Book Title: Gurudev shreena vchanamrut
Author(s): Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
Catalog link: https://jainqq.org/explore/008242/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * ભગવાનશ્રી કુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ-૧૬૪ * નમ: શુદ્ધાત્મને ગુરુદેવશ્રીનાં વચનામૃત [ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી વીણેલાં ]] : પ્રકાશક: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર), |િ PTN: 364250 Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #2 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રથમ આવૃત્તિઃ પ્રત ૫OOO વીર સં. ૨૫૧૪ * વિ. સં. ૨૦૪૪ * ઈ. સ. ૧૯૮૮ * સર્વ હક પ્રકાશકને સ્વાધીન છે. * - “હું જ પરમાત્મા છું” એમ નક્કી કર, હું જ પરમાત્મા છું' એવો નિર્ણય કર, “હું જ પરમાત્મા છું' એવો અનુભવ કર. વીતરાગ સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઈન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતા હતા કે “હું પરમાત્મા છું' એમ નક્કી કર. “ભગવાન !“તમે પરમાત્મા છો ” એટલું તો અમને નક્કી કરવા દો!”—એ નક્કી કયારે થશે? કે જ્યારે “હું પરમાત્મા છું' એવો અનુભવ થશે, ત્યારે “આ પરમાત્મા છે” એવો વ્યવહાર તને નક્કી થશે; નિશ્ચય નક્કી થયા વિના વ્યવહાર નક્કી થશે નહિ. -પૂજ્ય ગુરુદેવશ્રી મુદ્રક: રસિક ડગલી બાહુબલી પ્રીન્ટર્સ મુંબઈ-૪OOO૨૫ ફોન નં. ૪રરર૯૯૮ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #3 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #4 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates દેખી મૂર્તિ સીમંધરજિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ! ધ્યાન તેનું ધરે છે; આત્મા મારો પ્રભુ! તુજ કને આવવા ઉલ્લસે છે, આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. અંકુર એક નથી મોહુ તણો રહ્યો ક્યાં, અજ્ઞાન-અંશ બળી ભસ્મરૂપે થયો જ્યાં આનંદ, જ્ઞાન, નિજ વીર્ય અનંત છે જ્યાં, ત્યાં સ્થાન માગું-જિનનાં ચરણાંબુજોમાં. ભલે સો ઇન્દ્રોનાં તુજ ચરણમાં શિર નમતાં, ભલે ઈંદ્રાણીના રતનમય સ્વસ્તિક બનતા; નથી એ શયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા, નમન તુજને, ઓ જિનવરા ! સુર-અસુર-નરપતિવંધને, પ્રવિનષ્ટવાતિકર્મને, પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #5 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જેમના જ્ઞાનસરોવરમાં સર્વ વિશ્વ માત્ર કમળ તુલ્ય ભાસે છે એવા ભૂત, વર્તમાન અને ભાવી જગતશિરોમણિ તીર્થંકરભગવંતોને નમસ્કાર Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #6 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates नमः श्रीसद्गुरुदेवाय। * પ્રકાશકીય નિવેદન * ગુરુદેવશ્રીનાં વચનામૃત' નામનું આ લઘુ સંકલન અધ્યાત્મયુગન્ના, વીર-કુંદ-અમૃતપ્રણીત શુદ્ધાત્મમાર્ગ પ્રકાશક, સ્વાનુભવવિભૂષિત, પરમોપકારી પરમપૂજ્ય સદ્દગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં, શ્રી સમયસાર વગેરે અનેક દિગંબર જૈન શાસ્ત્રો પર આપેલાં અધ્યાત્મરસભરપૂર પ્રવચનોમાંથી, પૂજ્ય ગુરુદેવશ્રીની પવિત્ર સાધનાભૂમિ સુવર્ણપુરી મધ્યે “પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી સ્મારકયોજના અંતર્ગત નવનિર્મિત “શ્રી દિગંબર જૈન પંચમેનંદીશ્વર-જિનાલય * ગુરુદેવશ્રી કાનજીસ્વામી વચનામૃતભવન * બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન” –એ ત્રિપટા અભિધાનયુક્ત અતિ ભવ્ય જિનમંદિરની દિવાલોના આરસશિલાપટ પર ઉત્કીર્ણ કરાવવા માટે ચૂંટેલા ૨૮૭ બોલનો સંગ્રહ છે. ભારતવર્ષની ધન્ય ધરા પર વિક્રમની વીસમીએકવીસમી શતાબ્દીમાં સમયસારના મહિમાનો જે આ અદભુત ઉદય થયો છે તે, ખરેખર અધ્યાત્મયુગપ્રવર્તક પરમ કૃપાળુ પુજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો કોઈ અસાધારણ પરમ પ્રતાપ છે. સમયસાર એટલે દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મ રહિત ત્રિકાળી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #7 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪] શુદ્ધ આત્મા, શુદ્ધ આત્માના સ્વરૂપનું સુંદર ને સચોટ પ્રતિપાદન કરનાર, શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત પરમાગમ શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ વિ. સં. ૧૯૭૮ માં, વિધિની કોઈ ધન્ય પળે, પૂજ્ય ગુરુદેવશ્રીના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષોલ્લાસનો પાર ન રહ્યો, કેમ કે જે દુઃખમુક્તિના યથાર્થ માર્ગની શોધમાં તેઓ હતા તે તેમને સમયસારમાંથી મળી ગયો. સમયસારનું ઊંડાણથી અધ્યયન કરતાં તેમણે તેમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયાં; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ખોબા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારે પૂજ્ય ગુરુદેવશ્રી પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. સમયસારના તલસ્પર્શી અધ્યયનથી તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિ નિજ ઘર તરફ વળી–પરિણતિનો પ્રવાહ સુખસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ને અસાધારણરૂપે ખીલી ઊઠી. ગ્રંથાધિરાજ સમયસાર જેમના શુદ્ધાત્મસાધનામય જીવનનો જનક થયો ને આજીવન સાથી રહ્યો તે પરમકૃપાળુ પુજ્ય ગુરુદેવની પાવન પરિણતિમાં સમયસારના ગહન અવગાહનથી સમુત્પન્ન જે સ્વાનુભૂતિજનિત અતીન્દ્રિય આનંદના ઊભરા તે, વિકલ્પકાળે ભવ્યજનભાગ્યયોગે શબ્દદેહ ધારણ કરીને પ્રવચનરૂપે વહેવા લાગ્યા. ગુરુદેવે પોતાની સાધનાપૂત ઉજ્વળ જ્ઞાનધારામાંથી પોતાના જીવનકાળ દરમિયાન સમયસાર ઉપર ઓગણીસ વાર શુદ્ધાત્મતત્ત્વ-પ્રતિપાદનપ્રધાન, અનેકાન્તસુસંગત ને નિશ્ચય-વ્યવહારના સુમેળ યુક્ત અધ્યાત્મરસઝરતાં અનુપમ પ્રવચનો આપ્યાં. તદુપરાંત પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર વગેરે કુંદકુંદભારતી પર તેમ જ અન્ય દિગંબર જૈન આચાર્યોના પરમાત્મપ્રકાશ, Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #8 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુરુષાર્થસિદ્ધયુપાય, સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા વગેરે અનેક ગ્રંથો ઉપર પણ અનેક વાર તળસ્પર્શી વ્યાખ્યાનો આપ્યાં. એ રીતે વ્યાખ્યાનો દ્વારા વીતરાગસર્વજ્ઞદેવપ્રણીત શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ સાચો મોક્ષમાર્ગ મુમુક્ષુજગતને બતાવીને કૃપાળુ કહાનગુરુદેવે ખરેખર વચનાતીત અસાધારણ મહાન મહાન ઉપકાર કર્યો છે. આ શતાબ્દીમાં સ્વાનુભૂતિપ્રધાન મોક્ષમાર્ગનો જે મહિમા પ્રવર્તે છે તેનું પૂરું શ્રેય પૂજ્ય ગુરુદેવને છે. - પૂજ્ય ગુરુદેવની અધ્યાત્મરસઝરતી, સ્વાનુભવમાર્ગપ્રકાશિની આ કલ્યાણી પ્રવચનગંગા જગતના જીવોને પાવન કરતી જે વહી જાય છે તેને જો લેખનબદ્ધ કરીને સ્થાયી કરવામાં આવે તો મુમુક્ષુજગતને મહાન લાભનું કારણ થાય-એ પુનિત ભાવનાના બળે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા, સમયસાર વગેરે અનેક શાસ્ત્રો ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલાં પ્રવચનો લિપિબદ્ધ કરાવી, તે મિથ્યાત્વતમોભેદિની સમન્તભદ્રા અનુપમ વાણી “આત્મધર્મ, માસિક પત્ર તેમ જ અનેક પ્રવચનગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવી. એ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનસાહિત્ય દ્વારા નિહિતાર્થી મુમુક્ષુજગત ઉપર મહાન ઉપકાર થયો. અહો! આવા અસાધારણ પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમ જ તેમની લોકોત્તર અનુભવવાણીનો મહિમા શો થાય! તે વિષે પોતાની ગુરુભક્તિભીની હૃદયોર્મિઓ વ્યક્ત કરતાં પ્રશમમૂર્તિ ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કહે છે કે ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. તેમની વાણી પણ એવી અલૌકિક હતી કે અંદર આત્માની રુચિ જગાડે. તેમની વાણીનાં ઊંડાણ ને રણકાર કંઈક જુદા જ હતાં. સાંભળતાં અપૂર્વતા લાગે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #9 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬] ને “જડ-ચૈતન્ય જુદાં છે” તેવો ભાસ થઈ જાય-એવી વાણી હતી. “અરે જીવો! તમે દેહમાં બિરાજમાન ભગવાન આત્મા છો કે જે અનંત ગુણોનો મહાસાગર છે. તે પ્રત્યક્ષ અનુભવગોચર ભગવાનને તમે અનુભવો; તમને પરમાનંદ થશે.” આવી ગુરુદેવની અનુભવયુક્ત જોરદાર વાણી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરતી. ઘણી પ્રબળ વાણી! શુદ્ધ પરિણતિની ને શુદ્ધ જ્ઞાયક આત્માની લગની લગાડે-એવી મંગળમય વાણી ગુરુદેવની હતી. અહો ! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે. પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય ! પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો.” પૂજ્ય ગુરુદેવશ્રીના તે વિશાળ પ્રવચનસાહિત્યમાંથી ચૂંટીને આ ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તકનો ઉદ્દભવ કઈ રીતે થયો તે આપણે જોઈએ: પૂજ્ય ગુરુદેવની સાધનાભૂમિમાં સુવર્ણપુરીમાં-પ્રશમમૂર્તિ ધન્યાવતાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની-રાત્રે મહિલાશાસ્ત્રસભામાં ઉચ્ચારેલી-સ્વાનુભવરસઝરતી ને દેવગુરુભક્તિભીની અધ્યાત્મવાણી પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં “ બહેનશ્રીનાં વચનામૃત'-રૂપે વિ. સં. ૨૦૩૩ માં પ્રકાશિત થઈ. તેમાં સમાયેલ અધ્યાત્મનાં તલસ્પર્શી ઊંડાં રહસ્યોથી પૂજ્ય ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન તેમ જ પ્રભાવિત થયા. તેમણે પોતાની પ્રસન્ન ભાવના વ્યક્ત કરતાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ દોશીને કહ્યું: “ભાઈ ! આ “વચનામૃત” Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #10 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પુસ્તક એવું સરસ છે કે તેની એક લાખ પ્રત છપાવવી જોઈએ.” “બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તક વિષે પૂજ્ય ગુરુદેવની આવી અસાધારણ પ્રસન્નતા તેમ જ અહોભાવ જોઈને-સાંભળીને કેટલાક મુમુક્ષુઓને તેને સંગેમરમરના શિલાપટ પર ઉત્કીર્ણ કરાવવાની ભાવના જાગી. એ વાત પ્રસ્તુત થતાં પૂજ્ય ગુરુદેવે એવી ભાવના વ્યક્ત કરી કે “વચનામૃત કોતરાવીને બહેનના (પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના) નામનું એક નવું સ્વતંત્ર મકાન થવું જોઈએ.” મુરબ્બી શ્રી રામજીભાઈએ પૂજ્ય ગુરુદેવશ્રીની ભાવના શિરોધાર્ય કરીને નક્કી કર્યું કે “બહેનશ્રી ચંપાબેન વચનામૃતભવન' નું નિર્માણ કરવું; જેની શિલાન્યાસ વિધિ વિ. સં. ૨૦૩૭ ના કારતક સુદ પાંચમના શુભ દિને પૂજ્ય ગુરુદેવની મંગળ ઉપસ્થિતિમાં થઈ હતી. શિલાન્યાસ વિધિ સંપન્ન થયા પછી થોડા દિવસોમાં (ગુરુદેવશ્રીની અનુપસ્થિતિમાં) ટ્રસ્ટીઓએ ને મુખ્ય કાર્યકર્તાઓએ, “વચનામૃતભવન ”નું વિસ્તૃતીકરણ કરીને તેમાં પંચમે-નંદીશ્વરની પ્રતિષ્ઠિત રચના કરવી અને “ગુરુદેવશ્રીનાં વચનામૃત” પણ કોતરાવવાં, -એવો નિર્ણય કર્યો. તદનુસાર પૂજ્ય ગુરુદેવશ્રીના સાહિત્યસમુદ્રમાંથી વીતરાગ માર્ગને સ્પષ્ટ કરનારા કેટલાક બોલ વીણીને “ગુરુદેવશ્રીનાં વચનામૃત ”નું આ સંકલન શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ તૈયાર કરાવ્યું, અને તેનું આરસશિલાપટ પર કોતરકામ પણ થયું; તથા પૂજ્ય બહેનશ્રીની મંગલ ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૪૧ ના ફાગણ સુદ સાતમના શુભ દિને પંચમેરુનંદીશ્વરજિનાલયની પંચકલ્યાણકપુરસ્સર ભવ્ય પ્રતિષ્ઠા પણ થઈ. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #11 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૮] શ્રી પંચમે-નંદીશ્વરજિનાલયમાં ઉત્કીર્ણ “ગુરુદેવશ્રીના વચનામૃત' પુસ્તકાકારે પ્રકાશિત થાય તો સૌ કોઈને તેના અધ્યયનનો લાભ મળે-એ હેતુથી તે છપાવવાનું “ટ્રસ્ટ”ની યોજનાતળે હતું, અને પૂજ્ય બહેનશ્રી પણ, આ પુસ્તક શીવ્ર બહાર પડે તો સારું-એવી અંતરમાં ગુરુવાણી પ્રત્યે તેમને ભક્તિભીની તીવ્ર ભાવના હોવાથી, અવારનવાર પૂછતાં કે ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તક કયારે બહાર પડશે?” પરંતુ તે કાર્ય વગર-પ્રયોજને ઢીલમાં પડયું હતું. તેવામાં, જેમણે પોતાની દેવ-ગુરુ પ્રત્યેની અપાર ભક્તિ વડે પંચમેનંદીશ્વરજિનાલય વગેરે સુવર્ણપુરી-તીર્થધામનાં બધાં જિનાયતનોનાં તથા બહારગામનાં અનેક જિનાયતનોનાં નિર્માણ કાર્યમાં તેમ જ સંસ્થાની ગતિવિધિમાં વિવિધ પ્રકારે અનુપમ સેવા આપી છે તે, (પૂજ્ય બહેનશ્રી અને પં. શ્રી હિંમતલાલભાઈના મોટા ભાઈ) એ રીતે ટ્રસ્ટને ઢીલમાં પડેલા આ પુસ્તકના પ્રકાશનકાર્યમાં વેગ મળ્યો અને આ “ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તકાકારે સાકાર થયાં, જે મુમુક્ષુ-જગતના હાથમાં પ્રસ્તુત કરતાં અમે અતિ હર્ષાનંદ અનુભવીએ છીએ. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૯] અંતમાં, અમને આશા છે કે તત્ત્વરસિક જિજ્ઞાસુ જીવો ગુરુદેવશ્રીની સ્વાનુભવરસભીની જ્ઞાનધારામાંથી પ્રવહેલાં આ શુદ્ધાત્મતત્ત્વસ્પર્શી “વચનામૃત” દ્વારા આત્માર્થને પુષ્ટ કરી, સાધનાની સાચી દિશા પ્રાપ્ત કરી, પોતાના સાધનામાર્ગને ઉજ્વળ તેમ જ સુધાઅંદી બનાવશે. ફાગણ વદ ૧૦, વિ. સં. ૨૦૪૪ પ્રકાશન સમિતિ (પૂ. બહેનશ્રી ચંપાબેનની શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, પ૬મી સમ્યકત્વજયંતી) સોનગઢ (સૌરાષ્ટ્ર) બીજી આવૃત્તિ પ્રસંગે ગુરુદેવશ્રીનાં વચનામૃત'ની પહેલી આવૃત્તિ ( પ્રત: ૫OOO) માત્ર પંદર દિવસમાં લગભગ ખપી જવાથી, તેની બીજી આવૃત્તિ (૧0000)નું “ઓફસેટ' મુદ્રણમાં તાબડતોબ તૈયાર કરાવીને, પ્રકાશન કરતાં અને અત્યંત આનંદ અનુભવીએ છીએ. વૈશાખ સુદ ૨, વિ. સં. ૨૦૪૪ પ્રકાશન સમિતિ, [પૂ. કહાનગુરુ-૯૯ મી જન્મ જયંતી] શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #13 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અધ્યાત્મયુગભ્રષ્ટા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પ્રશસ્તિ [ વિક્રમ સંવત ૧૯૪૬-૨૦૩૭] मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।। આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરુષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમપૂજ્ય ૧૦૦૮ શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદાસ્નાયાનુવર્તી આચાર્ય-શિરોમણિ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્ત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસએકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુઘાત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિ-મૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમના નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #14 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૧] પ્રભાવનાયોગે સોનગઢ( સૌરાષ્ટ્ર )ને એક અનુપમ “અધ્યાત્મતીર્થ” બનાવી દીધું છે અને જેમની અનેકાન્તમુદ્રિત નિશ્ચય-વ્યવહારસુમેળસમન્વિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અધ્યાત્મરસનિર્ભર ચમત્કારી વાણીમાંથી “ગુરુદેવશ્રીનાં વચનામૃત” સંકલિત કરવામાં આવ્યાં છે-એવા સૌરાષ્ટ્રના આધ્યાત્મિક યુગપુરુષ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનો પવિત્ર જન્મ સૌરાષ્ટ્રના (ભાવનગર જિલ્લાના) ઉમરાળા ગામમાં વિ. સં. ૧૯૪૬, વૈશાખ સુદ બીજ, રવિવારના શુભ દિને થયો હતો. પિતા શ્રી મોતીચંદભાઈ અને માતા શ્રી ઊજમબા જાતિએ દશાશ્રીમાળી વણિક તથા ધર્મ સ્થાનકવાસી જૈન હતાં. શિશુવયથી જ બાળક “કાનજી'ના મુખ પર વૈરાગ્યની સૌમ્યતા અને આંખોમાં બુદ્ધિ ને વીર્યની અસાધારણ પ્રતિભા તરી આવતી હતી. તે નિશાળમાં તેમ જ જૈનશાળામાં પ્રાય: પહેલો નંબર રાખતા હતા. નિશાળના લૌકિક જ્ઞાનથી તેમના ચિત્તને સંતોષ થતો નહિ; તેમને ઊંડ ઊંડે રહ્યા કરતું કે “જેની શોધમાં હું છું તે આ નથી'. કોઈ કોઈ વાર આ દુઃખ તીવ્રતા ધારણ કરતું અને એક વાર તો, માતાથી વિખૂટા પડેલા બાળકની જેમ, તે બાળમહાત્મા સના વિયોગે ખૂબ રડયા હતા. યુવાવયમાં દુકાન ઉપર પણ તેઓ વૈરાગ્યપ્રેરક અને તત્ત્વબોધક ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. તેમનું મન વેપારમય કે સંસારમય થયું નહોતું. તેમના અંતરનો ઝોક સદા ધર્મ ને સત્યની શોધ પ્રતિ જ રહેતો. તેમનો ધાર્મિક અભ્યાસ, ઉદાસીન જીવન અને સરળ અંતઃકરણ જોઈને સગાંસંબંધીઓ તેમને ભગત” કહેતાં. તેમણે બાવીસ વર્ષની કુમારાવસ્થામાં આજીવન બ્રહ્મચર્યપાલનની પ્રતિજ્ઞા લઈ લીધી હતી. વિ. સં. ૧૯૭૦ના માગશર સુદ ૯ ને રવિવારના દિવસે ઉમરાળામાં ગૃહસ્થજીવનનો ત્યાગ કરી મોટા Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #15 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૨] ઉત્સવપૂર્વક સ્થાનકવાસી જૈન સંપ્રદાયનું દીક્ષાજીવન અંગીકૃત કર્યું હતું. દીક્ષા લઈને તુરત જ ગુરુદેવશ્રીએ શ્વેતાંબર આગમોનો સખત અભ્યાસ કરવા માંડયો. તેઓ સંપ્રદાયની શૈલીનું ચારિત્ર પણ ઘણું કડક પાળતા. થોડા જ વખતમાં તેમની આત્માર્થિતાની, જ્ઞાનપિપાસાની ને ઉગ્ર ચારિત્રની સુવાસ સ્થાનકવાસી સંપ્રદાયમાં એટલી બધી ફેલાઈ ગઈ કે સમાજ તેમને કાઠિયાવાડના કોહિનૂર' –એ નામથી બિરદાવતો થયો. ગુરુદેવશ્રી પ્રથમથી જ તીવ્ર પુરુષાર્થી હતા. ગમે તેવું આકરું ચારિત્ર પાળીએ તોપણ કેવળી ભગવાને જો અનંત ભવ દીઠા હશે તો તેમાંથી એક પણ ભાવ ઘટવાનો નથી”—એવી કાળલબ્ધિ ને ભવિતવ્યતાની પુરુષાર્થહીનતાભરી વાતો કોઈ કરે તો તેઓ તે સાંખી શકતા નહિ અને દઢપણે કહેતા કે “જે પુરુષાર્થી છે તેને અનંત ભવ હોય જ નહિ, કેવળી ભગવાને પણ તેના અનંત ભવ દીઠા જ નથી, પુરુષાર્થીને ભવસ્થિતિ આદિ કાંઈ નડતું નથી”. “પુરુષાર્થ, પુરુષાર્થ ને પુરુષાર્થ ' એ ગુરુદેવનો જીવનમંત્ર હતો. દીક્ષા પર્યાય દરમ્યાન તેમણે શ્વેતાંબર શાસ્ત્રોનો ઊંડા મનન-પૂર્વક ઘણો અભ્યાસ કર્યો. છતાં જેની શોધમાં તેઓ હતા તે તેમને હજુ મળ્યું નહોતું. વિ. સં. ૧૯૭૮માં વિધિની કોઈ ધન્ય પળે દિગંબર જૈનાચાર્ય શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ પૂર્વભવના પ્રબળ સંસ્કારી એવા આ મહાપુરુષના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષનો પાર ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેમને મળી ગયું. ગુરુદેવશ્રીના Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #16 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૩] અંતરનયને સમયસારમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયા; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ઘૂંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગુરુદેવે ગ્રંથાધિરાજ સમયસારમાં કહેલા ભાવોનું ઊંડું મંથન કર્યું અને ક્રમે સમયસાર દ્વારા ગુરુદેવ પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર થયો. ગુરુદેવના આત્માનંદનો પાર ન રહ્યો. તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિએ નિજ ઘર દેખ્યું. ઉપયોગનો પ્રવાહ સુધાસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ખીલવા લાગી. વિ. સં. ૧૯૯૧ સુધી સ્થાનકવાસી સંપ્રદાયમાં રહી પૂજ્ય ગુરુદેવે સૌરાષ્ટ્રનાં અનેક પ્રમુખ શહેરોમાં ચાતુર્માસ તેમ જ શેષ કાળમાં સેંકડો નાનાંમોટાં ગામોમાં વિહાર કરી લુપ્તપ્રાય અધ્યાત્મધર્મનો ઘણો ઉદ્યોત કર્યો. તેમનાં પ્રવચનોમાં એવા અલૌકિક આધ્યાત્મિક ન્યાયો આવતા કે જે બીજે કયાંય સાંભળવા ન મળ્યા હોય. પ્રત્યેક પ્રવચનમાં તેઓ ભવાન્તકારી કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શન પર અત્યંત અત્યંત ભાર મૂકતા. તેઓશ્રી કહેતાઃ “શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યો-એવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે... સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાના સમ્યકત્વનો નિર્ણય પોતે જ કરી શકે છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. સમકિત એ કોઈ જાદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે... જાણપણું તે જ્ઞાન નથી; સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #17 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૪ ] ન હોય તો તે અજ્ઞાન છે.... સમકિતીને તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે.” આ રીતે સમ્યગ્દર્શનનું અદ્દભુત માહાત્મ્ય અનેક સમ્યક્ યુક્તિઓથી, અનેક પ્રમાણોથી અને અનેક સચોટ દષ્ટાંતોથી તેઓશ્રી લોકોને ઠસાવતા. તેમનો પ્રિય અને મુખ્ય વિષય સમ્યગ્દર્શન હતો. ગુરુદેવને સમયસારપ્રરૂપિત વાસ્તવિક વસ્તુસ્વભાવ અને સ્વાનુભૂતિપ્રધાન વાસ્તવિક દિગંબર નિગ્રંથમાર્ગ ઘણા વખતથી અંદરમાં સત્ય લાગતો હતો, અને બહા૨માં વેષ તથા આચાર જુદા હતા, –એ વિષય સ્થિતિ તેમને ખટકતી હતી; તેથી તેઓશ્રીએ સોનગઢમાં યોગ્ય સમયે-વિ. સં. ૧૯૯૧ની ચૈત્ર સુદ ૧૩ (મહાવી૨જયંતી ) ના દિને−‘ પરિવર્તન ’ કર્યું, સ્થાનકવાસી સંપ્રદાયનો ત્યાગ કર્યો, ‘હવેથી હું આત્મસાધક દિગંબર જૈનમાર્ગાનુયાયી બ્રહ્મચારી છું' એમ ઘોષિત કર્યું, ‘પરિવર્તન ’ના કા૨ણે પ્રચંડ વિરોધ થયો, તોપણ આ નીડર ને નિસ્પૃહ મહાત્માએ તેની કાંઈ પરવા કરી નહિ. હજારોની માનવમેદનીમાં ગર્જતો આ અધ્યાત્મકેસરી સત્ને ખાતર જગતથી તદ્દન નિરપેક્ષપણે સોનગઢના એકાંત સ્થળમાં જઈને બેઠો. શરૂઆતમાં ખળભળાટ તો થયો; પરંતુ ગુરુદેવશ્રી કાઠિયાવાડના સ્થાનકવાસી જૈનોનાં હૃદયમાં પેસી ગયા હતા, ગુરુદેવશ્રી પ્રત્યે તેઓ મુગ્ધ બન્યા હતા, તેથી ‘ ગુરુદેવે જે કર્યું હશે તે સમજીને જ કર્યું હશે ' એમ વિચારીને ધીમે ધીમે લોકોનો પ્રવાહ સોનગઢ તરફ વહેવા લાગ્યો. સોનગઢ તરફ વહેતાં સત્સંગાર્થી જનોનાં પૂર દિનપ્રતિદિન વેગપૂર્વક વધતાં જ ગયાં. સમયસાર, પ્રવચનસાર, નિયમસાર વગેરે શાસ્ત્રો પર પ્રવચન આપતાં ગુરુદેવના શબ્દે શબ્દે ઘણી ગહનતા, સૂક્ષ્મતા અને નવીનતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #18 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૫] નીકળતી. જે અનંત જ્ઞાન ને આનંદમય પૂર્ણ દશા પ્રાપ્ત કરીને તીર્થંકરદેવે દિવ્યધ્વનિ દ્વારા વસ્તુસ્વરૂપ નિરૂપ્યું, તે પરમ પવિત્ર દશાનો સુધાસ્વંદી સ્વાનુભૂતિસ્વરૂપ પવિત્ર અંશ પોતાના આત્મામાં પ્રગટ કરીને સદ્ગુરુદેવે પોતાની વિકસિત જ્ઞાનપર્યાય દ્વારા શાસ્ત્રમાં રહેલાં ગૂઢ રહસ્યો સમજાવીને મુમુક્ષુઓ પર મહાન મહાન ઉપકાર કર્યો. ગુરુદેવની વાણી સાંભળી સેંકડો શાસ્ત્રોના અભ્યાસી વિદ્વાનો પણ આશ્ચર્યચકિત થઈ જતા અને ઉલ્લાસમાં આવીને કહેતાઃ “ગુરુદેવ! આપનાં પ્રવચનો અપૂર્વ છે; તેમનું શ્રવણ કરતાં અમને તૃમિ જ થતી નથી. આપ ગમે તે વાત સમજાવો તેમાંથી અમને નવું નવું જ જાણવાનું મળે છે. નવ તત્ત્વનું સ્વરૂપ કે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યનું સ્વરૂપ, સ્યાદ્વાદનું સ્વરૂપ કે સમ્યકત્વનું સ્વરૂપ, નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ કે વ્રત-તપનિયમનું સ્વરૂપ, ઉપાદાન-નિમિત્તનું સ્વરૂપ કે સાધ્ય-સાધનનું સ્વરૂપ, દ્રવ્યાનુયોગનું સ્વરૂપ કે ચરણાનુયોગનું સ્વરૂપ, ગુણસ્થાનનું સ્વરૂપ કે બાધક-સાધકભાવનું સ્વરૂપ, મુનિદશાનું સ્વરૂપ કે કેવળજ્ઞાનનું સ્વરૂપ-જે જે વિષયનું સ્પષ્ટીકરણ આપના શ્રીમુખે અમે સાંભળીએ છીએ તેમાં અમને અપૂર્વ ભાવો દષ્ટિગોચર થાય છે. આપના શબ્દ શબ્દ વીતરાગદેવનું હૃદય પ્રગટ થાય છે.” ગુરુદેવ વારંવાર કહેતાઃ “સયમસાર સર્વોત્તમ શાસ્ત્ર છે.' સમયસારની વાત કરતાં પણ તેમને અતિ ઉલ્લાસ આવી જતો. સમયસારની પ્રત્યેક ગાથા મોક્ષ આપે એવી છે એમ તેઓશ્રી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યનાં બધાં શાસ્ત્રો પર તેમને અપાર પ્રેમ હતો. “ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અને તેમના દાસાનુદાસ છીએ'-એમ તેઓશ્રી ઘણી વાર ભક્તિભીના અંતરથી કહેતા. ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #19 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬] ક્ષેત્રમાં સર્વજ્ઞવીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા, તે વિષે પૂજ્ય ગુરુદેવને અણુમાત્ર પણ શંકા નહોતી. શ્રી કુંદકુંદાચાર્યદેવના વિદેહગમન વિષે તેઓ અત્યંત દઢતાપૂર્વક ઘણી વાર ભક્તિભીના હૃદયથી પોકાર કરીને કહેતા કે “કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ, એ વાત એમ જ છે; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે; યથાતથ છે, અક્ષરશ: સત્ય છે, પ્રમાણસિદ્ધ છે.” શ્રી સીમંધરપ્રભુ પ્રત્યે ગુરુદેવને અતિશય ભક્તિભાવ હતો. કોઈ કોઈ વખત સીમંધરનાથના વિરહે પરમ ભક્તિવંત ગુરુદેવનાં નેત્રોમાંથી અશ્રુની ધારા વહી જતી. પૂજ્ય ગુરુદેવે અંતરથી શોધેલો સ્વાનુભવપ્રધાન અધ્યાત્મમાર્ગ-દિગંબર જૈનધર્મ જેમ જેમ પ્રસિદ્ધ થતો ગયો તેમ તેમ વધુ ને વધુ જિજ્ઞાસુઓ આકર્ષાયા. ગામોગામ “દિગંબર જૈન મુમુક્ષુમંડળ' સ્થપાયાં. સંપ્રદાયત્યાગથી જાગેલો વિરોધવંટોળ શમી ગયો. હજારો સ્થાનકવાસી શ્વેતાંબર જૈનો અને સેંકડો જૈનેતરો સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના શ્રદ્ધાળુ થયા. હજારો દિગંબર જૈનો રૂઢિગત બહિર્લક્ષી પ્રથા છોડીને પૂજ્ય ગુરુદેવ દ્વારા પ્રવાહિત શુદ્ધાત્મતત્ત્વપ્રધાન અનેકાંતસુસંગત અધ્યાત્મપ્રવાહમાં શ્રદ્ધાભક્તિ સહુ જોડાયા. પૂજ્ય ગુરુદેવનો પ્રભાવના-ઉદય દિન-પ્રતિદિન વધુ ને વધુ ખીલતો ગયો. ગુરુદેવના મંગળ પ્રતાપે સોનગઢ ધીમે ધીમે અધ્યાત્મવિદ્યાનું એક અનુપમ કેન્દ્ર-તીર્થધામ બની ગયું. બહારથી હજારો મુમુક્ષુઓ તેમ જ અનેક દિગંબર જૈનો, પંડિતો, ત્યાગીઓ, બ્રહ્મચારીઓ પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશનો લાભ લેવા માટે આવવા લાગ્યા. તદુપરાંત, સોનગઢમાં બહુમુખી ધર્મપ્રભાવનાનાં અનેકવિધ સાધનો યથાવસર અસ્તિત્વમાં આવતા ગયાં - Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #20 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭] વિ. સં. ૧૯૯૪માં શ્રી જૈન સ્વાધ્યાયમંદિર, ૧૯૯૭માં શ્રી સીમંધરસ્વામીનું દિગંબર જિનમંદિર, ૧૯૯૮માં શ્રી સમવસરણમંદિર, ૨૦૦૩માં શ્રી કુંદકુંદપ્રવચનમંડપ, ૨OO૯માં શ્રી માનસ્તંભ, ૨૦૩૦માં શ્રી મહાવીર-કુંદકુંદ દિગંબર જૈન પરમાગમમંદિર વગેરે ભવ્ય ધર્માયતનો નિર્મિત થયાં. દેશવિદેશમાં વસનારા જિજ્ઞાસુઓ પૂજ્ય ગુરુદેવશ્રીના અધ્યાત્મતત્ત્વોપદેશથી નિયમિત લાભાન્વિત થાય તે માટે ગુજરાતી તેમ જ હિન્દી “આત્મધર્મ' માસિક પત્રનું પ્રકાશન શરૂ થયું. વચ્ચે થોડાં વર્ષો સુધી “સદ્ગપ્રવચનપ્રસાદ” નામનું દૈનિક પ્રવચનપત્ર પણ પ્રકાશિત થતું હતું. તદુપરાંત સમયસાર, પ્રવચનસાર વગેરે અનેક મૂળ શાસ્ત્રો તથા વિવિધ પ્રવચનગ્રંથો ઇત્યાદિ અધ્યાત્મસાહિત્યનું વિપુલ પ્રમાણમાં–લાખોની સંખ્યામાં-પ્રકાશન થયું. હજારો પ્રવચનો ટેઈપ-રેકોર્ડ કરવામાં આવ્યાં. આમ પૂજ્ય ગુરુદેવનો અધ્યાત્મઉપદેશ મુમુક્ષુઓના ઘરે ઘરે ગુંજતો થયો. દર વર્ષે ઉનાળાની રજાઓમાં વિદ્યાર્થીઓ માટે અને શ્રાવણમાસમાં પ્રૌઢ ગૃહસ્થો માટે ધાર્મિક શિક્ષણવર્ગ ચલાવવામાં આવતો હતો અને હજુ પણ ચલાવવામાં આવે છે. આ રીતે સોનગઢ પૂજ્ય ગુરુદેવના પરમ પ્રતાપે બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર કેન્દ્ર બની ગયું. પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રભાવથી સૌરાષ્ટ્ર-ગુજરાત તેમ જ ભારતવર્ષના અન્ય પ્રાન્તોમાં સ્વાનુભૂતિપ્રધાન વીતરાગ દિગંબર જૈનધર્મના પ્રચારનું એક અદ્ભુત અમિટ આંદોલન પ્રસરી ગયું, જે મંગળ કાર્ય ભગવાન કુંદકુંદાચાર્યદવે ગિરનાર પર વાદ પ્રસંગે કર્યું હતું તે પ્રકારનું, સ્વાનુભવપ્રધાન દિગંબર જૈનધર્મની સનાતન સત્યતાની પ્રસિદ્ધિનું ગૌરવપૂર્ણ મહાન કાર્ય અહા ! પૂજ્ય ગુરુદેવે શ્વેતાંબરબહુલ પ્રદેશમાં રહી, પોતાના સ્વાનુભવમુદ્રિત સમ્યકત્વ પ્રધાન સદુપદેશ દ્વારા હજારો સ્થાનકવાસી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #21 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [૧૮] શ્વેતાંબરોમાં શ્રદ્ધાનું પરિવર્તન લાવીને, સહજપણે છતાં ચમત્કારિક રીતે કર્યું. સૌરાષ્ટ્રમાં નામશેષ થઈ ગયેલા આત્માનુભૂતિમૂલક દિગંબર જૈન ધર્મના-પૂજ્ય ગુરુદેવના પ્રભાવનાયોગે ઠેરઠેર થયેલાં દિગંબર જૈન મંદિરો, તેમની મંગલ પ્રતિષ્ઠાઓ તથા આધ્યાત્મિક પ્રવચનો દ્વારા થયેલા-પુનરુદ્ધારનો યુગ આચાર્યવર શ્રી નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીના મંદિરનિર્માણયુગની યાદ આપે છે. અહા! કેવો અદ્ભુત આચાર્યતુલ્ય ઉત્તમ પ્રભાવનાયોગ! ખરેખર, પૂજ્ય ગુરુદેવ દ્વારા આ યુગમાં એક સમર્થ પ્રભાવક આચાર્ય જેવાં જિનશાસનોન્નતિકર અદભુત અનુપમ કાર્યો થયાં છે. - પૂજ્ય ગુરુદેવે બબ્બે વાર સહસ્રાધિક વિશાળ મુમુક્ષુસંઘ સહિત પૂર્વ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ભારતનાં જૈન તીર્થોની પાવન યાત્રા કરી, ભારતના અનેક નાનાંમોટાં નગરોમાં પ્રવચનો આપ્યાં અને નાઈરોબી (આફ્રિકા)નો, નવનિર્મિત દિગંબર જિનમંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે, પ્રવાસ કર્યો-જે દ્વારા સમગ્ર ભારતમાં તેમ જ વિદેશોમાં શુદ્ધાત્મદષ્ટિપ્રધાન અધ્યાત્મવિધાનો ખૂબ પ્રચાર થયો. આ અસાધારણ ધર્મોલ્લોત સ્વયમેવ વિના-પ્રયત્ન સાહજિક રીતે થયો. ગુરુદેવે ધર્મપ્રભાવના માટે કદી કોઈ યોજના વિચારી નહોતી. તે તેમની પ્રકૃતિમાં જ નહોતું. તેમનું સમગ્ર જીવન નિજકલ્યાણસાધનાને સમર્પિત હતું. તેઓશ્રીએ જે સુધાઝરતી આત્માનુભૂતિ પ્રાપ્ત કરી હતી, જે કલ્યાણકારી તથ્યોને આત્મસાત કર્યા હતાં, તેની અભિવ્યક્તિ “વાહ! આવી વસ્તુસ્થિતિ!' એમ વિવિધ પ્રકારે સહજભાવે ઉલ્લાસપૂર્વક તેમનાથી થઈ જતી. જેની ઊંડી આત્માર્થપ્રેરક અસર શ્રોતાઓનાં હૃદય પર પડતી. મુખ્યત્વે આવા પ્રકારે તેમના દ્વારા સહજપણે ધર્મોલ્લોત થઈ ગયો હતો. આવી પ્રબળ બાહ્ય પ્રભાવના થવા છતાં, પૂજ્ય ગુરુદેવને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #22 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૮ ] બહારનો જરા પણ રસ નહોતો; તેમનું જીવન તો આત્માભિમુખ હતું. પૂજ્ય ગુરુદેવનું અંતર સદા “જ્ઞાયક... જ્ઞાયક... જ્ઞાયક, ભગવાન આત્મા, ધ્રુવ.... ધ્રુવ... ધ્રુવ, શુદ્ધ શુદ્ધ. શુદ્ધ, પરમ પારિણામિકભાવ” એમ ત્રિકાળિક જ્ઞાયકના આલંબનભાવે નિરંતર –જાગ્રતિમાં કે નિદ્રામાં-પરિણમી રહ્યું હતું. પ્રવચનોમાં ને તત્ત્વચર્ચામાં તેઓ જ્ઞાયકના સ્વરૂપનું અને તેના અનુપમ મહિમાનું મધુરું સંગીત ગાયા જ કરતા હતા. અહો ! એ સ્વતંત્રતાના ને જ્ઞાયકના ઉપાસક ગુરુદેવ! તેમણે મોક્ષાર્થીઓને મુક્તિનો સાચો માર્ગ બતાવ્યો ! અહા! ગુરુદેવનો મહિમા શું કથી શકાય! ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. આ પંચમ કાળમાં આ મહાપુરુષનોઆશ્ચર્યકારી અભુત આત્માનો-અહીં અવતાર થયો તે કોઈ મહાભાગ્યની વાત છે. તેઓશ્રીએ સ્વાનુભૂતિની અપૂર્વ વાત પ્રગટ કરીને આખા ભારતના જીવોને જગાડયા છે. ગુરુદેવનું દ્રવ્ય “તીર્થકરનું દ્રવ્ય ” હતું. આ ભરતક્ષેત્રમાં પધારીને તેમણે મહાન મહાન ઉપકાર કર્યો છે. આજે પણ પૂજ્ય ગુરુદેવના સાતિશય પ્રતાપે સોનગઢનું સૌમ્ય શીતળ વાતાવરણ આત્માર્થીઓની આત્મસાધનાલક્ષી આધ્યાત્મિક પ્રવૃત્તિઓની મધુર સુગંધથી મઘમઘી રહ્યું છે. આવું, પૂજ્ય ગુરુદેવના ચરણકમળના સ્પર્શથી અનેક વર્ષો સુધી પાવન થયેલું આ અધ્યાત્મતીર્થધામ સોનગઢ-આત્મસાધનાનું તથા બહુમુખી ધર્મપ્રભાવનાનું પવિત્ર નિકેતન-સદૈવ આત્માર્થીઓના જીવનપંથ ઉજાળતું રહેશે. હે પરમપૂજ્ય પરમોપકારી કહાનગુરુદેવ! આપશ્રીના પુનિત Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #23 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૨૦ ] ચરણોમાં-આપની માંગલિક પવિત્રતાને, પુરુષાર્થપ્રેરક ધ્યેયનિષ્ઠ જીવનને, સ્વાનુભૂતિમૂલક સન્માર્ગદર્શક ઉપદેશોને અને તથાવિધ અનેકાનેક ઉપકારોને હૃદયમાં રાખીને-અત્યંત ભક્તિપૂર્વક ભાવભીનાં વંદન હો. આપના દ્વારા પ્રકાશિત વીર-કુંદપ્રરૂપિત સ્વાનુભૂતિનો પાવન પંથ જગતમાં સદા જયવંત વર્તો! જયવંત વર્તો!! અહો ! ઉપકાર જિનવરનો, કુંદનો, ધ્વનિ દિવ્યનો; જિન-કુંદ-ધ્વનિ આપ્યા, અહો! તે ગુરુાનનો. ફાગણ સુદ ૭, વિ. સં. ૨૦૪૧ તા. ૨૭-૨-૧૯૮૫ શ્રી દિ∞ જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર) Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #24 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates * કહાનગુરુ-મહિમા * દ્રવ્ય સકળની સ્વતંત્રતા જગ માંહી ગજાવનારા, વીરકથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા; -ગુરુજી જન્મ તમારો રે, જગતને આનંદ કરનારો. પાવન-મધુર-અભુત અહો ! ગુરુવદનથી અમૃત ઝર્યા, શ્રવણો મળ્યાં સદ્દભાગ્યથી, નિત્યે અહો ! ચિદ્રસભર્યા; ગુરુદેવ તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ગુણમૂર્તિના ગુણગણ તણાં સ્મરણો હૃદયમાં રમી રહ્યા. સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુગુણકીર્તન ગાતાં, સ્થળ–સ્થળમાં “ભગવાન આત્મ”ના ભણકારા સંભળાતા; -કણ કણ પુરુષારથ પ્રેરે, ગુરુજી આતમ અજવાળે. (–બહેનશ્રી ચંપાબેન) Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #25 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નમ: શ્રીસરા અહો ! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે. પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનું દ્રવ્ય તો અલૌકિક છે. તેમનું શ્રુતજ્ઞાન અને વાણી આશ્ચર્યકારી છે. પરમ ઉપકારી ગુરુદેવનું દ્રવ્ય મંગળ છે, તેમની અમૃતમય વાણી મંગળ છે. તેઓશ્રી મંગળમૂર્તિ છે. ભવોદધિતારણહાર છે, મહિમાવંત ગુણોથી ભરેલા છે. પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો. –બહેનશ્રી ચંપાબેન Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #26 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates નમ: પરમાત્મા ગુરુદેવશ્રીનાં વચનામૃત [ પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી વીણેલાં ] (નંદીશ્વર-જિનાલયમાં કોતરાયેલાં) ૐ સહજ ચિદાનંદ, ૧. નિશ્ચયદષ્ટિથી દરેક જીવ પરમાત્મસ્વરૂપ જ છે. જિનવર ને જીવમાં ફેર નથી. ભલે તે એકેન્દ્રિયનો જીવ હોય કે સ્વર્ગનો જીવ હોય. એ બધું તો પર્યાયમાં છે. આત્મવસ્તુ સ્વરૂપે તો પરમાત્મા જ છે. પર્યાય ઉપરથી જેની દષ્ટિ ખસીને સ્વરૂપ ઉપર દૃષ્ટિ થઈ છે તે તો પોતાને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે ને દરેક જીવને પણ પરમાત્મસ્વરૂપ દેખે છે. સમ્યગ્દષ્ટિ બધા જીવોને જિનવર જાણે છે અને જિનવરને જીવ જાણે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #27 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત છે. અહા ! કેટલી વિશાળ દૃષ્ટિ! અરે, આ વાત બેસે તો કલ્યાણ થઈ જાય; પણ આવી કબૂલાતને રોકનારા ખોટી માન્યતારૂપી ગઢના પા૨ ન મળે! અહીં તો કહે છે કે બાર અંગનો સાર એ છે કે આત્માને જિનવર સમાન દૃષ્ટિમાં લેવો, કેમ કે આત્માનું સ્વરૂપ પરમાત્મા જેવું જ છે. ૨. * હું એક અખંડ જ્ઞાયકમૂર્તિ છું, વિકલ્પનો એક અંશ પણ મારો નથી-એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છેઃ અને વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છેએવો પરાશ્રયભાવ રહે તે બંધનું કારણ છે. ૩. ' * દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ. ૪. * ભવભ્રમણનો અંત લાવવાનો સાચો ઉપાય શો? દ્રવ્યસંયમસે ગ્રીવેક પાયો, ફિર પીછો પટકયો', ત્યાં શું કરવું બાકી રહ્યું ?-માર્ગ કોઈ ાદો જ છે; હાલમાં તો ઊંધેથી જ શરૂઆત કરવામાં આવે છે. આ ક્રિયાકાંડ મોક્ષમાર્ગ નથી, પરંતુ પારમાર્થિક આત્મા તથા સમ્યગ્દર્શન વગેરેનું સ્વરૂપ નક્કી કરી સ્વાનુભવ કરવો તે માર્ગ છે; અનુભવમાં વિશેષ લીનતા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #28 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત તે શ્રાવકમાર્ગ છે અને તેનાથી પણ વિશેષ સ્વરૂપ રમણતા તે મુનિમાર્ગ છે. સાથે વર્તતાં બાહ્ય વ્રત-નિયમો તો અધૂરાશની-કચાશની પ્રગટતા છે. અરેરે ! મોક્ષમાર્ગની મૂળ વાતમાં આટલો બધો ફેર પડી ગયો છે. ૫. પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે. ૬. આખા સિદ્ધાંતનો સારામાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે. શ્રીમદે કહ્યું છે ને!-“ઊપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” જ્ઞાનીના એક વચનમાં અનંતી ગંભીરતા ભરી છે. અહો ! ભાગ્યશાળી હશે તેને આ તત્ત્વનો રસ આવશે અને તત્ત્વના સંસ્કાર ઊંડા ઊતરશે. ૭. નિમિત્તની અપેક્ષા લેવામાં આવે તો બંધ-મોક્ષ બે પડખાં પડે છે અને તેની અપેક્ષા ન લેતાં એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે. ૮. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #29 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ચામડા ઉતારીને જોડા કરીએ તોપણ ઉપકાર ના વાળી શકાય એવો ઉપકાર ગુરુ આદિનો હોય છે. એને બદલે તેમના ઉપકારને ઓળવે તે તો અનંત સંસારી છે. કોની પાસે સાંભળવું એનો પણ જેને વિવેક નથી તે આત્માને સમજવા માટે લાયક નથી–પાત્ર નથી. જેને લૌકિક ન્યાય-નીતિનાં પણ ઠેકાણાં નથી એવા જીવો શાસ્ત્રોનું વાંચન કરે અને એને જે સાંભળવા જાય તે સાંભળનાર પણ પાત્ર નથી. ૯. ભગવાન આત્મા કેવળજ્ઞાનની મૂર્તિ છે અને આ દેહ છે તે તો જડ ધૂળ-માટી છે; તેને આત્માનો સ્પર્શ જ કયાં છે?-કેમ કે સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે–સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહા! ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયોને સ્પર્શે છે પણ પરમાણુ આદિને કે તેની પર્યાયોને સ્પર્શતો નથી. જ્ઞાયક આત્મા પોતાના અનંત ગુણસ્વભાવને અને તેમની નિર્મળ પર્યાયોને ચુંબે છે, સ્પર્શે છે, પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ બહારના કોઈ પદાર્થોને કોઈ દી સ્પર્ધો નથી, સ્પર્શતોય નથી. પરથી તદ્દન ભિન્ન એવા આ ભગવાન Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #30 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૫ આત્મામાં જેણે પોતાની દષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિઃશંક વર્તતો થકો એક જ્ઞાનસ્વરૂપ નિજ આત્માને જ અનુભવે છે. ૧૦. અખંડ દ્રવ્ય અને અવસ્થા બન્નેનું જ્ઞાન હોવા છતાં અખંડસ્વભાવ તરફ લક્ષ રાખવું, ઉપયોગનો દોર અખંડ દ્રવ્ય તરફ લઈ જવો, તે અંતરમાં સમભાવને પ્રગટ કરે છે. સ્વાશ્રય વડે બંધનો નાશ કરતો જે નિર્મળ પર્યાય પ્રગટયો તેને ભગવાન મોક્ષમાર્ગ અર્થાત્ ધર્મ કહે છે. ૧૧. ભક્તિ એટલે ભજવું. કોને ભજવું? પોતાના સ્વરૂપને ભજવું. મારું સ્વરૂપ નિર્મળ અને નિર્વિકારી - સિદ્ધ જેવું છે તેનું યથાર્થ ભાન કરીને તેને ભજવું તે જ નિશ્ચય ભક્તિ છે, ને તે જ પરમાર્થ સ્તુતિ છે. નીચલી ભૂમિકામાં દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો ભાવ આવે તે વ્યવહાર છે, શુભ રાગ છે. કોઈ કહેશે કે આ વાત અઘરી પડે છે. પણ ભાઈ ! અનંતા ધર્માત્મા ક્ષણમાં ભિન્ન તત્ત્વોનું ભાન કરી, સ્વરૂપમાં ઠરી–સ્વરૂપની નિશ્ચય ભક્તિ કરી-મોક્ષ ગયા છે, વર્તમાનમાં કેટલાક જાય છે અને ભવિષ્યમાં અનંતા જીવો તેવી જ રીતે જશે. ૧૨. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #31 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates S ગુરુદેવશ્રીનાં વચનામૃત જેના ધ્યેયમાં, રુચિમાં ને પ્રેમમાં જ્ઞાયકભાવ જ પડ્યો છે તેને શુભ વિકલ્પમાં કે બીજે કયાંય અટકવું ગોઠતું નથી. અહા ! અંતર જ્ઞાયકસ્વભાવમાં જવા માટેની તાલાવેલી છે. બહારનો-આત્મસ્વભાવમાં નથી એવા જે પુણ્ય-પાપના ભાવ અને તેનાં ફળનો-જેને રસ ને પ્રેમ છે તેને જ્ઞાયકસ્વભાવનો પ્રેમ નથી, અને જેને આત્માના જ્ઞાયકભાવનો પ્રેમ લાગ્યો તેને પુણ્યના પરિણામથી માંડીને આખું જગત પ્રેમનો વિષય નથી. અહા ! એવા જ્ઞાયકભાવનો જેને રસ છે તેને તેની પ્રાપ્તિ માટે નિરંતર રુચિ ને ભાવના રહે. જેને બહારનો પ્રેમ છે કે દુનિયા મને કેમ માને, દુનિયામાં મારી કેમ પ્રસિદ્ધિ થાય, મને આવડે તો દુનિયા મને મોટો માને, તેને જ્ઞાયકસ્વભાવ પ્રત્યે રુચિ અને પ્રેમ નથી. ૧૩. બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી. આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવમાત્ર જ છે. દરેક વસ્તુ દ્રવ્ય, ગુણે ને પર્યાય પરિપૂર્ણ સ્વતંત્ર છે. આમ હોવાથી આત્મા જ્ઞાનસ્વરૂપ છે તેથી તે સ્વભાવ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત દશામાં જ્ઞાનનો જ કર્તા છે ને વિભાવદશામાં અજ્ઞાન, રાગદ્વેષનો કર્તા છે; પણ પરનો તો કર્તા કયારેય પણ થતો નથી. પરભાવ ( રાગાદિ વિકારી ભાવ) પણ કોઈ અન્ય દ્રવ્ય કરાવતું નથી, કારણ કે એક દ્રવ્યની બીજા દ્રવ્યમાં નાસ્તિ છે; છતાં પર્યાયમાં વિકાર થાય છે તે પુરુષાર્થની વિપરીતતા અથવા નબળાઈથી થાય છે, પણ સ્વભાવમાં તે નથી એવું જ્ઞાન થતાં (ક્રમે) વિકારનો નાશ થાય છે. ૧૪. ભગવાને કહ્યું છે કે પર્યાયદષ્ટિનું ફળ સંસાર છે અને દ્રવ્યદૃષ્ટિનું ફળ વીતરાગતા-મોક્ષ છે. ૧૫. * સાધક જીવની દષ્ટિ * અધ્યાત્મમાં હંમેશાં નિશ્ચયનય જ મુખ્ય છે; તેના જ આશ્રયે ધર્મ થાય છે. શાસ્ત્રોમાં જ્યાં વિકારી પર્યાયોનું વ્યવહારનયથી કથન કરવામાં આવે ત્યાં પણ નિશ્ચયનયને જ મુખ્ય અને વ્યવહારનયને ગૌણ કરવાનો આશય છેએમ સમજવું કારણ કે પુરુષાર્થ વડે પોતામાં શુદ્ધપર્યાય પ્રગટ કરવા અર્થાત્ વિકારી પર્યાય ટાળવા માટે હંમેશાં નિશ્ચયનય જ આદરણીય છે; તે વખતે બન્ને નયોનું જ્ઞાન હોય છે પણ ધર્મ પ્રગટાવવા માટે બન્ને નયો કદી આદરણીય નથી. