________________
બૃહકલ્પસૂત્ર : પ્રાસ્તાવિક
( [ ૯૯ “ ઉત્સર્ગના સ્થાનમાં એટલે કે ઉત્સર્ગમાર્ગના અધિકારી માટે ઉત્સર્ગ એ ઉત્સર્ગ છે અને અપવાદ એ અપવાદ છે. પરંતુ અપવાદના સ્થાનમાં અર્થાત અપવાદમાગના અધિકારી માટે અપવાદ એ ઉત્સર્ગ છે અને ઉત્સર્ગ એ અપવાદ છે. આ રીતે ઉત્સર્ગ અને અપવાદ પોતપોતાના સ્થાન અને પરિસ્થિતિ પર શ્રેયસ્કર, કાર્યસાધક અને બળવાન છે” (જુઓ ગાવ. ૩૨૩-૨૪) ઉત્સર્ગ-અપવાદની સમતુલાનું આટલું સૂકમ નિદર્શન એ, જૈનદર્શનની મહાન તત્વજ્ઞતા અને અનેકાન્તદર્શનની સિદ્ધિનું વિશિષ્ટ પ્રતીક છે.
ઉત્સર્ગ અપવાદની સમતુલાનું નિદર્શન કર્યા પછી તેને એકધારું વ્યાપક અને વિધેય માની લેવું જોઈએ નહિ, પરંતુ તેમાં સત્યદર્શિપણું અને વિવેક હોવાં જોઈએ. એટલા જ માટે ભાવકાર ભગવંતે કહ્યું છે કે –
ण वि किंचि अणुण्णायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं ।
एसा तेसिं आणा, कज्जे सच्चेण होतव्वं ॥ ३३३० ॥ અર્થાત–જિનેશ્વરોએ કશાય માટે એકાંત વિધાન કે નિષેધ કર્યો નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાર્ય પ્રસંગે સત્યદર્શી અર્થાત સરળ અને રાગ-દ્વેષરહિત થવું જોઈએ. સ્થવિર શ્રીધર્મદાસગણિએ ઉપદેશમાલાપ્રકરણમાં પણ આ જ આશયની વસ્તુ કહી છે—
तम्हा सव्वागुन्ना, सबनिसेहो य पवयणे नत्थि ।।
બાયું વર્ષ સુનકન્ના, તાઈવ વાળિયો છે રૂહર છે અર્થાત–જિનાગમમાં કશાય માટે એકાન્ત આજ્ઞા કે એકાન્ત મનાઈ છે જ નહિ, ફક્ત દરેક કાર્ય કરતાં લાભને વિચાર કરનાર વાણિયાની માફક આવક અને ખર્ચની એટલે કે નફા-ટોટાની સરખામણી કરવી.
ઉપર જણાવવામાં આવ્યું તે ઉપરથી સમજી શકાશે કે ઉત્સર્ગ અપવાદની મૂળ જીવાદોરી સત્યદર્શિતા છે. જ્યાં એ ચાલી જાય કે તેમાં ઊણપ આવે ત્યાં ઉત્સર્ગ એ ઉત્સર્ગ નથી રહેતો અને અપવાદ એ અપવાદ પણ નથી રહી શકતો; એટલું જ નહિ, પરંતુ જીવનમાંથી સત્યનો અભાવ થતાં પારમાર્થિક જીવન જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી. આચારાંગસૂત્ર શ્રુ. ૧, અ૦ ૩, ઉ૦૩ માં કહેવામાં આવ્યું છે કે, “gT ! સવમેવ સમfમગાગાહ, સરસ માઈIU ૩વકૃિઇ સે મેઢાવી મારું તરૂ” અર્થાત હે આત્મન ! તું સત્યને બરાબર ઓળખ, સત્યની મર્યાદામાં રહી પ્રયત્ન કરનાર વિદ્વાન જ સંસારને પાર કરે છે.” આનો અર્થ એ છે કે, ઉત્સર્ગ-અપવાદસ્વરૂપ જિનાજ્ઞા કે જિનપ્રવચનની આરાધના કરનારનું જીવન દર્પણ જેવું સ્વચ્છ અને સ્ફટિકની જેમ પારદશી હોવું જોઈએ. ઉત્સર્ગ -અપવાદના ગાંભીર્યને જાણનારે જીવનમાં તલવારની ધાર ઉપર અથવા અજમાર્ગ માં ( જેની બે બાજુ ઊંડી ખીણ આવી હોય તેવા અતિ સાંકડા પહાડી માર્ગ માં) ચાલવું પડે છે. જીવનના ઈંધીભાવ કે સ્વાર્થને અહીં જરા જેટલું સ્થાન નથી. ઉત્સર્ગ અપવાદના શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન અને જીવનની એકધારતા, એ બન્નેને સદા માટે એકસાથે જ ચાલવાનું હોય છે.
ઉપર આપણે ઉત્સર્ગ અપવાદના સ્વરૂપ અને મર્યાદા વિષે જે વિચાર્યું અને જાણ્યું તે ઉપરથી આ વસ્તુ તરી આવે છે કે, ઉત્સર્ગ માર્ગ જીવનની સબળતા ઉપર ઊભો છે, જયારે અપવાદમાર્ગનું વિધાન જીવનની નિર્બળતાને આભારી છે. અહીં દરેકને સહજ ભાવે એ પ્રશ્ન થયા વિના નહિ રહે કે, જૈન ગીતાર્થ સ્થવિર ભગવંતોએ અપવાદમાર્ગનું વિધાન કરીને માનવજીવનની નિર્બળતાને કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org