________________
પ૬]
જ્ઞાનાંજલિ કે ઊખડી પણ નથી ગયા, એ એક મહત્ત્વની વસ્તુ છે.
પ્રાચીન તાડપત્રીય પ્રતિઓમાં જે જૈન તીર્થકરે, જૈન આચાર્યો તેમ જ ગ્રંથ લખાવનાર શ્રેષ્ટિવર્ય આદિનાં ચિત્રો છે, તેના રંગે પણ આજે જેવા ને તેવા જ દેખાય છે. વોટરકલર જેવા આ રંગે હોવા છતાં તેમાં મેળવવામાં આવેલું સ્લપદ્રવ્ય એવી રીતે મેળવવામાં આવ્યું છે કે જેને કારણે રંગો જરા પણ ઝાંખા નથી પડ્યા કે બીજાં પાનાં સાથે એ રંગે ચોંટી નથી ગયા, મૂળ ચિત્રમાંથી ઊખડી ગયા નથી, કે ઘસાઈ જવા પણ પામ્યા નથી. આ ઉપરથી આપણને સ્પષ્ટ રીતે લાગે છે કે તે તે કાળે આપણી પાસે રંગે બનાવવા વગેરેને લગતી મહત્ત્વની પ્રભાવશાલિની કળા હતી. આ ઉપરાંત તાડપત્રીય પ્રતિઓમાં જ્યાં ગ્રંથના ખાસ વિભાગો ને પ્રકરણે સમાપ્ત થતાં હોય છે, ત્યાં કાળી શાહીથી ચક્ર, કમળ, આદિ વિવિધ પ્રકારનાં સુશોભનો ચીતરવામાં આવતાં હતાં, જેથી ગ્રંથના તે તે વિભાગની સમાપ્તિને આપણે વિના પરિશ્રમે શોધી શકીએ; આવાં શેભનોવાળી અનેકાનેક તાડપત્રીય પ્રતિ અહીંના કિલ્લાના તાડપત્રીય ગ્રંથસંગ્રહમાં છે.
પ્રાચીન તાડપત્રીય ગ્રંથોની સમૃદ્ધિમાં, સંખ્યાની દષ્ટિએ, પાટણના ભંડાર ચડિયાતા છે, છતાં જેસલમેરના ભંડારોમાં જે કેટલીક વિશેષતાઓ છે, તે બીજે કયાંય નથી. અહીંના ભંડારમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત વિશેષાવશ્યક મહાભાષ્યની અતિ પ્રાચીન તાડપત્રીય પોથી છે. લેખન સંવત સ્પષ્ટ નથી છતાં લિપિનું સ્વરૂપ જોતાં ૯મા સૈકામાં અથવા ૧૦મા સિકાના પ્રારંભમાં એ પોથી લખાઈ હોય તેમ લાગે છે. આ પથીએ અહીંના ભંડારોના ગૌરવમાં ઘણો મોટો ઉમેરો કર્યો છે. પ્રાચીન લિપિઓના અભ્યાસીઓ માટે આ પોથીનું ઘણું જ મહત્ત્વ છે. ખાસ કરીને આ એક મહાન ગ્રંથ હોઈ આ પોથીને આધારે તે સમયની લગભગ સંપૂર્ણ કહી શકાય તેવી એક વર્ણમાલા તૈયાર કરી શકાય, કે જે લિપિવિશારદને તે યુગ પહેલાંના અને પછીના બળે સકાઓની લિપિઓને ઉકેલવામાં મદદ કરી શકે. - આ સિવાય બીજા કોઈ પણ જ્ઞાનભંડારમાં ન મળી શકે તેવી પ્રાચીન એટલે કે વિ. સં. ૧૨૪૬ અને ૧૭૮ આદિમાં કાગળ ઉપર લખાયેલ પડશતિપિનક આદિ ગ્રંથનો પ્રાચીન સંગ્રહ કિલાના ભંડાર સાથે જોડી દીધેલા ખરતર વેગડગછના ભંડારમાં છે. એ આ ભંડારોની ભવ્ય વિશેષતા છે. છે. વેબરને એશિયામાંના ચારકંદ નગરની દક્ષિણે દશ ભાઈલ ઉપર આવેલા કુગિઅર ગામમાંથી ચાર નાટકની નકલ મળી હતી, જે ઈ. સ.ની પાંચમી-છઠ્ઠી સદીમાં લખાયેલી માનવામાં આવે છે. પરંતુ હજ સુધી જૈન જ્ઞાનભંડારોમાં ઉપર જણાવેલી પ્રતિએ કરતાં બીજી કોઈ કાગળ ઉપર લખાયેલી પ્રાચીન પ્રતિ મળી શકી સાંભળવામાં આવી નથી. આ રીતે આ જ્ઞાનભંડારો સાહિત્યિક સંશોધનની દૃષ્ટિએ ઘણા જ મહત્વના છે.
જેસલમેરના જ્ઞાનભંડાર અંગે બાહ્ય દૃષ્ટિએ આટલું જણાવ્યા પછી આપણે તેમાંની સાહિત્યિક સંપત્તિનું નિરીક્ષણ કરીએ. અહીંના કે ગમે ત્યાંના જેન જ્ઞાનભંડાર એટલે બીજા સાંપ્રદાયિક જ્ઞાનભંડારાની જેમ સાંપ્રદાયિક સાહિત્યનો જ સંગ્રહ નહિ, પણ ભારતીય, વ્યાપક, સર્વદેશીય સાહિત્યને જ એ સંગ્રહ સમજવો જોઈએ. એ જ રીતે આ ભંડારે તાડપત્રીય તેમ જ ઇતર જ્ઞાનસંગ્રહ સમજવા જોઈએ. એ દૃષ્ટિએ જોતાં આ ભંડારને વૈદિક, જૈન અને બૌદ્ધ ગ્રંથની ખાણુરૂપ ગણવા જોઈએ. આમાં દરેક પ્રકારના સાહિત્યને સંગ્રહ હોવાથી તે ભારતીય પ્રજાને અણમોલ ખજાનો છે.
વ્યાકરણ તથા પ્રાચીન કાવ્ય, કેશ, છંદગ્રંથ, અલંકાર, સાહિત્ય, નાટક વગેરેની પ્રાચીન, અલભ્ય ગણી શકાય તેવી વિશાળ સામગ્રી છે. તે ઉપરાંત તેમાં વૈદિક તથા બૌદ્ધ સાહિત્ય-સંશોધન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org