________________
શ્રીમાન પૉંડિત શ્રી સુખલાલજી
* ૨૯૩
વાંચે, ગમે તેવી વ્યક્તિનાં લખાણેા વાંચે કે ગમે તે વ્યક્તિને પરિચય સાધે—એ બધાય પ્રસંગેામાં તેમની દૃષ્ટિ ગુણગ્રાહિણી જ રહી છે, એ તેમનાં લખાણા ઉપરથી અને તેમની સાથેના વાર્તાલાપ પરથી અનુભવી શકીએ છીએ. શ્રીમાન પડિતજીનું ગુણગ્રાહકપણું' કેવું છે તેનાં ઉદાહરણા તેા મારી પાસે અનેક છે; પણ તેમાંનું એક પ્રસ ંગેાપાત્ત ટાંકું છું. એક વાર હું અને પડિતજી સાથે બેઠા હતા, ત્યારે વાર્તાના કોઈ પ્રસ ંગ આવતાં તેમણે આચાર્ય શ્રી લાવણ્યસૂરિવિરચિત સિદ્ધસેનીયા દ્વાત્રિ'શિકાઓની ટીકા અને મુનિ શ્રી ર ંધવિજયજીએ તૈયાર કરેલ નિદ્ભવવાદ આદિ વિષયમાં વાત કરી કે, મહારાજજી ! મેં આ ગ્રંથ જોયા. વસ્તુના પ્રતિપાદનની શૈલી ગમે તેવી હા, પણ જ્યારે વ્યક્તિને વસ્તુ બરાબર ગ્રાહ્ય થઈ હાય ત્યારે વસ્તુના હાર્દને તે પેાતાના લખાણમાં ઉતારી શકે છે, અને એ રીતે આવાં લખાણેા તાત્ત્વિક દૃષ્ટિએ આદરપાત્ર છે.” આ તે માત્ર એક ઉદાહરણ જ આપ્યુ છે. પણુ પાંડિતજી સાથે વાતેા કરવામાં અનેકાનેક પ્રસ`ગેામાં તેમની ગુણગ્રાહકતા તરી જ આવે છે. આ ગુણગ્રાહકતાને લીધે જ તેઓ હરેક વિષયમાં તટસ્થ પરીક્ષણ પણ વ્યવસ્થિત રીતે કરી જાણે છે.
<<
જ
સ્વાતંત્ર્ય—પંડિતજી જીવનવ્યવહારમાં અને વિચારામાં હમેશાં સ્વતંત્ર રહ્યા છે. પેાતાની વિદ્વત્તા વિષે તેમને કદીયે અભિમાન જાગ્યું નથી. કોઈ પ્રલેાભન તેમને કદીયે આકર્ષી શકયું નથી. તેમના જીવનમાં એવા ઘણા પ્રસંગેા આવ્યા છે, જેમાં અનેક જુદી જુદી વ્યક્તિએ તેમને અનેક રીતે આકર્ષવા પ્રયત્ન આદર્યા છે, પરંતુ જ્યારે તેમને ખબર પડે કે આ ભધું પ્રલાભનરૂપ છે, ત્યારે તેમણે સામી વ્યક્તિને સાફ સાફ્ કહી જ દીધું છે કે, “ તમારા પક્ષમાં કેવાડામાં આકવા માટે કે અમુક ઉદ્દેશથી જ જો આ હાય તે! આપણા સંબંધ અહી જ પૂરા થાય છે.” પંડિતજીને નામે કોઈ ફળ વેચી ખાવા માગે તેા તે કદીયે શકય નથી. પેાતાની પ્રજ્ઞાને ગીરે મૂકીને તેએ કદી વાત કરતા નથી, એવા પ્રસંગ ઉપસ્થિત થતાં જ તેએ તેને કાપી નાખે. તેએ પેાતાના વિચારામાં હમેશાં સ્વતંત્ર જ રહ્યા છે. કેાઈનાય ગમા-અણગમાની કે માનાપમાનની તેમણે આ માટે દરકાર રાખી નથી. તેમ છતાં પેાતાના વિચારે અયેાગ્ય ભાસતાં તેનું પરિવર્તન કરવામાં પણ તેઓ આનાકાની કરે
તેવા નથી.
પંડિતજીની સેવા—શ્રીમાન પૉંડિતજીએ વ્યાપક રીતે જૈન પ્રજાની જે સેવા કરી છે તે ચિરસ્મરણીય જ રહેશે. તેમણે જૈન તત્ત્વજ્ઞાનના પ્રાસાદ્ભૂત સન્મતિતક જેવા મહાન ગ્રંથને સ ંશોધિત કરીને એક મહાન કાર્યાં કર્યું છે. તે ઉપરાંત પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથાને સુયોગ્ય રીતે સંપાદિત કર્યાં છે. દેવેન્દ્રસૂરિષ્કૃત કર્મપ્રથાને હિંદી અનુવાદ તેમણે કર્યો છે. આજ સુધીમાં તેમણે વિવિધ વિષયના ચિંતનપૂર્ણ લેખા લખ્યા છે. આ બધાં કાર્યોમાં કયારેક એકબીજાને ગમતી-અણગમતી બાબતાને સમાવેશ થવા છતાં વિઘ્ન જૈન પ્રશ્ન પ`ડિતજીની વિશિષ્ટ સેવાને સ્વીકાર કરશે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી.
અંતિમ નિવેદન—શ્રીમાન પંડિતજીએ જીવનમાં અતિ વિશાળ ચિંતનપૂર્વક વિદ્યાસાધના અને આરાધના કરી છે, એટલું જ નહિ, પણ ભાઈ દલસુખ માલવિયા જેવા પેાતાની જ કક્ષાના તત્ત્વ ચિંતક શિષ્યને પણ તૈયાર કર્યા છે. ઉપરાંત ડૉ. નથમલજી ટાઢિયા, શ્રીમતી ડૉ. ઇન્દુકળાબહેન વગેરે અનેક વ્યક્તિએ માટે પ્રૌઢ વયના મહાનિબંધ ( થીસિસ ) લખવામાં સાક્ષી અને પ્રેરણાદાયક અન્યા છે. અનેક વિદ્વાનાએ એમની પાસેથી ગંભીર વિચારા મેળવ્યા છે, અને મારા વિશ્વાસ છે કે પડિતજી પેાતાની જિંદગીમાં ઘણું ઘણું કરી જશે. છતાંય મારી એક હક્કદાર શિષ્ય તરીકે ભીખ છે કે શ્રીમાન પંડિતજીએ પેાતાના જીવનમાં અધ્યયન કરતાં આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર, આચાર્યશ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org