________________
જ્ઞાનાંજલિ એનો નિર્ણય એમની સૂક્ષ્મક્ષિકા અને લિપિશાસ્ત્રના ગંભીર જ્ઞાનને આધારે કર્યો. આ પરિશ્રમના પરિણામે લગભગ ૮૦ જેટલી તાડપત્ર ઉપરની હસ્તપ્રતે, જે અગાઉનાં સૂચીપત્રોમાં નથી એમ જણાતી, તે બધીયે આ સંમિશ્રણમાંથી મળી આવી.
આ જ રીતે કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોને પણ મંગાવી; એમાં માત્ર સેળભેળ થયેલ હસ્તપ્રતોને જુદી પાડી વ્યવસ્થિત કરી. તાડપત્ર કરતાં કાગળ ઉપર લખાયેલી હસ્તપ્રતોની સંખ્યાનું પ્રમાણ લગભગ દશેક હજાર જેટલું હોઈ, પરંતુ સંમિશ્રણ ઓછું હોઈ એ કામ વ્યવસ્થિત કરવામાં ધારવા કરતાં ઓછો સમય ગયે.
તાડપત્રની પ્રતો ફરીથી આ રીતે મિશ્રિત ન થઈ જાય માટે પ્રત્યેક પ્રત દીઠ એક એક એલ્યુમિનિયમની તાડપત્રના મા૫ની પેટીઓ તૈયાર કરાવી. તથા એ પેટીઓને રાખવા જોધપુરના એન્જિનિયર પાસે સેઈફ ડિપોઝિટ વોલ્ટન જેવું જ એક આખું વોલ્ટ તૈયાર કરાવડાવ્યું અને પ્રત્યેક પેટી એ વોલ્ટમાં રાખવામાં આવી નકામા જણાતા તાડપત્રોના અવશેષનું એક નાનકડા કાચથી મઢેલ ટેબલ ઉપર પ્રદર્શન પણ ગોઠવેલું. આમ આખેય ભંડાર શાસ્ત્રીય રીતે વ્યવસ્થિત કરવામાં આવ્યો.
એમની પાસે વૈજ્ઞાનિક દષ્ટિ પણ હોઈ આ બધી પ્રતીમાંથી એમને જરૂરી એવી તાડપત્રની પ્રતો તથા કાગળની હસ્તપ્રતોનું પણ દિલ્હી ખાતે પોતાના ખાસ અંગત સાથીદારે મોકલી કેન્દ્ર સરકારની સહાયથી માઈક્રોફિલ્મ કરાવ્યું અને આ રીતે જેસલમેરના આંટાફેરા વારંવાર ન કરવા પડે એ પણ થયું.
અન્ય લિપિશાસ્ત્રીઓના જ્ઞાનથી એમના લિપિશાસ્ત્રના જ્ઞાનની વિશેષતા છે. તેઓ માત્ર લિપિઓ વાંચી હસ્તપ્રતનું લખ્યાનું વર્ષ એના મરડના આધારે નક્કી કરી શકે છે એટલું જ નહીં, પરંતુ એમની આગવી વિશેષતા તો જદી જ છે. તે એ છે કે તેઓ નાગરી લિપિના કોઈ પણ વર્ષના મરોડનો સતત અભ્યાસ કર્યા પછી એ મોડને એટલે હસ્તગત કરી લે છે કે એ જ મરોડમાં તેઓ લખી પણ શકે છે. તાડપત્રની કેટલીએક પ્રતોનું સંશોધન તથા અન્ય હસ્તપ્રતોનું સંશોધન એમણે તે તે હસ્તપ્રતની પિતાની લિપિમાં જ એ જ મરોડથી કર્યું છે, જેથી વાચક, સંશોધક વિદ્વાનને મુશ્કેલી ન પડે. હસ્તપ્રતો કેમ વાંચવી અને જુદી જુદી હસ્તપ્રતોના જુદા જુદા વર્ષના મરોડ કેવા હોય છે, તેનું શિક્ષણ એમણે ઘણુને આપયું છે. પોતાની આગવી સૂઝથી પાટણમાં જ તેઓ સારા લહિયાઓનું સર્જન કરી શક્યા છે. અત્યારે તો નવી વૈજ્ઞાનિક પદ્ધતિ ચાલુ થઈ હોવાથી લહિયાઓની વિશેષ જરૂર નથી પડતી, કારણ કે નકલ કરવાનું કામ હવે ફોટોસ્ટેટ કે માઈક્રોફિલ્મ દ્વારા થઈ શકે છે.
આમ છતાં પ્રાચીન લેખનકળાના એમના અત્યારે અપ્રાપ્ય એવા પુસ્તકને જોવાથી પણ લેખનકળા વિશે એમનું જ્ઞાન કેટલું ગંભીર તથા વિશાળ છે, એને ખ્યાલ આવ્યા વિના ન રહે. એ પુસ્તક છપાયા પછી અત્યાર સુધીમાં એમને એમાં એટલે બધે વધારો કર્યો છે કે ફરીથી જ્યારે એનું પ્રકાશન થશે ત્યારે એથી દિગુણીમાત્રામાં એ જોવા મળશે. એમની આ વિશેષતા ઉપર અને એમના જ્ઞાનથી મુગ્ધ થઈને જ અમદાવાદના દાનવીર શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ એક સારું સંશોધનમંદિર ઊભું કરવાનું એમને સેપ્યું. હાલનું “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર ” એ એક રીતે આ વિનમ્ર વિદ્વાનનું સર્જન છે. એમાં આજે લગભગ ૩૦૦૦૦ (ત્રીસ હજાર) હસ્તપ્રતો ઉપરાંત મુદ્રિત પુસ્તકનું પણ સારું એવું ગ્રન્થાલય છે. પોતે જીવનમાં સંગૃહીત કરેલી હસ્તપ્રતો તથા અનેક અમૂલ્ય પ્રાચીન વસ્તુઓ એમણે ખૂબ ઉદારતાથી આ સંશોધનમંદિરને, એને વિદ્વાનો ઉપગ કરી શકે એ હેતુથી, ભેટ આપી દીધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org