________________
૨૨૬ ]
જ્ઞાનાંજલિ માફક, અનેક ચિત્રોમાં આપણું સામે રજૂ થાય છે. આ ચિત્રકથાના અવેલેનાર દરેકે જાણવું જોઈએ કે આપણા સામે રજૂ થતી ચિત્રકથા એ અધ ચિત્રકથા છે–પૂર્વાર્ધ છે. એને ઉત્તરાર્ધ તે હજુ આપણું કલાકારે તૈયાર કરેલો તેમની પાસે આપણે સૌ માટે છુપાયેલું જ પડે છે.
ઉપર જણાવેલા અજાણ્યા કલાકાર, એ પ્રસ્તુત ચિત્રકથાના સર્જક ભાઈ શ્રી ગોકુલદાસ કાપડિયા. પ્રસ્તુત ચિત્રકથાના આલેખન માટે તેમણે જે આત્મીય ભાવ સાધ્યો છે તેનું વર્ણન શબ્દોમાં ઉતારવું કદીયે શક્ય નથી. અજોડ વસ્તુની સિદ્ધિના આત્મીય ભાવની સરખામણી ધનના ઢગલાથી કે દુન્યવી કોઈ પણ કીમતી વસ્તુથી કરી શકાય નહિ. સ્વતંત્ર આંતરિક પ્રેરણા સિવાય માત્ર દુન્યવી વસ્તુ દ્વારા જગતમાં કદીયે તત્વજ્ઞાનીઓ, સાહિત્યકાર, કવિઓ કે વિવિધ ક્ષેત્રના વિશિષ્ટ કલાવિદ અને કલાકાર પેદા કરી શકાયા જ નથી અને પેદા થઈ શકે પણ નહિ.
ભાઈ શ્રી કાપડિયાએ સ્વતંત્ર આંતરિક ભાવથી પ્રેરાઈને શ્રમણ ભગવાનની જે ચિત્રક્યા સરળ છે, એ સરજવા માટે તેમના સામે વર્તમાન યુગને અનુરૂપ ચિત્રનિર્માણ કરી શકાય તેવી વિશિષ્ટ ચિત્રકૃતિઓના કેઈ નમૂનાઓ તૈયાર પડ્યા ન હતા કે ઝટ લઈને તેઓ તે ચિત્રો દોરી કાઢે. પરંતુ પ્રસ્તુત ચિત્રકથાના નિર્માણ માટે તેમણે શ્રમણ ભગવાન મહાવીરનાં જીવનચરિત્રોનો ઊંડો અભ્યાસ કરવા ઉપરાંત તલસ્પર્શી ચિંતન અને અવલોકન પાછળ કેવું અને કેટલું ઉગ્ર તપ તપ્યું છે, એની કલ્પને માત્ર સામાન્ય જનતાને જ નહિ, પણ ઘણી વાર તો વિદ્વાન અને વિચારકમાં ખપતી વ્યક્તિઓને પણ આવવી મુશ્કેલ છે.
શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને રજૂ કરતાં, ચિત્રોથી ભરપૂર, સુંદર-સુંદરતમ સચિત્ર કહપસૂત્રની તેરમા સૈકાથી સત્તરમી સદી સુધીમાં ઉત્તરોત્તર વધારે સંખ્યામાં લખાયેલ તાડપત્રીય અને કાગળ ઉપર સુવર્ણાક્ષર, રીયાક્ષર અને કાળી શાહીમાં લખાયેલી થોકબંધ હસ્તલિખિત પ્રતિઓ, ચિત્ર પટિકાઓ કે પ્રાચીન શિલ્પકૃતિઓનું અવલોકન ભાઈશ્રી કાપડિયા માટે જરૂર મહાવીરજીવનના અમુક પ્રસંગોનું આલેખન અને તેની પદ્ધતિની કલ્પના કરવામાં ઉપયોગી નીવડયું હશે; તે છતાં વર્તમાન યુગ અને પ્રાચીન યુગને અનુપમ મેળ સાધતી ચિત્રકથાને નવસર્જન માટે તો એ સાધન અતિ અલ્પ જ ગણાય. એ માટે તો તેમણે પ્રાચીન યુગની શિલ્પકૃતિઓ અને ચિત્રકૃતિઓને ઊંડો અભ્યાસ કર્યો છે. તે તે યુગનાં પ્રાસાદરચના, રાચરચીલું, અંગરચના, ષવિભૂષા, આભૂષણો, રંગરેખાંકન આદિને લગનું અવલોકન અને પૃથક્કરણ પણ કર્યું છે, એટલું જ નહિ, હિતુ ભાઈશ્રી કાપડિયાએ શ્રમણ ભગવાન મહાવીરની વિહારભૂમિનાં અમુક સ્થળોની પગપાળા સફર કરીને એ પાવન ભૂમિનાં પુણ્ય રજકણોમાંથી પણ આ ચિત્રકથાના આલેખનની ભવ્ય પ્રેરણું મેળવી છે. આ ઉપરથી ભાઈ કાપડિયાએ શ્રમણ ભગવાન વીર-વર્ધમાનસ્વામીની ચિત્રસ્થાના આલેખન પાછળ વર્ષો સુધી કેવી ઉગ્ર તપસ્યા સાધી છે તેને આપણને સહજ ખ્યાલ આવી શકે છે.
આજે આપણી નજર સામે આવીને જે ચિત્રકથા ખડી છે એવી યુગાનુરૂપ આદર્શ ચિત્રકથા પ્રાચીન યુગમાં નહિ જ સરજાતી હોય એમ આપણે ન જ કહી શકીએ. પરંતુ તે અંગેનો સ્પષ્ટ વિસ્તૃત ઉલ્લેખ કે તે અવશેષ આજે આપણે સામે એક પણ હાજર નથી. જે છે તે અતિઅ૮૫ અને અસ્પષ્ટ છે. આમ છતાં મથરાના કંકાલીટીલામાંથી મળી આવેલા અવશેષોમાં “ શ્રમણ ભગવાને મહાવીરને ગર્ભાપહાર” અને “દૈત્યદમન” એ બે પ્રસંગને લગતી શિલ્પકૃતિઓ મળી આવી છે. એ જેતા શ્રમણ ભગવાન મહાવીરના જીવનપ્રસંગોને સ્પર્શતી ચિત્રકૃતિઓ પણ તે યુગમાં બૌદ્ધ જાતક શિલ્પો કે શ્રીકૃષ્ણની જીવનલીલાને વ્યક્ત કરતાં શિપોની જેમ જરૂર સરજાતી હશે એમ આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org