________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત આવ્યા; કેમ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય! અરે ભાઈ ! જો બહારમાં ભગવાનનાં દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનનાં દર્શન કરે એટલો વખત ધર્મ રહે ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી જાય, એટલે કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહિ! જેવા ભગવાન વીતરાગ છે તેવો જ સ્વભાવે હું ભગવાન છું-એમ ભાન કરીને અંતરમાં ચૈતન્યમૂર્તિ નિજ ભગવાનનું સમ્યગ્દર્શન કરે તો તે પોતાના ભગવાનનાં દર્શનથી ધર્મ થાય છે, ને એ ભગવાન તો પોતે જ્યાં
જ્યાં જાય ત્યાં સાથે જ છે એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એક વાર પણ એવાં ભગવાનનાં દર્શન કરે તો જન્મ-મરણ ટળી જાય. ૧0૧.
સમ્યગ્દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડ-સર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવો-છે તેને સર્વજ્ઞના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ જ્ઞાયકસ્વભાવનો અભેદ નિશ્ચય કરે તેજ સમ્યગ્દર્શનઆત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પરવસ્તુની જરૂર પડતી નથી. આટલાં પુણ્ય કરું, શુભરાગ કરે, તેનાથી ધીમે ધીમે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com