________________
“બૃહપસૂત્ર : પ્રાસ્તાવિક
[ ૨૯ किं तेण कयं तं तू, जं भण्णति तस्स कारतो सो उ । भण्रगति गणधारीहिं, सव्वसुयं चेव पुवकयं ॥१०॥ तत्तो चिय णिज्जूढं, अगुग्गहवाए संपयजतीणं ।
तो सुत्तकारतो खलु, स भवति दशकप्पववहारे ॥११॥ આ ઉલ્લેખમાં મહાભાષ્યકારે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીને માત્ર સૂત્રકાર તરીકે જ જણવ્યા છે, એ નવમી ગાથાના ઉત્તરાર્ધથી સ્પષ્ટ થાય છે.
ઉપર નિર્યુક્તિ, ભાષ્ય અને મહાભાગના ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુવામીને દશા, કલ્પ અને વ્યવહાર એ ત્રણ છે.સૂત્રોના રચયિતા જણાવવામાં આવ્યા છે; પરંતુ પંચકલ્પભાષ્યની ચૂર્ણિમાં તેઓશ્રીને નિશીથસૂત્રના પ્રણેતા તરીકે પણ જણાવ્યા છે. એ ઉલ્લેખ અહીં આપવામાં આવે છે
" तेण भगवता आयारपकप्प-दसाकप्पववहारा य नवमपुव्वनीसंदभूता निज्जूढा ।" પંરપર્ પત્ર ? ( લિખિત)
અર્થાત–તે ભગવાને ( ભદ્રબાહુસ્વામીએ) નવમા પૂર્વ માંથી સારરૂપે આચારપ્રકલ્પ, દશા, કલ્પ અને વ્યવહાર એ ચાર સૂત્રો ઉદ્ધાર્યા છે–રહ્યાં છે.
આ ઉલ્લેખમાં જે શ્રાવારપૂ નામ છે એ નિશીથસત્રનું નામાન્તર છે. એટલે અત્યારે ગણાતાં છ છેદસૂત્રો પૈકી ચાર મૌલિક છેદસૂત્રોની અર્થાત્ દશા, કલ્પ, વ્યવહાર અને નિશીથસૂત્રની રચના ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામીએ કરી છે.
- તિલ્યોતિ પ્રકીર્ણક, જેની રચના વિક્રમની પાંચમી શતાબ્દિની શરૂઆતમાં થયેલી હોવાનું વિર્ય શ્રીમાન કલ્યાણવિજયજી “વીનિર્વા સંત શ્રી નૈન નાના” ( પૃષ્ઠ ૩૦, ટિ૨૭)માં સપ્રમાણ જણાવે છે, તેમાં નીચે પ્રમાણે જણાવ્યું છે :
सत्तमतो धिरबाहू जाणुयसीसुपडिच्छिय सुबाहू । નામે મદ્વાદુ રવિહી સાધમ સોનિ (?) | ૨૪ | सो वि य चोद्दसपुबी वारसवासाइं जोगपडिवन्नो ।
सुत्तत्तण निबंधइ अत्थं अज्झयणबंधस्स ॥१५॥ તીર્થોદગારપ્રકીર્ણકના પ્રસ્તુત ઉલ્લેખમાં ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામીને સૂત્રકાર તરીકે જ વર્ણવ્યા છે, પરંતુ તેથી આગળ વધીને “તેઓ નિર્યુક્તિકાર' હવા વિષે કે તેમના નૈમિત્તિક હવા વિષે સૂચના સરખીયે કરવામાં આવી નથી.
ઉપર ટૂંકમાં જે પ્રમાણો નોંધાયાં છે એ ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાશે કે–છેદસૂત્રોના પ્રણેતા, અંતિમ ઋતકેવલા સ્થવિર આર્ય ભદ્રબાહુ સ્વામી જ છે. આ માન્યતા વિષે કોઈને કશોય વિરોધ નથી. વિરોધ તો આજે “ નિયુક્તિકાર કેણુ? અથવા કયા ભદ્રબાહુસ્વામી ?” એનો જ છે, એટલે આજના લેખમાં એ વિષે જ ચર્ચા અને સમીક્ષા કરવાની છે.
૧. પ્રાચીન માન્યતા મુજબ દશાશ્રુતસ્કંધ અને કલ્પને એક સૂત્ર તરીકે માનવામાં આવે અથવા કપ અને વ્યવહારને એક સૂત્રરૂપે માની લઈએ તે ચારને બદલે ત્રણ સ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org