________________
અભિવાદન
[ ૩૧ સંશોધન કર્યું અને ઉચ્ચ સાહિત્યને જે સંગ્રહ કર્યો તે તેમની એક અનુપમ શક્તિનું પ્રતિબિંબ છે. વધુમાં તેમણે આ આખોયે સંગ્રહ, “લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને અર્પણ કરી તેનો વિસ્તૃત પ્રમાણમાં લાભ લેવાય તે પણ લક્ષમાં રાખ્યું. જ્ઞાનની પ્રબુદ્ધતા મેળવવાના કઠણ ભાર્ગમાં તેમણે વિહાર કરી બીજાને જે આપ્યુંતેની સ્તુતિ કરી આપણે તેમની વષ્ટિપૂર્તિના પ્રસંગે અભિવાદન આપીને સંતોષ માનીએ તે પૂરતું નથી. અભ્યાસ અને ચિંતન જૈન આચાર્યો અને જેન સમાજમાં વધારે થાય અને તેમની ચીધેલી કેડી પર ચાલી એ સંશોધનક્રિયા ચાલુ રાખીએ તો જ તેમનું બહુમાન યથાર્થ ગણાય. પ્રેરણાદાયી આવા મુનિ મહારાજને પ્રભુ દીર્ધાયુ બક્ષે અને આપણને વધુ જ્ઞાન મળે એવી આશા આપણે રાખીએ.
અનેખી વિભૂતિ
શ્રી રસિકલાલ છોટાલાલ પરીખ, અમદાવાદ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ ગુજરાતની અનોખી વિભૂતિ છે.
શ્રમણો કે સંન્યાસીઓ સંસારનો ત્યાગ કરે છે એનો અર્થ શું ? ભૌતિક રીતે તો તેઓ જગતમાં રહે છે. વનમાં રહે તો પણ તેમનો નિર્વાહ તો લેકે જ કરે છે. હકીકતમાં કોઈ લોકોની બહાર રહી શકતું નથી, સંસાર તજી શકતું નથી. એક સ્થળ તજીને બીજે સ્થળે જાય એટલે જગત, લોક કે સંસારનો ત્યાગ થતો નથી. અર્થાત ત્યાગને અર્થ બીજો કોઈ છે. એ જીવન જીવવાની રીતમાં છે. પિતાનું કે પિતાના કુટુંબનું કે નાતજાતનું કે પ્રદેશ કે દેશનું હિત કે વાર્થ સાધવામાં સંસારી માણસ રોકાયેલા રહે છે. સંસારત્યાગી સાધુ શેમાં રોકાયેલું રહે છે ? એવા કોઈ કાર્યમાં એ રોકાયેલ રહે છે, જે આમાંના કશાથી મર્યાદિત નથી, છતાં આ બધાંને સમાવી લે છે. એને માટે આત્મહિત અને લોકહિત અવિરોધી હોય છે. એ નિઃસ્પૃહી બને છે એનો અર્થ એ કે પોતાની ભાવનામાં, વિચારમાં, આચરણમાં, પ્રવૃત્તિમાં એને સૌના હિતની પૃહા રહે છે. આ અર્થમાં નિઃસ્પૃહી થવું કે પૃહી થવું એ અંગત, કે કુટુંબાદિની મર્યાદામાં રહેનાર કે એનો ભાર વહનારને મોટે ભાગે દુર્ઘટ હોય છે. આથી આવી આકાંક્ષાવાળા, આત્માના અને સંસારના હિતાર્થે સંસારનો ત્યાગ કરે છે, એમ સમજવામાં ત્યાગનાં અર્થ અને કતાર્થતા છે. અર્થાત સંસારત્યાગીના ત્યાગની કૃતાર્થતા તેની પ્રવૃત્તિ જીવનના કયા ક્ષેત્રમાં કેવી અને કેટલી છે તેનાથી અંકાય.
આ દષ્ટિએ મુનિશ્રી પુણ્યવિજ્યજીના મુનિ તરીકેના જીવનને વિચાર કરીએ તો ખ્યાલમાં આવશે કે એમની પ્રવૃત્તિ કેટલી બધી લોકપકારક છે! એમના મુનિજીવનના યમ-નિયમ-સંયમથી વીર્યવાન બનેલી બુદ્ધિશક્તિ અને ધનના અપરિગ્રહને લઈને મળેલી ઉદારતાનો લાભ વિદ્યાક્ષેત્રને જે મળ્યો છે તે અનોખો છે. | ગુજરાત, ભારવાડ, મેવાડ, માળવા આદિ પ્રદેશમાં વિદ્યાસંરક્ષણ અને સંવર્ધનનું કામ જૈનમનિ પરંપરાથી કરતા આવ્યા છે. એમનું આ કાર્ય જેન સંપ્રદાયના સાહિત્યનું સંરક્ષણ કરવા કે તેનું સંવર્ધન કરવા પૂરતું જ રહ્યું નથી. જૈન જ્ઞાનભંડારોમાં જૈન સંપ્રદાયના ગ્રંથોને સંગ્રહ અને સાચવણી થયાં છે, તેની સાથે સાથે જ બીજા સંપ્રદાયના ગ્રંથો અને કોઈ પણ સંપ્રદાયના ન ગણાય અથવા સર્વ સંપ્રદાયના ગણાય, જેને આચાર્ય હેમચંદ્ર “સર્વપાર્વત્ર ' કહે છે, એવા વ્યાકરણ, કેશ, કાવ્ય, અલંકાર ઇત્યાદિનાં થયાં છે. પાટણના કે ખંભાતના કે અમદાવાદના જૈન ભંડારા તપાસવાથી આ આપોઆપ દેખાઈ આવે છે. આ પ્રવૃત્તિમાં જૂની પ્રતિઓ સાચવવાના કામ સાથે તેની નવી નકલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org