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #33 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८ ગુરુદેવશ્રીનાં વચનામૃત વ્યવહારનયના આશ્રયે કદી ધર્મ અંશે પણ થતો નથી, પરંતુ તેના આશ્રયે તો રાગદ્વેષના વિકલ્પો જ ઊઠે છે. છયે દ્રવ્યો, તેના ગુણો અને તેના પર્યાયોના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને વ્યવહારનયની ગૌણતા રાખીને કથન કરવામાં આવે, અને કોઈ વખતે વ્યવહારનયને મુખ્ય કરીને તથા નિશ્ચયનયને ગૌણ રાખીને કથન કરવામાં આવેઃ પોતે વિચાર કરે તેમાં પણ કોઈ વખતે નિશ્ચયનયની મુખ્યતા અને કોઈ વખતે વ્યવહારનયની મુખ્યતા કરવામાં આવે; અધ્યાત્મશાસ્ત્રમાં પણ જીવનો વિકારી પર્યાય જીવ સ્વયં કરે છે તેથી થાય છે અને તે જીવનો અનન્ય પરિણામ છે–એમ વ્યવહારનયે કહેવામાં સમજાવવામાં આવે; પણ તે દરેક વખતે નિશ્ચયનય એક જ મુખ્ય અને આદરણીય છે એમ જ્ઞાનીઓનું કથન છે. શુદ્ધતા પ્રગટ કરવા માટે કોઈ વખતે નિશ્ચયનય આદરણીય છે અને કોઈ વખતે વ્યવહારનય આદરણીય છે–એમ માનવું તે ભૂલ છે. ત્રણે કાળે એકલા નિશ્ચયનયના આશ્રયે જ ધર્મ પ્રગટે છે એમ સમજવું. સાધક જીવો શરૂઆતથી અંત સુધી નિશ્ચયની જ મુખ્યતા રાખીને વ્યવહા૨ને ગૌણ જ કરતા જાય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #34 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત છે, તેથી સાધકદશામાં નિશ્ચયની મુખ્યતાના જોરે સાધકને શુદ્ધતાની વૃદ્ધિ જ થતી જાય છે અને અશુદ્ધતા ટળતી જ જાય છે. એ રીતે નિશ્ચયની મુખ્યતાના જોરે પૂર્ણ કેવળજ્ઞાન થતાં ત્યાં મુખ્યગૌણપણું હોતું નથી અને નય પણ હોતા નથી. ૧૬. * અનંત ગુણસ્વરૂપ આત્મા, તેના એકરૂપ સ્વરૂપને દૃષ્ટિમાં લઈ, તેને (આત્માને ) એકને ધ્યેય બનાવી તેમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિસુખનો ઉપાય છે. ૧૭. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે એકલો અધ્યાત્મરસ ભર્યો છે. તેમની જ પરંપરાથી આ યોગસાર ને પરમાત્મપ્રકાશ વગેરે અધ્યાત્મશાસ્ત્રો રચાયાં છે. સમયસાર વગેરેની ટીકા દ્વારા અધ્યાત્મનાં રહસ્યો ખોલીને અમૃતના ધોધ વહેવડાવનાર શ્રી અમૃતચંદ્રસૂરિ પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહે છે કે આત્માનો નિશ્ચય તે સમ્યગ્દર્શન, આત્માનું જ્ઞાન તે સમ્યજ્ઞાન અને આત્મામાં નિશ્ચલસ્થિતિ તે સમ્યક્ચારિત્ર;-આવાં રત્નત્રય તે મોક્ષમાર્ગ છે અને તે આત્માનો સ્વભાવ જ છે, તેનાથી બંધન થતું નથી. બંધન તો રાગથી થાય; રત્નત્રય તો રાગ રહિત છે, તેનાથી કર્મ બંધાતાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #35 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત નથી, તે તો મોક્ષનાં જ કારણ છે. માટે મુમુક્ષુઓ અંતર્મુખ થઈને આવા મોક્ષમાર્ગને સેવો ને પરમાનંદરૂપ પરિણમો. આજે જ આત્મા અનંત-ગુણધામ એવા પોતાનો અનુભવ કરો. ૧૮. ૧૦ * સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે-આત્માનો અનુભવ કરવા માટે પ્રથમ શું કરવું ? પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ નિજ આત્માનો નિર્ણય કરવો. દરેક જીવ સુખને ઇચ્છે છે, તો પૂર્ણ સુખ કોણે પ્રગટ કર્યું છે, તેવા પુરુષ કોણ છે, તેની ઓળખાણ કરવી અને તે પૂર્ણ પુરુષે સુખનું સ્વરૂપ શું કહ્યું છે તેને જાણવું. તે સર્વજ્ઞપુરુષે કહેલી વાણી તે આગમ છે. માટે પ્રથમ આગમમાં આત્માના સુખનું સ્વરૂપ શું કહ્યું છે તે ગુરુગમે બરાબર જાણીને, તેનું અવલંબન કરી, જ્ઞાનસ્વભાવ આત્માનો નિર્ણય કરવો. નિર્ણય તે પાત્રતા છે અને આત્માનો અનુભવ તે તેનું ફળ છે. આવો નિર્ણય કરવાની જ્યાં રુચિ થઈ ત્યાં અંતરમાં કષાયનો રસ મંદ પડી જ જાય. કષાયનો ૨સ મંદ પડયા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહિ. પ્રથમ શ્રુતજ્ઞાનનું અવલંબન કરવું-એમાં સાચાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #36 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આગમ કયાં છે? તેના કહેનાર પુરુષ કોણ છે? વગેરે બધો નિર્ણય કરવાનું આવી જાય છે. જ્ઞાનસ્વરૂપ આત્માનો નિર્ણય કરવામાં સાચાં દેવ-શાસ્ત્ર-ગુરુનો નિર્ણય કરવાનું વગેરે બધું ભેગું આવી જાય છે. ૧૯. * ભરત ચક્રવર્તી જેવા ધર્માત્મા પણ ભોજન-સમયે રસ્તા ઉપર આવી કોઈ મુનિરાજના આગમનની પ્રતીક્ષા કરતા, ને મુનિરાજ પધારતાં પરમ ભક્તિથી આહારદાન દેતા. અહા ! જાણે આંગણે કલ્પવૃક્ષ ફળ્યું હોય, એથી પણ વિશેષ આનંદ ધર્માત્માને મોક્ષમાર્ગ-સાધક મુનિરાજને પોતાના આંગણે દેખીને થાય છે. પોતાને રાગ રહિત ચૈતન્યસ્વભાવની દષ્ટિ છે ને સર્વસંગત્યાગની ભાવના છે ત્યાં સાધક ગૃહસ્થને આવા શુભભાવ આવે છે. તે શુભરાગની જેટલી મર્યાદા છે તેટલી તે જાણે છે. અંતરનો મોક્ષમાર્ગ તો રાગથી પાર ચૈતન્યસ્વભાવના આશ્રયે પરિણમે છે. શ્રાવકનાં વ્રતમાં એકલા શુભરાગની વાત નથી. જે શુભરાગ છે તેને તો જૈનશાસનમાં પુણ્ય કહ્યું છે ને તે વખતે શ્રાવકને સ્વભાવના આશ્રયે જેટલી શુદ્ધતા વર્તે છે તેટલો ધર્મ છે; તે ૫૨માર્થવ્રત છે ને તે મોક્ષનું સાધન છે–એમ જાણવું. ૨૦. * ૧૧ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #37 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત વસ્તુસ્થિતિની અચલિત મર્યાદાને તોડવી અશકય હોવાથી વસ્તુ દ્રવ્યાન્તર કે ગુણાન્તરરૂપે સંક્રમણ પામતી નથી; ગુણાન્તરમાં પર્યાય પણ આવી ગયો. વસ્તુ એની મેળાએ સ્વતંત્ર ફરે, એની તાકાતે ફરે ત્યારે સ્વતંત્રપણે એનો પર્યાય ઊઘડ. કોઈ પરાણે ફેરવી શકતું નથી કે કોઈ પરાણે સમજાવીને એનો પર્યાય ઉઘાડી શકતું નથી. જો કોઈને પરાણે સમજાવી શકાતું હોય તો ત્રિલોકનાથ તીર્થકરદેવ બધાને મોક્ષમાં લઈ જાય ને! પણ તીર્થંકરદેવ કોઈને મોક્ષમાં લઈ જતા નથી. પોતે સમજે ત્યારે પોતાનો મોક્ષપર્યાય ઊઘડે છે. ૨૧. સ્વરૂપમાં લીનતા વખતે પર્યાયમાં પણ શાંતિ અને વસ્તુમાં પણ શાંતિ, આત્માના આનંદરસમાં શાંતિ, શાંતિ ને શાંતિ; વસ્તુ અને પર્યાયમાં ઓતપ્રોત શાંતિ. રાગમિશ્રિત વિચાર હતો તે ખેદ છૂટીને પર્યાયમાં અને વસ્તુમાં સમતા, સમતા અને સમતા; વર્તમાન અવસ્થામાં પણ સમતા અને ત્રિકાળી વસ્તુમાં પણ સમતા. આત્માનો આનંદરસ બહાર અને અંદર બધી રીતે ફાટી નીકળે છે; આત્મા વિકલ્પની જાળને ઓળંગીને આનંદરસરૂપ એવા પોતાના સ્વરૂપને પામે છે. ૨૨. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #38 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૩ પૈસો રહેવો કે ટળવો તે પોતાના હાથની વાત નથી. જ્યારે પુણ્ય ફરે ત્યારે દુકાન બળે, વિમાવાળો ભાંગે, દીકરી રાંડ, દાટેલા પૈસા કોયલા થાય વગેરે એકીસાથે બધી સરખાઈની ફરી વળે. કોઈ કહે કે એવું તો કોઈક વાર થાય ને? અરે ! પુણ્ય ફરે તો બધા પ્રસંગો ફરતાં વાર લાગે નહિ. પરદ્રવ્યને કેમ રહેવું તે તારા હાથની વાત જ નથી ને! માટે સદાઅફર સુખનિધાન નિજ આત્માની ઓળખાણ કરીને તેમાં ઠરી જા! ર૩. અહા! આત્માનું સુંદર એકત્વ-વિભક્ત સ્વરૂપ સંતો બતાવે છે. અપૂર્વ પ્રીતિ લાવીને તે શ્રવણ કરવા જેવું છે. જગતનો પરિચય છોડી, પ્રેમથી આત્માનો પરિચય કરી અંદર તેનો અનુભવ કરવા જેવો છે. આવા અનુભવમાં પરમ શાંતિ પ્રગટે છે, ને અનાદિની અશાંતિ મટે છે. આત્માના આવા સ્વભાવનું શ્રવણ-પરિચયઅનુભવ દુર્લભ છે, પણ અત્યારે તેની પ્રાપ્તિનો સુલભ અવસર આવ્યો છે. માટે હે જીવ! બીજું બધું ભૂલીને તું તારા શુદ્ધસ્વરૂપને લક્ષમાં લે, ને તેમાં વસ. એ જ કરવા જેવું છે. ૨૪. શ્રી કુંદકુંદાચાર્યદવ જેવા વીતરાગી સંતના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #39 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત સ્વાનુભવની આનંદમય પ્રસાદીરૂપ આ “સમયસાર' શાસ્ત્ર છે; તેનો મહિમા અભુત, અચિંત્ય અને અલૌકિક છે. અહો ! આ સમયસાર તો અશરીરીભાવ બતાવનારું શાસ્ત્ર છે, તેના ભાવો સમજતાં અશરીરી સિદ્ધપદ પમાય છે. કુંદકુંદપ્રભુની તો શી વાત! પણ અમૃતચંદ્ર-આચાર્યદવે પણ ટીકામાં આત્માની અનુભૂતિના ગંભીર ઊંડા ભાવો ખોલીને જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે. મોક્ષનો મૂળ માર્ગ આ સંતોએ જગતસમક્ષ પ્રસિદ્ધ કર્યો છે. ... ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા છે. ૨૫. દયાધર્મ એટલે શું? આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી, ત્રિકાળ વીતરાગસ્વભાવી-દયાસ્વભાવી પ્રભુ છે. તેમાં અંતર્દષ્ટિ કરતાં, પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થતાં, ચૈતન્યની નિર્મળ પરિણતિ-વીતરાગ પરિણતિઊપજવી તે દયાધર્મ છે. તે આત્મરૂપ છે, આત્માના સ્વભાવરૂપ છે. આવો દયાધર્મ સમ્યગ્દષ્ટિને હોય છે, અજ્ઞાનીને હોતો નથી. વિકલ્પના કાળમાં સમ્યગ્દષ્ટિને પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત્ હોય છે, તોપણ તે વિકલ્પમાં, હું પરની રક્ષા કરનારો છું”—એવો આત્મભાવ નથી, અહંભાવ નથી. તે તો જાણે છે કે પર જીવનું જીવન Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #40 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૫ તો તેની યોગ્યતાથી તેના આયુના કારણે છે, તેમાં મારું કાંઈ કર્તવ્ય નથી; હું તો નિમિત્તમાત્ર છું. અહા ! ધર્મી પુરુષ તો પરના જીવનસમયે પોતાને જે પરદયાનો વિકલ્પ થયો ને યોગની ક્રિયા થઈ તેનો પણ માત્ર જાણનાર રહે છે, કર્તા થતો નથી, તો પછી પરના જીવનનો કર્તા તે કેમ થાય? બાપુ! પરની દયા હું પાળી શકું છું-એવી માન્યતા મિથ્યાત્વ ને અજ્ઞાનભાવ છે, એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાઈ ! વીતરાગ મારગની આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી. ર૬. જગતમાં જે કોઈ સુંદરતા હોય, જે કોઈ પવિત્રતા હોય, તે બધી આત્મામાં ભરી છે. શ્રી કુંદકુંદાચાર્યદવે સમયસારમાં કહ્યું છેઃ એકત્વ-નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં; તેથી બને વિખવાદિની બંધનકથા એકત્વમાં. –આવા સુંદર આત્માને અનુભવમાં લેતાં તેના સર્વ ગુણોની સુંદરતા ને પવિત્રતા એકસાથે પ્રગટે છે. એકેક સમયની પર્યાયમાં અનંત ગુણોનો સ્વાદ ભેગો છે; તે અનુભવમાં એકસાથે સમાય છે; પણ વિકલ્પ કરીને એકેક ગુણની ગણતરીથી આત્માના અનંત ગુણોને પકડવા માગે તો અનંત કાળેય પકડાયા Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #41 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત નહિ. એક આત્મામાં ઉપયોગ મૂકતાં તેમાં તેના અનંત ગુણોની પર્યાયો નિર્મળપણે અવશ્ય અનુભવાય છે. હૈ ભાઈ ! આવા અનુભવની હોંશ ને ઉત્સાહ કર. બહારની કે વિકલ્પની હોંશ છોડી દે, કેમ કે તેનાથી ચૈતન્યના ગુણો પકડાતા નથી. ઉપયોગને-રુચિને બહારથી સમેટી લઈ નિશ્ચળપણે અંતરમાં લગાવ, જેથી તને તત્ક્ષણ વિકલ્પ તૂટીને અતીન્દ્રિય આનંદ સહિત અનંતગુણ-સ્વરૂપ નિજ આત્માનો અનુભવ થશે. ૨૭. ૧૬ * રાગના વિકલ્પથી ખંડિત થતો હતો તે જીવ સ્વરૂપનો નિર્ણય કરીને અંદર સ્વરૂપમાં ઠર્યો ત્યાં જે ખંડ થતો હતો તે અટકી ગયો અને એકલો આત્મા અનંત ગુણોથી ભરપૂર આનંદસ્વરૂપ રહી ગયો. હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું, હું બદ્ધ છું, હું અબદ્ધ છું-એવા વિકલ્પો હતા તે છૂટી ગયા અને જે એકલું આત્મતત્ત્વ રહી ગયું તેનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને તે જ સમયસાર છે. સમયસાર તે આ પાનાં નહિ, અક્ષરો નહિ; એ તો જડ છે. આત્માના આનંદમાં લીનતા તે જ સમયસાર છે. આત્મસ્વરૂપનો બરાબર નિર્ણય કરીને વિકલ્પ છૂટી જાય, પછી અનંતગુણસામર્થ્યથી ભરપૂર એકલું રહ્યું જે નિજ શુદ્ધાત્મતત્ત્વ તે જ સમયસાર છે. ૨૮. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #42 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૭ સંસારમાં પુણ્યની પ્રધાનતા છે અને ધર્મમાં ગુણની પ્રધાનતા છે. તેથી જ્ઞાની પુણ્યથી દૂર રહીને તેમાં સ્વામીપણે ન ભળતાં નિસ્પૃહપણે જાણે છે, અને અજ્ઞાની તેમાં તલ્લીન થાય છે. પુણ્ય એક તત્ત્વ છે, પણ તેનાથી જ્ઞાની ન થવાય, તેનાથી આત્માનું હિત ન થાય. જે જીવ પુણ્યવૈભવ, યશકીર્તિ ઉપર જુએ છે તે, જીવ-અજીવનાં લક્ષણની જાદાઈ નહિ સમજનારો હોવાથી અજ્ઞાની છે. પ્રવચનસારમાં કહ્યું છે કે પુણ્ય અને પાપ બન્ને, આત્માના ધર્મ નહિ હોવાથી, નિશ્ચયથી સમાન જ છે નહિ માનતો એ રીત પુણ્ય પાપમાં ન વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે. જેમ સુવર્ણની બેડી અને લોખંડની બેડી બન્ને અવિશેષપણે બાંધવાનું જ કામ કરે છે, તેમ પુણ્ય અને પાપ બન્ને અવિશેષપણે બંધન જ છે. જે જીવ પુણ્ય અને પાપનું અવિશેષપણું (-સમાનપણું) કદી માનતો નથી, તેને આ ભયંકર સંસારમાં રઝળવાનો કદી અંત આવતો નથી. જ્ઞાનીને હિત-અહિતનો યથાર્થ વિવેક હોઈ, જે કંઈ પુણ્ય-પાપના સંયોગ છે તેનો તે માત્ર જ્ઞાતા રહે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #43 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત છે. ગમે તેવા સંયોગ હોય પણ જ્ઞાની નિર્દોષપણે તેને જાણ્યા કરે. ર૯. શુદ્ધ ચૈતન્ય જ્ઞાયકપ્રભુની દષ્ટિ, જ્ઞાન અને અનુભવ તે સાધકદશા છે. તેનાથી પૂર્ણ સાધ્યદશા પ્રગટ થશે. સાધકદશા છે તો નિર્મળ જ્ઞાનધારા, પરંતુ તે પણ આત્માનો મૂળ સ્વભાવ નથી; કેમ કે તે સાધનામય અપૂર્ણ પર્યાય છે. પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ-સચ્ચિદાનંદ પ્રભુ-આત્મા છો ને! પર્યાયમાં રાગાદિ ભલે હો, પણ વસ્તુ મૂળસ્વરૂપે એવી છે નહિ. તે નિજ પૂર્ણાનંદ પ્રભુની સાધના–પરમાનંદસ્વરૂપમાં એકાગ્રતારૂપ સાધકદશાની સાધના–એવી કર કે જેનાથી તારું સાધ્ય-મોક્ષ-પૂર્ણ થઈ જાય. ૩૦. ઇચ્છાનો નિરોધ કરી સ્વરૂપ-સ્વભાવની સ્થિરતાને ભગવાન “તપ” કહે છે. સ્વરૂપમાં વિશ્રાન્તિરૂપ ચૈતન્યનું-જ્ઞાયકનું નિસ્તરંગ પ્રતપન થવું, દેદીપ્યમાન થવું તે તપ છે. સમ્યગ્દર્શન થયા પછી અકષાય સ્વભાવના જોરે આહારાદિની ઇચ્છા તૂટી સ્વરૂપમાં સ્થિરતા થાય તે તપ છે. અંદર જ્યાં આવી સ્થિતિ હોય ત્યાં, વચ્ચે અશુભમાં ન જવા માટે, અનશન વગેરે બાર પ્રકારના શુભ ભાવને તપ કહેલ છે તે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #44 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત . ઉપચારથી છે. તેમાં શુભ રાગ રહ્યો છે તે ગુણકરનિર્જરાનું કારણ-નથી. પુણ્ય-પાપ રહિત સ્વભાવના જોરે શુદ્ધતાની વૃદ્ધિ અને અંશે અંશે રાગનું ટળવું થાય તે નિર્જરા છે. ‘તપસા નિર્ના શ્વ' એમ શ્રી ઉમાસ્વામીઆચાર્યદેવે તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે; તેનો અર્થ રોટલા છોડવા તે તપશ્ચર્યા નથી, પણ સ્વભાવમાં રમણતાં થતાં રોટલા સહજ છૂટી જાય તે તપ છે. એવું તપ જીવે અનાદિ કાળમાં પૂર્વે કદી કર્યું નથી. ૧૯ ‘હું અખંડાનંદ પરિપૂર્ણ શાયતત્ત્વ છું' એમ સ્વભાવના લક્ષે ઠર્યો ત્યાં રાગ છૂટતાં, રાગમાં નિમિત્ત જે શરીર તેના ઉપરનું લક્ષ સહેજે છૂટી જાય છે અને શરીર ઉપરનું લક્ષ છૂટતાં આહાદિ પણ છૂટી જાય છે. આ રીતે સ્વભાવના ભાન સહિત અંદર શાંતિપૂર્વક ઠર્યો તે જ તપશ્ચર્યા છે. સ્વભાવના ભાન વગર ‘ઇચ્છાને રોકું, ત્યાગ કરું' એમ કહે, પણ ભાન વગર તે કોના જોરે ત્યાગ કરશે ? શેમાં જઈને ઠરશે ? વસ્તુસ્વરૂપ તો યથાર્થપણે સમજ્યો નથી. આત્મામાં રોટલા વગેરે કોઈ પણ જડ પદાર્થનાં ગ્રહણ-ત્યાગ નથી, ૫૨નું કોઈ પ્રકારે લેવું-મૂકવું નથી. હું નિરાલંબી જ્ઞાયકસ્વભાવી છું એવી શ્રદ્ધાના જોરે અંદર સ્વરૂપમાં એકાગ્ર થતાં આહારાદિનો વિકલ્પ છૂટી જાય તે તપ છે અને અંતરની લીનતામાં જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #45 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦ ગુરુદેવશ્રીનાં વચનામૃત આનંદ તે તપશ્ચર્યાનું ફળ છે. ૩૧. * પ્રવચનસાર અને સમયસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ તથા શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનો અંતર્નાદ છે કે અમે જેમ કહીએ છીએ તેમ જ વસ્તુનું સ્વરૂપ છે અને તે સર્વજ્ઞના ઘરની વાત અમે જાત-અનુભવથી કહીએ છીએ. આ સ્વરૂપ સમજ્યે, શ્રદ્ધયે એક-બે ભવે અવશ્ય મોક્ષ થાય છે–એમ અપ્રતિત ભાવની વાત કરી છે; પાછા પડી જવાની વાત નથી. જે સ્વરૂપ બેદ છે, અનંત છે, સ્વાધીન છે, તેનો અંદરથી યથાર્થ નિર્ણય થયા પછી પાછો કેમ પડે? જે ભાવે પૂર્ણની શ્રદ્ધા કરી છે તે જ ભાવ (સ્વાનુભવ ) આખું નિર્મળ આત્મપદ પૂરું પાડે છે. ૩૨. જગતમાં મોટે ભાગે એવી ભ્રામક માન્યતાઓ પ્રચલિત છે કે કર્તા વગર આ જગત બની શકે નહિ, એક આત્મા બીજાનાં જીવન-મરણ, સુખ-દુ:ખ, ઉપકારઅપકાર કરી શકે, આત્માની પ્રેરણાથી શરીર હાલી-ચાલી, બોલી શકે, કર્મ આત્માને હેરાન કરે, કોઈના આશીર્વાદથી બીજાનું કલ્યાણ થાય ને શાપથી અકલ્યાણ થાય, દેવગુરુની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય, આપણે બરાબર સંભાળ રાખીએ તો શરીર સારું રહી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત - ૨૧ શકે ને બરાબર ધ્યાન ન રાખીએ તો શરીર બગડી જાય, કુંભાર ઘડો બનાવી શકે, સોની દાગીના ઘડી શકે વગેરે. પણ “અન્ય જીવનું હિતાહિત હું જ કરું છું” એમ જે માને છે તે પોતાને અન્ય જીવરૂપ માને છે તેમ જ “પૌગલિક પદાર્થોની ક્રિયાને હું જ કરું છું” એમ જે માને છે તે પોતાને પુગલદ્રવ્યસ્વરૂપ માને છે. તેથી આવા પ્રકારની ભ્રામક માન્યતાઓ છોડવાયોગ્ય છે. “કર્તા એક દ્રવ્ય હોય અને તેનું કર્મ બીજા દ્રવ્યનો પર્યાય હોય એવું કદી પણ બની શકે જ નહિ, કારણ કે જે પરિણમે તે કર્તા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા-એ ત્રણેય એક જ દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે”. વળી એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી”. વળી વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી”. વસ્તુની તે તે સમયની જે જે અવસ્થા (અવ=નિશ્ચય+સ્થા=સ્થિતિ અર્થાત્ નિશ્ચયે પોતાની પોતામાં સ્થિતિ) તે જ તેની વ્યવસ્થા છે. તેથી તેની વ્યવસ્થા કરવા માટે કોઈ પણ પરપદાર્થની જરૂર પડતી નથી. આમ જેની માન્યતા થાય છે તે દરેક Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #47 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત વસ્તુને સ્વતંત્ર તથા પરિપૂર્ણ સ્વીકારે છે. પરદ્રવ્યના પરિણમનમાં મારો હાથ નથી ને મારા પરિણમનમાં કોઈ અન્ય દ્રવ્યનો હાથ નથી. આમ માનતા પરના કર્તાપણાનું અભિમાન સહેજે ટળી જાય છે તેથી અજ્ઞાનભાવે જે અનંતું વીર્ય પરમાં રોકાતું હતું તે સ્વમાં વળ્યું તે જ અનંતો પુરુષાર્થ છે ને તેમાં જ અનંતી શાંતિ છે. –આ દષ્ટિ તે જ દ્રવ્યદષ્ટિ થઈ ને તે જ સમ્યગ્દષ્ટિ થઈ. ૩૩. જે જીવ પાપકાર્યોમાં તો ધન ઉત્સાહથી વાપરે છે ને ધર્મકાર્યોમાં કંજૂસાઈ કરે છે તેને ધર્મનો સાચો પ્રેમ નથી. ધર્મના પ્રેમવાળો ગૃહસ્થ સંસાર કરતાં ધર્મકાર્યોમાં વધારે ઉત્સાહથી વર્તે છે. ૩૪. જ્ઞાન ને આનંદ વગેરે અનંત પૂર્ણ શક્તિના ભંડાર એવા સસ્વરૂપ ભગવાન નિજ જ્ઞાયક આત્માના આશ્રયે જતાં નિર્વિકલ્પ સમ્યગ્દર્શન થાય ત્યારે તેના અનંત ગુણોનો અંશ-આંશિક શુદ્ધ પરિણમન-પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદના થાય છે. તેને શ્રીમદ્ રાજચંદ્ર “સર્વગુણાંશ તે સમ્યત્વ” ને પ૦ ટોડરમલજી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં “ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાદિક ગુણો એકદેશ પ્રગટ થયા છે” Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #48 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૨૩ -એમ કહે છે. તે વાત બેનના બોલમાં (બહેનશ્રી ચંપાબેનનાં વચનામૃતમાં) આ પ્રમાણે આવી છે: નિર્વિકલ્પ સ્વાનુભૂતિની દશામાં આનંદગુણની આશ્ચર્યકારી પર્યાય પ્રગટ થતાં આત્માના બધા ગુણોનું (યથાસંભવ) આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે અને બધા ગુણોની પર્યાયોનું વેદન થાય છે.” અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેની જેને દષ્ટિ થઈ છે તેને “વસ્તુ અંતરમાં પરિપૂર્ણ છે” એવો અનુભવ-વેદન થતું હોવાથી, અનંત ગુણોનું અંશે યથાસંભવ વ્યક્તપણું થયું હોવાથી, તે સમકિતી છે. ૩૫. ભગવાન સર્વજ્ઞના મુખારવિંદથી નીકળેલી વીતરાગ વાણી પરંપરાએ ગણધરો અને મુનિઓથી ચાલી આવી છે. એ વીતરાગી વાણીમાં કહેલાં તત્ત્વોનું સ્વરૂપ વિપરીતાભિનિવેશ રહિત જેને બેઠું છે તે ભવ્ય જીવના ભવ નષ્ટ થઈ જાય છે. એને ભવ રહે જ નહિ. ભગવાનની વાણી ભવનો ઘાત કરનારી છે, એ જેને બેસે તે જીવની કાળલબ્ધિ પણ પાકી ગઈ છે. ૩૬. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવ સમયપ્રાભૃતમાં કહે છે કે, હું જે આ ભાવ કહેવા માગું છું તે અંતરના Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #49 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે, તેમાં મારા વર્તતા સ્વઆત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્યભગવાન કહે છે કે, “આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું-એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું”. મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે. સમયપ્રાકૃત એટલે સમયસારરૂપી ભેટશું. જેમ રાજાને મળવા ભેટશું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશાસ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભટણું આપ્યું પરમાત્મદશા -સિદ્ધદશાપ્રગટ થાય છે. આ શબ્દબ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વવિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજ, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે. ૩૭. સત્સમાગમે આત્માની ઓળખાણ કરી આત્માનુ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #50 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ભવ કર. