________________
૨૨ ]
જ્ઞાનાંજલિ આવી વ્યક્તિઓ વિરલ જન્મે છે, સૈકામાં ગણતરીની જ પાકે છે, માટે અવિનયનો દોષ વહોરીને, ક્ષમા માગી લઈને, અતિનમ્ર ભાવે (ખાનગીમાં વિનંતિઓ તો ઘણી કરી પણ) હવે જાહેરમાં જ વિનંતી કરું કે હવે આપ એ સમયને સંપૂર્ણ સદુપયોગ કરી શકે તેવા સ્થળમાં રહી આપની અને આપના વર્તુલની તમામ શક્તિઓને કામે લગાડી પાંચ વરસમાં આગમોનું સંપૂર્ણ પ્રકાશન થાય તેવો ભગીરથ પુરુષાર્થ કરો. અન્ય તમામ કાર્યોને સ્થગિત કરી પ્રકાશન માટે ભેખ લો! શાસનદેવને પ્રાર્થના કે મારી વિનંતિનો અમલ થાય તેવી અનુકૂળતા આપને આપે.
અંતમાં, જ્ઞાન એ જ જેમનું તપ છે,જ્ઞાન એ જ જેમનું ધ્યાન છે, અને જ્ઞાન એ જ જેમનું સર્વસ્વ છે એવા ત્યાગી મિત્ર મુનિવરને ભૂરિભૂરિ વંદન ! પરમાત્મા તેમને શતાયુ બનાવે એ જ પુનઃ પુનઃ પ્રાર્થના.
અનેક વંદન હૈ એ જ્ઞાનયોગીને!
પૂ. સાધ્વીજી શ્રી મૃગાવતી શ્રી જી. આપણા મહાન પ્રાચીન આચાર્યોએ વિસ્મૃત થતા જ્ઞાનને બચાવવા માટે અથાગ પ્રયત્નો સેવી તાડપત્રો ઉપર જ્ઞાનને સ્થિર કર્યું; અને જૈન, વૈદિક, બૌદ્ધ પરંપરાના તથા બીજા ભિન્ન ભિન્ન વિષયોના અનેક ગ્રંથોની હજારો પ્રતિ લખાવી એને જેસલમેર, પાટણ, ખંભાત, વડોદરા, અમદાવાદ, લીંબડી વગેરે શહેરના જ્ઞાનભંડારોમાં સંગ્રહ કર્યો હતો.
સ્વાધ્યાયની રૂચિ ઓછી થ ી ગઈતે ભંડારોને તાળા ચાવીમાં જ પૂરી રાખ્યા, પુસ્તકને જ્ઞાનના પ્રતીકરૂપે પૂજવા લાગ્યા, તેનો ઉપયોગ ન થયો, સારસંભાળ ન થઈ! કેટલીક પ્રતો અને પુસ્તકે ઉધઈઓના આહાર રૂપે પરિણમ્યાં ! આવી વિષમ અને અઘટિત દશા જ્ઞાનભંડારોની થવા પામી. સાધુસમાજ, ગૃહસ્થ સમાજમાં જ્ઞાનની રુચિ, જ્ઞાન પ્રત્યે સાચું બહુમાન જ્ઞાનની પ્રગતિ કરવાની વૃત્તિ ધીમે ધીમે ઘટતી ગઈ
આવા સમયે વિરલ સંતોની દૃષ્ટિ તે તરફ ખેંચાઈ. તે દિશામાં કાર્ય શરૂ થયું. પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાન્તિવિજયજી મહારાજ તથા તેઓના વિદ્વાન સુશિષ્ય પૂજ્ય ચતુરવિજયજી મહારાજે તે દિશામાં ઘણું કર્યું. દાદાગુરુ શ્રી પ્રવર્તકજી મહારાજ અને પોતાના ગુરુજીના હાથ નીચે તૈયાર થઈ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મહારાજે તે વારસાગત શ્રુતજ્ઞાનની ભક્તિને સ્વજીવનમાં સ્થાન આપ્યું; તે કાર્ય એ પૂજ્યશ્રીના જીવનના અંગરૂપે બની ગયું.
અનેક જ્ઞાનભંડારોને ચિરાયુષ્ય બનાવવા માટે નવેસરથી ડબાઓ, કબાટો વગેરે તૈયાર કરાવીને પુનર્જીવન અર્પણ કર્યું છે. જેસલમેર જેવા દૂર વિકટ રણ પ્રદેશમાં ઉગ્ર વિહાર કરી ત્યાં પહોંચ્યા. તે મહાતીર્થની યાત્રા કરી, સાથે જ્ઞાનયાત્રા કરી ! તાડપત્રીઓના ટુકડાઓના કોથળાઓ અને પોટલાંઓ તેઓની પાસે ઠલવાયાં ! તેમાંથી ટુકડે ટુકડે કાઢી, જોડી અસ્તવ્યસ્ત પાનાંના ઢગલાઓ વ્યવસ્થિત કરીને અલભ્ય અનુપમ જ્ઞાનગ્રંથે ઉદ્ધ! અપૂર્વ કાર્ય કર્યું !
ઘણી વાર તેઓ જ્ઞાનભક્તિમાં એવા લીન હોય છે કે જ્યારે સંપાદનનું કાર્ય કરતા હોય ત્યારે તેઓની સામે જઈ ઊભા રહો તો કેટલીયે વાર સુધી તેઓને ખ્યાલ પણ ન આવે ! આવી છે તેઓની એકાગ્રતા ! અને સરળતા તો નાના બાળક જેવી! ઉદારતા તો એમને જ વરેલી છે. માંડમાંડ એક પ્રત મળી હોય અને કોઈ જ્ઞાનપિપાસુ માગે તો વિના સંકોચે તેને આપી દે!
તેઓની મૃતભક્તિ, નિરભિમાનતા, નિરાડંબરતા, ઉદારતા આદિ ગુણો એમની એક એક પ્રવૃત્તિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org