ ۵۰ ] યત પણ બરાબર ન હોવા છતાં સભાના કાર્યવાહકની વિનંતિને સવીકારીને અતિશય શ્રમ વેઠીને અમદાવાદથી વિહાર કરી ભાવનગરમાં તે મણિમહોત્સવની શાન અને ગૌરવ વધારવા પોતે પધાર્યા તે જ તેમની આ સભા પ્રત્યેની હમદર્દી દર્શાવે છે. આ સભા સદાને માટે તેમની અત્યંત ઋણી છે. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ ખરેખર જ્ઞાનની સાધના કરનાર તપસ્વી છે. આજે ૭૪ વર્ષની ઉંમરે પણ તેમની જ્ઞાનસાધના પૂર્ણ ઉત્સાહ, પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ એકનિષ્ઠાથી ચાલે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની મૂળ આગમોની સંપૂર્ણ સંશોધિત આવૃત્તિ તૈયાર કરી પ્રસિદ્ધ કરવાની યોજનાના પાયામાં તેઓ પોતે છે અને આજે અવિરતપણે તેઓ તે કાર્ય માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે તે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. આટલી બધી વિદ્વત્તા હોવા છતાં આ જ્ઞાનતપસ્વીમાં જરા પણ અહંભાવ નથી. તેઓ હંમેશાં જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા તૃપ્ત કરવા તૈયાર જ હોય છે, અને તે માટે પોતાને પડતા પરિશ્રમ કે પિતાના કામમાં પડતી ખલેલની જરા પણ દરકાર કરતા નથી. ઘણી વાર જિજ્ઞાસુઓ અને મુલાકાતીઓનો પ્રવાહ વહેતો રહે છે અને તેમના હાથ ઉપરના કામમાં વિક્ષેપ થાય છે, છતાં જરા પણ અચકાયા વિના સૌને પ્રસન્ન વદને મળે છે, અને સૌને સંતોષ આપે છે. તેમની આ સૌમ્યતા ખરેખર પ્રશંસનીય છે. નિરહંકારતાની સાથે સાથે તેઓ નમ્ર અને ઉદાર છે. પિતાના મોટા કાર્યને નજીવું ગણવાની અને બીજાએ કરેલા નાના કાર્યને મોટું બતાવવાની વૃત્તિ તેઓ ધરાવે છે. શ્રી આત્માનંદ સભાના તે તેઓ પ્રાણ છે, છતાં તે સભાના મણિમહોત્સવ પ્રસંગે પોતાના કાર્યને એક બિંદુ સમાન ગણાવતાં તેમણે કહ્યું હતું કે, “ ગુરુદેવ શ્રી ચતુરવિજ્યજી મ. ના સ્વર્ગવાસ પછી આત્માનંદ સભા માટે સાહિત્ય પ્રગટ કરવા અંગેની જવાબદારી અમારી ઉપર આવી છે. સભાએ જે સેવા કરી છે તેમાં અમે પણ બિંદુ મેળવ્યું છે તે અમારા આનંદની વસ્તુ છે.” તેઓશ્રીની સત્યનિષ્ઠા પણ અજોડ છે. સત્ય વસ્તુ સ્વીકારતાં જરા પણ અચકાતા નથી, એટલું જ નહીં, પણ અપ્રિય હોય તેવું સત્ય વિવેકપૂર્ણ ભાષામાં કહી દેતાં પણ જરાયે ક્ષોભ અનુભવતા નથી. આ બાબતમાં બૃહકલ્પસૂત્રના પહેલા ભાગની પ્રસ્તાવનામાં આપવાદિક બાબતોની તેમણે જે વિશદ ચર્ચા કરી છે અને શાસ્ત્રસંમત આધારો ટાંકીને આજની ઉછૂખેલતાભરી દીક્ષા પ્રવૃત્તિની જે આકરી ટીકા કરી છે તે તેમની સત્યનિષ્ઠાની પ્રતીતિરૂપ છે. આજના આ શુભ પ્રસંગે અમે આ સત્યનિષ્ઠ, નમ્ર, નિરહંકારી, સૌમ્ય, જ્ઞાનતપસ્વી મુનિરાજને સવિનય વંદના કરીએ છીએ અને તેઓશ્રી સંપૂર્ણ સ્વાસ્થ સહિત શતાયુ થઈ તેઓશ્રીની જ્ઞાનસાધના સતત અવિરતપણે ચાલુ રહે તે માટે પ્રાર્થના કરીએ છીએ. श्रुतप्रभावक मुनिराज श्री पुण्यविजयजी 1. પાના નૈની, ન સર્વર (fમfશન), યુ. p. p. मुनिराज श्री. पुण्यविजयजीके दर्शनका प्रथम अवसर मुझे करीब अठारह या बीस वर्ष पहले प्राप्त हुआ। तब मैं अहमदाबादमें पूज्य श्री. पण्डित सुखलालजीका अन्तेवासी था और उन्हींके साथ मुनिराजजीके दर्शन करने गया था। सुदूर दक्षिणके दिगम्वर आम्नायमें जन्म और कारंजा (विदर्भ) के दिगंबर जैन गुरुकुल जैसी संस्थामें विद्यार्थीजीवन व्यतीत किया हुआ। इन कारणोंसे दिगम्बर आम्नायके मेरे संस्कार बहुत दृढ थे। अहमदाबाद जैसे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610