Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 194
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૦ ] વંદું સત્ય ગવેષક ગુણવંતા ગુરુરાજને રે; જેને અંત૨ ઉલસ્યાં આત્મ તણાં નિધાન, અનુપમ જ્ઞાન તણા અવતાર પધાર્યા આંગણે રે. આજે ૪. ( સાખી ) જ્ઞાનભાનુ પ્રકાશિયો, ઝળકયો ભરત મોઝાર; સાગ૨ અનુભવજ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ. મહિમા તુજ ગુણનો હું શું કરું મુખથી સાહિબા રે; દુઃષમકાળે વરસ્યો અમૃતનો વરસાદ, જયજયકાર જગતમાં ાનગુરુનો ગાજતો ૨ે. આજે ૫. ( સાખી ) અધ્યાતમના રાજવી, તારણતરણ જહાજ; શિવમારગને સાધીને કીધાં આતમકાજ. તારા જન્મે તો હલાવ્યું આખા હિન્દુને રે; પંચમકાળે તારો અજોડ છે અવતાર, સારા ભરતે મહિમા અખંડ તુજ વ્યાપી રહ્યો રે. આજે ૬. (સાખી ) સદ્દષ્ટિ, સ્વાનુભૂતિ, પરિણતિ મંગલકાર; સત્યપંથ પ્રકાશતા, વાણી અમીરસધાર. ગુરુવર-વદનકમળથી ચૈતન્યરસ વરસી રહ્યા રે; જેમાં છાઈ રહ્યા છે મુક્તિ કેરા માર્ગ, એવી દિવ્ય વિભૂતિ ગુરુજી અહો! અમ આંગણે રે. આજે ૭. (સાખી ) શાસનનાયક વીરના નંદન રૂડા ાન; ઊછળ્યા સાગર શ્રુતના, ગુરુ-આતમ મોઝાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205