________________
૬૦ ]
जातः स मानवकदाग्रहलुप्त कल्पः पाषण्डदम्भकलुषेऽर्थपरे युगेऽस्मिन् । तस्योद्धति जनहिताय करिष्यमाणो ग्रन्थाभिरक्षणपरीक्षणयोजनाभिः ॥ २ ॥ यः प्राकृतादिरचनासु पुरातनीषु ग्रन्थप्रदानविषमस्थलशोधनैर्माम् । प्रावेशयद्गुरुरिवाथ कृति ममैतां पुण्यात्मपुण्यविजयाय समर्पयामि ॥३॥
સ્વયંપ્રકાશિત પારગામી વિદ્વાન
શ્રી ઉપેન્દ્રરાય જ, સાંડેસરા, અમદાવાદ.
મારા મુરબ્બી મેાટા ભાઈ ડા. બાગીલાલ સાંડેસરા પાટણમાં ખૂબ નાની વયથી જ પૂ. આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ પાસે સંસ્કૃત, પ્રાકૃત, જૂની ગુજરાતી વગેરે ભાષાઓને અભ્યાસ કરતા. એટલે અમારા કુટુંબને પૂ. પુણ્યવિજયજી મહારાજ અને એમના સમુદાયના મુનિમહારાજે સાથે ધનિષ્ઠ સબંધ બંધાયેલા. પછી તે। અમે પાટણથી અમદાવાદ રહેવા આવ્યા. અને તે પછી કેટલાક સમયે પૂ. પુણ્યવિજયજી મહારાજ પણ પાટણથી વિહાર કરીને અમદાવાદ લુણુસાવાડાના ઉપાશ્રયે આવ્યા. એટલે મને અમદાવાદમાં એમના સત્સંગને વિશિષ્ટ લાભ મળ્યા. શૅરબજારના અત્યંત સમય અને ધ્યાન ખેચી લેતા ધંધામાંથી સમય કાઢીને એમની પાસે વારંવાર જવાનું શકય નહાતું. પણ તે છતાં જ્યારે જ્યારે ઠીક ઠીક સમય મળે છે એમ લાગતું ત્યારે ત્યારે હું એમની પાસે જઈ ને કલાક સુધી ખેસતેા. એઠા પછી એટલેા રસ પડતા કે બેસી જ રહેતેા; ઊઠવાનું મન જ ન થતું ! તે પણ દરેક વખતે પ્રેમથી એમની પાસેની કાઈ નવીન વિશિષ્ટ ચીજ-વસ્તુ બતાવતા, વિદ્યાનાં અનેક ક્ષેત્રોની વિવિધ વાનગીઓ ચખાડતા. અને એમ હુ' એમની પ્રેમાળ, જ્ઞાનપૂત સત્સંગતિ ઉલ્લાસથી માણતા. એ કલાક ગાળવાનુ ધારીને ગયા હાઉ' અને ત્રણ કલાક તે સહેજે વીતી જતા !
Jain Education International
જ્ઞાનાંજલિ
એવામાં મેં મહાભારતના સ્વાન્તઃસુખાય અભ્યાસ આરંભ્યા. એટલે જ્ઞાનગાષ્ટિ દરમિયાન મારા આ અભ્યાસ અંગે હું એમનું માર્ગદર્શન માગતા, અને તે મળી રહેતુ. ખાસ કરીને જૈન આગમેમાંના ઉપયુક્ત આધારભૂત સન્દર્ભો એ સહેલાઈથી અને આશ્ચર્યજનક વરાથી કાઢી આપતા. અને એ દરમિયાન મેં એમની પારગામી ઋજુ વિદ્વત્તા અનુભવી.
આ પારગામી વિદ્વત્તાનુ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ :
મારા મહાભારતનાં મૂક્તિ-રત્નેનું સમાલાચન કરતા ગ્રન્થ · ભારત-રત્ન ’ માટે હુ શ્રેષ્ઠ શ્લોકાની પસંદગી કરતા હતા. તેમાં ઋષિ સનસુજાતના બ્રહ્મવિદ્યાએધમાંના એ લેાકનું તાત્પ મને સમ જાતું હતું, પણ તેને અર્થ ગુજરાતીમાં યથાતથ અભિવ્યક્ત કરવાનું મુશ્કેલ લાગતું હતુ.. એટલે તે માટે ગુજરાતના પ્રથમ પંક્તિના વિદ્વાનેાતે સંપર્ક સાધેા. પણ સંતાષકારક અર્થ બેસાડવાનુ કાર્યં અધૂરું જ રહ્યું. એક વખત બન્ને ક્ષેાક લઈને હું પૂ. પુણ્યવિજયજી મહારાજ પાસે ગયા. એમણે સ્વાભાવિક ઋજુતાથી કહ્યુ: ‘હું વૈદિક પર પરાનેા જાણકાર નથી. એટલે મારા કરેલા અ ભાગ્યે જ સતાષકારક હશે.'
For Private & Personal Use Only
www.jainelibrary.org