________________
પૂજ્યપાદ દાદાગુરુ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ
[ ૨૮૧ છે. પ્રાચીન ગ્રંથોનો આ ઉત્તમ સંગ્રહ કરવા ઉપરાંત બીજું મહાન કાર્ય તેઓએ એ કર્યું કે જે ગ્રંથની પ્રતિઓ અન્યત્ર અપ્રાપ્ય, અતિવિરલ કે જીર્ણશીર્ણ હતી, એવા જૈન-જૈનેતર સંખ્યાબંધ ગ્રંથની પોતાની જાત દેખરેખ નીચે, કુશળ લહિયાઓને હાથે, નકલે કરાવી હતી. એક જમાનામાં તેઓશ્રીના હાથ નીચે એકીસાથે પચીસ-પચીસ, ત્રીસ-ત્રીસ લહિયાઓ કામ કરતા હતા. એ દશ્યનું આજે પણ સ્મરણ થઈ આવતા જાણે એમ જ લાગે છે કે કોઈ જ્ઞાનધારક મહર્ષિ જ્ઞાનોદ્ધારની એક મહાશાળા ચલાવી રહ્યા છે, અને એમાં પોતાની સર્વ શક્તિનું સિંચન કરી રહ્યા છે.
વળી, પ્રાચીન ગ્રંથના સંગ્રહ અને રક્ષણ માટે જેમ તેઓએ નવા જ્ઞાનભંડા સ્થપાવ્યા હતા, તેમ જૂના જ્ઞાનભંડારોને વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવવા માટે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી. પાટણ, લીંબડી આદિમાં રહેલા ભંડારે તેઓની આવી જ્ઞાનભકિતની કીર્તિગાથા બની રહે એમ છે.
અને પાટણમાં નવું સ્થપાયેલ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર તે, પાટણના સંખ્યાબંધ અવ્યવસ્થિત બની ગયેલ ગ્રંથભંડારોના સુવ્યવસ્થિત મહાભંડારરૂપ બની ગયેલ હોવાથી, જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના દેશ-વિદેશના અભ્યાસીઓ માટે જ્ઞાનતીર્થ સમાન બની ગયેલ છે. આ જ્ઞાનમંદિરની સ્થાપનામાં પૂજ્ય દાદાગુરુદેવે જે ઝંખના સેવી હતી અને પ્રેરણા આપી હતી તે સૌકોઈને માટે દાખલારૂપ બની રહે એમ છે.
નવા જ્ઞાનભંડારોની સ્થાપના અને જૂના જ્ઞાનભંડારોની સુરક્ષાની સાથે સાથે જ પ્રાચીન શાસ્ત્રગ્રંથોના ઉદ્ધાર તરફ પણ તેઓશ્રીનું પૂરેપૂરું ધ્યાન હતું. અને એટલા માટે આવા ગ્રંથોના સંશોધન –સંપાદન અને શુદ્ધીકરણ માટે તેઓ જાતે કામ કરતા અને બીજાઓને પ્રેરણા આપતા. ભાવનગરની શ્રી જેન આત્માનંદ સભા તરફથી પ્રસિદ્ધ થતી શ્રી આત્માનંદ જૈન ગ્રંથમાલા, પ્રવર્તક શ્રી કાંતિવિજ્યજી જેને ઐતિહાસિક ગ્રંથમાલા વગેરેના સંચાલન અને વિકાસ માટે તેઓ હંમેશાં પ્રયત્નશીલ રહેતા હતા. આ કાર્યમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી વિજયદાનસૂરિજી મહારાજ, પૂજ્યપાદ શ્રી હંસવિજયજી મહારાજના સુશિષ્ય મુનિવર શ્રી દેલતવિજયજી આદિ ઘણાનો ફાળો છે, છતાં આ ગ્રંથમાળાને એની શરૂઆતથી જ જીવિત રાખવામાં મારા પૂજ્ય દાદાગુરુશ્રીને અને પૂજ્ય ગુરુશ્રીને ફાળો અતિ મહત્ત્વનો અને મોટો છે, એ સત્ય હકીકત છે.
અહીં એક વાત તે સમજી જ લેવાની છે કે પૂજ્ય દાદાગુરુશ્રીની જ્ઞાનોદ્ધારની કે શાસનપ્રભાવનાની દરેકેદરક પ્રવૃત્તિમાં, કાયાની છાયાની જેમ, મારા પૂજ્ય ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજનો હમેશાં ધર્મપુરુષાર્થભર્યો ઘણો મોટો ફાળો રહેતો. આ ઉપરથી સૌhઈને નિશ્ચિતરૂપે લાગશે કે ગુરુ-શિષ્યની આ જોડીએ જ્ઞાનોદ્ધારના પુણ્યકાર્યની પાછળ જ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. મારામાં શાસ્ત્રસંશોધનની જે કંઈ અતિ અલ્પ-સ્વલ્પ છૂર્તિ કે દૃષ્ટિ આવી છે, તે મારા આ બંને શિરછત્રોને જ આભારી છે, એટલું જ નહિ, પણ મારામાં જે કંઈ સારું છે, તે આ ગુરુયુગલની કૃપાનું જ ફળ છે.
વિશિષ્ટ વ્યક્તિત્વ પૂજ્ય દાદાગુરુશ્રી કેવા કરુણાળુ અને વાત્સલ્યમૂર્તિ હતા, એમને સ્વભાવ કેવો શાંત અને પરગજુ હતો, તેઓ કેટલા બધા ધીર-ગંભીર અને બોલવા કરતાં કરવામાં માનનારા હતા, એમનામાં મધ્યસ્થતા, ગુણગ્રાહક વૃત્તિ અને સત્યશોધક દૃષ્યિને કેવો સુમેળ સધાયો હતો અને એમનું જીવન કેવું વિમળ
જ્ઞાની ૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org