________________
એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ
[૨૦૧
૩૦-૩૧. જિનધર્મમાં દૃઢ શ્રદ્ધાવાળા, પવિત્ર ચેતક અને વિવેકરત્નને આચાર્યપદ અપાવવા માટે ઉદ્યમવાળા પર્વત અને કાન્હ (કાકા-ભત્રીજાએ ) મહેાત્સવમાં ભિન્ન ભિન્ન સ્થળેાએથી આવેલ સાધર્મિકાને રેશમી વસ્ત્રાદિના દાનપૂર્વક તેમ જ સાધુસમુદાયના સમાનપૂર્વીક મહાન મહેાત્સવ કર્યાં.
૩૨-૩૩. આગમગચ્છનાયક શ્રી જયાનંદસૂરિના ક્રમથી થયેલ શ્રી વિવેકરત્નપ્રભસૂરિના ઉપદેશથી સંવત ૧૫૭૧માં–સમસ્ત આગમ લખાવતાં સુકૃતૈષી વ્યવહારુ પર્વત-કાન્હાએ [ નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું છે. ] સંવત ૧૬૬૬માં હીરવિજયસૂરીશ્વરના શિષ્યોએ [લખાવ્યું ], કનવિજય–રામવિજયે, સંવત ૧૭૩૫ના અધાડ વિદે ૯ સોમવારે ખભાતમાં માણેકચોકમાં [આ પુસ્તક] લખ્યું છે.
પ્રશસ્તિમાંથી તરતી મુખ્ય બાબતે
આ પ્રશસ્તિના નાયકે સાંડેરના રહેવાસી તેમ જ પ્રાગ્વાટજ્ઞાતીય હતા.
આમાં કુલ તેર પેઢીઓનાં નામેા આવ્યાં છે. પણ તેમાંથી મુખ્યતયા પુણ્યકૃત્ય. છઠ્ઠી પેઢીએ થએલ પેથડે, દશમીએ થયેલ મલિકે અને બારમીએ થયેલ પર્વતે જ કર્યાં છે.
પેથડના સુકૃતા—સાંડેરામાં મદિર કરાવ્યું, વીજાપુરમાં એક ચૈત્ય સ્વમય (પ ંચધાતુમય ) પ્રતિમાયુક્ત મદિર કરાવ્યું. આખુછમાં વસ્તુપાળકૃત નેમિનાથના ચૈત્યના ઉદ્ધાર કરાવ્યા. ભીમાશાહની અપૂર્ણ પ્રતિમાને પૂર્ણ કરાવી. સાંડેરામાં મહાવીરપ્રભુની પ્રતિમા સંવત્ ૧૩૬૦માં સ્થાપન કરી. તે સમયે લઘુવયસ્ક કર્ણદેવ રાજ્ય કરતા હતા. છ વખત સિદ્ધાચલ આદિના સ`ધ કહાડી યાત્રા કરી. ૧૩૭૭ના દુકાળમાં લોકોને અન્નાદિક આપી સહાય કરી. સત્યમૂરિના કથનથી ચાર જ્ઞાનકેશ લખાવી સ્થાપન કર્યા.
મ`ડલિકનાં પુણ્ય કૃત્યા—ગિરિનાર, આખુ આદિમાં ચૈત્યના ઉદ્ધાર કરાવ્યા. કેટલાંક ગામામાં ધર્મશાળાઓ કરાવી. ૧૪૬૮માં દુકાળ વખતે લેાકેાને અન્ન-વસ્ત્રાદિ આપી મદદ કરી. ૧૪૭૭માં શત્રુંજયાદિની યાત્રા કરી. જ્યાનંદસૂરીના ઉપદેશથી ગ્રંથલેખન, સંધભક્તિ આદિ ધર્માંકૃત્યા કર્યાં.
પર્વતનાં સુકૃત મૃત્યુ——સંવત ૧૫૫૯માં પ્રતિમા સ્થાપન કરી. ૧૫૬૦માં આખુ આદિ તીર્થોની યાત્રા કરી. ગધાર બંદરમાં દરેક ઉપાશ્રયમાં કલ્પસૂત્રની પ્રતા આપી અને ત્યાંના રહેવાસી વિણક લોકોને રૂપાનાણા સાથે સાકરનાં પડીકાં આપ્યાં. વિવેકરત્નના આચાર્ય પદ-પ્રદાનને મહાત્સવ કર્યો. વિવેકરત્નના ઉપદેશથી ગ્રંથભાંડાગાર સ્થાપન કરવા માટે પુસ્તકે લખાવતાં સંવત ૧૫૭૧માં પ્રસ્તુત નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું. આ પ્રશસ્તિથી એ દુકાળની માહિતી મળે છે. એક સ`વત ૧૩૭છતા અને ખીજો સંવત ૧૪૬૮ ના.
વિવેકરનની આચાર્ય પદવી સંવત ૧૫૬૦ અને ૭૦ના વચમાં થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org