________________
[ ૧૭૫
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય સમભાવને સ્પર્શતાં એ તવોને જીવનમાં ઉતારી એ ગૂર્જરેશ્વરે જેનત અથવા પરમહંતપણાને પ્રાપ્ત કરી તેના રંગથી આખા ગુજરાતની પ્રજાને કેવી રંગી દીધી હતી—એ વસ્તુને ઘણું સરસ રીતે આલેખી છે અને એ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર અને કુમારપાલ એ બંનેય ગુરુ-શિષ્યના સંબંધને અને એમના ઉદાર અસાંપ્રદાયિક તેમ જ વિશુદ્ધ જૈનત્વને શોભાવ્યું છે. એ જ કારણ હતું કે શ્રી કુમારપાલે પિતાના ગુરુની માફક જીવનમાં રાજ છતાં ઉન્નત માનવતા અને વિશિષ્ટ સાધુતા પ્રગટાવી હતી.
ભાઈબી ધૂમકેતુ મહાશયે તટસ્થ અને ઝીણવટભરી રીતે આલેખેલા આ પ્રકરણનો એ જ રીતે સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે કે, આચાર્ય શ્રી હેમચંદ્રના ઉપદેશ અને સહવાસને પરિણામે શ્રી કુમારપાલે પોતાના જીવનમાં જૈનધર્મ, તેના વિશુદ્ધ તો અને તેને માન્ય સર્વદર્શન સમદર્શિતાને એટલાં પચાવી લીધાં હતાં કે તેમના જીવનમાં એવી સાંપ્રદાયિક જડતાને સ્થાન ન હતું, જેથી પોતાના રાજધર્મને હરકત આવે અથવા કોઈ સંપ્રદાયાંતરની લાગણી દુભાય કે તેને આઘાત પહોંચે. જીવનચરિત્રની પદ્ધતિ
કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત છવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગના વર્ણનને આરંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે કે જેથી એને વાંચતાં સૌકોઈ મુગ્ધ બની જાય. જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વર્ણન લખી નાખવું કે કરી દેવું એ દરેક માટે શક્ય છે, પરંતુ ચરિત્રનાયકને જીવનમાં રહેલી ઓજસ્વિતાને સર્વસામાન્ય જનતાના હૃદયમાં અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરી દેવો એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈશ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડ્યું છે, એ પ્રસ્તુત છવનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ઘટેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યો છે, એટલું જ નહિ, પણ તેમના જીવન સાથે સંબંધ ધરાવતી પરાપૂર્વથી ચાલી આવતી કિંવદન્તીઓ જેવી હકીકત સુધ્ધાંને આજના સર્વસામાન્ય લેખકોની માફક નિરર્થક ગણી ફગાવી ન દેતાં તેના મૂળમાં રહેલ રહસ્યને આલેખવામાં ખૂબ જ ગંભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે અને એ રીતે આજના લેખકોને એક વિશિષ્ટ માર્ગનું સૂચન પણ કર્યું છે, એ આ જીવનચરિત્રની નોંધવા લાયક ખાસ વિશેષતા છે. જીવનચરિત્રને સ્વાધ્યાય
પ્રસ્તુત છવનચરિત્રનો શુક સાંપ્રદાયિક પદ્ધતિએ સ્વાધ્યાય કરનાર જેન કે જેનેતર કદાચ ચરિત્રનાયક અને લેખક મહાશયને અન્યાય જ કરશે. એટલે પ્રત્યેક વાચકે આવાં જીવનચરિત્ર વાંચતી અને વિચારતી વખતે સંકુચિત સાંપ્રદાયિક ભાવનાને ત્યાગ કરી ઉદાર મન જ રાખવું જોઈએ. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં જે કોઈ પણ ખાસ વિશેષતા હોય તો તે એ જ છે કે, એમણે લૂખા સંપ્રદાયને આશ્રય ન લેતાં શ્રમણ ભગવાન વીર–વર્ધમાને બહુમાન્ય કરેલ ત્યાગ, તપ અને સમભાવ-સ્યાદ્વાદધર્મને પોતાના જીવનમાં ઉતારી જૈનધર્મનાં વાસ્તવિક તત્વો અને સંસ્કાર ગૂજરાતી પ્રજાની વ્યક્તિ-વ્યક્તિના જીવનમાં વ્યાપક બને એવો માર્ગ લીધો હતો. જે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં આ ઉન્નત ભાવનાને સ્થાન ન હોત તો જૈનધર્મના મૌલિક સિદ્ધાતો સમગ્ર પ્રજાના જીવનમાં જે રીતે વ્યાપક બન્યા છે, અને જૈનધર્મ અને ગુજરાતની પ્રજા ઉન્નતિના શિખરે પહોંચી શક્યાં એ, ન બની શક્ત; તેમ જ આજે શ્રી હેમચંદ્રાચાર્યનું સર્વદર્શનમાન્ય વ્યક્તિ તરીકેનું જે ઉગ્ય સ્થાન છે, તે પણ ન હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org