________________
જ્ઞાનાંજલિ
૨૪૮ ] ઉમેદપુર આવી કેસરિયાનાથની યાત્રાએ જવાનો નિર્ણય કર્યો અને મેવાડ દેશને રસ્તો લીધે.
ઉમેદપુરથી તખતગઢ થઈ સાંડેરાવ ગયા. અહીંનું મંદિર તેરમી સદીનું છે. મારવાડનાં ઘણુંખરાં મંદિરે અગિયારમી બારમી તેરમી સદીનાં છે અને બાવન જિનાલય, ચોવીસ જિનાલય આદિ વિશાળ લે છે. આ મંદિરના ગભારાઓ ઘણું સાંકડા હોય છે. મંદિરની બાંધણી ગૂજરાતનાં મંદિર કરતાં જુદી જાતની છે. નવા મંદિરે એવાં નથી બનતાં. નવાં તે લગભગ ગૂજરાત જેવાં જ બને છે. અહીંના મંદિરમાંથી હમણું એક નવું ભોંયરું નીકળ્યું છે. એમાંથી પથ્થરના ટુકડાઓ નીકળ્યા છે તેમાંના એક ઉપર સંવત ૧૦૬૦ એટલા અક્ષરે છે; આગળના ટુકડા મળ્યા નથી.
સાંડેરાવથી અમે વરાણા આવ્યા. અહીંયાં પણ ઉમેદપુરની જેમ બાળકોને કલાલ સામેથી સંભળાતો હતો. અમે પાર્શ્વનાથ જૈન વિદ્યાલયના મકાનમાં ઊતર્યા હતા. આ વિદ્યાલયમાં સ્વતંત્ર સ્કૂલ આદિ સાધનો મોટા પાયા ઉપર છે. અહીંયાં મિડલ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે. તે પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છનારને જોધપુર આદિ ઠેકાણે જવું પડે છે. વિદ્યાલય મિડલથી આગળના કલાસે ખેલવા ઈચ્છે છે. સંભવ છે કે નવા વર્ગો ઊઘડશે.
વરકાણથી અમે મુંડારા ગયા. ત્યાં ચાર દિવસ રહ્યા. તેમાં યતિજી શ્રી જસવંતસાગરજીનો અર્ધો પુસ્તક ભંડાર જોવાનું જ કામ કર્યું. આ ભંડાર જૂનો છે. એમાં સંસ્કૃત ટીકાગ્રંથ કરતાં સરતબક સૂત્રો, કથા આદિ ગ્રંથો જ વધારે છે. એ સિવાય વૈદ્યક, જોતિષ આદિ ગ્રંથો પણ છે. ભંડાર માટે છે, પણ અત્યારના મુદ્રણયુગમાં લિખિત જ્ઞાનભંડારની કિંમત ઓછી જ થઈ ગઈ છે. મંત્ર-તંત્રાદિ જેવા ઈચ્છનાર માટે તો આ ભંડાર રસપ્રદ છે. ફાગણ ચોમાસી ચૌદશ અમે અહીં જ કરી. ભંડાર માંથી મેં નાનાં પ્રકરણોને ઉતારો કર્યો છે. ફાગણ વદિ એકમે અમે મુંડારાથી ત્યાંના શ્રાવક-શ્રાવિકા સમુદાય સાથે રાણકપુરજી આવ્યા. રાણકપુરજીમાં આપણી ધર્મશાળા, મંદિરે, સરકારી કી એ સિવાય બીજું કાંઈ જ નથી. આપણું ચાર મંદિરે અને એક સૂર્યમંદિર મળી એકંદર પાંચ મંદિરે છે. મંદિર આદિની ચોમેર ઊંચા ઊંચા પહાડ અટકાયેલા છે. પાંચે મંદિરમાં સર્વશ્રેષ્ઠ, મહાન અને દર્શનીય મંદિર પ્રાગાટવંશવિભૂષણ શેઠ ધરણશાહ સંધવીનું બંધાવેલું મંદિર છે. એ મંદિરનું નામ વર્ગવ થી માર પ્રસારું છે. એ મંદિર બાંધનાર બાહોશ સૂત્રધાર શિલ્પીનું નામ રા. દેપાક છે. મંદિરને એકસરખા વિશાળ ચાર દિશામાં ચાર દરવાજા છે. મુખ્ય દરવાજે પશ્ચિમ દિશા તરફને મનાય છે, અને એ જ અત્યારે ખુલ્લો રહે છે. લોકો આ દરવાજેથી જ અંદર દાખલ થાય છે, બાકીના ત્રણ દરવાજાઓ જંગલી પ્રાણી, ચોર આદિને કારણે બંધ જ રહે છે. મંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૮૯૬માં થઈ છે. એ પ્રસંગે તપા શ્રી સોમસુંદરસૂરિ આદિ અનેક આચાર્યો સામેલ હતા. મંદિર જોતાં જ અતિ અદભૂત લાગે છે. ત્યાં વસનારા સેવકો કહે છે કે આ મંદિર જૈન સંપ્રદાય પ્રસિદ્ધ નલિની ગુલ્મ નામના દેવવિમાનમાં જેવું જૈન મંદિર છે તેને મળતું બાંધવામાં આવ્યું છે. આ વાત કદાચ અતિશયોક્તિભરી હોય તેમ છતાં મંદિરની બાંધણી અતિ આશ્વર્યભરી છે એમાં લેશ પણ અતિશયોક્તિ નથી. અમે મંદિરને જોતા હતા ત્યારે ત્યાંના એક સેવકે ગાયું કે–
આબુજીની કેરણી, ને રાણકપુરની બાંધણી, તારંગાને ઉંચપણ, ને શેત્રુંજાનો મહિમા,
કટકો બટકે ખા, પણ રાણકપુરજી જા. ખરે જ, જેમ આબુજીની કેરણી અજોડ છે તેમ અહીંના મંદિરની બાંધણીનો નમૂનો પણ દુનિયામાં બીજે જડે. અહીંના મંદિરની બાંધણુને પૂરેપૂરો ખ્યાલ સમર્થ ફોટોગ્રાફરના ફોટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org