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે કે પરિષહ આવ્યે પણ જીવની જ્ઞાનધારા ડગે નહિ. ત્રણ કાળ ને ત્રણ લોકની પ્રતિકૂળતાના ગંજ એકસાથે સામે આવીને ઊભા રહે તોપણ માત્ર જ્ઞાતાપણે રહીને તે બધું સહન કરવાની શક્તિ આત્માના જ્ઞાયકસ્વભાવની એક સમયની પર્યાયમાં રહેલી છે. શરીરાદિ ને રાગાદિથી ભિન્નપણે જેણે આત્માને જાણ્યો તેને એ પરિષહોના ગંજ જરા પણ અસર કરી શકે નહિ–ચૈતન્ય પોતાની જ્ઞાતૃધારાથી જરા પણ ડગે નહિ ને સ્વરૂપસ્થિરતાપૂર્વક બે ઘડી સ્વરૂપમાં લીનતા થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે, જીવન્મુક્તદશા થાય અને મોક્ષદશા થાય. ૩૮. * ૨૫ અજ્ઞાની માને છે કે ભગવાન મને તારી દેશેઉગારી દેશે; એનો અર્થ એવો થયો કે મારામાં કાંઈ માલ નથી, હું તો સાવ નમાલો છું. એમ પરાધીન થઈને, સાક્ષાત્ ભગવાન સામે કે તેમની વીતરાગ પ્રતિમા સામે રાંકો થઈને, કહે કે ભગવાન! મને મુક્ત કરજો. ‘ વીન ભયો પ્રમુદ્ર નû, મુત્તિ દાસે હોય?' રાંકો થઈને કહે કે હે પ્રભુ! મને મુક્તિ આપો; પણ ભગવાન પાસે તારી મુક્તિ કયાં છે? તારી મુક્તિ તારામાં જ છે. ભગવાન તને કહે છે કે દરેક આત્મા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #51 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત સ્વતંત્ર છે, હું પણ સ્વતંત્ર છું ને તું પણ સ્વતંત્ર છો, તારી મુક્તિ તારામાં જ છે;–એમ ઓળખાણ કર. ઓળખાણ વડે તરવાનો ઉપાય પોતામાં જાણ્યો ત્યારે ભગવાનને આરોપ આપીને વિનયથી કહેવાય છે કે ‘ભગવાને મને તાર્યો '; તે શુભ ભાવ છે ને તે વ્યવહારે સ્તુતિ છે. ૨૬ શરીરાદિ તે હું છું, પુણ્ય-પાપભાવ તે પણ હું છુંએવા મિથ્યા ભાવ છૂટીને ‘હું એક ચૈતન્ય-સ્વભાવે અનંત ગુણની મૂર્તિ છું' આવા ભાનપૂર્વક ભગવાન તરફનો જે શુભભાવ થાય તે વ્યવહારે સ્તુતિ છે અને આવા ભાનપૂર્વક સાથે વર્તતી શુભભાવથી જુદી જે સ્વરૂપાવલંબી શુદ્ધિ છે તે પરમાર્થ સ્તુતિ છે. ૩૯. * શાસ્ત્રમાં વ્યવહાર ને પરમાર્થ બન્ને રીતે વાત આવે છે. શાસ્ત્રમાં એક ઠેકાણે એમ કહ્યું હોય કે આત્મામાં કદી કયાંય રાગદ્વેષ નથી; ત્યાં એમ સમજવું કે તે કથન સ્વભાવની અપેક્ષાએ દ્રવ્યદષ્ટિથી કહ્યું છે. વળી તે જ શાસ્ત્રમાં બીજે ઠેકાણે એમ કહ્યું હોય કે રાગદ્વેષ આત્મામાં થાય છે; ત્યાં એમ સમજવું કે તે કથન વર્તમાન અશુદ્ધ અવસ્થાની અપેક્ષાએ પર્યાયદષ્ટિથી કહેવાયું છે. એ રીતે તે કથન જેમ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #52 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૨૭ તેમ સમજવું, પણ બન્નેનો ખીચડો કરી સમજવું નહિ. વળી શાસ્ત્રમાં “આત્મા નિત્ય છે” એમ જે કહ્યું છે તે દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાનું કથન છે અને આત્મા અનિત્ય છે” એવું જે કથન છે તે પર્યાય-અપેક્ષાએ અવસ્થાદષ્ટિથી કહ્યું છે. તે બન્ને કથન જે અપેક્ષાપૂર્વક છે તે ન જાણે અને આત્માને સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય માની લે તો તે અજ્ઞાની છે, એકાન્તદષ્ટિ છે. બન્ને પડખાને જેમ છે તેમ બરાબર સમજી, ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પર ને વિભાવથી જાદો શુદ્ધ જ્ઞાયક છે એવી જે દષ્ટિ તે પરમાર્થદષ્ટિ –ધ્રૌવ્યદૃષ્ટિ છે. ક્ષણે ક્ષણે બદલતી જે અવસ્થા તેના ઉપર જે દષ્ટિ તે વ્યવહારદષ્ટિ–ભંગદષ્ટિભેદદષ્ટિ છે. ૪૦. આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે; જૈન શાસનનો એ સ્તંભ છે; સાધકની એ કામધેનુ છે; કલ્પવૃક્ષ છે; ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠીસાતમાં ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મઅનુભવમાંથી નીકળેલી છે. ૪૧. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨. ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મા કર્તા અને જડ કર્મની અવસ્થા એનું કાર્યએમ કેમ હોઈ શકે? વળી જડ કર્મ કર્તા અને જીવના વિકારી પરિણામ એનું કાર્ય-એમ પણ કેમ હોઈ શકે? ન હોઈ શકે. ઘણાને મોટો ભ્રમ છે કે કર્મને લઈને વિકાર થાય, પણ એમ છે જ નહિ. નિમિત્તથી વિકાર થાય એમ શાસ્ત્રમાં જે કથન આવે છે તેનો અર્થ “નિમિત્તથી વિકાર થાય' એમ નહિ પણ “નિમિત્તનો આશ્રય કરવાથી વિકાર થાય” એમ છે. જો જીવ પુદ્ગલમાં નથી અને પુદ્ગલ જીવમાં નથી, તો પછી તેમને કર્તાકર્મભાવ કેમ હોઈ શકે? માટે જીવ તો જ્ઞાતા છે તે જ્ઞાતા જ છે, પુદ્ગલકર્મનો કર્તા નથી; અને પુદ્ગલકર્મ છે તે પુદ્ગલ જ છે, જ્ઞાતાનું કર્મ નથી. આમ પ્રગટ ભિન્ન દ્રવ્યો છે તોપણ “હું કર્તા છું અને આ પુલ મારું કર્મ છે” એવો અજ્ઞાનીઓનો આ મોહ (-અજ્ઞાન) કેમ નાચે છે? ૪૨. “મને બહારનું કાંઈક જોઈએ” એમ માનનાર ભિખારી છે. મને મારો એક આત્મા જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ એમ માનનાર બાદશાહ છે. આત્મા અચિત્ય શક્તિઓનો ધણી છે. જે ક્ષણે જાગે તે જ ક્ષણે આનંદસ્વરૂપ જાગતી જ્યોત અનુભવમાં Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આવી શકે છે. ૪૩. * અંતરના ભાવમાંથી-ઊંડાણમાંથી ભાવના ઊઠે તો માર્ગ સરળ થાય. આત્મા અંદર શુદ્ધચૈતન્ય છે. અંદરની રુચિથી એની ભાવના ઊઠે અને વસ્તુના લક્ષ સહિત વાંચન–વિચાર કરે તો માર્ગ મળે. શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે, વાંચન સાચું હોય છતાં જે માન ને પૂજા માટે વાંચે છે તેનું જ્ઞાન ખોટું છે. તેનો હેતુ જગતને રાજી રાખવાનો ને પોતાની વિશેષતા-મોટપ પોષવાનો હોય તો તેનું બધું વાંચવું-વિચારવું અજ્ઞાન છે. ૪૪. * ૨૯ સ્યાદવાદ એ તો સનાતન જૈનદર્શન છે; તેને જેમ છે તેમ સમજવું જોઈએ. વસ્તુ ત્રિકાળી ધ્રુવ છે; તેની અપેક્ષાએ એક સમયની શુદ્ધ પર્યાયને પણ ભલે હૈય કહે છે; પણ બીજી બાજુ, શુભ રાગ આવે છે-હોય છે; એનાં નિમિત્તો દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધાનો શુભ રાગ હોય છે. ભગવાનની પ્રતિમા હોય છે; તેને જે ન માને તે પણ મિથ્યાદષ્ટિ છે. ભલે તેનાથી ધર્મ થતો નથી, પણ તેને ઉથાપે તો મિથ્યાદષ્ટિ છે. શુભ રાગ તૈય છે, દુઃખરૂપ છે, પણ એ ભાવ હોય છે; તેનાં નિમિત્તો ભગવાનની પ્રતિમા આદિ હોય છે. તેનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #55 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત નિષેધ કરે તો તે જૈનદર્શનને સમજ્યો નથી, તેથી તે મિથ્યાદષ્ટિ છે. ૪૫. પરમાત્માની પ્રતિમાને પૂજવાનો ભાવ આવે, પણ એ ધર્મ નથી. ભૂમિકામાં હજુ સાધકપણું છે એટલે એવા ભાવ આવે ને? સિદ્ધપણું નથી એટલું બાધકપણું-એવા શુભ ભાવ-આવે. આવે, પણ તે ય તરીકે આવે, જાણવા માટે આવે; જ્ઞાની તો તેનો માત્ર જ્ઞાતા જ છે. સમયસાર-નાટકમાં આવે છે ને 'कहत बनारसी अलप भवथिति जाकी, सोई जिनप्रतिमा प्रवाँनै जिन सारखी।।' જિનેન્દ્રની મૂર્તિ સાક્ષાત્ જિનેન્દ્ર તુલ્ય વીતરાગભાવવાહી હોય છે. જે અપેક્ષાએ કહ્યું હોય તે અપેક્ષા જાણવી જોઈએ. જિનપ્રતિમા છે, તેની પૂજા, ભક્તિ બધું છે. સ્વરૂપમાં જ્યારે ઠરી શકે નહિ ત્યારે, અશુભથી બચવા, એવો શુભ ભાવ આવ્યા વિના રહે નહિ. “એવો ભાવ ન જ આવે ”—એમ માને તેને વસ્તુસ્વરૂપની ખબર નથી; અને આ માટે તેનાથી ધર્મ છે એમ માને તોપણ તે બરાબર નથી; એ શુભ રાગ બંધનું કારણ છે. જ્યાં સુધી અબંધ પરિણામ પૂરા પ્રગટ થયા નથી, ત્યાં સુધી અધૂરી દશામાં એવા બંધના પરિણામ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #56 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૩૧ હોય છે. હોય છે માટે તે આદરણીય છે–એમ પણ નથી. નિજ પરમાત્મતત્ત્વને જ ગ્રહણ કર, તેમાં જ લીન થા, એક પરમાણુમાત્રની પણ આસક્તિ છોડી દે. જેને નિજ પરમાત્મસ્વભાવનો આશ્રય કરવો છે તેણે રજકણને તેમ જ રાગના અંશને પણ છોડી દેવો પડશે. તેમાં મારાપણાનો અભિપ્રાય છોડી દીધો માટે સમ્યગ્દર્શન થયું, છતાં એવો શુભ ભાવ આવે. આવે તે જાણવાલાયક છે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. ૪૬. ક્રોધાદિ થવા કાળે, કોઈ પણ જીવ પોતાની હયાતી વિના “આ ક્રોધાદિ છે” એમ જાણી શકે જ નહિ. પોતાની વિધમાનતામાં જ તે ક્રોધાદિ જણાય છે. રાગાદિને જાણતાં પણ “જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન” એમ મુખ્યપણે જણાવા છતાં જ્ઞાન તે હું” એમ ન માનતાં, જ્ઞાનમાં જણાતા “રાગાદિ તે હું” એમ, રાગમાં એકતા બુદ્ધિથી, જાણે છે-માને છે; તેથી તે મિથ્યાષ્ટિ છે. ૪૭. ચૈતન્યપરિણતિનો વેગ બહાર–નિમિત્ત તરફ ઢળે તે બંધનભાવ છે, ચૈતન્યપરિણતિનો વેગ અંદર Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #57 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત -સ્વ તરફ વળે તે અબંધભાવ છે. સ્વાશ્રયભાવથી બંધન અને પરાશ્રયભાવથી મુક્તિ ત્રણ કાળમાં નથી. વિકલ્પનો એક અંશ પણ મારો નથી, હું તો નિર્વિકલ્પ ચિદાનંદમૂર્તિ છું એવો સ્વાશ્રયભાવ રહે તે મુક્તિનું કારણ છે; વિકલ્પનો એક અંશ પણ મને આશ્રયરૂપ છે એવો પરાશ્રયભાવ રહે તે બંધનનું કારણ છે. પરાશ્રયભાવમાં ભલે દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિનો કે વ્રત-તપ-દયા-દાન વગેરેનો જે શુભ ભાવ હોય તેમાં -બંધનો અંશ પણ અભાવ કરવાની તાકાત નથી અને હું અખંડ જ્ઞાયકમૂર્તિ છું તેવી સ્વસમ્મુખ પ્રતીતિના જોરમાં બંધનો એક અંશ પણ થવાની તાકાત નથી. પરાશ્રયભાવમાં મોક્ષમાર્ગની અને મોક્ષપર્યાયની ઉત્પત્તિ થતી નથી અને સ્વાશ્રયભાવમાં મોક્ષમાર્ગ તેમ જ મોક્ષપર્યાય બન્નેની ઉત્પત્તિ થાય છે. ધ્રૌવ્ય તો એકરૂપ પરિપૂર્ણ છે; મોક્ષપર્યાયનો ઉત્પાદ ને સંસારપર્યાયનો વ્યય થાય છે. સ્વભાવની શુદ્ધિને રોકનારો તે બંધનભાવ છે; સ્વભાવનો વિકાસ અટકી જવો અને વિકારમાં રોકાઈ જવું તે બંધભાવ છે. ૪૮. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #58 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ભગવાન આત્મા આનંદસ્વરૂપ અને રાગ આકુળતાસ્વરૂપ-એમ જ્ઞાનીને બન્ને ભિન્ન ભાસે છે. ત્રિકાળી નિત્યાનંદ ચૈતન્યપ્રભુ ઉપર દષ્ટિ પ્રસરતાં સાથે જે જ્ઞાન થાય તે, ચૈતન્ય અને રાગને અત્યંત ભિન્ન જાણે છે. જેને તત્ત્વની દષ્ટિ થઈ છે તેને સમ્યજ્ઞાન હોય; જેને દષ્ટિ થઈ નથી તેને ચૈતન્ય અને રાગને ભિન્ન જાણવાની તાકાત નથી. ૪૯. સહજ જ્ઞાન ને આનંદ આદિ અનંત ગુણસમૃદ્ધિથી ભરપૂર જે નિજ જ્ઞાયક તત્ત્વ છે તેને અધૂરા, વિકારી ને પૂરા પર્યાયની અપેક્ષા વગર લક્ષમાં લેવું તે દ્રવ્યદૃષ્ટિ છે, તે જ યથાર્થ દષ્ટિ છે. શ્રુતજ્ઞાનના બળ વડે પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો બરાબર નિર્ણય કરીને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વ્યાપારને આત્મસન્મુખ કર્યો તે વ્યવહાર છે, -પ્રયત્ન કરવો તે વ્યવહાર છે. ઇન્દ્રિયો ને મન તરફ રોકાતું તથા ઓછા ઉઘાડવાળું જે જ્ઞાન તેના વ્યાપારને સ્વ તરફ વાળવો તે વ્યવહાર છે. સહજ શુદ્ધપારિણામિકભાવ તો પરિપૂર્ણ એકરૂપ છે; પર્યાયમાં અધૂરાશ છે, વિકાર છે, માટે પ્રયાસ કરવાનું રહે છે. પર્યાયદષ્ટિએ સાધ્યસાધકના ભેદ પડે છે. પર્યાયદષ્ટિએ વિકાર ને અધૂરાશ છે; તેને તત્ત્વદૃષ્ટિના જોરપૂર્વક Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #59 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત ટાળીને સાધક જીવ અનુક્રમે પૂર્ણ નિર્મળતા પ્રગટ કરે છે. યથાર્થ દષ્ટિ થયા પછી સાધક-અવસ્થા વચ્ચે આવ્યા વિના રહેતી નથી. આત્માનું ભાન કરીને સ્વભાવમાં એકાગ્ર થાય છે ત્યારે જ પરમાત્મારૂપ સમયસારને અનુભવે છે, આત્માના અપૂર્વ ને અનુપમ આનંદને અનુભવે છે, આનંદનાં ઝરણાં ઝરે છે. ૫૦. ભગવાન કુંદકુંદાચાર્યદેવનો અમારા પર ઘણો ઉપકાર છે, અને તેમના દાસાનુદાસ છીએ. ... શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યાં તેઓશ્રી આઠ દિવસ રહ્યા હતા એ વિષે અણુમાત્ર શંકા નથી. એ વાત એમ જ છે; કલ્પના કરશો નહિ, ના કહેશો નહિ; માનો તોપણ એમ જ છે, ન માનો તોપણ એમ જ છે. યથાતથ્ય વાત છે, અક્ષરશ: સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. ૫૧. * જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી. પર. જાણવામાં અટકવું હોય નહિ, પણ જે જીવો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #60 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રૂપ ગુરુદેવશ્રીનાં વચનામૃત નિમિત્તાશ્રિત બુદ્ધિ કરીને અટકયા છે તે જીવો માત્ર વાતો કરે છે, અંતર્મુખ જ્ઞાયકસ્વભાવનો પુરુષાર્થ કરવાની બુદ્ધિ કરતા નથી. “ભગવાને દીઠું હશે તેમ થશે, તેમના જ્ઞાનમાં જેટલા ભવ દીઠા હશે તેટલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવભ્રમણ થયા વિના મોક્ષ નહિ થાય, જે વખતે કાળલબ્ધિ પાકશે તે વખતે સમ્યગ્દર્શન થશે”—એમ ભાવમાં અને કથનમાં નિઃસત્ત્વ બની, નિમિત્તાધીનતા રાખી પુરુષાર્થ ઉડાડે છે. પુરુષાર્થ રહિત થઈ દ્રવ્યાનુયોગની વાતો કરે તો તે નિશ્ચયાભાસી છે. જેને કેવળજ્ઞાનીનો વિશ્વાસ થયો તેને ચારે પડખે સમાનઅવિરોધ પ્રતીતિ જોઈએ, અને તેણે જ “કેવળજ્ઞાનીએ દીઠું” એનો સાચો સ્વીકાર કર્યો છે. જેણે કેવળજ્ઞાનીને માન્યા તેને રાગની રુચિ, કર્તાપણારૂપ અજ્ઞાન હોય નહિ; તેને એવી ઊંધી શ્રદ્ધા પણ ન હોય કે “કેવળી ભગવાને મારા ભવ દીઠા છે માટે હુવે, હું પુરુષાર્થ ન કરું-નહિ કરી શકું, પુરુષાર્થ એની મેળે જાગશે”. એમ માને તો તે મિથ્યાષ્ટિ છે, તેને અંદરમાં કેવળીની શ્રદ્ધા બેઠી જ નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને!-“જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહિ આત્માર્થ.' પ૩. આત્મદ્રવ્ય સર્વજ્ઞસ્વભાવી છે. સર્વજ્ઞને જેણે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #61 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત પોતાની પર્યાયમાં સ્થાપ્યા તેને સર્વજ્ઞ થવાનો નિર્ણય આવી ગયો. બસ, એ “જ્ઞ' સ્વભાવમાં વિશેષ ઠરતાં ઠરતાં પર્યાયમાં સર્વજ્ઞ થઈ જશે. ૫૪. પ્રશ્ન:- મોક્ષને માટે પુણ્ય તે પહેલું પગથિયું તો છે ને? ઉત્તર:- ના, પુણ્ય તો વિભાવ છે-પરભાવ છે, મોક્ષથી વિરુદ્ધ ભાવ છે, તેમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. તેથી તે મોક્ષનું પ્રથમ પગથિયું નથી. અનંત વાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો, મોક્ષ તરફ એક પગલુંય મંડાયું નહિ; મોક્ષનું પહેલું પગથિયું તો સમ્યગ્દર્શન છે અને તે તો પુણ્ય-પાપ બન્નેથી પાર છે. ભેદજ્ઞાન વડે આત્માને પુણ્ય-પાપ બન્નેથી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્યગ્દર્શન અને અનુભવ થાય. નિજ શુદ્ધ આત્માના અનુભવ વડ જ તીર્થકર ભગવાનના માર્ગની–મોક્ષમાર્ગની મંગલ શરૂઆત થાય છે, માટે તે મોક્ષમહેલનું પહેલું પગથિયું છે. ૫) દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે मोक्षमहलकी परथम सीढी, या बिन ज्ञान चरित्रा, सम्यक्ता न लहै सो दर्शन धारो भव्य पवित्रा। Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #62 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ ગુરુદેવશ્રીનાં વચનામૃત 'दौल' समझ सुन चेत सयाने, काल वृथा मत खोवै, यह नरभव फिर मिलन कठिन है, जो सम्यक् नहीं होवै।। મોક્ષમાર્ગની વૃદ્ધિ અને પૂર્ણતા પણ તે જ રીતે થાય છે, પુણ્ય વડે નથી થતી. પુણ્ય છોડવાથી મોક્ષ થાય, રાખવાથી નહિ. પુણ્ય વડે લક્ષ્મી વગેરે ધૂળના ઢગલા મળે, પરમાત્મપણું ન મળે. પરમાત્મપણું તો સંપૂર્ણ વીતરાગ ભાવથી જ મળે. આ રીતે વીતરાગતા તે જ ધર્મ છે, તે જ ભગવાનનો માર્ગ છે અને તે જ બધાં શાસ્ત્રોનો સાર છે. પ૫. જ્ઞાન અને રાગને લક્ષણભેદે સર્વથા જુદા પાડો તો જ સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ જીવ લક્ષમાં આવી શકે. જેમ જે સંપૂર્ણ વીતરાગ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે, તેમ જે સર્વ પ્રકારના રાગથી જ્ઞાયકની ભિન્નતા સમજે તે જ સર્વજ્ઞસ્વભાવી આત્માને ઓળખી-અનુભવી શકે. એવી સાનુભવ ઓળખાણ કરનાર જીવો વિરલા જ છે. જેમ પાપભાવો શુદ્ધાત્માની સ્વાનુભૂતિથી બહાર છે, તેમ પુણ્યભાવો પણ બહાર જ રહે છે, સ્વાનુભૂતિમાં નથી પ્રવેશતા; અને તેથી જ તેમને “અભૂતાર્થ' કહ્યા છે. પુણ્ય-પાપ રહિત નિજ શુદ્ધ આત્માની–ભૂતાર્થ જ્ઞાયકસ્વભાવની-અંતરમાં દષ્ટિ થતાં સ્વાનુભૂતિ પ્રગટ થાય છે, અને તે જ સમ્યગ્દર્શન Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #63 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત ને સમ્યજ્ઞાન છે. પ૬. રાગમાં શુભ અને અશુભ એવા બે ભેદ ભલે પાડો, તેનો વિવેક ભલે કરો, પણ તે બન્ને ભાવ આસ્રવ છે ને બંધમાર્ગમાં સમાય છે, સંવર-નિર્જરામાં નહિ; તે એક ભેદ મોક્ષમાં કે મોક્ષના કારણમાં નથી આવતો. મોક્ષનો માર્ગ ને મોક્ષ-સંવર, નિર્જરા ને મોક્ષ- તો એ બન્નેથી જુદી જ જાતના છે. શુભ અને અશુભ બન્ને પ્રકારના રાગમાં કષાયનો સ્વાદ છે, આકુળતા છે, ચૈતન્યની શાંતિનો સ્વાદ, નિરાકુળતા તે બેમાંથી એકમાં નથી. પંચાસ્તિકાયસંગ્રહમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે: તેથી ન કરવો રાગ જરીયે કયાંય પણ મોક્ષેચ્છુએ, વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. આ જાણીને શું કરવું?-કે સર્વ પ્રકારના રાગ રહિત પોતાના ચિદાનંદતત્ત્વને બરાબર લક્ષમાં લઈ તેને જ ધ્યાવું. શુભાશુભ રાગને એટલે કે પુણ્ય-પાપને મોક્ષ કે મોક્ષમાર્ગમાં સહાયકારી ન જાણવા પણ વિદ્યકારી લુટારા સમજવા. અહ, વીતરાગ થવાની વીતરાગ પરમાત્માની આ વાત કાયર જીવો ઝીલી શકતા નથી; પુણ્યથી ધર્મ થાય નહિ—એ વાત સાંભળતાં જ ચોંકી ઊઠે છે–તેમનાં કાળજાં કંપી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #64 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૩૯ ઊઠે છે. જ્ઞાનીઓ તો મોક્ષને અર્થે એક શુદ્ધોપયોગને જ માન્ય કરે છે, રાગના કોઈ કણિયાને તેમાં ભેળવતા નથી; શુભ અને અશુભ બન્નેથી વિરક્ત થઈને વીતરાગી શુદ્ધોપયોગને જ મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. પ૭. હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. દેખાડવાના દાંત મોટા હોય અને તે રંગવામાં ને શોભા કરવામાં કામ આવે; ચાવવાના દાંત ઝીણા હોય અને તે ખાવાના કામમાં આવે. શાસ્ત્ર તો “ભા'ના કાગળ છે, તેને ઊકેલતાં શીખવું જોઈએ. શાસ્ત્રમાં વ્યવહારનાં કથન ઘણાં હોય છે પરંતુ જેટલાં વ્યવહારનાં ને નિમિત્તનાં કથન છે તે પોતાના ગુણમાં કામ ન આવે પણ પરમાર્થને સમજાવવામાં કામ આવે. આત્મા પરમાર્થે પરથી જુદો છે તેની શ્રદ્ધા કરી, તેમાં લીન થાય તો આત્માને મીણો ચડે. જે પરમાર્થ છે તે વ્યવહારમાં–સમજાવવામાં કામ ન આવે પણ તેના વડે આત્માને શાંતિ થાય. આવો આ પ્રગટ નયવિભાગ છે. ૫૮. રાગ-દ્વેષ ને પુણ્ય-પાપથી પાર આત્માનુભૂતિસ્વરૂપ શુદ્ધ માર્ગને જ્ઞાનીઓ જ ઓળખે છે, અજ્ઞાનીઓ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #65 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત તો પુણ્યને જ ધર્મ માનીને રાગમાં જ અટકી જાય છે. પાપ તે અધર્મ ને પુણ્ય તે ધર્મ-એટલું જ લૌકિક જનો સમજે છે, પણ પુણ્ય ને પાપ એ બન્ને અધર્મ છે, ને ધર્મ તો તે બન્નેથી પાર એવા વીતરાગી ચૈતન્યભાવરૂપ છે. આ વાત માત્ર જૈનધર્મમાં જ છે ને વિરલા જ્ઞાનીજનો જ તે સમજે છે અને કહે છે. ४० જેમ લોઢાની કે સોનાની બેડી બાંધે જ છે તેમ, પુણ્યને ભલે સોનાની કહો તોપણ તે બેડી જીવને સંસારમાં બાંધે છે, મોક્ષ થવા દેતી નથી; તે પુણ્યની બેડી પણ તોડીને મોક્ષ થાય છે. અજ્ઞાનીને પુણ્યની વાત મીઠી લાગે છે, પણ રાગ વગરની ચૈતન્યની મીઠાશને તે જાણતો નથી. ચૈતન્યનો મીઠો વીતરાગી સ્વાદ ચાખનારને પુણ્યનો કષાય પણ કડવો લાગે છે. -એવા જ્ઞાનીઓ જ મોક્ષને સાધે છે. ૫૯. * જ્ઞાનીની દૃષ્ટિ અખંડ ધ્રુવસ્વભાવ ઉપર છે, અજ્ઞાનીની દષ્ટિ નિમિત્ત ઉપર છે. નિમિત્ત તરફ દષ્ટિ તે પરાશ્રયદષ્ટિ છે. ‘નિમિત્ત’ એવી વસ્તુ નથી–એમ નથી, નિમિત્ત વસ્તુ છે ખરી; જો નિમિત્ત કોઈ ચીજ ન હોય તો બંધ અને મોક્ષ એવી બે અવસ્થા હોઈ શકે નહિ. નિમિત્ત છે એમ જાણવું, બંધની અવસ્થા Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #66 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૪૧ થાય છે તેમ જાણવું, તે બધો વ્યવહારનય છે. વ્યવહારને જાણતાં અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે, વ્યવહારને જાણતાં કાંઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે એમ નથી. નિશ્ચયનયનો વિષય જે અખંડ જ્ઞાયકવસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિને પ્રાપ્ત કરે છે. ૬૦. પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એવી રીતે અરે! આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણાં છે એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. ૬૧. સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યોએવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #67 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત છે. સમકિતી આખા બ્રહ્માંડના ભાવોને પી ગયો હોય છે. - સમકિત એ કોઈ જુદી જ વસ્તુ છે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડાં છે. સમકિતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે. .. હીરાની કિંમત હજારો રૂપિયા હોય છે, તેના પાસા પડતાં ખરેલી રજની કિંમત પણ સેંકડો રૂપિયા હોય છે; તેમ સમકિત-હીરાની કિંમત તો અમૂલ્ય છે, તે મળ્યો તો તો કલ્યાણ થઈ જશે પણ તે ન મળ્યો તોપણ “સમકિત એ કાંઈક જુદી જ વસ્તુ છે” –એમ તેનું માહાભ્ય સમજાઈ તે મેળવવાની તાલાવેલીરૂપ રજો પણ ઘણો લાભ આપે છે. જાણપણું તે જ્ઞાન નથી. સમકિત સહિત જાણપણું તે જ જ્ઞાન છે. અગિયાર અંગ કંઠાગ્રે હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. આજકાલ તો સૌ પોતપોતાના ઘરનું સમક્તિ માની બેઠા છે. સમકિતીને તો મોક્ષના અનંત અતીન્દ્રિય સુખની વાનગી પ્રાપ્ત થઈ હોય છે. તે વાનગી મોક્ષના સુખના અનંતમા ભાગે હોવા છતાં અનંત છે. ૬૨. જૈનદર્શનમાં માત્ર બાહ્ય ક્રિયાનું જ પ્રતિપાદન નથી પણ તેમાં સૂક્ષ્મ તત્ત્વજ્ઞાન ભરપૂર ભરેલું છે. