________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૮ ] બહારનો જરા પણ રસ નહોતો; તેમનું જીવન તો આત્માભિમુખ
હતું.
પૂજ્ય ગુરુદેવનું અંતર સદા “જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક, ભગવાન આત્મા, ધ્રુવ.... ધ્રુવ... ધ્રુવ, શુદ્ધ શુદ્ધ. શુદ્ધ, પરમ પારિણામિકભાવ” એમ ત્રિકાળિક જ્ઞાયકના આલંબનભાવે નિરંતર –જાગ્રતિમાં કે નિદ્રામાં-પરિણમી રહ્યું હતું. પ્રવચનોમાં ને તત્ત્વચર્ચામાં તેઓ જ્ઞાયકના સ્વરૂપનું અને તેના અનુપમ મહિમાનું મધુરું સંગીત ગાયા જ કરતા હતા. અહો ! એ સ્વતંત્રતાના ને જ્ઞાયકના ઉપાસક ગુરુદેવ! તેમણે મોક્ષાર્થીઓને મુક્તિનો સાચો માર્ગ બતાવ્યો !
અહા! ગુરુદેવનો મહિમા શું કથી શકાય! ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. આ પંચમ કાળમાં આ મહાપુરુષનોઆશ્ચર્યકારી અભુત આત્માનો-અહીં અવતાર થયો તે કોઈ મહાભાગ્યની વાત છે. તેઓશ્રીએ સ્વાનુભૂતિની અપૂર્વ વાત પ્રગટ કરીને આખા ભારતના જીવોને જગાડયા છે. ગુરુદેવનું દ્રવ્ય “તીર્થકરનું દ્રવ્ય ” હતું. આ ભરતક્ષેત્રમાં પધારીને તેમણે મહાન મહાન ઉપકાર કર્યો છે.
આજે પણ પૂજ્ય ગુરુદેવના સાતિશય પ્રતાપે સોનગઢનું સૌમ્ય શીતળ વાતાવરણ આત્માર્થીઓની આત્મસાધનાલક્ષી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની મધુર સુગંધથી મઘમઘી રહ્યું છે. આવું, પૂજ્ય ગુરુદેવના ચરણકમળના સ્પર્શથી અનેક વર્ષો સુધી પાવન થયેલું આ અધ્યાત્મતીર્થધામ સોનગઢ-આત્મસાધનાનું તથા બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર નિકેતન-સદૈવ આત્માર્થીઓના જીવનપંથ ઉજાળતું રહેશે.
હે પરમપૂજ્ય પરમોપકારી કહાનગુરુદેવ! આપશ્રીના પુનિત
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com