________________
(૧૩)
0 સંગરંગશાલાગત સાધુસ્થાપનાઅધિકાર અને ગુરુસ્થાપનાશતક -બંને પ્રસ્તુત ગ્રંથને સંલગ્ન
હોવાથી - તેઓનો પણ પાછળ પરિશિષ્ટમાં ઉપન્યાસ કર્યો છે..
ગુરુભગવંત, સંશોધક અને સહવર્તીઓની પરમકૃપાથી આ વિવેચન તૈયાર થયું છે.. જિનાજ્ઞાવિરુદ્ધ મારાથી લેશમાત્ર પણ લખાણ થઈ ગયું હોય, તો તેનું હું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડં માંગું છું..
છેલ્લે એક જ વિનંતી કરું છું કે, આ ગ્રંથ ખૂબ જ ગંભીર છે, તેના પ્રત્યેક વિષયો અંગે નિર્ણય - માર્ગદર્શન ગીતાર્થ ગુરુને પરતંત્ર રહીને લેવાય તો જ ઉચિત રહે.. નહીં તો પોતાની માન્યતા મુજબ અર્થઘટન કરવામાં – કોઈપણ બાબતને એકાંતે પકડી લેવામાં – પારાવાર નુકસાન છે, એ સમજી લેવું. આ ગ્રંથ “તારક' બનવાને બદલે “મારક પણ બની જાય, જો સમજણ પૂર્ણપણે વિકસિત ન થઈ હોય તો...! એટલે, પ્રત્યેક ઘટના - નિરૂપણો કયા સંદર્ભ - પરિસ્થિતિને લઈને નિર્માણ પામ્યા છે – એનું સમ્યગૂ જ્ઞાન ગીતાર્થ ગુરુ ભગવંત પાસેથી મેળવવાની ભારપૂર્વક ભલામણ છે...
* વિવેચક ક શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રગુણ૨-૨માસૂવિચરણલવ
મુનિ યશરાવિજય