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #68 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૪૩ આ મોંઘા મનુષ્યભવમાં જ જીવે દેહ, વાણી અને મનથી પર એવા પરમ તત્વનું ભાન ન કર્યું, તેની રુચિ પણ ન કરી તો આ મનુષ્યભવ નિષ્ફળ છે. ૬૩. મુનિદશા થતાં સહેજે નિગ્રંથ દિગંબર દશા થઈ જાય છે. મુનિની દશા ત્રણે કાળે નગ્ન દિગંબર હોય છે. આ કોઈ પક્ષ કે વાડો નથી પણ અનાદિ સત્ય વસ્તુસ્થિતિ છે. શંકા - મુનિદશામાં વસ્ત્ર હોય તો વાંધો શો છે? વસ્ત્ર તો પરવસ્તુ છે, તે ક્યાં આત્માને નડે છે? સમાધાનઃ- વસ્ત્ર તો પરવસ્તુ છે અને તે આત્માને કાંઈ નડતાં નથી એ વાત પણ ખરી છે; પરંતુ વસ્ત્ર ગ્રહણ કરવાની જે બુદ્ધિ છે તે રાગમય બુદ્ધિ જ મુનિદશાને રોકનાર છે. મુનિઓને અંતરની રમણતા કરતાં કરતાં એટલી ઉદાસીન દશા સહેજે થઈ ગઈ હોય છે કે વસ્ત્રના ગ્રહણનો વિકલ્પ જ ઊઠતો નથી. ૬૪. પરના નિમિત્તે ને પોતાની યોગ્યતાના કારણે જીવ પર્યાયમાં ભૂલ કરે તો જે રાગ-દ્વેષરૂપ ધુમાડો ઊઠે છે તે અશુદ્ધ ઉપાદાનથી થયેલી જીવની-જીવના વીતરાગસ્વભાવ નામના ચારિત્રગુણની–અરૂપી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #69 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત વિકારરૂપ ઊંધી અવસ્થા છે. આ ક્ષણિક વિકારી અવસ્થાનો ચૈતન્યસ્વભાવમાં પ્રવેશ નથી. જો કર્મ વગેરે પરનિમિત્ત વિના જ વિકાર થાય તો તે સ્વભાવ થઈ જાય, અને સ્વભાવ તો કદી ટળે નહિ. પરંતુ આ ભૂલ તો ક્ષણિક અવસ્થા પૂરતી છે અને તે ત્રિકાળી પરિપૂર્ણ સ્વભાવના ભાન વડે ટળે છે. જે ટળે તે સ્વભાવના ઘરનું કેમ કહેવાય ? જે ત્રિકાળ સાથે રહે તે જ પોતાનું ગણાય. ૬૫. ૪૪ * સ્ત્રી-પુત્ર-પરિવાર એ કાંઈ સંસાર નથી. સંસાર તો પોતાની પર્યાયમાં જે મોહ-રાગ-દ્વેષરૂપ વિભાવ ભાવ છે તે જ છે. જો સ્ત્રી-પુત્ર વગેરે સંસાર હોય તો મૃત્યુ થતાં આ દેહ, સ્ત્રી, પુત્ર વગેરે બધું અહીં પડયું રહેશે, તો શું તારો સંસાર મટી જશે અને મોક્ષ થઈ જશે ? ભાઈ! સ્ત્રી-પુત્રાદિ તો સંસાર છે જ નહિ. પોતાના જ્ઞાનસ્વરૂપનો મહિમા ચૂકીને જે પરના કર્તૃત્વનો ભાવ તથા મિથ્યાત્વ સહિત અથવા અસ્થિરતા સહિત રાગદ્વેષરૂપ ભાવ તે જ સંસાર છે. ૬૬. * સફેદ લૂગડું પરના નિમિત્તે મેલું દેખાય છે, પણ તેને વર્તમાનમાં સ્વભાવે સ્વચ્છ જોઈ શકાય છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #70 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત દષ્ટાન્તમાં તો જોનાર બીજો છે પણ આત્મામાં તો પોતે જ જોનાર છે. આત્મામાં જે વર્તમાન મલિન અવસ્થા છે તે તેનો મૂળ સ્વભાવ નથી; તેથી વર્તમાનમાં લિન અવસ્થાવાળો જીવ પણ પોતાનો નિર્મળ સ્વભાવ જોઈ શકે છે, તેની પ્રતીતિ કરી શકે છે. ૬૭. * અનંત જ્ઞાનીઓનો એક જ આશય હોય છે. સર્વજ્ઞ વીતરાગ ભગવંતોએ કહેલો જે આત્માને પહોંચી વળવાનો માર્ગ-મોક્ષમાર્ગ તે ત્રણે કાળે એક જ છે. જેને તે પામવાની રુચિ છે, સદ્દગુરુના સમાગમની ઝંખના છે, તેને તે મળ્યા વિના રહે નહિ. કદાપિ સદ્દગુરુનો યોગ ન બન્યો તો અંતરથી, પૂર્વના સંસ્કારથી જાતે આત્મજ્ઞાન થાય, અથવા તો પ્રત્યક્ષ ગુરુનો યોગ મળે અને અંતરમાં એ જ પૂર્ણ ૫૨માર્થની ખટક હોય તેને આવો માર્ગ મળે જ. ૬૮. * ૪૫ જે સહજ આત્મસ્વરૂપમાં ગુસ થઈને રહે છે, સ્વસન્મુખ થઈને સ્વરૂપમાં ઠરે છે તે બદ્ધ-અબદ્ધના પક્ષના રાગમાં ઊભો રહેતો નથી; રાગનાં જાળાં છોડીને જેનું ચિત્ત શાંત થયુ છે તે નિજ આત્માના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #71 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આનંદામૃત-સ્વભાવનો સ્વાદ લે છે, આકુળતાનો અભાવ થઈને નિરાકુળ નિજ શાંતરસનો સ્વાદ લે છે, નયપક્ષના ત્યાગની ભાવનાને નચાવીને આત્માના અમૃતને પીએ છે. ૬૯. તળાવની ઉપલી સપાટી બહારથી સરખી લાગે, પણ અંદર ઊતરીને તેના ઊંડાણનું માપ કરતાં કાંઠે ને મધ્યમાં ઊંડાઈનું કેટલું અંતર છે તે જણાય; તેમ જ્ઞાની અને અજ્ઞાનીના વચનો ઉપરટપકે જોતાં સરખાં લાગે, પણ અંતરનું ઊંડું રહસ્ય જોતાં તેમના આશયમાં કેટલો આંતરો છે તે સમજાય. ૭૦. પરિણામ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી, કારણ કે પરિણામ અને પરિણામી અભિન્ન વસ્તુ છે જુદી જુદી બે નથી. અવસ્થા જેમાંથી થાય તેનાથી તે જુદી વસ્તુ હોય નહિ. સોનું અને સોનાના દાગીનો તે બે જુદાં હોય? ન જ હોય. સોનામાંથી વીંટીની અવસ્થા થઈ, પણ વીંટીરૂપ અવસ્થા કયાંય રહી ગઈ અને સોનું બીજે કય ય રહી ગયું તેમ બને ? ન જ બને. કોઈ કહે–વીંટી તો સોનીએ કરી છે, પરંતુ સોનીએ વીંટી કરી નથી પણ વીંટી કરવાની ઇચ્છા સોનીએ કરી છે. ઇચ્છાનો કર્તા સોની છે પણ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #72 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ४७ વીંટીનો કર્તા સોની નથી, સોની તો માત્ર નિમિત્ત છે, સોનીએ વીંટી કરી નથી. વીંટીનો કર્તા સોનું છે, સોનામાંથી જ વીંટી થઈ છે; તે રીતે જે કોઈ અવસ્થા ચૈતન્યની હોય તે ચૈતન્યદ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કર્તા ચૈતન્ય છે અને જે કોઈ અવસ્થા જડની હોય તે જડ દ્રવ્યથી અભિન્ન હોવાથી તેનો કર્તા જડ છે. માટે એમ સિદ્ધ થયું કે જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી એટલે કે દ્રવ્યથી ભિન્ન નથી. વસ્તુ વગરની અવસ્થા ન હોય ને અવસ્થા વગરની વસ્તુ હોઈ શકે નહિ. ૭૧. જે ક્ષણે વિકારી ભાવને કર્યો તે જ ક્ષણે જીવ તેનો ભોક્તા છે, કર્મ પછી ઉદયમાં આવશે અને પછી ભોગવાશે એમ કહેવું તે વ્યવહાર છે. અજ્ઞાની પરદ્રવ્યને કરી–ભોગવી શકતો નથી પણ માને છે કે “હું પરદ્રવ્યને કરું-ભોગવું છું'. જ્ઞાની પરદ્રવ્યની જે અવસ્થા થાય તેનો જાણનાર રહે છે, તેથી તેનો જ્ઞાનપર્યાય વધતો જાય છે. જ્ઞાની જ્ઞાનનો કર્તા થાય છે, પરંતુ પારદ્રવ્યની અવસ્થાનો કર્તા થતો નથી. અજ્ઞાની પરદ્રવ્યની અવસ્થા કરી શકતો નથી પણ કર્તાપણું માની લે છે. અજ્ઞાની પોતાના શુભાશુભ ભાવને કરે છે પણ જડકર્મનો કર્તા કદી પણ નથી, Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #73 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ ગુરુદેવશ્રીનાં વચનામૃત એટલે કે અજ્ઞાની ભાવકર્મનો કર્તા છે પણ પુદ્ગલદ્રવ્યસ્વરૂપ દ્રવ્યકર્મ અને નોકર્મનો કર્તા તો કદી પણ નથી. ૭ર. K જે ઘરે ન જવું હોય તેને પણ જાણવું જોઈએ. એ ઘર પોતાનું નથી પણ બીજાનું છે તેમ જાણવું જોઈએ. તેમ પર્યાયનો આશ્રય કરવાનો નથી તેથી તેનું જ્ઞાન પણ નહિ કરે તો એકાન્ત થઈ જશે, પ્રમાણજ્ઞાન નહિ થાય. પર્યાયનો આશ્રય છોડવાયોગ્ય હોવા છતાં તેનું જેમ છે તેમ જ્ઞાન તો કરવું પડશે, તો જ નિશ્ચયનયનું જ્ઞાન સાચું થશે. ૭૩. હે ભવ્ય! તું ભાવશ્રુતજ્ઞાનરૂપી અમૃતનું પાન કર. સમ્યક્ શ્રુતજ્ઞાન વડે આત્માનો અનુભવ કરીને નિર્વિકલ્પ આનંદરસને પી, જેથી તારી અનાદિ મોહતૃષાનો દાહ મટી જાય. ચૈતન્યરસના પ્યાલા તે કદી પીધા નથી, અજ્ઞાનથી તેં મોહ-રાગ-દ્વેષ-રૂપ ઝેરના પ્યાલા પીધા છે. ભાઈ ! હવે તો વીતરાગનાં વચનામૃત પામીને તારા આત્માના ચૈતન્યરસનું પાન કર; જેથી તારી આકુળતા મટીને સિદ્ધપદની પ્રાપ્તિ થાય. આત્માને ભૂલીને બાહ્ય ભાવોનો અનુભવ તે તો ઝેરના પાન જેવો છે; ભલે શુભરાગ હો, તેના સ્વાદમાં Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #74 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ४८ ગુરુદેવશ્રીનાં વચનામૃત પણ કાંઈ અમૃત નથી પણ ઝેર છે. માટે તેનાથી પણ ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને શ્રદ્ધામાં લઈને તેના સ્વાનુભવરૂપી અમૃતનું પાન કર. અહા! શ્રીગુરુ વત્સલતાથી ચૈતન્યના પ્રેમરસનો પ્યાલો પિવડાવે છે. વીતરાગની વાણી આત્માનો પરમશાંતરસ દેખાડનારી છે. આવા વીતરાગી શાંત ચૈતન્યરસનો અનુભવ તે ભાવશુદ્ધિ છે. તેના વડે જ ત્રણ લોકમાં સૌથી ઉત્તમ પરમઆનંદસ્વરૂપ સિદ્ધપદ પમાય છે. ૭૪. અહો ધન્ય એ મુનિદશા! મુનિરાજ કહે છે કે અમે તો ચિદાનંદસ્વભાવમાં ઝૂલનારા છીએ; અમે આ સંસારનો ભોગ ખાતર અવતર્યા નથી. અમે આ સંસારના ભોગ ખાતર અવતર્યા નથી. અમે હવે અમારા આત્મસ્વભાવમાં વળીએ છીએ. હવે અમારે સ્વરૂપમાં ઠરવાનાં ટાણાં આવ્યાં છે. અંતરના આનંદ-કંદસ્વભાવની શ્રદ્ધા સહિત તેમાં રમણતા કરવા લાગ્યા તે ભાવમાં હવે ભંગ પડવાનો નથી. અનંતા તીર્થકરો જે પંથે વિચર્યા તે જ પંથના અમે ચાલનારા છીએ. ૭૫. જ્ઞાનીનું આંતરિક જીવન સમજવા અંતરની પાત્રતા જોઈએ. પૂર્વ પ્રારબ્ધના યોગે બાહ્ય સંયોગમાં ઊભા હોવા છતાં ધર્માત્માની પરિણતિ અંદર કંઈક Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #75 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત જાદું જ કામ કરતી હોય છે. સંયોગદષ્ટિથી જુએ તેને સ્વભાવ ન સમજાય. ધર્મીની દષ્ટિ સંયોગ ઉપર નહિ પણ આત્માનો સ્વપર-પ્રકાશક સ્વભાવ શું છે તેના ઉપર હોય છે. એવી દષ્ટિવાળા ધર્માત્માનું આંતરિક જીવન અંતરની દષ્ટિથી સમજાય એવું છે, બાહ્ય સંયોગ ઉપરથી તેનું માપ થતું નથી. ૭૬. જ્ઞાયકસ્વભાવ લક્ષમાં આવે ત્યારે ક્રમબદ્ધ પર્યાય યથાર્થ સમજમાં આવી શકે છે. જે જીવ પાત્ર થઈને પોતાના આત્મહિત માટે સમજવા માગે છે તેને આ વાત યથાર્થ સમજમાં આવી રહે છે. જેને જ્ઞાયકની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની શ્રદ્ધા નથી, સર્વજ્ઞની પ્રતીત નથી, અંદરમાં વૈરાગ્ય નથી અને કષાયની મંદતા પણ નથી એવો જીવ તો જ્ઞાયકસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ છોડીને ક્રમબદ્ધના નામે સ્વછંદતાનું પોષણ કરે છે. જે જીવ ક્રમબદ્ધ પર્યાયને યથાર્થરૂપે સમજે છે તેને સ્વછંદતા થઈ શકે જ નહિ. ક્રમબદ્ધને યથાર્થ સમજે તે જીવ તો જ્ઞાયક થઈ જાય છે, તેને કર્તુત્વના ઉછાળા શમી જાય છે ને પરદ્રવ્યનો અને રાગનો અકર્તા થઈ જ્ઞાયકમાં એકાગ્ર થતો જાય છે. ૭૭. મરણનો સમય આવશે તે કાંઈ પૂછીને નહિ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #76 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૫૧ આવે કે લો હવે તમારે મરવાનો કાળ આવ્યો છે. અરે ! સ્વપ્ના જેવો સંસાર છે; કોનું કુટુંબ ને કોનાં મકાનમિલ્કત! આ દેહ પણ એકદમ ફૂ થઈને ક્ષણમાં છૂટી જશે. કુટુંબ, કીર્તિ ને મકાન બધું અહીં પડયું રહેશે. અંદરથી જ્ઞાયક ભગવાનને છૂટો પાડયો હશે તો મરણ સમયે તે છૂટો રહેશે. જો દેહથી ભિન્નતા નહિ કરી હોય તો મરણસમયે ભીંસમાં ભિંસાઈ જશે. માટે ટાણાં છે ત્યાં દેથી ભિન્નતા કરી લેવા જેવી છે. ૭૮. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક-એ ચારેય ગતિ સદાય છે, જીવોના પરિણામનું ફળ છે, કલ્પિત નથી. જેને, પોતાની સગવડતા સાધવામાં વચ્ચે અગવડતા કરનારા કેટલા જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી તેને તે અતિશય દૂર પરિણામોના ફળરૂપે જ્યાં બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે નરક છે. લાખો ખૂન કરનારને લાખ વાર ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી. તેને તેના કૂર ભાવોનું જ્યાં પૂરું ફળ મળે છે તે અનંત દુ:ખ ભોગવવાના ક્ષેત્રને નરક કહેવાય છે. તે નરકગતિનાં સ્થાન મધ્યલોકની નીચે છે અને શાશ્વત છે. તેની સાબિતી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #77 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર ગુરુદેવશ્રીનાં વચનામૃત યુક્તિ અને ન્યાયથી બરાબર કરી શકાય છે. ૭૯. જો ચૈતન્યસામર્થ્યનો વિશ્વાસ કરે તો તેના આશ્રયે રત્નત્રયધર્મની અનેક શાખા-ઉપશાખા પ્રગટીને મોક્ષફળ સહિત મોટું વૃક્ષ ઊગે. ભવિષ્યમાં થનાર મોક્ષવૃક્ષની તાકાત અત્યારે જ તારા ચૈતન્યબીજમાં વિદ્યમાન પડી છે. સૂક્ષ્મ દષ્ટિથી એને વિચારમાં લઈને અનુભવ કરતાં તારું અપૂર્વ કલ્યાણ થશે. ૮૦. જ્ઞાની ધર્માત્માને ભગવાનની પૂજા-ભક્તિ વગેરેના ભાવ આવે પણ તેની દષ્ટિ રાગ રહિત જ્ઞાયક આત્મા ઉપર પડી છે. તેને આત્માનું ભાન છે; તે ભાનમાં તેને સતત ધર્મ વર્તી રહ્યો છે. સાચું સમજે તેને વીતરાગ દેવશાસ્ત્ર-ગુરુ ઉપર ભક્તિનો પ્રશસ્ત રાગ આવ્યા વિના રહેશે નહિ. મુનિરાજને પણ એવા ભક્તિના ભાવ આવે છે, જિનેન્દ્રપ્રભુના નામસ્મરણથી પણ ચિત્ત ભક્તિભાવથી ઊછળી જાય છે. અંતરમાં વીતરાગી આત્માનું લક્ષ થાય અને બહારના આકરા રાગ ન ટળે એ કેમ બને ? ભગવાનની ભક્તિના ભાવનો નિષેધ કરી જે ખાવાપીવા વગેરેના ભૂંડા રાગમાં જોડાય તે તો મરીને દુર્ગતિમાં જશે. મારું Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૫૩ સ્વરૂપ જ્ઞાન છે, રાગ મારું સ્વરૂપ નથી–એમ જે સત્યને જાણે છે તેને લક્ષ્મી વગેરે પરપદાર્થની મમતા ઉપર સહેજે કાપ મુકાઈ જાય છે, ને ભગવાનની ભક્તિ, પ્રભાવના વગેરેના ભાવ ઊછળે છે. છતાં ત્યાં તે જાણે છે કે આ રાગ છે, આ કાંઈ ધર્મ નથી. અંતરમાં શુદ્ધ ચિદાનંદસ્વરૂપને જાણીને તે પ્રગટ કર્યા વિના જન્મ-મરણ ટળશે નહિ. ૮૧. ધર્મ પણ જ્ઞાનીને થાય છે અને ઊંચાં પુણ્ય પણ જ્ઞાનીને જ બંધાય છે. અજ્ઞાનીને આત્માના સ્વભાવની ખબર નથી, તેથી તેને ધર્મ પણ નથી ને ઊંચાં પુણ્ય પણ નથી. તીર્થકરપદ, ચક્રવર્તીપદ, બળદેવપદ તે બધાં પદ સમ્યગ્દષ્ટિ જીવોને જ બંધાય છે; કારણ કે જ્ઞાનીને એમ ભાન છે કે એક મારો નિર્મળ આત્મસ્વભાવ જ આદરણીય છે, તે સિવાય રાગનો એક અંશ કે પુદ્ગલનો એક રજકણ પણ આદરણીય નથી. –આવી પ્રતીતિ થતાં હજુ સંપૂર્ણ વીતરાગ થયો નથી તેથી રાગનો ભાગ આવે છે. તેમાં ઊંચી જાતનો પ્રશસ્ત રાગ આવતાં તીર્થકર, ચક્રવર્તી વગેરે ઊંચી પદવીઓ બંધાય છે. ૮૨. અંતરના ઊંડાણમાંથી રુચિ ને લગની લાગવી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #79 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત જોઈએ. જો આત્માના લક્ષે છ માસ યથાર્થ ધૂન લાગે તો આત્માનો અનુભવ થયા વિના રહે જ નહિ. ૮૩. શરીર શરીરનું કામ કરે છે ને આત્મા આત્માનું. બન્ને ભિન્ન-ભિન્ન સ્વતંત્ર છે. શરીરનું પરિણમન જે વખતે જે રીતે થવાનું હોય તે તેના પોતાથી જ થાય છે, એમાં માણસના હાથની વાત કયાં છે? આત્મામાં પણ રાગ ને જ્ઞાનના પરિણામ થાય છે તે, આત્મા પોતે કરે છે. જ્યાં પોતપોતાનું કાર્ય કરવામાં બન્ને પદાર્થ સ્વતંત્ર છે, ત્યાં બહારનાં કામ કેટલાં સરેડે ચડાવ્યાં, આટલાં કર્યા ને આટલાં છે-એ વાતને સ્થાન જ ક્યાં છે? ૮૪. હિંસા, જૂઠું, ચોરી આદિ તો પાપભાવ છે, પણ દયા-દાન-પૂજા-ભક્તિ વગેરેનો શુભ રાગ પણ પરમાર્થે પાપ છે; કેમ કે સ્વરૂપમાંથી પતિત કરે છે. અરે ! પાપને તો પાપ સહુ કહે છે પણ અનુભવી જ્ઞાની જીવ તો પુણ્યને પણ પાપ કહે છે. શ્રી યોગીન્દુદેવે કહ્યું છે કે जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ। जो पुण्णु वि पाउ वि भणइ सो बुह को वि हवेइ।। Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૫૫. બહુ ઝીણી વાત છે, અંતરથી સમજે તો સમજાય તેવી છે. ૮૫. જ્ઞાનદર્શનસ્વભાવમાત્ર અભેદ નિજ તત્ત્વની દષ્ટિ કરતાં તેમાં નવતત્ત્વરૂપ પરિણમન તો છે નહિ. ચેતના સ્વભાવમાત્ર જ્ઞાયકવસ્તુમાં ગુણભેદ પણ નથી. તેથી ગુણભેદ કે પર્યાયભેદને અભૂતાર્થ-જૂઠા કહી દીધા. પર્યાય પર્યાય તરીકે સત્ય છે, પણ લક્ષ-આશ્રય કરવા માટે જાઠી છે. દયા-દાન વગેરે ભાવ તો રાગ છે, તે લક્ષ કરવા લાયક નથી, પણ સંવર-નિર્જરારૂપ વીતરાગ નિર્મળ પર્યાય પણ લક્ષ-આશ્રય કરવા લાયક નથી; આશ્રય કરવા લાયક-આલંબન લેવા લાયક તો એકમાત્ર ત્રિકાળશુદ્ધ જ્ઞાયક ભાવ છે. ૮૬. લોકો કુળદેવને હાજરાહજૂર રક્ષણ કરનાર માને છે, પણ તું અંદર માલવાળો છો કે નહિ? ત્રિકાળી સ્વાધીન સ્વભાવના લક્ષે અંદર તો જો! ત્રિકાળ સ્વતંત્રપણે ટકનાર ભગવાન શાયક આત્મા કે જે જ્ઞાતાસ્વરૂપે સળંગ જાગ્રત છે તે જ હાજરાહજૂર દેવ છે. તેની જ શ્રદ્ધા કર, પરનો આશ્રય છોડ, પરથી જુદાપણું બતાવનાર નિર્મળ જ્ઞાનનો વિવેક કર, સ્વભાવના જોરે એકાગ્રતા કર; શ્રદ્ધા, જ્ઞાન Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #81 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત અને સ્થિરતાને એકરૂપ સ્વભાવમાં જોડ. એ જ મોક્ષમાર્ગ છે. ૮૭. ભાઈ ! તું પંચમ કાળે ભરતક્ષેત્રે ને ગરીબ ઘરે જમ્યો છો તેથી “અમારે આજીવિકા આદિનું શું કરવું? એમ ન જો! તું અત્યારે અને જ્યારે જો ત્યારે સિદ્ધ સમાન જ છો, જે ક્ષેત્રે ને જે કાળે જ્યારે જો ત્યારે તું સિદ્ધ સમાન જ છો. મુનિરાજને ખબર નહિ હોય કે બધા જીવો સંસારી છે? ભાઈ ! સંસારી અને સિદ્ધ એ તો પર્યાયની અપેક્ષાથી છે. સ્વભાવે તો એ સંસારી જીવો પણ સિદ્ધ સમાન શુદ્ધ જ છે. ૮૮. હું જ્ઞાયક છું... જ્ઞાયક છું. જ્ઞાયક છું-એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. અહાહા ! પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અનંતો પુરુષાર્થ માગે છે. જ્ઞાયકતળમાં પર્યાય પહોંચી, અહાહા ! એની શી વાત! એવો પૂર્ણાનંદનાથ પ્રભુ એની પ્રતીતિમાં, એના વિશ્વાસમાંભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ. ૮૯. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #82 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત પ૭ શરીરની એક એક તસુમાં ૯૬-૯૬ રોગ છે, એ શરીર ક્ષણમાં દગો દેશે, ક્ષણમાં છૂટી જશે. કાંઈક સગવડતા હોય ત્યાં ઘુસી જાય છે, પણ ભાઈ ! તારે કય Iક જવું છે ત્યાં કોનો મહેમાન થઈશ? કોણ તારું ઓળખીતું હશે? એનો વિચાર કરીને તારું તો કાંઈક કરી લે! શરીર સારું હોય ત્યાં સુધી આંખ ઊઘડે નહિ ને ક્ષણમાં દેહ છૂટતાં અજાણ્યા સ્થાને હાલ્યો જઈશ! નાની નાની ઉંમરના પણ ચાલ્યા જાય છે, માટે તારું કાંઈક કરી લે! શાસ્ત્રમાં કહ્યું છે કે વૃદ્ધાવસ્થા જ્યાં સુધી ન આવે, શરીરમાં વ્યાધિ જ્યાં સુધી ન આવે અને ઇન્દ્રિયો જ્યાં સુધી ઢીલી ન પડે ત્યાં સુધીમાં આત્મહિત કરી લેજે. ૯૦. ધર્મ એટલે શું? ધર્મી જીવ કોને કહેવો? લોકો કહે છે કે અમારે ધર્મ કરવો છે. તો ધર્મ કયાંથી થાય? ધર્મ શરીર, વાણી, પૈસા વગેરેથી થાય નહિ; કેમ કે તે તો બધાં આત્માથી ભિન્ન અચેતન પરદ્રવ્યો છે, તેમાં આત્માનો ધર્મ રહેલો નથી. વળી મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય વગેરે પાપભાવ કે દયા, દાન, પૂજા, ભક્તિ વગેરે પુણ્યભાવથી પણ ધર્મ થતો નથી; કેમ કે તે બન્ને વિકારી ભાવ છે. આત્માની નિર્વિકારી શુદ્ધ દશા તે જ ધર્મ છે. તેનો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #83 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત કરનાર આત્મા પોતે જ છે. તે ધર્મ વીતરાગ દેવ-શાસ્ત્રગુરુ કે જિનપ્રતિમા વગેરે કયાંય બહારથી આવતો નથી પણ નિજ શુદ્ધ જ્ઞાયક આત્માના જ આશ્રયે પ્રગટે છે. આત્મા જ્ઞાન ને આનંદ આદિ નિર્મળ ગુણોની શાશ્વત ખાણ છે; સત્સમાગમે શ્રવણ-મનન દ્વારા તેની યથાર્થ ઓળખાણ કરતાં આત્મામાંથી જે અતીન્દ્રિય આનંદયુક્ત નિર્મળ અંશ પ્રગટે તે ધર્મ છે. અનાદિ-અનંત એકરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા તે અંશી છે, ધર્મી છે અને તેના આશ્રયે જે નિર્મળતા પ્રગટે છે તે અંશ છે, ધર્મ છે. સાધક જીવને આશ્રય અંશીનો હોય છે, અંશનો નહિ, અને વેદન અંશનું હોય છે પણ તેનું આલંબન હોતું નથી-તેના ઉ૫૨ વજન હોતું નથી. આલંબન તો સદાય શુદ્ધ અખંડ એક પરમ-પારિણામિકભાવસ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ હોય છે. તેના જ આધારે ધર્મ કહો કે શાંતિ કહો-બધું થાય છે. ૯૧. ૫૮ જેને ભવનો થાક લાગ્યો હોય, જેને આત્મા કેવો છે તે સમજવાની સાચી જિજ્ઞાસા અંતરમાં જાગી હોય, તેને સાચા ગુરુ મળે જ. ૯૨. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #84 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત પ૯ જે જમીનમાં ક્ષાર હોય તેમાં અનાજ વાવે તો ઊગે નહિ. અનાજ ઉગાડવા માટે જેમ ઉત્તમ ભૂમિ જોઈએ, તેમ નિર્મળ તત્ત્વનો સ્પષ્ટ ઉપદેશ જીરવવા માટે ઉત્તમ પાત્રતા જોઈએ. ૯૩. પ્રત્યેક જીવ પોતાના ભાવને કરે-ભોગવે છે, પરવસ્તુને કરતો-ભોગવતો નથી. મોઢામાં લાડવાનું બટકું પડે, તે વખતે તે જડ-લાડવાને ભોગવતો નથી પણ તેના લક્ષે થનારા રાગને ભોગવે છે. શરીરમાં તીવ્ર રોગ થયો હોય તે વખતે જીવ જડ-રોગને ભોગવતો નથી પણ તેના લક્ષે થનારા વૈષને ભોગવે છે. શુદ્ધાત્માના અનુભવમાં ધર્મી જીવ મુખ્યપણે રાગદ્વેષના કર્તા કે ભોક્તા નથી, પણ સ્વભાવદષ્ટિમાં નિર્મળ પર્યાયને કરે છે ને તેના આનંદને ભોગવે છે. ૯૪. કોઈ આકરી પ્રતિકૂળતા આવી પડે, કોઈ આકરા કઠોર મર્મચ્છેદક વચન કહે, તો શીધ્ર દેહમાં સ્થિત પરમાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીને દેહનું લક્ષ છોડી દેવું, સમતાભાવ કરવો. ૯૫. