________________
વિહારવર્ણન-૨
[ ૨૪૭ રસ્તે વિષમ અને કાંટાળા ઝાડોથી વ્યાપ્ત એટલે સંભાળ રાખવા છતાં કપડાં કાંટામાં ભરાય અને ફાટી જાય એમાં પ્રશ્ન હોય ખરો ?
બીજી ટેકરી ઉપર કાંઈ છે કે નહિ એ અમે ત્યાં ગયા નથી એટલે કહેવાય નહિ, એ ટેકરી ઉપર જવાને રસ્તા ઘણો કઠણ હતો અને અમને જવાને અવસર પણ ન હતી.
નટની ચેકીના સામે દૂર નીચેના મેદાનમાં હરજી ખાંડું છે. એ રાજા વિરમદેવના મસ્તક સાથે બાદશાહની દીકરીએ લગ્ન કર્યા અને તે સાથે પોતે દફનાઈ મૂઈ એ હકીકતના સ્મરણ માટે બંધાયેલું છે એમ કહેવાય છે. એ આરસનું છે. એક મોટી ઊભી ભીંત જેવું અને મજિદના આકારનું એ મકાન છે. આ ચકી અને ખાંડુ જાલેરના પશ્ચિમ તરફના દરવાજા બહાર વાયવ્ય કોણમાં આવ્યાં છે.
અહીંના ચંડીના મંદિરમાં આપણા મંદિરના થાંભલાઓ છે, પણ દૂર હોવાથી અમે જતાં જતાં અધવચ્ચેથી પાછા વળ્યા.
જાલોરથી અમે સીધા આહાર આવ્યા અને “અભિધાન રાજેન્દ્ર પ્રાકૃત કોશ'ના સમર્થ પ્રણેતા શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજના જ્ઞાનભંડારની ટીપ જોઈ ભંડાર અતિ વિશાળ છે પણ પુસ્તક લગભગ નવાં લખાયેલાં છે. ખાસ નવું પુસ્તક કાંઈ જોવામાં આવ્યું નથી. આથી હું એમ નથી કહે કે એ ભંડારમાં મહત્ત્વ નથી. બાકી અત્યારના મુદ્રણયુગે લિખિત જ્ઞાનભંડારની કિંમત ઓછી કરી નાંખી છે એ સર્વત્ર પ્રસિદ્ધ વાત છે. આ ભંડારમાં પાલીવાલગછની પટ્ટાવલી અપૂર્વ હતી. તેને મેં ઉતારે કરી લીધું છે. એમાં કેટલીક વાતો, સાચી હોય કે ન હે, પણ નવી છે. વિજ્ઞપ્તિ ચિત્રપટ આદિ દર્શનીય વસ્તુઓ પણ ભંડારમાં છે.
આપશ્રી ઘણી વાર વાતવાતમાં કહેતા કે, રાજેન્દ્રસૂરિજી જબરદસ્ત લેખક હતા, કામ પડે તો એક દિવસમાં સાતસો શ્લોક લખી કાઢતા, એમના અક્ષરે મોતીના દાણા જેવા હતા, એ વાત મારા ધ્યાનમાં હતી. એટલે મેં એમને હસ્તાક્ષરથી લખાયેલ ભગવતીસૂત્ર, પન્નવણુસૂત્ર આદિ સટીક સચિત્ર પુસ્તકોનાં દર્શન કર્યા. ખરે જ સુંદર લિપિવિન્યાસ કરનાર તેઓ હતા એમાં જરાય શક નથી.
આહારમાં ત્રિસ્તુતિકનું વિશાળ મંદિર છે. પહેલાં ત્રિરતુતિક અને ચતુરસ્તુતિક પરસ્પર હળતાભળતા ન હતા તેમ એકબીજાના મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે પણ જતા ન હતા, પરંતુ અત્યારે એટલું વેર રહ્યું નથી, જોકે પોતપોતાના પક્ષની તાણુતાણું તો છે જ.
આહારથી અમે ગુડા બાલોતરા આવ્યા. ત્યાંથી ઉમેદપુર જતાં રસ્તામાં યતિશ્રા નેમવિજયજીની બગીચી છે. તેમાં મકાન બાંધી માંદડી ગામમાંથી નીકળેલી પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. એમાં બે કાઉસ્સગિયા છે. જે જાવાલના રાજા ઉદયસિંહના મંત્રી યશોવીરે પોતાની માતા ઉદયશ્રીના કલ્યાણનિમિત્તે પધરાવેલા છે. આ મંત્રી બીજે કઈ નહિ પણ આબુજી ઉપર મંત્રી વસ્તુપાલ-તેજપાલકારિત લુણિશવસતિના પ્રતિષ્ઠા મહોત્સવ ઉપર આવેલ જાવાલના રાજા ઉદયસિંહની સાથે આવનાર તેનો મંત્રી હતો, જેણે લુણિગવસતિ બનાવવામાં થયેલ શિલ્પને લગતી ચૌદ મોટી ભૂલ મંત્રી વસ્તુપાલ–તેજપાલને દેખાડી હતી.
આપે ઉમેદપુરના એક પત્રમાં સૂચવ્યું હતું કે આચાર્ય મહારાજજીએ લખ્યું છે કે પુણ્યવિજય આદિ મારવાડમાં આવ્યા છે તો સાથે સાથે કેસરિયાનાથજીની યાત્રા કરે તો ભળવું થઈ જાય. અમને થયું કે, આચાર્ય મહારાજશ્રી સ્વયં અમને દર્શન દેવા ઈચ્છે છે તો અમારે દર્શનનો લાભ શા માટે ન લેવો ? અમારે તો એકસાથે સ્થાવરજંગમ એમ ઉભય તીર્થના દર્શનનો લાભ હતો એટલે અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org