________________
સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ
[ ૧૧
<
પ્રશસ્તિના એકવીસ-બાવીસમા શ્લોકમાં · માણેકબાઈ ધર્માત્મા હતી અને તેણે કલ્પસૂત્ર સચિત્ર સુવર્ણાક્ષરી પ્રતિ લખાવી તે પહેલાં એક લાખ શ્લેાકપ્રમાણ ગ્રંથા લંબાવ્યા હતા' એમ જણાવ્યું છે. આ પછીના બાકીના ક્ષેાકેામાં ખરતરગચ્છીય આચાર્યનાં નામેાની પટ્ટાવલી અને છેવટે પ્રસ્તુત સચિત્ર સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પોથી લખાવીને માણેકબાઈ એ જે આચાર્ય તે—કે જેમનું નામ જિનચંદ્રસૂરિ છે—અધીન કરી છે તે હકીકત જણાવી છે. ખરતરગચ્છીય આચાર્યોનાં નામેા આ પ્રમાણે છેઃ
૧ ચંદ્રકુલીય આચાર્ય શ્રી જિનચ ંદ્રસૂરિ, ૨ તત્પરૢ આગમન શ્રી અભયદેવાચા, ૩ તપટ્ટે શ્રી જિનવલ્લભસૂરિ, ૪ તત્પદે યુગપ્રધાન શ્રી જિનદત્તસૂરિ, પ તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, હું તત્પદે શ્રી જિનપતિસૂરિ, ૭ તત્પદે શ્રી જિનેશ્વરાચા, ૮ તત્પદે શ્રી જિનપ્રમેાધસૂરિ, ૯ તત્પરૢ શ્રી જિનચંદ્રસૂરિ, ૧૦ તપટ્ટે શ્રી જિનકુશલસૂરિ, ૧૧ તપદે શ્રી જિનપદ્મસૂરિ, ૧૨ તપટ્ટે શ્રી જિનલબ્ધિસૂરિ, ૧૩ તત્પદે શ્રી જિનચંદ્રસૂરિ, ૧૪ તપટ્ટે શ્રી જિનેયસૂરિ, ૧૫ તટ્ટે શ્રી જિનરાજસૂરિ, ૧૬ તપટ્ટે શ્રી જિનભદ્રસૂરિ, ૧૭ તપદે શ્રી જિનચંદ્રસૂરિ, જેમને પ્રસ્તુત પસૂત્રની સચિત્ર સ્વર્ણાક્ષરી પ્રતિ માણેકબાઈ એ વહેારાવી છે–સાદર અર્પણ કરી છે.
6
પ્રસ્તુત પ્રશસ્તિની શરૂઆતમાં થાડેા ગદ્યમય પ્રશસ્તિ-અંશ છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રસ્તુત સૂત્રની પ્રતિ વિક્રમ સવંત ૧૫૧૭ અષાડ સુદિ ૮ સેામે અણહિલપુર પાટણમાં, ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિના રાજ્યમાં ઉપાધ્યાય શ્રી સિદ્ધાન્તરુચિગણિની દેખરેખ નીચે વાછાક નામના લેખકે લખી છે.’ અને અંતના ગદ્ય પ્રશસ્તિ-અશમાં ‘ પ્રશસ્તિની રચના ઉપાધ્યાય શ્રી સિદ્ધ:ન્તરુચિગણિશિષ્ય શ્રી સાધુસેામણિએ કરી છે' એ સૂચવવામાં આવ્યું છે.
ઉપર જણાવવામાં આવ્યું' તેમ પ્રસ્તુત પ્રતિનેા જન્મ પાટણમાં થયું છે અને ત્યાંથી સ્થાનાંતર પામતી પામતી એ અત્યારે ભાવનગરના શ્રીસંધના જ્ઞાનભંડારમાં સુરક્ષિત રીતે સ્થિર સ્થાન પામી છે.
[ શ્રી જૈન સત્ય પ્રકાશ,’ જુલાઈ, ૧૯૪૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org