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #85 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬O ગુરુદેવશ્રીનાં વચનામૃત પ્રશ્ન:- દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગૌણ કરાવવામાં આવે છે? ઉત્તર:- દ્રવ્યમાં અર્થાત્ તેના ધ્રૌવ્યાંશમાં પર્યાય નથી, પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણમતો અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે. પર્યાય સર્વથા નથી જએમ નથી. પર્યાય છે, પણ તેની ઉપેક્ષા કરીને, ગૌણ કરીને, “નથી” એમ કહીને, તેનું લક્ષ છોડાવી, દ્રવ્યનું ધ્રુવ સ્વભાવનું-લક્ષ ને દષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તેથી દ્રવ્યને ધ્રુવ સ્વભાવને મુખ્ય કરી, ભૂતાર્થ કહી, તેની દષ્ટિ કરાવી છે; ને પર્યાયની ઉપેક્ષા કરી, ગૌણ કરી, “પર્યાય નથી, અસત્યાર્થ છે” એમ કહીં, તેનું લક્ષ છોડાવ્યું છે. જો પર્યાય સર્વથા જ ન હોય તો ગૌણ કરવાનું પણ કયાં રહે છે? દ્રવ્ય (ધ્રૌવ્ય) અને પર્યાય બે થઈને આખું દ્રવ્ય (વસ્તુ ) તે પ્રમાણજ્ઞાનનો વિષય છે. ૯૬. ભાઈ ! એક વાર હરખ તો લાવ કે અહો! મારો આત્મા આવો પરમાત્મસ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે; મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. અરેરે ! હું હીણો થઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે?' એમ ડર નહિ, મૂંઝા નહિ, હતાશ થા નહિ. એક વાર સ્વભાવનો ઉત્સાહ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #86 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૬૧ લાવ. સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાતને ઉછાળ. ૯૭. દેહુ તો તને છોડશે જ પણ તું દેહને (દષ્ટિમાં) છોડ એની બલિહારી છે. આ તો શૂરવીરના ખેલ છે. ૯૮. અહાહા! આખી દુનિયા ભુલાઈ જાય એવું તારું પરમાત્મતત્ત્વ છે. અરેરે! ત્રણ લોકનો નાથ થઈને રાગમાં રોળાઈ ગયો! રાગમાં તો દુઃખની જ્વાળા સળગે છે, ત્યાંથી દષ્ટિને છોડી દે! અને જ્યાં સુખનો સાગર ભર્યો છે ત્યાં તારી દષ્ટિને જોડી દે! રાગને તું ભૂલી જા ! તારા પરમાત્મતત્ત્વને પર્યાય સ્વીકારે છે, પણ એ પર્યાયરૂપ હું છું એ પણ ભૂલી જા! અવિનાશી ભગવાન પાસે ક્ષણિક પર્યાયનાં મૂલ્ય શાં? પર્યાયને ભૂલવાની વાત છે ત્યાં રાગ ને દેહની વાત કયાં રહી? અહાહા ! એક વાર તો મડદાં ઊભાં થઈ જાય એવી વાત છે, એટલે કે સાંભળતાં જ ઊછળીને અંતરમાં જાય એવી વાત છે. ૯૯. ખરેખર તો એક પોતે જ છે ને બીજી વસ્તુ છે જ નહિ. હું જ એક છું, મારે હિસાબે બીજી વસ્તુ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #87 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત છે જ નહિ. કેવળી હો, સિદ્ધ હો. તે તેમના હિસાબે ભલે હો, પણ મારા હિસાબે તે નથી. સ્વભાવની અપેક્ષાએ રાગ પણ પોતાનો નથી. દેહ-ધન-સ્ત્રી-પુત્ર આદિ તો મારાં છે જ નહિ પણ રાગ પણ મારો નથી. જ્ઞાનસ્વરૂપ એકલો હું જ છું-એમ જોર આવવું જોઈએ. પ્રશ્ન:- હું જાણનાર જ છું એવું જોર આવતું નથી તે કેમ આવે? ઉત્તરઃ- જોર પોતે કરતો નથી તેથી આવતું નથી. બહારના સંસારના પ્રસંગોમાં કેટલી હોંશ ને ઉત્સાહ આવે છે? એમ અંદરમાં પોતાના સ્વભાવની હોંશ ને ઉત્સાહ આવવો જોઈએ. ૧OO. જે જીવ ધર્મ કરવા માગે છે તેને ધર્મ કરીને પોતામાં ટકાવી રાખવો છે, પોતે જ્યાં રહે ત્યાં ધર્મ સાથે જ રહે એવો ધર્મ કરવો છે. ધર્મ જો બહારના પદાર્થોથી થતો હોય તો તો તે બાહ્ય પદાર્થ ખસી જતાં ધર્મ પણ ખસી જાય. માટે ધર્મ એવો ન હોય. ધર્મ તો અંતરમાં આત્માના જ આશ્રયે થાય છે, આત્મા સિવાય બહારના કોઈ પદાર્થના આશ્રયે આત્માનો ધર્મ થતો નથી. લોકો ભગવાનનાં દર્શન કરવા જાય ત્યાં એમ માની લે છે કે “અમે ધર્મ કરી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #88 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આવ્યા; કેમ જાણે ભગવાન પાસે એનો ધર્મ હોય! અરે ભાઈ ! જો બહારમાં ભગવાનનાં દર્શનથી જ તારો ધર્મ હોય તો તે ભગવાનનાં દર્શન કરે એટલો વખત ધર્મ રહે ને ત્યાંથી ખસી જતાં તારો ધર્મ પણ ખસી જાય, એટલે કે મંદિર સિવાય ઘરમાં તો કોઈને ધર્મ થાય જ નહિ! જેવા ભગવાન વીતરાગ છે તેવો જ સ્વભાવે હું ભગવાન છું-એમ ભાન કરીને અંતરમાં ચૈતન્યમૂર્તિ નિજ ભગવાનનું સમ્યગ્દર્શન કરે તો તે પોતાના ભગવાનનાં દર્શનથી ધર્મ થાય છે, ને એ ભગવાન તો પોતે જ્યાં જ્યાં જાય ત્યાં સાથે જ છે એટલે તે ધર્મ પણ સદાય રહ્યા જ કરે છે. જો એક વાર પણ એવાં ભગવાનનાં દર્શન કરે તો જન્મ-મરણ ટળી જાય. ૧0૧. સમ્યગ્દર્શન કોઈના કહેવાથી કે આપવાથી મળતું નથી. આત્મા પોતે અનંત ગુણોનો પિંડ-સર્વજ્ઞ ભગવાને જેવો કહ્યો તેવો-છે તેને સર્વજ્ઞના ન્યાય અનુસાર સત્સમાગમ વડે બરાબર ઓળખે અને અંદર અખંડ ધ્રુવ જ્ઞાયકસ્વભાવનો અભેદ નિશ્ચય કરે તેજ સમ્યગ્દર્શનઆત્મસાક્ષાત્કાર છે. તેમાં કોઈ પરવસ્તુની જરૂર પડતી નથી. આટલાં પુણ્ય કરું, શુભરાગ કરે, તેનાથી ધીમે ધીમે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #89 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત સમ્યગ્દર્શન થશે-એ વાત ખોટી છે. કોઈ બાહ્ય ક્રિયા કરે, જાપ કરે, હઠયોગ કરે, તો તેનાથી તેને કદી પણ સહજ ચૈતન્યમય શુદ્ધાત્મસ્વભાવ પ્રગટે નહિ, ધર્મ થાય નહિ; ધર્મ તો આત્માનો સહજ સુખદાયક સ્વભાવ છે. ૧૦૨. ૬૪ * અહો ! અડોલ દિગંબરવૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા અને ચિદાનંદસ્વરૂપ આત્મામાં ડોલનારા મુનિવરો કે જેઓ છઠ્ઠ-સાતમે ગુણસ્થાને આત્માના અમૃતકુંડમાં મગ્ન થયા થકા ઝૂલે છે, તેમનો અવતાર સફળ છે. એવા સંત મુનિવરો પણ વૈરાગ્યની બાર ભાવના ભાવીને વસ્તુસ્વરૂપ ચિંતવે છે. અહા! તીર્થંકરો પણ દીક્ષા પહેલાં જેમનું ચિંતવન કરે છે એવી વૈરાગ્યરસથી રસબસતી આ બાર ભાવનાઓ ભાવતાં કય । ભવ્યને આનંદ ન થાય ? અને કયા ભવ્યને મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે ? ૧૦૩. * શ્રી અરિહંતદેવ અને તેમનાં શાસ્ત્ર એમ કહે છે કે-પ્રભુ! તું જ્ઞાનમાત્ર છો, ત્યાં પ્રીતિ કર ને અમારા પ્રત્યે પણ પ્રીતિ છોડી દે. તારો ભગવાન તો અંદર શીતળ-શીતળ ચૈતન્યચંદ્ર, જિનચંદ્ર છે; ત્યાં પ્રીતિ કર. ગગનમાં જે ચંદ્ર છે તે શીતળ હોય છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૬૫ પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. આ શાંત-શાંતશાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે, એકલું શાંતિનું ઢીમ છે. તેને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો—બન્ને એક જ છે. માટે જેટલું આ જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ પ્રીતિવંત બન. ૧૦૪. અહો ! આ તો વીતરાગ શાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગમાર્ગ નથી. ભગવાન આત્મા વીતરાગસ્વરૂપ છે, ને તેના આશ્રયે જે વીતરાગ દશા થાય એ જ ધર્મ છે. શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે, સ્વયં અપવિત્ર છે અને દુઃખરૂપ છે; માટે તે ધર્મ નથી. રાગથી ભિન્ન પડતાં તો અંદર આત્મામાં જવાય છે, તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે. વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે. ૧૦૫. દષ્ટિનો વિષય દ્રવ્યસ્વભાવ છે, તેમાં તો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #91 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત અશુદ્ધતાની ઉત્પત્તિ છે જ નહિ. સમકિતીને એકેય અપેક્ષાએ અનંત સંસારનું કારણ એવાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયનો બંધ નથી; પણ એના ઉપ૨થી કોઈ એમ જ માની લે કે એને જરીયે વિભાવ તેમ જ બંધ નથી જ, તો તે એકાન્ત છે. અંદરમાં શુદ્ધ સ્વરૂપની દિષ્ટ અને અનુભવ હોવા છતાં હજુ આસક્તિ છે તે દુઃખરૂપ લાગે છે. રુચિ ને ષ્ટિ અપેક્ષાએ ભગવાન આત્મા તો અમૃતસ્વરૂપ આનંદનો સાગર છે, એના નમૂનાના વેદન આગળ શુભ ને અશુભ બન્ને રાગ દુઃખરૂપ લાગે છે, અભિપ્રાયમાં ઝેર ને કાળો સર્પ લાગે છે. ૧૦૬. ૬૬ * જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે; તે એકલો જ છે, તેને જગત સાથે શો સંબંધ છે? ભાઈ! આ શરીરના રજકણ અહીં પડયા રહેશે અને આ મકાન-મહેલ પણ બધાં પડયાં રહેશે. એમાંની કોઈ ચીજ તારા સ્વરૂપમાં નથી, એ બધી જીવસ્વરૂપથી ભિન્ન છે. પ્રભુ! તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લુંટાવાનું રહેવા દે. તું તારા એકત્વવિભક્તપણાને પામી એકલો નિજાનંદને ભોગવ. ૧૦૭. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #92 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૭ ગુરુદેવશ્રીનાં વચનામૃત જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વગેરે શુદ્ધ ભાવની પ્રાપ્તિ તેમાં જ થાય છે. એનાથી જ જૈનધર્મની શ્રેષ્ઠતા છે. માટે હે જીવ! આવા શુદ્ધભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગને –પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મમાં તો સર્વજ્ઞ ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઇચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની જ એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. ૧૦૮. પર્યાયદષ્ટિ કાઢી નાખી ને દ્રવ્યદષ્ટિ પ્રગટ કરી તે બીજાને પણ દ્રવ્યદષ્ટિએ પૂર્ણાનંદ પ્રભુ જ જુએ છે. પર્યાયનું જ્ઞાન કરે, પણ આદરણીય તરીકે-દષ્ટિના આશ્રયરૂપે-તો તેને ત્રિકાળી ધ્રુવ શુદ્ધ દ્રવ્ય જ છે. ૧૦૯. પરમપરિણામિક ભાવ છું, કારણપરમાત્મા છું, કારણજીવ છું, શુદ્ધોપયોગોડવું, નિર્વિકલ્પોડહં. ૧૧૦. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #93 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત એક તરફ વિકારની ધારા અનાદિથી છે ને બીજી તરફ સ્વભાવસામર્થ્યની ધારા પણ અનાદિથી સાથે ને સાથે જ ચાલી રહી છે; વિકારની ધારા વખતે સ્વભાવસામર્થ્યની ધારા કાંઈ તૂટી નથી ગઈ, સ્વભાવસામર્થ્યનો કાંઈ અભાવ નથી થયો. પરિણતિ જ્યાં સ્વભાવસામર્થ્ય તરફ વળી ત્યાં જ વિકારની પરંપરાનો પ્રવાહ તૂટયો ને અધ્યાત્મપરિણતિની પરંપરા શરૂ થઈ, જે પૂરી થઈને સાદિ-અનંત કાળ રહેશે. ૧૧૧. એક વાર પરને માટે તો મૃતકવત્ થઈ જવું જોઈએ. પરમાં તારો કોઈ અધિકાર જ નથી. અરે ભાઈ ! તું રાગને તથા રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતાદ્રષ્ટા પદાર્થ છો. એવા જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દષ્ટિ કર. ચારે બાજુથી ઉપયોગને સંકેલીને એક આત્મામાં જ જા. ૧૧૨. કર્મનો વિપાક તે કારણ ને રાગાદિ ભાવ થવા તે કાર્ય-એમ નથી, પણ અજ્ઞાનભાવે આત્મા પોતે શુભાશુભ રાગનો કર્તા થયો ને શુભાશુભ રાગ કાર્ય થયું. એ રીતે જડકર્મનો અભાવ થયો તેથી મોક્ષદશારૂપ કાર્ય પ્રગટ થયું-એમ નથી, પરંતુ જ્ઞાનભાવે મોક્ષની નિર્મળ પર્યાયનો કર્તા આત્મા છે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #94 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૬૯ અને મોક્ષની નિર્મળપર્યાય પ્રગટ થઈ તે આત્માનું કાર્ય છે. ૧૧૩. ધ્રુવની કિંમત વધુ છે. આનંદની પર્યાય તો એક સમયની છે ને ધ્રુવમાં તો આનંદના ઢગલા ભર્યા છે. ૧૧૪. અહો ! આ મનુષ્યપણામાં આવા પરમાત્મસ્વરૂપનો આદર કરવો એ જીવનની કોઈ ધન્ય પળ છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાયક જ છે, તે એને ખ્યાલમાં આવે, ગમે તેવા પ્રસંગમાં પણ હું જ્ઞાયક છું... જ્ઞાયક છું એમ ભાસમાં આવે, શાયકનું લક્ષ રહે તો તે તરફ ઢળ્યા જ કરે. ૧૧૫. સર્વજ્ઞ ભગવાને કહેલું સત્ય સાંભળવા માગતો હો તો જેવા પરમાત્મા પૂર્ણ પવિત્ર છે તેવો તું પણ છો તેની હા” પાડ; “ના” પાડીશ નહિ. “હા માંથી “હું” આવશે; પૂર્ણનો આદર કરનાર પૂર્ણ થઈ જશે. ૧૧૬. દેવાધિદેવ સર્વજ્ઞ તીર્થકર ભગવાનનું પ્રવચન નિર્દોષ હોય છે. સહજ વાણી ઊઠે છે, “ઉપદેશ આપું' Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #95 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭) ગુરુદેવશ્રીનાં વચનામૃત એવી પણ ઇચ્છા હોતી નથી. મેઘની ગર્જના જેમ સહજ ઊઠે છે તેમ “ૐ' ધ્વનિ પણ સહુજ ઊઠે છે. તે ગણધરદેવ દ્વારા દ્વાદશાંગ સૂત્રરૂપે રચાય છે. તેને જિનાગમ અર્થાત્ જિનપ્રવચન કહેવાય છે. ૧૧૭. અધ્યાત્મશાસ્ત્રના ભાવ કોઈ ગમે તેની પાસેથી સાંભળી લે અથવા તો પોતાની મેળે વાંચી લે તો સ્વચ્છ અપૂર્વ આત્મબોધ પ્રગટે નહિ. ગુગમરૂપે એક વાર જ્ઞાની પાસે સાક્ષાત્ સીધું સાંભળવું જોઈએ. “દીવે દીવો પ્રગટે.' સત્ ઝીલવા માટે પોતાનું ઉપાદાન તૈયાર હોય ત્યાં જ્ઞાનીના નિમિત્તપણાનો યોગ સહજ હોય જ. શ્રીમદે કહ્યું છે: બૂઝી ચહત જો પ્યાસકો, હૈ બૂઝનકી રીત; પાવે નહિ ગુરૂગમ બિના, એહી અનાદિ સ્થિત. -૧૧૮. ઘણા જીવોને સત્ સમજવાની અંતરથી તાલાવેલી થાય, ત્યારે સંસારમાંથી ઉન્નતિક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થકરપણે જન્મે. તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લે –એવો મેળ સહજ થઈ જ જાય છે. તીર્થકર Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #96 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત કોઈ અન્ય માટે અવતાર લેતા નથી. ૧૧૯. ૭૧ * શુદ્ધતાને અશુદ્ધતા બન્ને હોવા છતાં જો શુદ્ધસ્વભાવ ઉપર દષ્ટિ નહિ કરે તો અશુદ્ધતાને જાણશે કોણ ? ઉપાદાન ને નિમિત્ત બન્ને હોવા છતાં, ઉપાદાન તરફ વળ્યા વગર નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરશે કોણ ? શુદ્ધસ્વભાવ ને રાગ, અથવા નિશ્ચય અને વ્યવહાર–બન્ને હોવા છતાં, નિશ્ચય દ્રવ્યસ્વભાવ તરફ દષ્ટિ કર્યા વગર વ્યવહાર કહેશે કોણ ? નિર્મળ જ્ઞાયકસ્વભાવ તરફના વલણ વગર સ્વ-૫૨ને જાણવાનો વિવેક ઊઘડશે નહિ. અભેદ સ્વભાવ તરફ ઢળવું તે જ અનેકાન્તનું પ્રયોજન છે. ૧૨૦. * ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય; પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહિ; અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે–એમ પણ નથી. આત્માનો સમ્યગ્દર્શનનો કાળ છે તે વખતે દર્શનમોહનીયના નાશ વગેરેનો કાળ છે, જ્ઞાનના ઉઘાડનો કાળ છે તે વખતે જ્ઞાનાવરણીયના ક્ષયોપશમનો કાળ છે અને રાગાદિના અભાવનો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #97 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત કાળ છે તે વખતે ચારિત્રમોહનીયના નાશનો કાળ છે; પણ કર્મના કારણે તે સમ્યગ્દર્શન વગેરે નથી અને આત્માના પુરુષાર્થના કારણે કર્મનો નાશ નથી-એમ સમજવું. ૧૨૧. કારણપરમાત્મા એ જ ખરેખર નિત્ય આત્મા છે. નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય, પણ તેનો વિષય છે કારણપરમાત્મા; તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને, અનાત્મા કહ્યો છે. ૧૨૨. અરે જીવો ! ઠરી જાઓ, ઉપશમરસમાં ડૂબી જાઓએમ જાણે કે ભગવાનની પ્રતિમા ઉપદેશતી હોય! માટે સ્થાપના પણ પરમપૂજ્ય છે. ત્રણ લોકમાં વીતરાગમુદ્રાયુક્ત શાશ્વત જિનપ્રતિમા છે. જેમ લોક અનાદિ અકૃત્રિમ છે, લોકમાં સર્વજ્ઞ પણ અનાદિથી છે, તેમ લોકમાં સર્વપ્નની વીતરાગ પ્રતિમા પણ અનાદિથી અકૃત્રિમ શાશ્વત છે. જેમણે આવી પ્રતિમાની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ધર્મી જીવને પણ ભગવાનના જિનબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. ૧૨૩. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #98 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત જ્ઞાનસ્વભાવ સ્વ-પરપ્રકાશક છે. તે પરને જાણે તે કાંઈ આસ્રવ-બંધનું કારણ નથી, છતાં અજ્ઞાની “પરનો વિચાર કરશું તો આસ્રવ-બંધ થશે' એમ માનીને પરના વિચારથી દૂર રહેવા માગે છે તેની તે માન્યતા જઠી છે. હા, ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થઈ ગયો હોય તો પરદ્રવ્યનું ચિંતવન છૂટી જાય; પણ અજ્ઞાની તો “પરને જાણનાર જ્ઞાનનો ઉપયોગ જ બંધનું કારણ છે” એમ માને છે. જેટલો અકષાય વીતરાગભાવ થયો તેટલાં સંવર-નિર્જરા છે, અને જેટલા રાગાદિભાવ છે તેટલા આસ્રવ-બંધ છે. જો પરનું જ્ઞાન બંધનું કારણ હોય તો કેવળીભગવાન તો સમસ્ત પદાર્થોને જાણે છે, છતાં તેમને બંધન જરા પણ થતું નથી. તેમને રાગદ્વેષ નથી માટે બંધન નથી. તે જ પ્રમાણે બધા જીવોને જ્ઞાન બંધનું કારણ નથી. ૧૨૪. તત્ત્વજ્ઞાન થતાં આત્માની દૃષ્ટિ થઈ, “સંયોગમાં અનુકૂળતા-પ્રતિકૂળતા છે” એવી દષ્ટિ છૂટી ગઈ, અને આસ્રવની ભાવના છૂટી ગઈ, તેને આત્મામાં લીનતા થતાં ઇચ્છાઓનો જે નિરોધ થાય છે, તે તપ છે. ૧૨૫. આત્મા પામવા માટે (ગુગમે) શાસ્ત્રનો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #99 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત અભ્યાસ કરવો, વિચાર-મનન કરીને તત્ત્વનો નિર્ણય કરવો અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. ૧ર૬. પ્રશ્ન:- આત્માનો મહિમા કેવી રીતે આવે? ઉત્તર:- આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે, અનંત ગુણોનો પિંડ છે. તે પૂર્ણ જ્ઞાયકતત્ત્વ ત્રિકાળ અતિરૂપ છે; તેનું સ્વરૂપ તેમ જ સામર્થ્ય અગાધ ને આશ્ચર્યકારી છે. આત્મવસ્તુ કેવા અસ્તિત્વવાળી ને કેવા સામર્થ્યવાળી છે તેનું સ્વરૂપ રુચિપૂર્વક ખ્યાલમાં લે, સમજે તો તેનું માહભ્ય આવે, રાગનું ને અલ્પજ્ઞતાનું માહાભ્ય છૂટી જાય. ક્ષણે ક્ષણે જે નવી નવી થાય છે એવી એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પણ ત્રણકાળ-ત્રણલોકને જાણવાના સામર્થ્યવાળી છે તો પછી તેને ધરનાર ત્રિકાળી દ્રવ્યનું સામર્થ્ય કેટલું? -એમ આત્માના આશ્ચર્યકારી સ્વભાવને ખ્યાલમાં બરાબર લે તો આત્માનો મહિમા આવે. ૧૨૭. જેને જ્ઞાનધારામાં જ્ઞાયકનું જ્ઞાન થયું છે તેને રાગાદિ પરયોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞયને લઈને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #100 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૭૫ થાય એવી પરાધીનતા જ્ઞાનને નથી. શુભાશુભ ભાવોથી ભિન્ન પડીને જેને ચૈતન્યની દૃષ્ટિ થઈ છે તેને જ્ઞાનની પર્યાયમાં સ્વ-પરનું જે જ્ઞાન થયું તે, પરશેય છે માટે પર સંબંધી જ્ઞાન થયું છે-એમ નથી; જ્ઞાનના સ્વપરપ્રકાશકપણાને લઈને જ્ઞાન થયું છે. તેથી રાગને-શયને જાણતાં યકૃત જ્ઞાન છે એમ નથી, પણ જ્ઞાનકૃત જ્ઞાન છે. ૧૨૮. સ્વપર-પ્રકાશક જ્ઞાનકુંજ-જ્ઞાયક પ્રભુ-તો “શુદ્ધ જ છે, પણ રાગથી ભિન્ન પડીને ઉપાસવામાં આવે તેને તે “શુદ્ધ' છે. સમસ્ત પરદ્રવ્યથી ભિન્ન પડીને સ્વમાં એકાગ્રતા કરતાં જેને શુદ્ધતા પ્રગટે છે તેને તે “શુદ્ધ” છે. રાગના વિકલ્પપણે થયો નથી માટે રાગાદિથી ભિન્ન પડીને જ્ઞાયકને સેવવામાં આવતાં જેને પર્યાયમાં શુદ્ધતાનો નમૂનો આવ્યો તેને તે “શુદ્ધ' છે એમ પ્રતીતિમાં આવે છે; રાગના પ્રેમીને તે “શુદ્ધ' છે એમ પ્રતીતિમાં આવતો નથી. ૧૨૯. બહુ બોલવાથી શું ઇષ્ટ છે? માટે ચૂપ રહેવું જ ભલું છે. જેટલું પ્રયોજન હોય એટલાં જ ઉત્તમ વચન બોલવાં. શાસ્ત્ર તરફના અભ્યાસમાં પણ જે અનેક વિકલ્પો છે તેમનાથી કાર્યસિદ્ધિ થતી નથી. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #101 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત માટે વચનનો બકવાદ ને વિકલ્પોની જાળ છોડીને, વિકલ્પથી જુદી એવી જ્ઞાનચેતના વડે શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરવો તે જ ઇષ્ટ છે, તે જ મોક્ષનો પંથ છે, તે જ પરમાર્થ છે. આત્માનો જેટલો અનુભવ છે તેટલો જ પ૨માર્થ છે, બીજું કાંઈ ૫૨માર્થ નથી એટલે કે મોક્ષનું કારણ નથી. પં બનારસીદાસજીએ કહ્યું છે ને !