________________
બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક
[ ૮૯
ઉપર કુમારપાલપ્રબન્ધમાંથી જે ઉતારા આપવામાં આવ્યેા છે, એમાં મલયિગિર નામને જે ઉલ્લેખ છે એ બીજા કઈ નહિ પણ જૈન આગમેાની વૃત્તિ રચવાનું વર માગનાર હોઈ પ્રસ્તુત મલયગિર જ છે. આ ઉલ્લેખ ટૂંકા હોવા છતાં એમાં નીચેની મહત્ત્વની બાબતાના ઉલ્લેખ થયેલા આપણે જોઈ શકીએ છીએ ઃ (૧) પૂજ્ય શ્રી મલયગિરિ ભગવાન શ્રી હેમચન્દ્ર સાથે વિદ્યાસાધના માટે ગયા હતા. (૨) તેમણે જૈન આગમેની ટીકાએ રચવા માટે વરદાન મેળવ્યું હતું અથવા એ માટે તે ઉત્સુક હાઈ યોગ્ય સાહાયની માગણી કરી હતી. (૩) ‘ મનરિસૂરિના ’: એ ઉલ્લેખથી શ્રી મલયિરિ આચાર્ય. પવિભૂષિત હતા.
<
""
શ્રી મલયગિરિ અને તેમનું ઋષિપદ—પૂજ્ય શ્રી મલયગિરિ મહારાજ આચા પદભૂષિત હતા કે નહિ ? એ પ્રશ્નને વિચાર આવતાં, જો આપણે સામાન્ય રીતે તેમના રચેલા ગ્રન્થાના અંતની પ્રશસ્તિઓ તરફ નજર કરીશું તે આપણે તેમાં તેઓશ્રી માટે “ ચાપિ મર્યાિ એટલા સામાન્ય નામનિર્દેશ સિવાય બીજે કશાય ખાસ વિશેષ ઉલ્લેખ જોઈ શકીશું નહિ. તેમ જ તેમના પછી લગભગ એક સૈકા બાદ એટલે કે ચૌદમી સદીની શરૂઆતમાં થનાર તપાગચ્છીય આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ શ્રી મલયગિરિવિરચિત બૃહત્કલ્પસૂત્રની અપૂર્ણ ટીકાના અનુસન્માનના મંગલાચરણ અને ઉત્થાનિકામાં પણ એમને માટે આચાર્ય તરીકેનેા સ્પષ્ટ નિર્દેશ કર્યાં નથી. એ વિષેતે સ્પષ્ટ ઉલ્લેખ તે આપણને પંદરમી સદીમાં થનાર શ્રી જિનમષ્પનગણિના કુમારપાલપ્રબન્ધમાં જ મળે છે. એટલે સૌકાઈ ને એમ લાગશે કે તેઓશ્રી માટે આચાર્ય તરીકેને સ્પષ્ટ નિર્દેશ કરવા માટે આચા શ્રી ક્ષેમકીર્તિ જેવાએ જ્યારે ઉપેક્ષા કરી છે તે તેઓશ્રી વાસ્તવિક રીતે આચાર્ય પદવિભૂષિત હશે કે કેમ ? અને અમને પણ એ માટે તર્ક-વિતર્ક થતા હતા. પરંતુ તપાસ કરતાં અમને એક એવું પ્રમાણ જડી ગયું કે જેથી તેઓશ્રીના આચાર્ય પદવિભૂષિત હવા માટે ખીજા કોઈ પ્રમાણની આવશ્યકતા જ રહે નહિ. એ પ્રમાણુ ખુદ શ્રી મલયગિરિવિરચિત સ્થાપશબ્દાનુશાસનમાંનુ છે, જેને ઉલ્લેખ અહીં કરવામાં આવે છે
11
एवं कृतमङ्गल रक्षाविधानः परिपूर्णमल्पग्रन्थं लघूपाय आचार्यो मलयगिरिः शब्दानुशासनमारभते ।
આ ઉલ્લેખ જોયા પછી કાઈ ને પણ તેઓશ્રીના આચા પણા વિષે શંકા રહેશે નહિ.
શ્રી મલયગિરિસૂરિ અને આચાર્ય શ્રી હેમચન્દ્રના સંબંધ—ઉપર આપણે જોઈ આવ્યા છીએ કે શ્રી અલયગિરિસૂરિ અને ભગવાન શ્રી હેમચન્દ્રાચાય વિદ્યાભ્યાસને વિકસાવવા માટે તેમ જ મંત્રવિદ્યાની સાધના માટે સાથે રહેતા હતા અને સાથે વિહારાદિ પણ કરતા હતા. આ ઉપરથી તે
૧. બૃહત્કપત્રની ટીકા આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિએ વિ. સં. ૧૩૩૨માં પૂર્ણ કરી છે.
44
૨. “ आगमदुर्गमपदसंशयादितापो विलीयते विदुषाम् । यद्वचनचन्दनरसैर्मलयगिरिः जयति यथार्थः ॥ ५ ॥ श्रीमलयगिरिप्रभवो यां कर्तुमुपाक्रमन्त मतिमन्तः । सा कल्पशास्त्रटीका, मयाऽनुसन्धीयतेऽल्पधिया ॥ ८ ॥
3. चूर्णिकृता चूर्णिरासूत्रिता तथापि सा निबिडजडिमजम्बाल जटालानामस्मादृशां जन्तूनां तथाविधमवबोधनिबन्धनमुपजायत इति परिभाव्य शब्दानुशासनादिविश्वविद्यामयज्योतिःपुञ्जपरमाणुघटित मूर्तिभिः श्रीमलयगिरिमुनीन्द्रर्षिपादैः विवरणमुपचक्रमे ॥
માન. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org