________________
૬૦ ]
જ્ઞાનાંજલિ
પ્રાચીન સાહિત્યને આ રીતે પ્રકાશિત કરીને તેના સંરક્ષણ માટે પુસ્તક મૂકવાની પેટી, મજૂસ કે કબાટ આદિ જમીનથી અદ્ધર રાખવાનો રિવાજ છે કે જેથી ધૂળ, ઉધેઈ કે ઉંદર ઉપદ્રવ કરી શકે નહિ. તેમ જ હસ્તલિખિત પુસ્તકાની શાહીમાં ગુંદર પડતા હેાવાથી શરદી લાગતાં તે ચોંટી ન જાય તે માટે ગ્રંથભંડારનું સ્થાન ભેજરહિત તેમ જ ચેામાસાનું પાણી ન ઊતરે તેવું પસંદ કરવામાં તથા દરેક ગ્રંથને મજબૂત રીતે બાંધીને રાખવામાં આવે છે. જૈન હસ્ત-લિખિત ભંડારના કા વાહકે ચેામાસામાં ભંડારને ઉધાડતા નથી તેનું કારણ પણ પુસ્તકને હવા ન લાગે એ છે.
આટલી સંભાળ છતાં જો કોઈ પાનાં શાહીના દોષથી ચેટીને રાટલા જેવાં થઈ ગયાં હાય, તે તેવાં પુસ્તકને ઉખાડવા માટે પાણિયારામાંની સૂકી જગ્યામાં અથવા પાણી ભર્યાં બાદ ખાલી કરેલ ભીનાશ વિનાની પણ પાણીની હવાવાળી માટલી કે ઘડામાં જલમિશ્રિત શરદી લાગે તેમ મૂકવાં અને તે હવાની અસર થવા પછી ચોંટી ગયેલ પાનાંને ધીરે ધીરે ઉખાડવાં. જે વધારે ચોંટી ગયેલ હાય તેા તેને વધારે પ્રમાણમાં શરદી લાગ્યા પછી ઉખાડવાં, પણ ઉખાડવા માટે ઉતાવળ ન કરવી. ચામાસામાં પુષ્કળ વરસાદના ભેજની અસર પણ એ કામ કરે છે. આવાં પાનાં ફરીથી ચોંટી ન જાય માટે તેવા દરેક પાના ઉપર ગુલાલ છાંટી દેવે. આ ઉપાય કાગળના પુસ્તક માટે છે.
જો તાડપત્રીય પુસ્તક ચોંટી ગયુ હાય તે એક કપડાને નીતરે તેમ પાણીમાં ભીંજાવી તેને પુસ્તકની આસપાસ લપેટવુ' અને જેમ જેમ પાનાં હવાતાં જાય તેમ તેમ ઉખાડતા જવું, તાડપત્રીય પુસ્તકની શાહી પાકી હેાવાથી તેની આસપાસ નીતરતું કપડું લપેટતાં તેના અક્ષર ભેંસાવાને કે ખરાબ થવાને ભય રાખવા નહિ.
વર્ષાઋતુમાં જ્ઞાનભંડારામાં પેસી ગયેલ સ્નિગ્ધ હવા ઉરાડવાને કાર્તિક માસમાં શરદઋતુની પ્રોઢાવસ્થા હાઈ સૂર્યના પ્રખર તાપ અનુકૂળ છે. તેથી કાર્તિક શુકલ પૉંચમી (જ્ઞાનપ ંચમી) માટે જ્ઞાનભક્તિનું માહાત્મ્ય જણાવ્યું છે. પરંતુ અત્યારે આ પર્વના હેતુને સમજીને પુસ્તક-ભંડારા તપાસવા, ત્યાંતે કચરા સાફ કરવા, પુસ્તકાને તડકા દેખાડવે, બગડી ગયેલ પુસ્તકા સુધારવાં, તેમાં જીવડાં ન પડે તે માટે મૂકેલ ઘેાડાવજના ભૂકાની પેાટલીએ બદલાવવી, આદિ કશું જ ન કરતા માત્ર તેની વસ્તીવાળાં ઘણાંખરાં નાનાં-મોટાં નગરોમાં ઘેાડાંઘણાં, જે હાથમાં આવ્યાં તે, પુસ્તકોની આડંબરથી સ્થાપના કરી તેની પૂજા-સત્કાર આદિથી જ કૃતકૃત્યતા માનવામાં આવે છે. તે આશા છે કે જ્ઞાનના ઉપાસકે અને જ્ઞાનભંડારના સંરક્ષકે જ્ઞાનભિક્તને માઁ સમજી યથાવિધિ જ્ઞાનાપાસનાને અપૂર્વ લાભ લેશે.
[‘જૈન’ સાપ્તાહિક, રજત મહાત્સવ ગ્રંથ, વસંતપંચમી, સ’. ૧૯૮૬ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org