Book Title: Gyananjali Punyavijayji Abhivadan Granth
Author(s): Ramnikvijay Gani
Publisher: Sagar Gaccha Jain Upashray Vadodara

View full book text
Previous | Next

Page 519
________________ ૨૬ ] જ્ઞાનાંજલિ પૂજ્યશ્રી જેવા વિદ્યાનુરાગી વિદ્વાને વિરલ જ હશે. તેમણે મોટામાં મોટું કાર્ય એ કર્યું કે અસ્તવ્યરત તથા જીર્ણશીર્ણ થઈ ગયેલા અસંખ્ય ભંડારોની તેમણે પુનર્વ્યવસ્થા કરી-કરાવડાવી. પાટણમાં લગભગ ૨૫ હજાર પુસ્તકોનું સંગ્રહાલય તથા અમદાવાદમાં પણ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામન્દિર જેવી સંસ્થાઓ પૂજ્યશ્રીની પ્રેરણા અને પરિશ્રમના પરિણુમરૂપ છે. આવી સંસ્થાઓમાં અભ્યાસીઓ માટે અનુકૂળતા અને સુવ્યવસ્થા કરેલી છે. મારવાડની મરભૂમિમાં–જેસલમેરમાં-પણુ પોતે બે વર્ષ નિવાસ કર્યો અને અનેક કષ્ટો વેઠીને ત્યાંના ભંડારને પુનરુદ્ધાર કર્યો. પરોપકાર અને કેવળ જનકલ્યાણના જ હેતુથી પ્રવૃત્તિ કરી રહેલા આ પ્રકારના સંતોને પણ શારીરિક મર્યાદા તો નડે એ કુદરતનો ક્રમ છે. વધતી જતી વય છતાં પોતે સદાય પ્રસન્ન રહીને જુવાનોને પણ શરમાવે એવી અદા અને ભાવનાથી તેઓ રોજ આઠથી દશ કલાક સતત કાર્ય કરતા હોય છે. ઝાંખું થઈ ગયેલું આંખોનું તેજ પણ હવે પ્રભુકૃપાથી પુનઃ પ્રાપ્ત થવા લાગ્યું છે. તેમનાં તપ અને તેજ, ધૈર્ય અને કાર્યનિષ્ઠા, શાંતિ અને શ્રદ્ધા, તેમની પાસે જનારને પ્રભાવિત કર્યા વિના રહે તેમ નથી. આવા વીતરાગી મહાનુભાવને પદવી કે પ્રતિષ્ઠાનો તો મોહ હોય જ ક્યાંથી ? સાધુતાથી માત્ર સ્વાંગ સાધુતા નહીં પણ વાણી, વિચાર અને કાર્યો વણાઈ રહેલી સાધુતાથી—શોભતું જીવન, માત્ર જૈન સમાજનું જ નહીં પણ માનવસમાજનું ખાસ કરીને ગુજરાતનું તો-ગૌરવ છે. એમનાં ચરણોમાં પ્રણામ કરી આપણે એક જ પ્રાર્થના કરીએ કે આવા જ્ઞાનસ્થવિર, વયસ્થવિર, અદ્વિતીય આગમપ્રભાકર મુનિશ્રીના શરીરને પ્રભુ લોકસેવાની દૃષ્ટિએ, સ્વાર્થ અને દીર્ધાયુ આપે અને જૈન શાસનની આગમત તેમના દ્વારા વધુ અને વધુ જવલંત બનાવે. પુણ્યચરિત મુનિશ્રી - પં. શ્રી સુખલાલજી, અમદાવાદ જ્યારે હું મુનિશ્રી પુણ્યવિજયજી વિશે વિચાર કરું છું, ત્યારે તેમની ઓળખાણ માટે “ પુણ્યચરિત” એ જ શબ્દ વાપરવો મને વિશેષ સંગત લાગે છે. આજ સુધીના, ગેપન વર્ષ જેટલા તેમની સાથેના લાંબા પરિચયથી હું તેમને જે રીતે ઓળખવા પામ્યો છું, તેને અતિ સંક્ષેપમાં અત્રે નિર્દેશ કરવા ધારું છું. તે ઉપરથી વાચકો સમજી શકશે કે હું તેમને માટે “પુણ્યચરિત' એવું સાર્થક વિશેષણ શા માટે વાપરું છું? નિભતા–મેં આટલા લાંબા પરિચયમાં ક્યારે પણ મુનિશ્રી પુણ્યવિજયજીમાં દંભનું તત્ત્વ જોયું નથી, જે સામાન્ય રીતે દરેક પંથના વેષધારીઓમાં સહેજે તરી આવતું હોય છે. મન, વચન અને વ્યવહારની જુદાઈ મોટા ભાગે પ્રતિકા સાચવવાના ખોટા ખ્યાલમાંથી પોષાય છે, પણ એવી પ્રતિષ્ઠાને લેભ શ્રી પુણ્યવિજયજીને સ્પર્શે નથી, એ વરતુ મેં અનેક કટોકટીના પ્રસંગોએ પણ જોઈ છે. આચાર્ય હરિભદ્ર ધર્મનાં પ્રાથમિક લક્ષણેમાં નિભતાને પ્રથમ સ્થાન આપ્યું છે, તે વાસ્તવિક છે. સતત કર્મયોગ–મુનિ શ્રી પુણ્યવિજયજીનો ૧૯૧૫માં તેમના ગુરુ અને દાદાગુરુની હયાતીમાં મારે પ્રથમ પરિચય થયો, ત્યારથી આજ સુધી મેં તેમનામાં એકધારો કર્મયોગ નિહાળ્યો છે. અને તે કર્મયોગ એટલે શાસ્ત્રોદ્ધાર અને ભંડારોદ્ધારને. આજે તો એમના આ કર્મયોગ વિશે જૈન અને જેતરોમાં, આ દેશ-પરદેશમાં એટલી બધી જાણ થઈ છે કે એ વિશે કાંઈ પણ કહેવું તે પુનરુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610