________________
૨૮૨ ]
જ્ઞાનાંજલિ હતું, અને આવી બધી ગુણવિભૂતિને બળે એમનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી અને ઉજજવલ હતું, એ અંગે તો, પુનરુક્તિનો દોષ વહોરીને પણ, એમના એ દિવ્ય ગુણોનું વારંવાર સંકીર્તન કરવાનું મન થઈ આવે છે.
એમના આવા વિશિષ્ટ વ્યક્તિત્વની છો૫ એમના પરિચયમાં આવનારના અંતર ઉપર પડ્યા વગર ન રહેતી. સૌhઈને તેઓ પોતાના હિતચિંતક સ્વજન સભા જ લાગતા. દાદાગુરુશ્રીના આવા વ્યક્તિત્વથી લીંબડીના દરબાર શ્રી દેલતસિંહબાપુ વગેરે ખૂબ પ્રભાવિત બન્યા હતા. તેઓને કોઈ પણ કારણસર જામનગર કે પાટણ આવવાનું થતું ત્યારે તેઓ દાદાગુરુશ્રીનાં દર્શને અવશ્ય આવતા. એક વાર તે તેઓ એક નોકરને લઈને એકલા જ આવ્યા હતા. તેઓશ્રી પ્રત્યેના આવા આદર કે આકર્ષણનું એક કારણ એ પણ હતું કે તેઓ જેમ સૌ પ્રત્યે સમાન ધર્મરનેહ ધરાવતા હતા, તેમ જૂની-નવી ગમે તે પ્રકારની વિચારસરણીને સમભાવે સમજી, વિચારી અને આવકારી શકતા હતા; અમુક પ્રકારની વિચારસરણીને કારણે કઈ પણ વ્યક્તિ પ્રત્યે અનાદરનો ભાવ દર્શાવવાનું એમની પ્રકૃતિમાં જ ન હતું. તેથી રૂઢિચુસ્ત, સુધારક કે ઉદ્દામ વિચારો ધરાવનાર સૌકોઈને માટે તેઓ પૂછાઠેકાણું બની શક્યા હતા. આનો સાર એ કે તેઓશ્રીમાં માનવતાનો સદ્ગુણ આટલી કેટિએ ખીલ્યો હતો.
સમદશીપણું, નેહાળતા, વૈશ્યાવચ્ચ કરવાને ભાવ વગેરે વગેરે તેઓશ્રીના વિશિષ્ટ ગુણોને લીધે તેઓને પોતાનો સાધુસમુદાય નાનો હોવા છતાં એમની છત્રછાયામાં વિશાળ સાધુસમુદાય રહેતો હતો. તેઓનું સમુદાયમાં એવું બહુમાન હતું અને સમુદાયના હિતની તેઓ એવી ચિંતા સેવતા હતા કે એક વખત, વિ. સં. ૧૯૫૭માં, પૂજ્ય મુનિ શ્રી વલ્લભવિજયજીને આચાર્ય પદવી આપવાની વાત આવી ત્યારે તેઓએ દીર્ધદષ્ટિ અને સમયજ્ઞતા વાપરીને એ બંધ રાખવાની સલાહ આપી; અને સૌએ એમની આ સલાહ માનપૂર્વક વધાવી લીધી. વળી, પંડિતવર્ય શ્રી બેચરદાસજી સામે શ્રીસંઘમાં વિરોધ જાગે કે મુનિ શ્રી જિનવિજયજીએ દીક્ષાનો ત્યાગ કર્યો તે વખતે, તેઓ પ્રત્યે જરા પણ હીન ભાવ સેવ્યા વગર, પૂજ્ય દાદાગુરુશ્રીએ એમને આશ્વાસન, હિતશિખામણું અને માર્ગદર્શન આપીને એમની વિશિષ્ટ શક્તિઓનો લાભ સમાજને મળતો રહે એ માટે જે પ્રયત્ન કર્યો હતો, તે પૂજ્ય દાદાગુરુશ્રીની ઉદારતા, સાધુતા અને મહાનુભાવતાની સાક્ષીરૂપ બની રહે એમ છે. એમના જીવનમાં આવા તો અનેક પ્રસંગો મેં જોયા છે. " હૈ. દેવવ્રત ભાંડારકર, શ્રી ચીમનલાલ ડાહ્યાભાઈ દલાલ જેવા આપણા દેશના વિદ્વાનો અને છે. હર્મન યાકેબી, નર્મન બ્રાઉન જેવા વિદેશી વિદ્વાનોએ દાદાગુરુશ્રીની પાસેથી ઘણી પ્રેરણું મેળવી હતી. આ લખતી વખતે વિ. સં. ૧૯૯૭ કે ૧૯૯૮ની સાલનો એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર, લેખક અને કવિ અને ગુજરાત યુનિવર્સિટીના અત્યારના ઉપકુલપતિ ભાઈશ્રી ઉમાશંકર જોષી પૂજ્ય દાદાગુરુશ્રી પાસે પાટણ આવ્યા હતા. એ જવાના હતા અને બીજે જ દિવસે મહાવીર જયંતીનું પર્વ આવતું હોવાથી મારી વિનંતીને માન્ય રાખી તેઓ રોકાઈ ગયા હતા. આ જયંતી પ્રસંગે પૂજ્ય દાદાગુરુશ્રીએ, અતિ સાહજીકપણે, ભગવાનના ગુણાનુવાદ તરીકે, થોડીક મિનિટ સાવ સાદી અને સરળ વાણીમાં વ્યાખ્યાન આપ્યું હતું. અંતરની લાગણીની સહજ અભિવ્યક્તિ પે અપાયેલા આ પ્રવચનથી ભાઈશ્રી ઉમાશંકર જોષી ખૂબ પ્રભાવિત થયા હતા. આ વક્તવ્યના પોતાના હૃદય ઉપર અંકિત થયેલ પ્રતિબિંબનો ઉલ્લેખ, પાછળથી, તેઓએ મારા ઉપરના એક પત્રમાં કર્યો હતો. તેમાં તેઓએ જણાવ્યું હતું કે “ પૂજ્ય મહારાજશ્રીએ અતિવૃદ્ધ અવસ્થા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org