________________
૪૨ ]
જ્ઞાનાંજલિ ઉપમિતિભવપ્રપ’ચા કથા' ના ખીન્ને પ્રવેશ મારે ભણાવવાના છે, તે તેનાં પાઠાંતા અને શુદ્ધિ મતે કોઈ સારી પ્રતને આધારે કરી મેકલે. મારી આ વિનંતી સ્વીકારીને તે તેમણે તરત કરી મેાકલ્યું. આવું તે અનેકને માટે તેઓ કરતા હોય છે; તે એમને રવભાવ છે. એટલે આપણી ધીરજ ન રહે અને આપણે એમ માનીએ કે પૂ. મહારાજશ્રી અમુક કામ જ કરે, બીજું ન જ કરે, એ બનવું અસંભવ જણાય છે. પણ એટલું તે। નક્કી જ છે કે તેમણે તૈયાર કરેલ પુસ્તકમાં અન્ય દ્વારા સશોધન લગભગ અશકય જ છે, કારણ કે તેમને પ્રયત્ન યથાશય સકલ સામગ્રીને ઉપયોગ કરીને સ`શાધિત પુસ્તક તૈયાર કરવાનેા રહે છે. આથી આગમની જે આવૃત્તિ તેમના દ્વારા તૈયાર થશે તે લગભગ છેવટની જ હશે. આવતી પેઢીમાં આટલી ધીરજ, આટલી ખાંત અને આટલેા પરિશ્રમ કરી આવા પ્રાચીન ગ્રન્થાના ઉલ્હારની નિષ્ઠા જવલ્લે જ મળવા સંભવ છે. જૈન સમાજ પૈસાના મૂલ્યમાં બધી વસ્તુની કિંમત આંકે છે—તેને આ નિષ્ઠાનું મૂલ્ય સમજવામાં ઘણી અડચણ પડે તેમ છે. કારણ, તે તે એમ જ વિચારે કે આ પુસ્તક છપાયું તેમાં આટલાં વર્ષે ગયાં અને આટલું ખર્ચ થયુ. પરંતુ જે આગમાને તે પવિત્ર અને પ્રમાણરૂપ માને છે, તેના શુદ્ધીકરણના મૂલ્યને પૈસામાં આંકી શકાય જ નહિ. આ માટે બાયબલ માટે તેના અનુયાયી જે ખર્ચ કરે છે—આજે પણ તેના વિશુદ્ધ અંગ્રેજી અનુવાદ માટે—તેને અંદાજ તે જૈન સમાજ પાસે મૂકવામાં આવે તે તેમણે રૂપિયામાં નિહ પણ લાખા રૂપિયામાં પાઈ જેટલા પણ ખર્ચી આગમ માટે નથી કર્યાં તે જણાઈ આવશે. મહારાજશ્રીને મન આવા કાર્યોનુ મૂલ્ય પૈસામાં નથી, સ્વયં કાતું જ મહત્ત્વ છે. કાર્યનું મહત્ત્વ વીસરાઈ જાય અને પૈસાનું મહત્ત્વ વધી જાય તો કામ યથાયેાગ્ય થઈ શકે નહિ—આ ભાવના તેમના સ્વભાવગત છે.
તેમને વિશ્વાસ છે કે કા` સારુ હશે તેા પૈસાને કારણે તે અટકી પડશે નહિ. તેમણે અનુભવ્યું છે કે તેમનું કઈ પણ કાર્ય તે કારણે અટકી પડયું નથી. ઘણી વાર તેઓ જેસલમેરના ભંડારના ઉદ્ધારની વાત કરે છે. નીકળ્યા ત્યારે માત્ર તેને ઉદ્ધાર કરવા છે એ એક જ નિષ્ઠા લઈ તે નીકળ્યા, અને ત્યાં પહોંચી ગયા. સાથીઓને મેલાવ્યા, તેમના ભાજન વગેરેની વ્યવસ્થા કરી અને રાત-દિન એક કરી એ કામમાં સૌ લાગી ગયા. કામ પૂરું થયુ અને તે માટે પૈસા મળી રહ્યા. આજે તે ભંડાર સુરક્ષિત–વ્યવસ્થિત છે. પણ તે એવે સ્થળે છે, જ્યાં આક્રમણને ભય સદૈવ રહે છે. આ ચિંતા તેમને સતાવી રહી છે. પણ આ જૈન સમાજ સંપત્તિ-પરિગ્રહમાં માતે છે...ભગવાનના વચનથી વિરુદ્ધ જઈ તે; એની મારાપણાની ભાવના જતી નથી. જેસલમેરનુ જેસલમેરમાં રહેવુ જોઈ એ—આ ભાવના કયારેક કદાચ તે અમૂલ્ય ભંડારને ોખમમાં નાખી દેશે, પણ એ સજ્જતા તેને અન્યત્ર ખસેડશે નહિ ! આવી જૈન સમાજની સ્થિતિ છે. પણ મહારાજશ્રીએ તેા પેાતાની ફરજ બજાવી. હવે જૈન સમાજે તેની ભાવી સુરક્ષાના પ્રશ્ન ઉકેલવાના છે. આશા રાખીએ કે ટ્રસ્ટીએમાં સદ્ગુદ્ધિ આવે. આવા મહત્ત્વપૂર્ણ ભંડારને પૂરો ઉપયેગ થાય તેવી વ્યવસ્થા પણ જરૂરી છે, અન્યથા તે લેબિયાના ધનની જેમ નિરુપયેાગી પડી રહેશે. જે આચાયે તે ભંડારની યોજના કરી હશે તેમને આત્મા આ લેભિયાના ધનને જોઈ તે રાજી નહિ થતા હોય; તેમને મન તે તેને સતત ઉપયેગ થાય એમાં જ એ ભડારની મહત્તા છે. આજે એવી કોઈ વ્યવસ્થા ત્યાં નથી. તે થવી જરૂરી છે. તેા જ પૂ. મહારાજશ્રીએ કરેલ પ્રયત્ન વિશેષ સફળ થશે.
પૂ. મહારાજશ્રીએ સુસંપાદિત કરી અનેક પુસ્તકે પ્રસિદ્ધ કર્યાં છે. અહીં દૂર મારી પાસે તેની સૂચી નથી. પણ જે અત્યન્ત મહત્ત્વનાં છે તેના નિર્દેશ તેા જરૂરી છે. પૂ. મહારાજશ્રીના નામની છાપ * આશા રાખુ છું કે તેમના આ અભિવાદન ગ્રન્થમાં તે સૂચી આપવામાં આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org