– ૭૬ शुद्धातम अनुभौ क्रिया, शुद्ध ज्ञान दृग दौर । मुकति-पंथ साधन यहै, वागजाल सब और ।। શુદ્ધાત્માના અનુભવરૂપ જે ક્રિયા છે તે જ શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે, તે જ મોક્ષપંથ છે, તે જ મોક્ષનું સાધન છે. એ સિવાય બધી વિકલ્પજાળ છે. જેને આવા આત્માનો અનુભવ કરતાં આવડયું તેને બધું આવડી ગયું. ૧૩૦. * નિજ સ્વરૂપનો ઉપયોગ તે સુખ છે; તે આબાલગોપાલ કરી શકે છે. એ વિના શાંતિનો બીજો કોઈ ઉપાય નથી. ૧૩૧. તત્ત્વના આદરમાં સિદ્ધગતિ છે ને તત્ત્વના અનાદરમાં નિગોદગતિ છે. સિદ્ધગતિમાં જતાં વચ્ચે એકાદ બે ભવ થાય તેની ગણતરી નથી; અને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત નિગોદમાં જતાં વચ્ચે અમુક ભવ થાય તેની ગણતરી નથી, કારણ કે ત્રસનો કાળ થોડો છે ને નિગોદનો કાળ અનંત છે. તત્ત્વના અનાદરનું ફળ નિગોદગતિ અને આદરનું ફળ સિદ્ધગતિ છે. ૧૩ર. પરલક્ષ વિના શુભાશુભ રાગ થઈ શકે નહિ. જેટલા શુભાશુભ રાગ છે તે અશુદ્ધ ભાવ છે. શુભાશુભ ભાવને પોતાનું સ્વરૂપ માનવું, તેને ગુણકર માનવા, કરવા જેવા માનવા, તે નિશ્ચય મિથ્યાત્વ-અગૃહીત મિથ્યાત્વ છે. વિકારને કર્તવ્ય માન્યું તેણે અવિકારી સ્વભાવ માન્યો નહિ. પોતાના સ્વભાવને પૂર્ણ અવિકારીપણે માનવો તે સાચી દષ્ટિ છે. તેના જોર વિના ત્રણ કાળમાં કોઈનું હિત થતું નથી. ૧૩૩. આત્મા અચિન્ય સામર્થ્યવાળો છે. તેમાં અનંત ગુણસ્વભાવ છે. તેની રુચિ થયા વિના ઉપયોગ પરમાંથી પલટીને સ્વમાં આવી શકતો નથી. પાપભાવોની રુચિમાં જે પડ્યા છે તેમની તો વાત જ શી? પણ પુષ્યની રુચિવાળા બાહ્ય ત્યાગ કરે, તપ કરે, દ્રવ્યલિંગ ધારે તોપણ જ્યાં સુધી શુભની રુચિ છે ત્યાં સુધી ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકતો નથી. માટે પહેલાં પરની રુચિ પલટાવવાથી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #103 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત ઉપયોગ પર તરફથી પલટીને સ્વમાં આવી શકે છે. માર્ગની યથાર્થ વિધિનો આ ક્રમ છે. ૧૩૪. * જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિનામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે નેઆમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બન તું તૃત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. યોગસારમાં પણ કહ્યું છે કેજેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મ લીન; શીવ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. –૧૩પ. પોતાના ચિદાનંદસ્વભાવના અભિમુખ થઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદનપત્ર આપે તેમાં આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભુ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #104 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત તને તારા આત્માનું સાચું બહુમાન જ કદી આવ્યું નથી. તારા ચૈતન્યસ્વરૂપની મહત્તા ભૂલીને તું સંસારમાં રખડયો. સર્વજ્ઞપરમાત્મા જેવી તાકાત તારા સ્વભાવમાં પડી છે, તેનું બહુમાન કરીને સ્વભાવસન્મુખ થા, અને સ્વભાવના આનંદનુ વેદન કરીને તું પોતે તારા આત્માનું અભિનંદન ક; તેમાં જ તારું હિત છે. ૧૩૬. * અંદર શુદ્ધ ચૈતન્યવસ્તુનું ભાન-સમ્યગ્દર્શન-જ્ઞાન ને સ્વરૂપસ્થિરતા-ચારિત્ર થયાં છે; ત્યાં વિશેષ સ્વરૂપસ્થિરતા-શુદ્ધોપયોગ ન થાય તો તે કાળે આગ્રહ ન કરવો જોઈએ કે-અરે! શુભ ભાવ આવશે તો હું ભ્રષ્ટ થઈ જઈશ. વચ્ચે શુભ ભાવ આવે તે અપવાદમાર્ગ છે. અપવાદ આવ્યો એટલે શુદ્ધિથી ભ્રષ્ટ થઈ ગયો એમ જ્ઞાની ન માને. શુદ્ધિમાં વધુ ટકી શકતો નથી તેથી અપવાદ આવ્યા વિના રહે નહિ એમ પણ એ જાણે. અપવાદ આવે, છતાં ઉત્સર્ગમાં જવાની-શુદ્ધોપયોગરૂપ થવાની-ભાવના તે કાળે પણ હોય. અપવાદમાં જ રહેવું એવો તેને આગ્રહ ન હોય. ૧૩૭. * જ્ઞાનીને યથાર્થ દ્રવ્યદૃષ્ટિ પ્રગટી છે; દ્રવ્યના ૭૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #105 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮) ગુરુદેવશ્રીનાં વચનામૃત આલંબને તે અંદર સ્વરૂપસ્થિરતા વધારતો જાય છે, પણ જ્યાં સુધી અધૂરો છે, પુરુષાર્થ મંદ છે, શુદ્ધસ્વરૂપમાં પૂર્ણપણે કરી શકતો નથી, ત્યાં સુધી શુભ પરિણામમાં જોડાય છે, પરંતુ તેને તે આદરણીય માનતો નથી; સ્વભાવમાં તેની “નાસ્તિ” છે તેથી દષ્ટિ તેનો નિષેધ કરે છે. જ્ઞાનીને ક્ષણે ક્ષણે એ ભાવના હોય છે કે આ ક્ષણે પૂર્ણ વીતરાગ થવાતું હોય તો આ શુભ પરિણામ પણ જોઈતા નથી, પણ અધૂરાશને કારણે તે ભાવો આવ્યા વગર રહેતા નથી. ૧૩૮. શુભ પરિણામ પણ ધર્મીને આફતરૂપ અને બોજારૂપ લાગે છે, તેનાથી પણ તે છૂટવા જ માગે છે, પરંતુ તે આવ્યા વગર રહેતા નથી. તે ભાવો આવે છે તોપણ તે સ્વરૂપમાં ઠરવાનો જ ઉધમી રહે છે. કોઈ કોઈ વાર બુદ્ધિપૂર્વકના બધા વિકલ્પો છૂટી જાય છે અને સ્વરૂપમાં સહજ ઠરી જાય છે તે વખતે સિદ્ધભગવાન જેવો અંશ અનુભવ કરે છે; પરંતુ ત્યાં કામ કરી શકતો નથી તેથી શુભ પરિણામમાં જોડાય છે. ૧૩૯. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સાથે મળેલો રાગ છે ને પ્રયોજનના વિશે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #106 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૮૧ એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો તે મિથ્યાત્વ સિવાય માત્ર અસ્થિરતાનો રાગ છે. ૧૪). જ્ઞાની તત્ત્વજ્ઞાન થયા પછી પોતાની શક્તિ તેમ જ બહારનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને પ્રતિમા કે મુનિપણું લે છે, દેખાદેખીથી પ્રતિમા લેતા નથી. તે બધી દશા સહજ હોય છે. ૧૪૧. અહો ! મુનિવરો તો આત્માના પરમ આનંદમાં ઝૂલતા ઝૂલતા મોક્ષને સાધી રહ્યા છે. આત્માના અનુભવપૂર્વક દિગંબર ચારિત્રદશા વડે મોક્ષ સધાય છે. દિગંબર સાધુ એટલે સાક્ષાત્ મોક્ષનો માર્ગ. એ તો નાના સિદ્ધ છે, અંતરના ચિદાનંદસ્વરૂપમાં ઝૂલતાં ઝૂલતાં વારંવાર શુદ્ધોપયોગ વડે નિર્વિકલ્પ આનંદને અનુભવે છે. પંચપરમેષ્ઠીની પંક્તિમાં જેમનું સ્થાન છે એવા મુનિરાજના મહિમાની શી વાત! એવા મુનિરાજનાં દર્શન મળે તે પણ મહાન આનંદની વાત છે. એવા મુનિવરોના તો અમે દાસાનુદાસ છીએ. તેમનાં ચરણોમાં અમે નમીએ છીએ. ધન્ય એ મુનિદશા ! અમે પણ એની ભાવના ભાવીએ છીએ. ૧૪૨. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #107 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત શુદ્ધ ચિદાનંદસ્વરૂપ નિજ આત્માની સમીપ વસવું તેને ઉપવાસ કહે છે. જ્યાં આહારત્યાગનીયે ઇચ્છા નથી, પુણ્ય-પાપની ઇચ્છા નથી ને આહારપાણી વગેરે પરપદાર્થ તરફના વલણનો સહજ ત્યાગ છે, તેને ઉપવાસ કહે છે. અજ્ઞાનીને કાંઈ ભાન નથી તેથી પુણ્ય-પાપની વૃત્તિ રોકાય કઈ રીતે? ન જ રોકાય. અકષાય સ્વભાવના ભાન વિના કદી ઉપવાસ થઈ શકતો નથી. આત્માના ભાન વિના આહારત્યાગ સ્વરૂપ જે ઉપવાસ છે તેને લાંઘણ કહી છે. कषायविषयाहारत्यागो यत्र विधीयते। उपवासः स विज्ञेयः शेषं लंघनकं विदुः।। –૧૪૩. અરેરે! દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. અવસર તો ચાલ્યો જાય છે. અંતરમાં સન્મુખતા કર્યા વિના કયાંય શાંતિ નહિ થાય. જ્ઞાની તો અંતરમાં નિજ સ્વભાવને ગ્રહીને શિવચાલ ચાલે છે; પોતે પોતામાં મોક્ષમાર્ગને સાધે છે. ૧૪૪. આત્મા પોતે વિકાર કરે અને દોષ નાખે કર્મ ઉપર, તો તે પ્રમાદી થઈને મિથ્યાદષ્ટિ રહે છે. પં બનારસીદાસજીએ કહ્યું છે: “બે દ્રવ્ય ભેગાં થઈને એક Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #108 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૮૩ પરિણામ કરે નહિ અને બે પરિણામ એક દ્રવ્યથી થાય નહિ. માટે કર્મના કારણે દોષ થાય છે એમ માનવું નહિ. ૧૪૫. સંસાર ને પુણ્ય-પાપ આત્મા વિના થતાં નથી; જડકર્મ કે શરીરમાં એ ભાવો નથી, માટે આત્મામાં એ ભાવો થાય છે એમ માનવું. પણ રાગાદિ ભાવોનું નિમિત્ત કર્મોને જ માની પોતાને રાગાદિનો અકર્તા માને છે, તે પોતે કર્તા હોવા છતાં પોતાને અકર્તા માની, નિરાધમી બની, પ્રમાદી રહેવું છે તેથી જ કર્મોનો દોષ ઠરાવે છે. પરંતુ એ તેનો દુઃખદાયક ભ્રમ છે. ૧૪૬. આ મનુષ્ય-અવતાર પામીને જો ભવના અંતના ભણકાર અંદરમાં ન જગાડયા તો જીવન શા કામનું? જેણે જીવનમાં ભવથી છૂટવાનો ઉપાય ન કર્યો તેના જીવનમાં ને કીડા-કાગડાના જીવનમાં શો ફેર છે? સત્સમાગમ અંતરના ઉલ્લાસપૂર્વક ચિદાનંદસ્વભાવનું શ્રવણ કરીને, તેની પ્રતીતિ કરતાં જ તારા આત્મામાં ભવ-અંતના ભણકારા આવી જશે. માટે ભાઈ! ભવભ્રમણના અંતનો આ ઉપાય સત્સમાગમ શીઘ કર. ૧૪૭. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ ગુરુદેવશ્રીનાં વચનામૃત દિગંબર મુનિરાજ એટલે પંચ પરમેષ્ઠીમાં ભળેલા ભગવાન. અહા! શ્રી કુંદકુંદાચાર્યભગવાને કહ્યું છે ને!અરિહંતભગવંતથી માંડીને અમારા ગુરુપર્યત બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા, રાગ ને નિમિત્તમાં તો નહોતા પણ ભેદમાંય નહોતા; એ બધા વિજ્ઞાનઘનમાં નિમગ્ન હતા. ૧૪૮. * કોઈએ કોઈને ત્રણ કાળમાં છેતર્યો નથી, કપટના ભાવ કરી જીવ પોતે જ પોતાને છેતરે છે. કોઈ એમ માને કે મેં ફલાણાને કેવો છેતર્યો?' પણ ભાઈ ! તેમાં તે છેતરાણો નથી, પણ તું જ છેતરાણો છો. સામાનાં પુણ્ય એટલાં ઓછાં કે તારા જેવો કપટી એને મળ્યો, પરંતુ કપટના, દગાપ્રપંચના ભાવ કરીને તેને પોતાને જ તે છેતર્યો છે, બાકી ત્રણ કાળમાં કોઈ કોઈને છેતરી શકતું નથી. ૧૪૯. વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં થાય છે તે વાત સ્વભાવદષ્ટિએ ગૌણ છે. સ્વભાવદષ્ટિએ તો જેટલા પરવલણવાળા ભાવ થાય તે બધા પૌગલિક છે. પર્યાયદષ્ટિએ તે વિકારી પર્યાય આત્માની છે પણ સ્વભાવદષ્ટિએ તે આત્માનો સ્વભાવ નથી માટે પૌગલિક છે. ૧૫૦. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #110 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૮૫ આવો ઉત્તમ યોગ ફરી કયારે મળશે? નિગોદમાંથી નીકળીને ત્રસપણે પામવું એ ચિંતામણિ તુલ્ય દુર્લભ છે, તો મનુષ્યપણું પામવું, જૈનધર્મ મળવો એ તો મહા દુર્લભ છે. પૈસો ને આબરૂ મળવાં એ દુર્લભ નથી. આવો ઉત્તમ યોગ મળ્યો છે તે લાંબો કાળ નહિ રહે, માટે વિજળીના ઝબકારે મોતી પરોવી લેવા જેવું છે. આવો યોગ ફરીને કયારે મળશે? માટે તું દુનિયાનાં માન-સન્માન ને પૈસાનો મહિમા છોડીને, દુનિયા શું કહેશે તેનું લક્ષ છોડીને, મિથ્યાત્વને છોડવા એક વાર મરણિયો પ્રયત્ન કર. ૧૫૧. જેમ લૌકિકમાં મોસાળના ગામના કોઈ મોટા માણસને “મામો' કહે છે પણ તે સાચો મામો નથી, કહેવામાત્ર-કહેણો મામો_છે; તેમ જેને આત્માની શ્રદ્ધા, જ્ઞાન ને રમણતારૂપ નિશ્ચય “ધર્મ” પ્રગટયો હોય તે જીવના દયાદાનાદિના શુભરાગને “કહેણા મામાની જેમ વ્યવહારે “ધર્મ' કહેવાય છે. એમ “ધર્મ'ના કથનનાં નિશ્ચય-વ્યવહાર એ બન્ને પડખાં જાણવાં તેનું નામ બન્ને નયોનું ગ્રહણ કરવું” કહ્યું છે. ત્યાં વ્યવહારને અંગીકાર કરવાની વાત નથી. “ઘીનો ઘડો” કહેતાં ઘડો ઘીનો નથી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #111 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત પણ માટીનો છે; તેમ વ્રતાદિને ધર્મ કહેતાં વ્રતાદિના શુભ રાગપરિણામ ધર્મ નથી પણ આસવ છે, કહેવામાત્ર ધર્મ' છે. -આમ જાણવું તેને “ગ્રહણ કરવું” કહ્યું છે. જ્યાં વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય ત્યાં એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે” –એમ જાણવું. બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ભ્રમરૂપ ન પ્રવર્તવું. ૫૦ ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહ્યું છે ને! પ્રશ્ન:- જે એમ છે, તો જિનમાર્ગમાં બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું છે-એ કેવી રીતે? ઉત્તર:- જિનમાર્ગમાં કયાંક તો નિશ્ચયનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને તો “સત્યાર્થ આમ જ છે” એમ જાણવું; તથા કયાંક વ્યવહારનયની મુખ્યતાથી વ્યાખ્યાન છે, તેને “આમ છે નહિ, નિમિત્તાદિની અપેક્ષાએ ઉપચાર કર્યો છે એમ જાણવું. આ પ્રમાણે જાણવાનું નામ જ બન્ને નયોનું ગ્રહણ છે. પરંતુ બન્ને નયોનાં વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી “આમ પણ છે અને આમ પણ છે” એમ ભ્રમરૂપ પ્રવર્તવા વડ તો બન્ને નયોને ગ્રહણ કરવાનું કહ્યું નથી.” ૧૫ર. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #112 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત પ્રત્યેક દ્રવ્ય પોતાનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. જીવ જીવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે અને અજીવ અજીવનાં દ્રવ્ય-ગુણ-પર્યાયથી છે. આ રીતે બધાય દ્રવ્યો પરસ્પર અસહાય છે; દરેક દ્રવ્ય સ્વસહાયી છે તથા પરથી અસહાયી છે. દરેક દ્રવ્ય કોઈ પણ પરદ્રવ્યની સહાય લેતું પણ નથી તથા કોઈ પણ પરદ્રવ્યને સહાય દેતું પણ નથી. શાસ્ત્રમાં “પરસ્પરોપગ્રહો નીવાના' કથન આવે છે, પરંતુ તે કથન ઉપચારથી છે. તે તો તે-તે પ્રકારના નિમિત્ત-નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરાવવા માટે છે. તે ઉપચારનું સાચું જ્ઞાન વસ્તુસ્વરૂપની મર્યાદા સમજવામાં આવે તો જ થાય છે, અન્યથા નહિ. ૧૫૩. એક જીવ નિગોદથી નીકળીને મોક્ષમાર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્રાદિગુણની ઉપાદાનશક્તિથી જ આવ્યો છે તથા એ જ રીતે પોતાના ભાવકલંકની પ્રચુરતાના કારણે નિગોદમાં રહ્યો છે. બન્ને દશામાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે; તેમાં નિમિત્ત-કર્મ વગેરે–અકિંચિત્કર છે. ૧૫૪. નિમિત્તની પ્રધાનતાથી કથન તો થાય, પરંતુ કાર્ય કદી પણ નિમિત્તથી થતું નથી. જો નિમિત્ત જ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #113 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ઉપાદાનનું કાર્ય કરવા માંડે તો નિમિત્ત જ સ્વયં ઉપાદાન બની જાય, એટલે કે નિમિત્ત નિમિત્તરૂપે નહિ રહે અને ઉપાદાનનું સ્થાન નિમિત્તે લઈ લીધું તેથી નિમિત્તથી જુદું ઉપાદાન પણ નહિ રહે. એ રીતે નિમિત્તથી ઉપાદાનનું કાર્ય માનવા જતાં ઉપાદાન અને નિમિત્ત બન્ને કારણોનો લોપ થઈ જશે. ૧૫૫. પહેલાં સ્વરૂપસન્મુખ થઈને નિર્વિકલ્પ અનુભૂતિ થાય-આનંદનું વદન થાય, ત્યારે જ યથાર્થ સમ્યગ્દર્શન થયું કહેવાય. તે સિવાય પ્રતીતિ યથાર્થ કહેવાય નહિ. પહેલાં તત્ત્વવિચાર કરીને દઢ નિર્ણય કરે, પછી અનુભૂતિ થાય. તત્ત્વનિર્ણયમાં જ જેની ભૂલ હોય તેને તો યથાર્થ અનુભૂતિ કયાંથી થાય? ન જ થાય. એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા લાવીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ૧૫૬. તત્ત્વવિચારના અભ્યાસથી જીવ સમ્યગ્દર્શન પામે છે. જેને તત્ત્વનો વિચાર નથી તે, દેવ-શાસ્ત્ર–ગુરુ ને ધર્મની પ્રતીતિ કરે છે, ઘણાં શાસ્ત્રોનો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #114 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૮૯ અભ્યાસ કરે છે, વ્રત-તપ વગેરે કરે છે, તોપણ સમ્યકત્વની સન્મુખ નથી–સમ્યક્ત્વનો અધિકારી નથી; અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. સમ્યગ્દર્શન માટે મૂળ તો તત્ત્વવિચારનો ઉધમ જ છે; માટે તત્ત્વવિચારની મુખ્યતા છે. ૧૫૭. સ્વભાવ સિવાય બીજે કયાંય મીઠાશ રહી ગઈ હશે તો તને એ ચૈતન્યની મીઠાશમાં નહિ આવવા દે. પરની મીઠાશ તને ચૈતન્યની મીઠાશમાં વિધ્ર કરશે. માટે હે ભાઈ ! સમજીને પરની મીઠાશ છોડ. ૧૫૮. આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહિ. પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે નિજ શુદ્ધાત્મસ્વરૂપને પામે જ. ૧૫૯. વ્રત-તપ-જપથી આત્મપ્રાપ્તિ થશે–એ માન્યતા જેમ શલ્ય છે, તેમ શાસ્ત્રાભ્યાસથી આત્મા પ્રાપ્ત થશે એવી જે માન્યતા છે તે પણ શલ્ય છે. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #115 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મવસ્તુ તરફ દષ્ટિ કરતાં જ આત્મપ્રાપ્તિ થાય છે. ૧૬૦. ૯૦ * જીવ જે વખતે રાગ-દ્વેષના ભાવ કરે તે વખતે જ તેને તેના ફળનું-આકુળતાનું–વેદન હોય છે. માટે કર્તાપણું અને ભોક્તાપણું બન્ને એકસાથે જ છે. લોકો બાહ્ય દૃષ્ટિથી જુએ છે કે આણે પાપ કર્યાં તો તે નરકમાં કયારે જશે ? આ જૂઠું બોલે છે તો એની જીભ કેમ તરત કપાતી નથી ? પણ ભાઈ ! જે વખતે તે હિંસા અને જૂઠા વગેરેના ભાવ કરે છે તે વખતે જ તેના ભાવમાં આકુળતાનું વદન હોય છે; આકુળતાનું વેદન છે તે અવગુણનું જ વેદન છે. પોતાના સુખાદિ સ્વભાવનો ઘાત કર્યો તેથી તે વખતે જ તેના ભાવમાં ફળ મળી ગયું; તે વખતે જ ગુણની શક્તિનું પરિણમન જે ઘટી ગયું તે જ તેને ઊંધું ફળ મળી ગયું; જે અંતરમાં ફળ આવે છે તે જોતો નથી અને બહારથી ફળ આવે છે તેને જ જુએ છે તે પરાશ્રયદષ્ટિવાળો છે. બહારથી ફળ મળવું તે વ્યવહાર છે. બહારથી ફળ કોઈ વાર લાંબા કાળે અને કોઈ વાર ટૂંકા કાળે મળે છે, પણ અંતરનું ફળ તો તરત જ-તે ક્ષણે જ મળી જાય છે. ૧૬૧. * Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #116 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૧ ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એકરૂપ વર્તે છે. ધર્મનું સ્વરૂપ ત્રણે કાળે એક જ છે. જૈનધર્મ એ વસ્તુસ્વરૂપ છે અર્થાત્ આત્માની સાધનામય શુદ્ધતા તે જૈનધર્મ છે. તેને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ; વસ્તુસ્વરૂપનો નિયમ કાળભેદે ફેરવી શકાય નહિ. કોઈ કાળે વસ્તુસ્વરૂપ વિપરીત થતું નથી. જેમ ચેતનવતુ જડ, કે જડવતુ ચેતન થઈ જાય એમ કોઈ કાળે પણ બનતું નથી, તેમ જે વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય-એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુસ્વભાવરૂપ જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી. ૧૬૨. સમ્યગ્દષ્ટિને જે અવ્રતાદિ ભાવો છે તે કાંઈ કર્મની બળજરીથી નથી થયા, પણ આત્માએ પોતે સ્વયં તેને કર્યા છે. વિકાર કરવામાં ને વિકાર ટાળવામાં આત્માની જ પ્રભુતા છે, બન્નેમાં આત્મા પોતે સ્વતંત્રપણે કર્તા છે. જુઓ, “રાગાદિરૂપે પરિણમવામાં પણ આત્મા પોતે સ્વતંત્ર પ્રભુ છે” એમ કહ્યું, તેનો અર્થ એવો નથી કે રાગ ક્રમબદ્ધ-પર્યાયમાં ભલે થયા કરે. રે ભાઈ ! શું એકલા વિકારમાં જ પરિણમવાની Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #117 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્માની પ્રભુતા કહી છે, કે વિકાર ને અવિકાર બન્નેમાં પરિણમવાની આત્માની પ્રભુતા કીધી છે? વિકાર ને અવિકાર બન્નેમાં સ્વતંત્રપણે પરિણમવાની મારા આત્માની પ્રભુતા છે-આમ જે નિર્ણય કરે તે ‘પ્રભુ’ થઈને નિર્મળરૂપે પરિણમે, વિકારરૂપ અલ્પ પરિણમન હોય તેની તેને રુચિ ન હોય. એકાન્ત આસવ-બંધરૂપ મલિન ભાવે પરિણમે તેણે ખરેખર આત્માની પ્રભુતા જાણી જ નથી. ૧૬૩. ૯૨ મોક્ષમાર્ગમાં વ્યવહારનું અસ્તિત્વ છે પણ તેનો આશ્રય નથી. સાધકની પર્યાયમાં રાગ હોય છે પણ સાધકપણું તેના આશ્રયે નથી. ધર્મીને ભૂમિકાનુસાર રાગ હોય છે પણ રાગ પોતે ધર્મ નથી. ધર્મીને શુભ રાગરૂપ વ્યવહાર હોય છે પણ તેના આશ્રયે તેઓ લાભ માનતા નથી. જેને સાચો વ્યવહાર છે તેને વ્યવહારની રુચિ હોતી નથી અને જેને વ્યવહારની રુચિ છે તેને સાચો વ્યવહાર હોતો નથી. જેને દુઃખનું યથાર્થ જ્ઞાન હોય તેને એકલું દુ:ખ હોતું નથી અને જેને એકલું દુઃખ છે તેને તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી. સાચા પુરુષાર્થીને અનંત ભવની શંકા હોતી નથી અને અનંત ભવની શંકાવાળાને સાચો પુરુષાર્થ હોતો નથી. સર્વજ્ઞને જે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #118 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ઓળખે છે તેને અનંત ભવ હોતા નથી તથા સર્વશે તેના અનંત ભવ દેખ્યા નથી. ૧૬૪. રે જીવ! તું બાહ્ય વિષયોમાં સુખ માનીને ત્યાં જ આસક્ત થાય છે, પરંતુ “આત્મા” પણ એક વિષય છે તેને તું કેમ ભૂલી જાય છે? જેને લક્ષમાં લેતાં અતીન્દ્રિય આનંદનું વેદન થાય એવા પરમશાંત આનંદસ્વરૂપ સ્વવિષયને છોડીને દુઃખદાયી એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો છે? રે ભાઈ ! હવે તારા સ્વવિષયની સામે જો. આવા મહાન વિષયને ભૂલી ન જા. મંગલ, ઉત્તમ અને સુખદાયી એવા સ્વવિષયને છોડીને અધ્રુવ, અશરણ અને દુઃખદાયી એવા પરવિષયને કોણ આદરે? આ વિષયમાં એકાકાર થતાં જ તને એમ થશે કે “અહો, આવો મારો આત્મા !' અને પછી આ સ્વવિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બધા વિષયો તને અત્યન્ત તુચ્છ લાગશે. ૧૬૫. