________________
૯૦ ]
જ્ઞાનાંજલિ પરસ્પર અતિ નિકટ સંબંધ ધરાવતા હતા, તે છતાં એ સંબંધ કેટલી હદ સુધીનો હતો અને તેણે કેવું રૂપ લીધું હતું એ જાણવા માટે આચાર્ય શ્રી મલયગિરિ પિતાની આવશ્યવૃત્તિમાં ભગવાન શ્રી હેમચન્દ્રની કૃતિમાંનું એક પ્રમાણુ ટાંકતાં તેઓશ્રી માટે જે પ્રકારનું બહુમાનભર્યો ઉલ્લેખ કર્યો છે તે આપણે જોઈએ. આચાર્ય શ્રી મલયગિરિને એ ઉલ્લેખ આ પ્રમાણે છે – તથા વાટુ : સ્તુતિ જુવા–
अन्योन्यपक्षप्रतिपक्षभावाद्, यथा परे मत्सरिण : प्रवादाः । नयानशेषानविशेषमिच्छन्, न पक्षपाती समयस्तथा ते ॥"
हेमचन्द्रकृत अन्ययोगव्यवच्छेदद्वात्रिंशिका, श्लोक ३० ।। આ ઉલ્લેખમાં શ્રી મલયગિરિએ ભગવાન શ્રી હેમચન્દ્રનો નિર્દેશ “રિવ:” એવા અતિ બહુમાનભર્યા શબ્દથી કર્યો છે. આ ઉપરથી ભગવાન શ્રી હેમચન્દ્રના પાંડિત્ય, પ્રભાવ અને ગુણોની છાપ શ્રી મલયગિરિ જેવા સમર્થ મહાપુરષ પર કેટલી ઊંડી પડી હતી, એની કલ્પના આપણે સહેજે કરી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ અનુમાન કરી શકીએ કે, શ્રી મલયગિરિ શ્રી હેમચન્દ્રસૂરિ કરતાં વયમાં ભલે નાના મોટા હોય, પરંતુ વ્રતપર્યાયમાં તો તેઓ શ્રી હેમચન્દ્ર કરતાં નાના જ હતા. નહિ તો તેઓ શ્રી હેમચન્દ્રાચાર્ય માટે ગમે તેટલાં ગૌરવતાસુચક વિશેષણો લખે પણ “અરવ:” એમ તો ન જ લખે.
મલયગિરિની ગ્રન્થરથના–આચાર્ય શ્રી મલયગિરિએ કેટલા ગ્રન્થોરચા હતા, એ વિષેનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય જોવામાં નથી આવતો, તેમ છતાં તેમના જે ગ્રન્થો અત્યારે મળે છે, તેમ જ જે ગ્રન્થોનાં નામનો ઉલ્લેખ તેમની કૃતિમાં મળવા છતાં અત્યારે એ મળતા નથી, એ બધાયની યથાપ્રાપ્ત નોંધ આ નીચે આપવામાં આવે છે:
મળતા ગ્રંથ નામ
ગ્રંથલોકપ્રમાણ ૧ ભગવતીસૂત્ર દ્રિતીયશતકવૃત્તિ
૩૭૫૦ ૨ રાજપ્રશ્નીપાંગટીકા
૩૭૦ ૦ મુદ્રિત ૩ જીવાભિગમ પાંગટીકા
૧૬૦૦૦ મુદ્રિત ૪ પ્રજ્ઞાપનોપાંગટીકા
૧૬૦૦૦ મુકિત ૫ ચંદ્રપ્રજ્ઞયુપાંગટીકા
૯૫૦ ૦ ૬ સૂર્ય પ્રત્યુપાંગટીકા
૯૫૦ ૦ ૭ નંદીસૂત્રટીકા
૭૭૩૨ મુકિત ૮ વ્યવહારસૂત્રવૃત્તિ
૩૪૦૦૦ મુદ્રિત ૮ બૃહકલ્પપીઠિકાવૃત્તિ—અપૂર્ણ
૪૬ ૦ ૦ મુદ્રિત ૧૦ આવશ્યકવૃત્તિ—અપૂર્ણ
૧૮૦૦૦ મુદ્રિત ૧. અહીં આપવામાં આવેલી શ્લોકસંખ્યા કેટલાકની મૂળગ્રંથ સહિતની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org