Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 556
________________ અભિવાદન [૬૩ તપાસ કરવાનું મારું કામ છે, અને તે તપાસથી ઈતિહાસ પર સારો પ્રકાશ પડે છે. મુનિશ્રી સાથે ત્યાર પછી મારો પરિચય વછે, અને તેની સાથે તેમની જાગૃતિ તથા જ્ઞાનોપાસનાને તેમને આ જીવન યજ્ઞ પણ નજર સમક્ષ આવ્યો. મુનિશ્રીની ઉત્કંઠા ભારે. તેમણે મને જણાવ્યું કે અમે જ્યારે વિહાર કરતા હોઈએ છીએ ત્યારે ઘણી વરતુઓ જોતા હોઈએ છીએ, પણ તેમાં ઠીકરાં, ટેકરા વગેરેનો સ્પષ્ટ ખ્યાલ આવતો નથી, તો એ ઠીકરાં કેવાં હોય છે તે મારે જોવાં છે. મને ઘણી નવાઈ લાગી. પણ એ ભાવ દબાવી દઈને મહારાજશ્રીને મેં જ્યારે જૂની વસ્તુઓ બતાવી ત્યારે તેમણે જે ચોકસાઈથી પ્રશ્નો પૂછ્યા તે કોઈ પણ પુરાવસ્તુવિદની જિજ્ઞાસાની કસોટીએ જરા પણ ઊતરે એમ ન હતા. તેમણે એ વસ્તુઓ ઓળખી લીધી અને તેને માટે વધુ માહિતી બાબત પણ ટકોર કરી, ત્યાર બાદ મહારાજશ્રીને મારે એક શિલાલેખ બાબત પ્રશ્ન પૂછવાનો પ્રસંગ ઉભો થયો ત્યારે મેં જે પત્ર લખે તેને વળતી ટપાલે અત્યંત વિગતવાર જવાબ મળી જતાં મારું કામ ઉકલી ગયું. આ એક માત્ર મારા અનુભવ નથી, પણ તેમના પરિચયમાં આવનાર અનેક લોકોને આ અનુભવ છે. પ્રો. બેન્ડર, પ્ર. નોર્મન બ્રાઉન જેવા પરદેશી વિદ્વાનો પણ મુનિશ્રીના પરિચયમાં આવ્યા પછી આજે પણ તેમનું નામ, તેમણે તેમને આપેલી મદદ વગેરેને લીધે જે અદિરપૂર્વક સંભારે છે તે સાંભળતાં રાજશ્રીએ પોતાની સામે પાસનાની ફેલાવેલી સુવાસ મહેકી ઊઠે છે. આજથી એક વર્ષ પર અમે શામળાજી પાસેના દેવની મોરી ગામની સીમમાં ખોદકામ કરતા હતા. ત્યારે મહારાજશ્રી વિહારમાં હતા. કપડવંજથી કેશરિયાજી તેમને જવાનું હતું. મહારાજશ્રીને મુકામ કપડવંજમાં છે એવી ખબર પડતાં મહારાજશ્રીનાં દર્શન કરીને આગળ વધવું એવું નક્કી કરીને અમે મોટર કપડવંજમાં વાળી. મહારાજશ્રીને મુકામ ક્યાં હતો તે ખબર ન હતી. તેથી ત્યાં બજારમાં પૂછપરછ કરી ને અમને રસ્તામાં તકલીફ પડશે કે કેમ એવો વિચાર કરતા હતા ત્યાં અમૃતલાલ ભોજક મળ્યા, તેમણે અમારે માર્ગ સરળ કરી આપ્યો. મહારાજશ્રી તે કપડવંજ કોલેજમાં વ્યાખ્યાન આપવા ગયા હતા, એવી ખબર તેમના ઉતારા પાસે પહોંચ્યા ત્યારે અમને મળી. પણ સંધ્યાકાળ થવા આવ્યો હતો એટલે મહારાજશ્રી જલદી આવી પહોંચશે એવી અમારી ધારણા સાચી પાડતા, તેઓ આવી પહોંચ્યા. દૂરથી જ અમને તેમણે ઓળખી પાડયા અને કપડવંજ તરફ નીકળવાનું કારણ પૂછ્યું. મેં દેવની મોરીના તૂપ તથા વિહારના ઉત્પનનની વાત કરી. એટલે તેમણે ટીંટોઈથી દેવની મેરી કેટલું દૂર થાય ? રસ્તો કેવો છે ? શામળાજીથી તેનું અંતર કેટલું ? વગેરે પ્રશ્નો પૂછવા શરૂ કર્યા. મેં તેમને એ સ્થળનો પરિચય આપ્યો એટલે તેમણે વિહારને કાર્યક્રમ જોયો અને મને કહ્યું કે અમુક દિવસે બપોરના એ ઉખનન જેવા અમે આવીશું. દેવની મોરીની અમારી છાવણીમાં મેં મારા સહકાર્યકર્તા શ્રી સૂર્યકાન્ત ચૌધરીને મહારાજશ્રીના આગમનના સમાચાર આપ્યા તેથી તે આનંદમાં આવી ગયા અને એમના આગમનની રાહ જોતા થઈ ગયા, નિયત સમયે વિહાર કરતો સંધ આવી પહોંચ્યો. પૂ. મહારાજશ્રી, પૂ. પં. રમણિકવિજ્યજી અને તેમના સાથીદાર સાધુઓ, સાધ્વીજીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓથી સ્તૂપ અને વિહાર ઊભરાયે. ઘડીભર તો લાગ્યું કે મહાવીર અને ગૌતમ બુદ્ધનો કાળ સજીવન થયું. વિહાર જોઈ ને ઘણું લેકીને ઉપાશ્રય યાદ આવ્યું અને તૃપ તથા વિહારમાં સંઘના લોકો ફરવા લાગ્યા. પણ મહારાજશ્રીએ અમને ઉખનન સમજાવવાનું કહ્યું, એટલે એક પછી એક ઉખનનની વિગતો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610