________________
[ ૧૦૭
બૃહત્કપર્વ: પ્રાસ્તાવિક
ઉપર સામાન્ય રીતે સંઘસ્થવિરની જવાબદારી અને તેમની ફરજો વિષે ટૂંકમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે, તે છતાં કારણ પડતાં એકબીજા એકમેકને કોઈ પણ કાર્યમાં સંપૂર્ણ જવાબદારીપૂર્વક સહકાર આપવા માટે તૈયાર જ હોય છે અને એ માટેની દરેક યોગ્યતા એટલે કે પ્રભાવિત ગીતાર્થતા, વિશિષ્ટ ચારિત્ર, સિથતપ્રજ્ઞતા, ગાંભીર્ય, સમયસૂચકતા આદિ ગુણો એ પ્રભાવશાળી સંઘપુરષોમાં હોય છે–હોવા જ જોઈએ.
ઉપર આચાર્યને માટે જે અધિકાર જણાવવામાં આવ્યો છે તે માત્ર શિક્ષાધ્યક્ષ વાચનાવાયને અનુલક્ષીને જ સમજવો જોઈએ. એટલે વાચનાચાર્ય સિવાય દિગાચાર્ય વગેરે બીજા આચાર્યો પણ છે કે જેઓ નિવ-નિર્ચથીઓ માટે વિહારપ્રદેશ, અનુકૂળ-પ્રતિકૂળ ક્ષેત્ર વગેરેની તપાસ અને વિવિધ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં નિપુણ અને સમર્થ હોય છે.
ગચ્છ, કુલ, ગણ સંઘ અને તેના સ્થવિરો–માત્ર ગણતરીના જ નિર્ચથ-નિગ્રંથીઓને સમુદાય હોય ત્યારે તો ઉપર જણાવ્યા મુજબના પાંચ સંઘસ્થવિરેથી કામ ચાલી શકે. પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં સાધુઓ હોય ત્યારે તો ઉપર જણાવેલા માત્ર ગણતરીના સંઘપુર વ્યવસ્થા જાળવી ન શકે તે માટે ગ૭, કુલ, ગણ અને સંઘની વ્યવસ્થા કરવામાં આવી હતી અને તે દરેકમાં ઉપર્યુક્ત પાંચ સંઘસ્થવિરેની ગોઠવણ રહેતી અને તેઓ અનુક્રમે ગચ્છાચાર્ય, કુલાચાર્ય, ગણાચાર્ય અને સંઘાચાર્ય આદિ નામથી ઓળખાતા.
ઉપર જણાવેલા આચાર્ય આદિ પાંચ સંઘપુરુષો કોઈ પણ જાતની અગવડ સિવાય જેટલા નિધ-નિગ્રંથીઓની દરેક વ્યવસ્થાને જાળવી શકે તેટલા નિગ્રંથનિર્ચથીઓના સંઘને ગ૭ કહેવામાં આવતો. એવા અનેક ગોના સમૂહને કુલ કહેતા. અનેક કુલના જૂથને ગણ અને અનેક ગણના સમુદાયને સંઘ તરીકે ઓળખતા. કુલ-ગણ-સંધની જવાબદારી ધરાવનાર આચાર્ય, ઉપાધ્યાય આદિ તે તે ઉપપદનામથી અર્થાત કુલાચાર્ય, કુલપાધ્યાય, કુલપ્રવર્તક, કુલસ્થવિર, કુલરત્નાધિક આદિ નામથી ઓળખાતા. ગચ્છ અને ગચ્છાચાર્ય આદિ કુલાચાર્ય આદિને જવાબદાર હતા, કુલે ગણચાર્ય
આદિત જવાબદાર હતાં, ગણે સંઘાચાર્ય આદિને જવાબદાર હતા. સંધાચાર્યા તે યુગના સભ નિગ્રંથનિધીસંઘ ઉપર અધિકાર ધરાવતા અને તે યુગને સમસ્ત નિગ્રંથ નિર્ચથી સંઘ સંધાચાર્યને સંપૂર્ણપણે જવાબદાર હતો. જે રીતે ગચ્છ, કુલ, ગણ, સંધ એકબીજાને જવાબદાર હતા, તે જ રીતે એકબીજાની જવાબદારી પણ અનિવાર્ય રીતે લેવી પડતી હતી અને લેતા પણ હતા.
ઉદાહરણ તરીકે કોઈ નિર્ચથ કે નિર્ચથી લાંબા સમય માટે બીમાર રહેતા હોય, અપંગ થઈ ગયા હોય, ગાંડા થઈ ગયા હોય, ભણતા-ગણતા ન હોય કે ભણવાની જરૂરત હોય, આચાર્ય આદિની આજ્ઞા પાળતા ન હોય, જડ જેવા હોય, ઉલ્લંઠ હોય, નિર્ચથ-નિગ્રંથીઓમાં ઝઘડો પડ્યો હોય, એકબીજાનાં શિષ્ય-શિષ્યાને નસાડી ગયા હોય, દીક્ષા છોડવા ઉત્સુક હોય, કોઈ ગછ આદિએ એકબીજાની મર્યાદાને લેપ કર્યો હોય અથવા એકબીજાના ક્ષેત્રમાં, નિવાસસ્થાનમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો હોય, ગ9 આદિના સંચાલક સંઘપુરુષે પિતાની ફરજો બજાવી શકે તેમ ન હોય અથવા ગ્યતાથી કે ફરજેથી ભ્રષ્ટ હોય, ઇત્યાદિ પ્રસંગે આવી પડે તે સમયે ગ૭ આ વિષેની જવાબદારી કુલને સેપે તે તે કુલાચાર્યે સ્વીકારવી જ જોઈએ. તેમ જ પ્રસંગ આવે કુલ, ગણને આ વાતની જવાબદારી ભળાવે તો કુલાચાર્યું પણ તે લેવી જોઈએ, અને કામ પડતાં ગણુ, સંધને કહે ત્યારે તે જવાબદારીને નિકાલ સંઘાચાર્યો લાવવો જ જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org