________________
[૨૩૩
વિદુષી સાધ્વીઓ ગુણીની સેવામાં પહોંચી ગયાં. એ એમની જીવનસાધનાનું વિશિષ્ટ ફળ છે. આજે પરાકાષ્ઠાએ પહોંચેલ જ્ઞાનદશામાં પણ તેઓ સમાધિમગ્ન છે, એ એમની જીવનસાધનાનું જ બળ છે અને આખા જીવનનાં કાર્યોને ખરો સરવાળો એ જ છે.
સમેતશિખરજી તીર્થનો ઉલેખ જ્ઞાતાધર્મકથાંગસૂત્રના આઠમા ભલી અધ્યયનમાં તેમ જ વ્યવહાર ભાવમાં આવે છે. આ પછીના ચાર વિભાગોમાં સમેતશિખરજી તીર્થને જર્ણોદ્ધાર, પ્રતિષ્ઠા, ઉ, ઐતિહાસિક રાસ, ટૂંકો પરિચય, તીર્થદર્શન, સમેતશિખરના ઉદ્ધાર આદિમાં ભાગ લેનાર અને સેવા આપનારનો પરિચય અને અમદાવાદથી સમેતશિખર જવાનો માર્ગ ઇત્યાદિ વસ્તુ આપવામાં આવી છે. તીર્થને લગતાં કેટલાંક ફોટોગ્રાફી ચિત્રો પણ આપવામાં આવ્યાં છે. આ રીતે આ પુસ્તક એ મહત્ત્વનું પુસ્તક બની ગયું છે.
અંતમાં પ્રસ્તુત સમેતશિખર તીર્થની રક્ષા યાત્રાદિ કરનાર સૌને ધન્યવાદ આપી મારું સંક્ષિપ્ત વક્તવ્ય પૂર્ણ કરું છું.
[“શ્રી સમેતશિખરતી દર્શન’નું આમુખ, સં. ૨૦૨૦]
જ્ઞાન. ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org