________________
આગમ-સંપાદનનું દુષ્કર કાર્ય અહીંયાં વિદ્વાન વક્તાઓએ જે કંઈ કહેવું જોઈએ તે ઘણું કહ્યું છે. બહું કહેવાનું રહેતું નથી. તેમાં પણ મારે શું કહેવું એ એક મોટો પ્રશ્ન છે. - હું તો ઈછું કે અમે જે આ કામ કરીએ છીએ તેમાં અમારી ત્રુટિ ક્યાં છે તે સૂચવનાર અમને મળે. મહેનત તો ઘણું કરવામાં આવી છે. તેમ છતાં પ્રસંગે પ્રસંગે વિચારવામાં આવે ત્યારે ત્રુટિ એટલી બધી દેખાય છે કે આટલા મહાભારત કામને નિર્દોષ કેવી રીતે પાર પાડવું તે પણ સામે એક મોટો પ્રશ્ન છે. તેમ છતાં આજે કેટલાંક સાધનોને લીધે, પ્રાચીન ભંડારનાં અવલોકનોને લીધે, સાહિત્યની આલોચનાને લીધે, અને વિદ્વાનોના સમાગમને લીધે જે કંઈ સ્કૂર્તિ જીવનમાં જાગી છે તેનો ઉપગ અહીં કરી લેવો, એ દષ્ટિએ આ પ્રવૃત્તિ હાથ ધરી છે.
દુનિયાના વિદ્વાનો ઉપર નજર કરીએ ત્યારે અમારું સંપાદન પૂર્ણ છે, એમ કહેવાની અમે હિંમત નથી કરતા. જોકે આ કામ હું એળે નથી કરતો; બધા જાણતા હોય કે હું આ કામ એકલે કરું છું, તેમ છતાં પણ એમાં મારી સાથે આત્મીય ભાવે કામ કરનાર ઘણું મિ દલસુખભાઈ ૫. અમૃતલાલ વગેરે ઘણું ઘણા એવા વિધાન છે, જેઓ આ કાર્યમાં રાતદિવસ રચ્યાપચ્યા રહે છે. એને લઈને ભારો ભાર ઓછો થઈ જાય છે. છેલ્લાં વર્ષોમાં મારી આંખે મોતિયાને લીધે અસમર્થ હતી. તે વેળા આ વિદ્વાનોએ જ કામને વેગ આપ્યો હતો. સાત વર્ષ વહી ગયાં. સાઠની સાલથી આ વિચાર થયો હતો. આટલાં વર્ષોમાં એક જ વોલ્યુમ બહાર પડયું. આથી એ વિચાર આવે કે સાત વર્ષમાં એક જ વોલ્યુમ બહાર પડયું, તો બધું કામ ક્યારે પાર પડશે?
બીજી તરફ દષ્ટિ કરવામાં આવે તો એક એક વિષય પર આજે વિદ્વાનો જે વિચારે છે, એ વિચારવાનો સમય નથી, કામ ઘણું મોટું છે, એટલે અમે મર્યાદા નકકી કરી આગમે તૈયાર કરીએ છીએ.
ડે. બીંગ, ડે. યમન, ડે. આલ્સડોર્ફ એ બધાએ આગમ વિષે ઘણું વિચાર્યું છે. હમણાં ડો. આસિફને બે આર્ટિકલ્સ આવ્યા છે. એક તો ઇથી પરિત્રા વિષે હતો. આ ક્રિટિકલ પ્રકાશન ત્યાંના જર્નલમાં પ્રકાશિત કર્યું હતું. આ લેખનો ગુજરાતી અનુવાદ મહાવીર જૈન વિદ્યાલયના સુવર્ણ અંકમાં હતા. ઇથી પરિન્ના વિષે જૈન સાધુને પૂછવામાં આવે તો પણ તે બતાવી નહીં શકે કે તે
* શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈની મૂલ આગમસૂત્રો પ્રકાશિત કરવાની યોજના મુજબ શ્રી જૈન આગમ ગ્રંથમાલાના પ્રથમ ગ્રંથ “નંતિસુત્ત પુનરાવું 'ના પ્રકાશન સમારોહ પ્રસંગે આપેલ પ્રવચન. અમદાવાદ, તા. ૨૬-૨-૧૯૬૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org