________________
ત્રિભુવનતિલક મહાકાવ્ય*
દીર્ઘતપસ્વી શ્રમણ ભગવાન શ્રી મહાવીર, ભગવાન શ્રી બુદ્ધિ અને વૈદિક મહર્ષિઓએ પોતાના આધ્યાત્મિક તત્વચિંતન અને સંવેદનના અંતે ભારતીય પ્રજાને જ્ઞાન અને ભક્તિયેગનો વિશિષ્ટ વારસો અર્પણ કર્યો છે. ભારતીય પ્રજામાં નમ્ર, ભકિક, વિવેકી અને જિજ્ઞાસુ મહાનુભાવ આત્મા
એ એ વારસાને ઝીલે છે અને એની આરાધના માટે પ્રયત્ન પણ કર્યો છે. તેમ છતાં જ્ઞાનની સાધના કર્તવ્યપરાયણતાને અધીન હોઈ, પ્રારંભમાં એ માર્ગની સાધના સૌને માટે સરળ કે સુગમ નથી હોતી; જ્યારે ભક્તિમાર્ગની સાધના, એ સહજ સંગમ હોઈ મોટા ભાગના સાધક આત્માઓ એ તરફ જ આકર્ષાય છે. ભક્તિગનું આ આકર્ષણ અથવા એની સાધના, એ અંતે તે જ્ઞાનની સાધનાને માર્ગે જ પહોંચે છે. જ્ઞાનયોગ, એ સાધકની સિદ્ધિનો માર્ગ છે, જ્યારે ભક્તિમાર્ગ, એ સાધનની શોધને માર્ગ છે. એ જ કારણને લઈ ભક્તિગી આત્માઓ સાધનાનાં સાધનોનું જે પૃથક્કરણ કરે છે તેને પાણીમાં ઉતારે છે. અને એથી જ આપણી પાસે કીમતી અને મહાન કહી શકાય તે ધર્મકથાઓ, અવદાનકથાઓ અને પુરાણકથાઓને વારસો આવ્યો છે. આ કથાઓનું કવન કે સર્જન, એ ભક્તિયોગનું પ્રતીક છે. આ કવન કે સર્જનમાં જેટલી આત્મિક વિશુદ્ધ દશા કામ કરે એટલી એની આત્મિક સાધના વિશદ્ધ, અને જેટલી એમાં ઊણપ એટલી જ આત્મિક સાધનામાં ઊણપ રહે છે. આવી કૃતિઓનું સર્જન મુખ્યત્વે ભક્તિયોગીઓનું જ સર્જન હોય છે. જ્ઞાનયોગીઓ માટે કઈ અકસ્માત કે ચમત્કારને બાદ કરીએ તો, આવું કવન કે સર્જન ભાગ્યે જ હોય છે. એનું કારણ એ છે કે તેઓ તે સતત પિતાની સાધનાની સિદ્ધિઓમાં જ લીન બની ગયેલા હોય છે. એ વાત ખરી છે કે આવા જ્ઞાનયોગી આત્માઓ જે કાંઈ બોલે અને જ્યારે પણ બેલે, ત્યારે એમનું વક્તવ્ય વિશુદ્ધ સંવેદનમાંથી પ્રગટેલું હોઈ તેમનું બેલવું, એ સર્જન અને કવનરૂપ જ હોય છે. ભક્તિયોગીઓને પોતાની વાણુને શબ્દ અને અર્થના અલંકાર પહેરાવવાના હોય છે ત્યારે જ્ઞાનયોગીઓને તેવું કરવું પડતું નથી. ભક્તિગીઓનું અંતર વેદનામય અને વાચાળ હોય છે; જ્ઞાનગીઓનું હૃદય નિરામય અને મૂક હોય છે. આ જ જ્ઞાનેગી અને ભક્તિયોગીને ભેદ અથવા લક્ષણ છે.
ભાઈશ્રી હીરાભાઈએ શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ચરિત્રનું “ ત્રિભુવનતિલક” નામે જે કવન
* “ત્રિભુવનતિલક મહાકાવ્ય –ભગવાન મહાવીર ચરિતનું (રચયિતા અને પ્રકાશક: શ્રી હીરાચંદ કસ્તુરચંદ ઝવેરી, મુંબઈ, સં. ૨૦૨૨) પુરવચન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org