Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 545
________________ પ૨ ] જ્ઞાનાંજલિ કરનાર મુનિશ્રી ભારતનું એક અણમોલ રત્ન છે. પાદવિહારી મુનિશ્રીએ પાટણ, ખંભાત, લીંબડી, જેસલમેર જેવાં અનેક સ્થળોનાં જ્ઞાનભંડારોને વ્યવસ્થિત કર્યા છે અને અનેક ગ્રંથરત્નોને શોધી આપ્યાં છે; ભારતીય દર્શનના શિરમોર કહી શકાય એવા–પ્રમાણવાર્તિક પત્તવૃત્તિ જેવા–-ગ્રંથને ભંડારમાંથી બહાર કાઢી જગત સમક્ષ રજૂ કર્યા છે. ભારતીય સંસ્કૃતિની દષ્ટિએ ખૂબ જ મહત્તવના એવા “અંગવિજા' આદિ ગ્રંથનું સંશોધન-સંપાદન પણ એમણે એક સન્નિષ્ઠ સંશોધકને છાજે એ રીતે કરેલ છે. વળી, ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકલા” જેવા અભ્યાસપૂર્ણ મૌલિક ગ્રંથો પણ એમણે લખ્યા છે. અત્યંત નોંધપાત્ર મહત્ત્વની વાત તો એ છે કે એમણે અનેક વિદ્વાનોને તૈયાર કર્યા છે; તૈયાર કર્યા છે એટલું જ નહિ, પરંતુ તેઓ આ સંશોધનના ક્ષેત્રમાં જીવનભર રહે એ રીતે તેમની મમતાભરી માવજત કરી છે. | મુનિશ્રીને કીર્તિની મહત્ત્વાકાંક્ષા નથી. પોતાને પ્રાપ્ત થયેલ મહત્તવના ગ્રંથો પોતે જાતે જ સંપાદન કરવાને બદલે તેઓ, જે બીજા સુગ્ય વિદ્વાનો હોય છે, તેમને જ ઘણું ઉમંગથી સંપાદન કરવા આપે છે. આ ગુણ આ ક્ષેત્રે ખૂબ જ વિરલ છે. વિદ્યાર્થીઓને તેઓ ધીરજથી સમજે છે, સમજાવે છે, અને તેથી જ તે દૂર-સુદૂરથી વિદ્યાર્થીઓ એમની સાથે ચર્ચા-વિચારણા કરવા આવે છે અને વિદ્વત્તા અને નિખાલસતાનો આસ્વાદ માણી જાય છે. વિદેશમાં થઈ રહેલા પ્રાચ્યવિદ્યાના સંશોધનકાર્યમાંય એમનો હિસ્સો નાનોસુનો નથી. અનેક વિદ્વાનોને તેઓ સંશોધન-સામગ્રી સુલભ કરી આપે છે અને પોતાના જ્ઞાનનો લાભ આપે છે. આમ મુનિશ્રી એક જીવંત વિદ્યાપીઠશા છે. તેઓ અનેક સંશોધન સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જોધપુરનું પ્રાચ્યવિદ્યાપ્રતિષ્ઠાન તેમણે લેવરાવેલી જેસલમેરના જ્ઞાનભંડારની હસ્તપ્રતાની માઈક્રોફિલમની કટોકોપીઓથી સમૃદ્ધ છે. વડોદરાના પ્રાથવિદ્યામંદિરને તેમનો ઉમળકાભર્યો સહકાર મળે છે અને તેની ગ્રંથમાળાને તેઓ અમૂલ્ય ગ્રંથરત્નો સંપાદિત કરી આપી કે સંપાદન કરવા માટેની સામગ્રી પૂરી પાડી સમૃદ્ધ કરી રહ્યા છે. વળી, પ્રાચીન ભારતીય સાહિત્યના સંશોધન-સંપાદનને વેગ મળે એ હેતુથી મુનિશ્રીએ એક એવી સંસ્થાની કલ્પના કરી કે જ્યાં અનેક જ્ઞાનભંડારો ભેટ કે અનામત તરીકે આવે, વ્યવસ્થિત થાય અને તેમાંની અપ્રગટ કૃતિઓ પ્રકાશિત થાય; જ્યાં જે હસ્તપ્રતોને તેમના માલિક કે રક્ષક આપવા તૈયાર ન હોય તેમની માઈક્રોફિલ્મનો વિપુલ સંગ્રહ હોય; જ્યાં વિદ્વાન સંશોધકોને એક જ સ્થળે સંશોધન-સામગ્રી સુલભ થાય. આ વિચાર વિખ્યાત ઉદ્યોગપતિ શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈને ખૂબ જ ગમી ગયું અને આમ જન્મ થયે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને. તેઓશ્રીએ પોતાનો હસ્તપ્રતોનો કીમતી સંગ્રહ વિદ્યામંદિરને ભેટ ધર્યો અને એ રીતે વિદ્યામંદિર શરૂ થયું. પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના તેઓ પ્રણેતા છે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયની આગમ પ્રકાશન જનાના તેઓ પ્રાણુ છે. ગુજરાતી સાહિત્ય પરિષ (અમદાવાદ અધિવેશન)ના ઇતિહાસ વિભાગના તેમ જ ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કેન્ફરન્સ (૧૯૬૧)ના પ્રાકૃત વિભાગના અધ્યક્ષપદે વિરાજ ચૂકેલા મુનિશ્રી ઇતિહાસ, લિપિશાસ્ત્ર, પ્રાકૃત, સંસ્કૃત, જૂની ગુજરાતી, રાજસ્થાની વગેરેના અઠંગ અભ્યાસી વિધાન છે. આમ પુણ્યાત્મા મુનિશ્રી પુણ્યવિજયજી માત્ર ગુજરાત જ નહિ સમગ્ર ભારતે ગર્વ લેવા જેવા એક નિરાડંબર વિનમ્ર વિદ્યાપુરુષ છે. એમને જ્ઞાનયજ્ઞ હજુય અનેકાનેક વર્ષો સુધી ચાલે અને અનેક સંશાધકને દીર્ધકાળ સુધી એમની હૂંફ મળ્યા કરે એ જ અભિલાષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610