________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
જ્ઞાનીને દુ:ખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનુ વેદન છે, તેમ જેટલું દુ:ખ છે એટલું દુ:ખનું પણ વેદન છે. ૨૪૫.
*
૧૩૩
ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપે આખો નીરોગી છે. વર્તમાનમાં થતા પુણ્ય-પાપાદિ ક્ષણિક વિકાર જેવડો જ હું છું એમ જે જીવ માને છે તેનો વિકા૨-રોગ મટતો નથી. વર્તમાન ક્ષણિક અવસ્થા જ મલિન છે, ઊંડાણમાં એટલે કે શક્તિરૂપે વર્તમાનમાં ત્રિકાળી આખો નિર્મળ છું–એમ પૂર્ણ નીરોગ સ્વભાવ ઉપર જેની દૃષ્ટિ છે તેના ક્ષણિક રાગરૂપી રોગનો નાશ થઈ જાય છે. ૨૪૬.
*
સમ્યક્ મતિજ્ઞાન, સમ્યક્ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે બધી અવસ્થા થાય ખરી, પરંતુ તે મતિ-શ્રુત વગેરે અવસ્થા ઉપર દષ્ટિ મૂકવાથી તે મતિ-શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહિ, પણ પરિપૂર્ણ ઐશ્ચર્યવાળી જે આખી વસ્તુ ધ્રુવ નિશ્ચય પડી છે તેની દૃષ્ટિના જોરે સમ્યક્ મતિ-શ્રુત અને ( લીનતા વધતાં ) પૂર્ણ કેવળજ્ઞાન-અવસ્થા પ્રગટે છે. ૨૪૭.
*
સંયમના ભેદોમાં સંયમને અવસ્થા પ્રગટે નહિ, પણ ‘હું આત્મા તો અભેદપણે
ગોતવાથી સંયમની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com