________________
કથાનકેશ અને તેના કર્તા શ્રી દેવભદ્રસૂરિ
[ ૧૯૩ संघाचारविधि विजयकुमारकथा पृ. ४२८ दृढगाढ प्रतिबन्धः श्रीगुप्ताख्यः कुबेरसमविभवः । सहपंसुकीलिओ तस्स आसि मित्तो महाकिविणो ॥२॥ न ददाति स्वजनेभ्यः किञ्चिन्न व्ययति किञ्चिदपि धर्म । धणमुच्छाए वज्जइ गमागमं सवठाणेसु ॥ ३ ॥ नवरं चिरपुरुषागत-जिनवरधर्मक्षणं यथावसरम् । जिणपूयणाइपमुहं जहापयट्ट कुणइ किं पि ॥ ४ ।। उत्खननखननपरिवर्तनादिभिः तद्धनं निजं नित्यम् । अवहारसंकियमणो गोवंतो सो किलेसेइ ॥५॥ सदनान्त: किञ्चिदपि द्रव्यमपश्यन्नसौ बहुक्लेशः। भोयणमवि अज्जतो कया वि जणणीइ इममुत्तो ।। ८ ।। वत्सेह स्थानेऽष्टौ कोटयः कनकस्य सन्ति निक्षिप्ताः । तुह पिउणा ता गिण्हसु कयं किलेसेहिं सेसेहिं ॥ ६ ॥
રૂત્યાદ્રિ છે પ્રસ્તુત વિજય નામના શ્રેષ્ઠિપુત્રની કથા કથાનકોશકારે ચૈત્યાધિકારમાં આપેલી છે, ત્યારે એ જ કથા સંધાચારવિધિના પ્રણેતાએ સ્તોત્રના અધિકારમાં વર્ણવેલી છે. કથાનકોશમાં એ કથા આખી પ્રાકૃતમાં છે, ત્યારે સંધાચારવિધિકારે એ કથાને બે ભાષામાં એટલે કે એક જ ગાથામાં પૂર્વાર્ધ સંસ્કૃત અને ઉત્તરાર્ધ પ્રાકૃત એમ બે ભાષામાં જેલી છે. સંધાચારવિધિટીકામાંની કથામાં જે ઉત્તરાર્ધ પ્રાકૃત છે તે આખી કથામાં મોટે ભાગે કથાનકેશના અક્ષરેઅક્ષર ઉદ્ધરેલ છે અને પૂર્વાર્ધ પણ કથાનકોશમાંની કથાના લગભગ અનુવાદ જેવા છે, જે ઉપર આપેલી સામસામી ગાથાઓને સરખાવવાથી સ્પષ્ટ થઈ જાય એમ છે.
આચાર્ય મહારાજ શ્રી વિજ્યનીતિસૂરિ તરફથી પ્રસિદ્ધ થયેલ ગુસ્તત્ત્વસિદ્ધિમાં પૃ. ૪૭ ઉપર સંવેગરંગશાલાના નામે ઉદ્ધરેલ “શ્વેતરમ સો વાસધરો નામ મા વિયો” એ ગાથાથી શરૂ થતું ૫૯ ગાથાનું જે પ્રકરણ છે તે આખુંય કથાનકેશના પૃ. ૧૦ થી ૧૨ માં ગાથા ૧૮૫ થી ૨૪૩ સુધીમાં છે. ગુરુતત્વસિદ્ધિમાં આ પ્રકરણ સંગરંગશાલાના ઉતારા તરીકે જણાવેલ છે. પણ ખરી રીતે આ પ્રકરણું કથાનકોશમાંનું જ છે. આ ઉપરથી ગુરુતત્ત્વસિદ્ધિના રચના સમય ઉપર પણ પ્રકાશ પડે છે અને કથાનકોશની આદેયતા પણ પુરવાર થાય છે.
વિધિપ્રપા પૃ૧૦૯ ઉપર પ્રતિષ્ઠા પ્રસંગને લગતી કેટલીક મુદ્રાઓના વર્ણન અંગેની પાંચ ગાથાઓ આપેલી છે તે અને ત્યાર પછી પૃ. ૧૧૧ ઉપર પ્રતિષ્ઠા સંબંધે જે ૩૯ ગાથાઓ છે તે બધી અક્ષરશ: પ્રસ્તુત કથાનકોશમાં પૃ૦ ૮૬ ગાથા ૧૭ થી ૫૫ સુધીમાં ઉપલબ્ધ છે. તથા પૃ. ૧૧૪ ઉપર વિજારોપણવિધિ ના નામ નીચે જે ૪૦ થી ૫૦ ગાથાઓ નોંધેલી છે તે પણ કથાનકેશમાં આવતા વિજયથાનકમાં પૃ૦ ૭૧ ઉપર આપેલી ૧૧૪ થી ૧૨૪ ગાથાઓ છે. વિધિપ્રપાકારે ત્યાં કથાનકોશના નામનો ઉલ્લેખ પણ કર્યો છે.
આ પ્રમાણે અહીં કથારત્નકેશનું અનુકરણ અને અવતરણ કરનાર સુવિહિત પુરુષોના બે-ત્રણ ગ્રંથની તુલના કરી છે, પરંતુ બીજા આચાર્યોની કૃતિમાં પણ કથાનકેશનાં અનુકરણો અને અવ
જ્ઞાનાં. ૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org