________________
જ્ઞાનપ્રભા તપસ્વિની
| ૨૩૫
તેમની યેાગ્યતા, પ્રભાવ, એજસ વગેરે વિષે પ્રત્યક્ષ જ અનુભવ છે. હું તેા આ સાધ્વીથી સામે નાના બાળકભાવે જ ખેલેલા છું.
જેમ ધર્મનાં સાધને કેટલાંક સર્વવ્યાપી હાય છે અને કેટલાંક દેશવ્યાપી; મહાનુભાવ મહાપુરુષોનાં વનચરિત્ર વિષે પણ આ જ હકીકત છે. સર્વવ્યાપી સાધનને સૌ કેાઈ એકસરખી રીતે જાણતા હોય છે, જ્યારે ઇતર સાધન માટે તેમ નથી હતું. મહાનુભાવ મહાપુરુષ વિષે પણ આ જ વાત છે. તે સાથે એ પણ એક હકીકત છે કે કોઈ પણ મહાપુરુષનું જીવનચરિત્ર એ શ્રદ્ધાળુ તેમ જ તટસ્થ આત્માએ માટે એક જીવનની જડીબુટ્ટી સમાન વસ્તુ છે. આ બધું ગમે તેમ હો, તે છતાં “ શ્રીમતી દાનશ્રીજી મહારાજ એક સુયોગ્ય વિભૂતિ સ્વરૂપ હતાં” એ હું શ્રદ્ધાપૂર્વક માનું છું અને કહું છું. તેમનું જીવનચિરત્ર શ્રદ્ધાળુ તેમ જ તટસ્થ આ બન્નેય પ્રકારના આત્માઓને વનપ્રેરણા [ ‘જ્ઞાનપ્રભાપ્રવૃતિની સાધ્વી શ્રી દાનશ્રીજી' નુ આમુખ, ઈ. સ. ૧૯૫૨ ]
આપનાર જરૂર નીવડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org