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરતાં દષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે ત્યારે ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થાય છે. પર્યાયના ક્રમ સામું જોતાં ક્રમબદ્ધનો સાચો નિર્ણય થઈ શકે નહિ, જ્ઞાયક તરફ ઢળે છે ત્યારે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #119 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત જ્ઞાયકનો સાચો નિર્ણય થાય છે, એ નિર્ણયમાં અનંતો પુરુષાર્થ આવે છે. જ્ઞાન સાથે આનંદનો સ્વાદ આવે ત્યારે તેને સમ્યગ્દર્શન થયું છે. સર્વશે દેખ્યું છે તેમ થાય, પર્યાય ક્રમબદ્ધ થાય, એના નિર્ણયનું તાત્પર્ય જ્ઞાનસ્વભાવ ઉપ૨ દૃષ્ટિ કરવી એ છે. આત્મા કર્તા નથી પણ જ્ઞાતા જ છે. ૧૬૬. ૯૪ * મારું સ્વરૂપ નિર્વિકારી છે, વીતરાગ પરમાત્મા જેવા છે તેવો હું છું-એવું નિજ શુદ્ધ સ્વરૂપનું ભાન કર્યું નહિ, તેથી પરિભ્રમણ ટળ્યું નહિ. વ્રતના પરિણામથી પુણ્ય બંધાય, અવ્રતના પરિણામથી પાપ બંધાય ને આત્માનો સ્વભાવપર્યાય પ્રગટાવે તો મોક્ષપર્યાય પ્રગટે. દયા, સત્ય વગેરે ભાવ પાપ ટાળવા માટે બરાબર છે, પણ એનાથી હળવે હળવે ધર્મ થશે-ચારિત્ર પ્રગટશે એમ માને તો તે માન્યતા ખોટી છે. આત્માની સમજણ વગર એકે ભવ ઘટે એમ નથી. ૧૬૭. * પરાલંબનર્દિષ્ટ તે બંધભાવ છે ને સ્વાશ્રયદષ્ટિ તે જ મુક્તિનો ભાવ છે. સ્વસન્મુખ ષ્ટિ રહેવી તેમાં જ મુક્તિ છે અને બહિર્મુખ દષ્ટિ થતાં જે વ્રત-દાન-ભક્તિના ભાવ આવે તે બધા પરાશ્રિત હોવાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #120 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત બંધભાવો છે. તે બધા શુભ પરિણામ આવે તે જુદી વાત છે, પણ તેને રાખવા જેવા કે લાભરૂપ માનવા તે પરાશ્રયદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. ૧૬૮. * મોહી મનુષ્ય જ્યાં એમ મનોરથ સેવે છે કે ‘હું કુટુંબ ને નાતમાં આગળ આવું, ધન, ઘર ને છોકરાંમાં ખૂબ વધું અને લીલી વાડી મૂકીને મરું', ત્યાં ગૃહસ્થાશ્રમમાં રહેલા ધર્માત્માઓ આત્માની પ્રતીતિ સહિત પૂર્ણતાના લક્ષે આ ત્રણ પ્રકારના મનોરથ સેવે છેઃ (૧) હું સર્વ સંબંધથી નિવર્તી, (૨) સ્ત્રી આદિ બાહ્ય પરિગ્રહ તથા વિષય-કષાયરૂપ અત્યંતર પરિગ્રહનો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે ત્યાગ કરીને નિગ્રંથ મુનિ થાઉં, (૩) હું અપૂર્વ સમાધિમરણ પ્રાપ્ત કરું. ૧૬૯. * ૯૫ એક-એક ગુણનું પરિણમન સ્વતંત્ર સીધું થતું નથી પણ અનંતગુણમય અભેદ દ્રવ્યનું પરિણમન થતાં સાથે ગુણોનું પરિણમન થાય છે. એક-એક ગુણ ઉપર દૃષ્ટિ મૂકતાં ગુણ શુદ્ધ પરિણમતો નથી પણ દ્રવ્ય ઉપર દૃષ્ટિ મૂકતાં અનંત ગુણોનું નિર્મળ પરિણમન થાય છે. ગુણભેદ ઉપરની દૃષ્ટિ છોડીને અનંત ગુણમય દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ કરતાં દ્રવ્ય Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #121 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત પર્યાયમાં શુદ્ધરૂપે પરિણમે છે. ૧૭૦. જિનવાણીમાં મોક્ષમાર્ગનું કથન બે પ્રકારે છે: અખંડ આત્મસ્વભાવના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટયો તે સાચો મોક્ષમાર્ગ છે, અને તે ભૂમિકામાં જે મહાવ્રતાદિના રાગ-વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી પણ તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહેલ છે. આત્મામાં વીતરાગ શુદ્ધિરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો તે સાચો, અનુપચાર, શુદ્ધ, ઉપાદાન અને યથાર્થ મોક્ષમાર્ગ છે, અને તે વખતે વર્તતા અઠયાવીસ મૂળગુણ વગેરેના શુભ રાગને-તે સહુચર તેમ જ નિમિત્ત હોવાથીમોક્ષમાર્ગ કહેવો તે ઉપચાર છે, વ્યવહાર છે. પંશ્રી ટોડરમલજીએ કહ્યું છે ને! મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને “મોક્ષમાર્ગ” નિરૂપિત કર્યો છે તે “નિશ્ચયમોક્ષમાર્ગ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ, પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહારમોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #122 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત વ્યવહાર માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે-એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે. ૧૭૧. સમ્યગ્દષ્ટિ એટલે જેને આત્માના પૂર્ણ સ્વભાવનો અંદરમાં વિશ્વાસ લાવીને આત્માનું સાચું શ્રદ્ધાનસમ્યગ્દર્શન-થયું હોય તે. હું જ્ઞાન-આનંદ આદિ અનંત શક્તિઓથી ભરપૂર પદાર્થ છું-એમ પહેલાં ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. પૂર્ણ સ્વભાવને ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે; પણ એ પર્યાય જ્યાં છે ત્યાં જ પાછળ ઊંડે, એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે; અનંત અનંત અપરિમિત શક્તિઓનો તે સાગર છે. એનો જેને અંદર વિશ્વાસ આવે અને જે અંતર અનુભવમાં જાય તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. ૧૭૨. “હું શુદ્ધ છું-શુદ્ધ છું' એવી ધારણાથી કે એવા વિકલ્પથી પર્યાયમાં આનંદ ઝરતો નથી. પર્યાયમાં આનંદ ન ઝરે ત્યાં સુધી જ્ઞાન સાચું નથી. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #123 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્માનો પરમાર્થ સ્વભાવ લક્ષમાં લઈને પર્યાય તેમાં અભેદ થતાં જ પર્યાયમાં પરમ આનંદનાં મોતી ઝરે છે. ‘દ્રવ્યસ્વભાવ શુદ્ધ છે” એમ જ્યાં દષ્ટિમાં લીધું ત્યાં પર્યાયમાં પણ શુદ્ધતા થઈ ગઈ. ૧૭૩. ત્રિકાળી સત્ ચૈતન્યપ્રભુ-તારું ધ્રુવ તત્ત્વ-એની દષ્ટિ તે કદી કરી નથી. વર્તમાન રાગાદિની કે ઓછા જાણપણા વગેરેની જે હાલત છે, દશા છે, તે ક્ષણિક અવસ્થા ઉપર તારી દષ્ટિ છે. પરને પોતાનું માને તે તો મોટી ભ્રમણા છે જ; પરંતુ જાણવા-દેખવાની વર્તમાન દશા જે તારી કરેલી છે, તારી છે, તારામાં છે, તારા દ્રવ્યનો વર્તમાન અંશ –અવસ્થા છે, તેના ઉપર દષ્ટિપર્યાયદષ્ટિ-તે પણ મિથ્યાત્વ છે. એ પર્યાયષ્ટિ અનાદિની છે. પર્યાય પરની દૃષ્ટિ છોડી ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર તારી દષ્ટિ કદી આવી નથી. મિથ્યાત્વ ને રાગાદિના દુઃખથી છૂટવાનો વિકલ્પ તોડવાનો–બીજો કોઈ ઉપાય નથી; અંતર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવની-શુદ્ધ જ્ઞાયક પરમભાવની-દષ્ટિ કરવી તે એક જ ઉપાય છે. ૧૭૪. જેમ દૂધપાકના સ્વાદ આગળ લાલ જુવારના Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #124 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૯૯ રોટલાનો સ્વાદ ન આવે, તેમ જેણે આનંદસ્વરૂપ નિજ જ્ઞાયક પ્રભુના સ્વાદ લીધા છે તેને જગતની કોઈ ચીજમાં પ્રેમ લાગતો નથી, રસ આવતો નથી, એકાકારપણું થતું નથી. સ્વ-સ્વભાવ સિવાય જેટલા વિકલ્પ અને બાહ્ય જ્ઞયો તે બધાંનો રસ તૂટી ગયો છે. ૧૭૫. કોઈને એમ લાગે કે જંગલમાં મુનિરાજને એકલાએકલા કેમ ગમતું હશે? અરે ભાઈ ! જંગલ વચ્ચે નિજાનંદમાં ઝૂલતા મુનિરાજો તો પરમ સુખી છે; જગતના રાગદ્વેષનો ઘોંઘાટ ત્યાં નથી. કોઈ પરવસ્તુ સાથે આત્માનું મિલન જ નથી, એટલે પરના સંબંધ વગર આત્મા સ્વયમેવ એકલો પોતે પોતામાં પરમ સુખી છે. પરના સંબંધથી આત્માને સુખ થાય-એવું તેનું સ્વરૂપ નથી. સમ્યગ્દષ્ટિ જીવો પોતાના આવા આત્માને અનુભવે છે અને તેને જ ઉપાદેય જાણે છે. ૧૭૬. જ્ઞાનસ્વરૂપ આત્મા છે' એવા ગુણગુણીના ભેદનો વિકલ્પ, આત્માનો અનુભવ કરવા જતાં વચ્ચે આવશે ખરો, પણ તેનો આશ્રય સમ્યગ્દર્શનમાં નથી. સમ્યગ્દષ્ટિ તે વિકલ્પરૂપ વ્યવહારનું શરણ લઈને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #125 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત અટકતા નથી, પણ તેનેય છોડવા જેવો સમજીને અંતરમાં શુદ્ધાત્માને તે વિકલ્પથી જુદો અનુભવે છે. આવો અનુભવ તે જ વીતરાગનો માર્ગ છે. મોક્ષમહેલ માટે આત્મામાં સમ્યગ્દર્શનરૂપી શિલાન્યાસ કરવાની આ વાત છે. સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્યદેવે જૈનધર્મનું રહસ્ય બતાવતાં કહ્યું છે ને !– ૧૦૦ વ્યવહારનય અભૂતાર્થ દર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૃતાર્થને આશ્રિત જીવ સુષ્ટિ નિશ્ચય હોય છે. નિશ્ચય-વ્યવહાર સંબંધી બધા ઝઘડા ઊકલી જાય ને આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય એવા ભાવો આ ગાથામાં ભર્યા છે. ૧૭૭. સ્વસ્વભાવ સન્મુખનું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. એકલા ૫૨ સન્મુખનું જ્ઞાન તે અજ્ઞાન છે; કારણ કે સ્વસ્વભાવની સંપૂર્ણતાના ભાન વિના, એક સમયની પર્યાયની અપૂર્ણતામાં પૂર્ણતા માની છે. તેથી પૂર્ણ સ્વભાવને લક્ષમાં લઈ પૂર્ણ સાધ્યને સાધવું. ૧૭૮. * આત્માને યથાર્થ સમજવા માટે પ્રમાણ, નય, નિક્ષેપરૂપ શુભ વિકલ્પનો વ્યવહા૨ વચ્ચે આવ્યા વિના રહેતો નથી, પણ આત્માના એકપણાના અનુભવ વખતે તે વિકલ્પ છૂટી જાય છે તેથી તે અભૂતાર્થ છે, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #126 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્માને મદદગાર નથી. વસ્તુનો અભેદપણે નિર્ણય કરવા જતાં અને તેમાં એકાગ્રપણે ઠરવા જતાં વચ્ચે નવ તત્ત્વ તથા નય, પ્રમાણ વગેરેના રાગમિશ્રિત વિચારો આવ્યા વિના રહેતા નથી; પણ તેનાથી અભેદમાં જવાતું નથી. આંગણું છોડે ત્યારે ઘરમાં જવાય છે, તેમ વ્યવહારરૂપ આંગણું છોડે ત્યારે સ્વભાવરૂપ ઘરમાં જવાય છે. ૧૭૯. * ૧૦૧ પાંચ ઇન્દ્રિયો સંબંધી કોઈ પણ વિષયોમાં આત્માનું સુખ નથી, સુખ તો આત્મામાં જ છે. -આમ જાણીને સર્વ વિષયોમાંથી સુખબુદ્ધિ ટળે ને અસંગી આત્મસ્વરૂપની રુચિ થાય, ત્યારે જ વાસ્તવિક બ્રહ્મચર્યજીવન હોય. બ્રહ્મસ્વરૂપ આત્મામાં જેટલે અંશે પરિણમન-આત્મિક સુખનો અનુભવ –થાય તેટલે અંશે બ્રહ્મચર્યજીવન છે. જેટલી બ્રહ્મમાં ચર્યા તેટલો પવિષયોનો ત્યાગ હોય છે. જે જીવ પવિષયોથી ને પરભાવોથી સુખ માનતો હોય તે જીવને બ્રહ્મચર્યજીવન હોય નહિ, કેમ કે તેને વિષયોના સંગની ભાવના પડી છે. ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોનાં બીજડાં પડેલાં છે. માટે સાચું બ્રહ્મજીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #127 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત કર્તવ્ય એ છે કે-અતીન્દ્રિય આનંદથી ભરપૂર અને સર્વ પરવિષયોથી ખાલી એવા પોતાના આત્મસ્વભાવની ચિ કરવી, તેનું લક્ષ કરવું, તેનો અનુભવ કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો. ૧૮O. હે મોક્ષના અભિલાષી! મોક્ષનો માર્ગ તો સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વરૂપ છે. તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવરૂપ મોક્ષમાર્ગ અંતર્મુખ પ્રયત્ન વડે સધાય છે એમ ભગવાને ઉપદેશ્ય છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષમાર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે કે “મોક્ષનો માર્ગ પ્રયત્નસાધ્ય છે. માટે તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને જ મોક્ષનો પંથ જાણીને સર્વ ઉદ્યમ વડે તેને અંગીકાર કર. હે ભાઈ ! સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી રહિત એવા દ્રવ્યલિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે માટે તેનો પ્રયત્ન કર. ૧૮૧. k તત્ત્વવિચારમાં ચતુર ને નિર્મળ ચિત્તવાળો જીવ ગુણોમાં મહાન એવા સદ્દગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી અંતરમાં ચૈતન્ય પરમતત્વનો અનુભવ કરે છે. રત્નત્રય આદિ ગુણોથી મહાન એવા Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #128 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૦૩ ગુરુ શિષ્યને કહે છે કે-૫૨મભાવને જાણ, પરથી ભલુંબૂરું માનવું છોડીને, દેહમાં રહેલું હોવા છતાં પણ દેહ અને શુભાશુભ રાગથી ભિન્ન નિજ અસંગ ચૈતન્ય પરમતત્ત્વને અંતરમાં દેખ. ‘આ જ હું છું' –એવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. શ્રીગુરુનાં આવાં વચનો દઢતાથી સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં તદ્રુપ પરિણમી જાય છે. આવી સેવા-ઉપાસના-ના પ્રસાદથી પાત્ર જીવ આત્માનુભૂતિ પ્રાપ્ત કરે છે. ૧૮૨. * દ્રવ્યમાં ઊંડો ઊતરી જા, દ્રવ્યના પાતાળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય-વસ્તુ છે, ઊંડું ઊંડું ગંભીર ગંભીર તત્ત્વ છે, જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે; તેમાં દૃષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. ‘ઘૂસી જા’ નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે; પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે; તેને, પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરી-અભેદ થઈ-એમ કહેવાય છે. ૧૮૩. * દુનિયામાં મારું જ્ઞાન પ્રસિદ્ધ થાઓ, દુનિયા મારી પ્રશંસા કરે અને હું જે કહું છું તેનાથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #129 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત દુનિયા રાજી થાય-એમ અંદર અભિમાનનું જેને પ્રયોજન હોય તેનું ધારણારૂપ જ્ઞાન, ભલે સાચું હોય તોપણ, ખરેખર અજ્ઞાન છે-મિથ્યાજ્ઞાન છે. ભાષા બહુ મલાવે તો અંદર વસ્તુ હાથ આવી જાય એમ નથી. અંદર સ્વભાવની દૃષ્ટિ કરે, તેનું લક્ષ કરે, તેનો આશ્રય કરે, તેની સન્મુખ જાય, ત્યારે અતીન્દ્રિય શાંતિ અને આનંદ મળે છે. ૧૮૪. જેમ સિદ્ધભગવંતો કોઈના આલંબન વગર સ્વયમેવ પૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનાનંદરૂપે પરિણમનારા દિવ્ય સામર્થ્યવાળા દેવ છે, તેમ બધાય આત્માનો સ્વભાવ પણ એવો જ છે. અહા! આવો નિરાલંબી જ્ઞાન ને સુખસ્વભાવરૂપ હું છું! એમ લક્ષમાં લેતાં જ જીવનો ઉપયોગ અતીન્દ્રિય થઈને તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદ ખીલી જાય છે, પૂર્વે કદી નહિ અનુભવાયેલી ચૈતન્યશાંતિ વેદનમાં આવે છે; આમ આનંદનો અગાધ સમુદ્ર તેને પ્રતીતિમાં, જ્ઞાનમાં ને અનુભૂતિમાં આવી જાય છે; પોતાનું પરમ ઇષ્ટ એવું સુખ તેને પ્રાપ્ત થાય છે, ને અનિષ્ટ એવું દુઃખ દૂર થાય છે. ૧૮૫. અંતરમાં સ્વસંવેદનજ્ઞાન ખીલ્યું ત્યાં પોતાને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #130 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૦૫ તેનું વદન થયું, પછી તેને કોઈ બીજો જાણે કે ન જાણેતેની કાંઈ જ્ઞાનીને અપેક્ષા નથી. જેમ સુગંધી ફૂલ ખીલે છે તેની સુગંધ બીજા કોઈ લે કે ન લે તેની અપેક્ષા ફૂલને નથી, તે તો પોતે પોતામાં જ સુગંધથી ખીલ્યું છે, તેમ ધર્માત્માને પોતાનું આનંદમય સ્વસંવેદન થયું છે તે કોઈ બીજાને દેખાડવા માટે નથી; બીજા જાણે તો પોતાને શાંતિ થાય-એવું કાંઈ ધર્મીને નથી; તે તો પોતે અંદર એકલો-એકલો પોતાના એકત્વમાં આનંદરૂપે પરિણમી જ રહ્યો છે. ૧૮૬. જડ શરીરના અંગભૂત ઈન્દ્રિયો તે કાંઈ આત્માના જ્ઞાનની ઉત્પત્તિનું સાધન નથી. અતીન્દ્રિય જ્ઞાનસ્વભાવને સાધન બનાવીને જે જ્ઞાન થાય, તે જ આત્માને જાણનારું છે. આવા જ્ઞાનની અનુભૂતિથી સમ્યગ્દર્શન થયા પછી મુમુક્ષુને આત્મા સદાય ઉપયોગસ્વરૂપ જ જણાય છે. ૧૮૭. અનાદિ-અનંત એવું જે એક નિજ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનું, સ્વસમ્મુખ થઈ આરાધન કરવું તે જ પરમાત્મા થવાનો સાચો ઉપાય છે. ૧૮૮. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #131 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત અહા! આઠ વર્ષનો એ નાનકડો રાજકુમાર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય ત્યારે વૈરાગ્યનો એ અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી ઊતર્યા! વાહુ રે વાહ! ધન્ય એ મુનિદશા ! જ્યારે એ નાનકડા મુનિરાજ બે-ત્રણ દિવસે આહાર માટે નીકળે ત્યારે આનંદમાં ઝૂલતાં ઝૂલતાં ધીમે ધીમે ચાલ્યા આવતા હોય, યોગ્ય વિધિનો મેળ ખાતાં આહારગ્રહણ માટે નાનકડા બે હાથની અંજલિ જોડીને ઊભા હોય, અહા ! એ દેખાવ કેવો હશે ! પછી તો એ આઠ વર્ષના મુનિરાજ આત્માના ધ્યાનમાં લીન થઈને કેવળજ્ઞાન પ્રગટાવીને સિદ્ધ થઈ જાય. આવી આત્માની તાકાત છે. અત્યારે પણ વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિ ભગવાન પાસે આઠ આઠ વર્ષના રાજકુમારોની દીક્ષાના આવા પ્રસંગ બને છે. ૧૮૯. શાસ્ત્રમાં બે નાની વાત હોય છે. એક નય તો જેવું સ્વરૂપ છે તેવું જ કહે છે અને બીજો નય જેવું સ્વરૂપ હોય તેવું કહેતો નથી, પણ નિમિત્તાદિની અપેક્ષાએ કથન કરે છે. આત્માનું શરીર છે, આત્માનાં કર્મ છે, કર્મથી વિકાર થાય છે-તે કથન વ્યવહારનું Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #132 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૦૭ છે; તેથી તેને સત્ય માની લેવું નહિ. મોક્ષમાર્ગ-પ્રકાશકમાં પં. ટોડરમલજીએ કહ્યું છે કે વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય-પદ્રવ્યને વા તેમના ભાવોને વા કારણ-કાર્યાદિકને કોઈને કોઈમાં મેળવી નિરૂપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. તથા નિશ્ચયનય તેમને જ યથાવત્ નિરૂપણ કરે છે, કોઈને કોઈમાં મેળવતો નથી, માટે એવા જ શ્રદ્ધાનથી સમ્યકત્વ થાય છે, તેથી તેનું શ્રદ્ધાન કરવું. ૧૯૦. બહુ જ અલ્પ કાળમાં જેને સંસારપરિભ્રમણથી મુક્ત થવું છે એવાઅતિ-આસન્નભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ ઉપાદેય નથી. જેનામાં કર્મની કોઈ અપેક્ષા નથી એવું જે પોતાનું શુદ્ધપરમાત્મતત્ત્વ તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેનો જ આશ્રય કરવાથી સમ્યક્રચારિત્ર થાય છે, ને તેનો જ આશ્રય કરવાથી અલ્પ કાળમાં મુક્તિ થાય છે; માટે મોક્ષના અભિલાષી એવા અતિ-નિકટ-ભવ્ય જીવે પોતાના શુદ્ધાત્મતત્ત્વનો જ આશ્રય કરવા જેવો છે, એનાથી બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. તેથી હું મોક્ષાર્થી જીવ! તારા શુદ્ધાત્મતત્વને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #133 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧ /૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત જ તું ઉપાદેય કર-તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે જાણ, ને તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર. આમ કરવાથી અલ્પ કાળમાં તારી મુક્તિ થશે. ૧૯૧. k દેવ-શાસ્ત્ર-ગુનો પોતાની રુચિપૂર્વક સમાગમ થયા પછી, તેઓ જે નિરાળી વસ્તુ કહેવા માગે છે તે પોતાના રુચિપૂર્વકના પુરુષાર્થથી સમજે ત્યારે પરાશ્રયદષ્ટિ છૂટીને સ્વાશ્રયદષ્ટિ થાય છે ને ત્યારે અગૃહીત મિથ્યાત્વ છૂટે છે. પ્રથમ તો દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિ હોય ત્યારે મિથ્યાત્વ મંદ થાય છે ને તેથી ગૃહીત મિથ્યાત્વ છૂટે છે; માટે પ્રથમ સત્ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિવિનયનો ભાવ હોય પણ વ્રત-તપ પ્રથમ ન હોય. સાચું સમજે ત્યારે દેવ-શાસ્ત્ર–ગુરુ નિમિત્ત કહેવાય છે, પરંતુ વ્રતાદિ સાચું સમજવામાં નિમિત્તરૂપ પણ નથી. પ્રથમ સત્ની રુચિ થાય, ભક્તિ થાય, બહુમાન થાય, પછી સ્વરૂપ સમજે ને પછી વ્રત આવે; પ્રથમ મિથ્યાત્વ જાય, પછી વ્રત આવે, તે ક્રમ છે; પણ મિથ્યાત્વ છૂટયા પહેલાં વ્રત-સમિતિનો ઉપદેશ તે ક્રમભંગ ઉપદેશ છે. ૧૯૨. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #134 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧/૯ સાચી તત્ત્વદષ્ટિ થયા પછી પણ દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ વગેરેના શુભ ભાવમાં જ્ઞાની જોડાય, પણ તેનાથી ધર્મ થશે એમ તે માને નહિ. સમ્યગ્દર્શન થયા પછી સ્થિરતામાં આગળ વધતાં વ્રતાદિના પરિણામ આવે, પરંતુ તેનાથી ધર્મ ન માને. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો નિર્મળ શુદ્ધ પર્યાય એટલે જેટલે અંશે પ્રગટે તેને જ ધર્મ માને. દયા-પૂજા-ભક્તિ વગેરેના શુભ પરિણામ તો વિકારી ભાવ છે તેનાથી પુણ્યબંધ થાય પણ ધર્મ ન થાય. ૧૯૩. ભોગો ભોગવેલાં કમન નિશ્ચયથી સ જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ વિરાગી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. ભોગોપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને! ૧૯૪. દેવ-શાસ્ત્રગુરુની ભક્તિ, પૂજા, પ્રભાવના વગેરેના શુભભાવ જેવા જ્ઞાનીને થાય એવા અજ્ઞાનીને થાય જ નહિ. ૧૯૫. શુભભાવ પોતામાં થાય છે માટે તેને “અભૂતાર્થ' ન કહેવાય એમ નથી. શુભભાવ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત પોતાની પર્યાયમાં થતો હોવા છતાં તેના આશ્રયે હિતની પ્રાપ્તિ થતી નથી, તેથી તેને ‘અભૂતાર્થ’ કહેવામાં આવે છે. પોતાની પર્યાયમાં તેનું અસ્તિત્વ જ નથી-એમ કાંઈ ‘અભૂતાર્થ ’નું તાત્પર્ય નથી; પણ તેના આશ્રયથી કલ્યાણની પ્રાપ્તિ થતી નથી, કેમ કે સ્વભાવભૂત નથી, એમ બતાવીને તેનો આશ્રય છોડાવવા માટે તેને ‘ અભૂતાર્થ ’ કહ્યો છે. ત્રિકાળી એકરૂપ રહેનાર દ્રવ્યસ્વભાવ ભૂતાર્થ છે, તેના આશ્રયે કલ્યાણ થાય છે. તે ભૂતાર્થસ્વભાવની દૃષ્ટિથી ભેદરૂપ કે રાગરૂપ સમસ્ત વ્યવહાર અમૃતાર્થ છે. અભૂતાર્થ કહો કે પરિહરવાયોગ્ય કહો. તેનો પરિહાર કરીને સહજ સ્વભાવને અંગીકાર કરવાથી ઘોર સંસારનું મૂળ-મિથ્યાત્વ-છેદાઈ જાય છે, ને જીવ શાશ્વત પરમ સુખનો માર્ગ પામે છે. ૧૯૬. ૧૧૦ સમ્યગ્દષ્ટિ મનુષ્યને અશુભ રાગ આવે છે, પણ અશુભ રાગના કાળે આયુષ્યનો બંધ ન થાય; કેમ કે સમ્યગ્દષ્ટિ મનુષ્ય મરીને વૈમાનિક દેવમાં ઉત્પન્ન થાય છે, તેથી શુભ રાગમાં જ આયુષ્ય બંધાય. ૧૯૭. * પ્રશ્ન:- જેમ સ્વદ્રવ્ય આદરણીય છે તેમ તેની ભાવનારૂપ નિર્મળ પર્યાય આદરણીય કહેવાય? Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #136 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૧૧ ઉત્તર:- હા. રાગ હેય છે તેની અપેક્ષાએ નિર્મળ પર્યાયને આદરણીય કહેવાય; અને દ્રવ્યની અપેક્ષાએ પર્યાય તે વ્યવહાર છે, તે આશ્રયયોગ્ય નહિ હોવાથી હેય કહેવાય. ક્ષાયિક પર્યાય પણ દ્રવ્યની અપેક્ષાએ હેય કહેવાય, પણ રાગની અપેક્ષાએ ક્ષાયિક ભાવને આદરણીય કહેવાય. ૧૯૮. જિજ્ઞાસુ વિચારે છે કે-અરેરે! પૂર્વે મેં અનંતી વાર મોટાં મોટાં શાસ્ત્રો વાંચ્યાં, સત્સમાગમ સાંભળ્યાં અને તેનાં ઉપર વ્યાખ્યાનો કર્યા, પણ શુદ્ધ ચિતૂપ આત્માને મેં કદી જાણ્યો નહિ, તેથી મારું ભવપરિભ્રમણ દૂર ન થયું. બહારમાં મેં આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને શોધ્યો નહિ. આત્મામાં જ પોતાની સ્વભાવસાધનાનું સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારનાં શાસ્ત્રોમાં પણ એવી તાકાત નથી કે આત્મસાધનાનું સાધન થાય. ૧૯૯. આત્મામાં અકર્તૃત્વસ્વભાવ તો અનાદિ-અનંત છે; તે સદાય વિકારથી ઉપરમસ્વરૂપ જ છે; તે સ્વરૂપની અપેક્ષાએ આત્મા વિકારનો કર્તા છે જ નહિ. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #137 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત પણ મિથ્યાત્વાદિનું અકર્તાપણું થઈ જાય છે. મિથ્યાત્વભાવ થાય છે ને તેનો અકર્તા છે એમ નહિ, પરંતુ મિથ્યાત્વભાવ તેને થતો જ નથી; અને અસ્થિરતાનો જે અલ્પ રાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી. માટે તેનો પણ અકર્તા છે. ૨OO. સમ્યગ્દષ્ટિ ધર્માત્માની દષ્ટિ અંતરના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર છે, ક્ષણિક રાગાદિ ઉપર નહિ. તેની દષ્ટિમાં રાગાદિનો અભાવ હોવાથી તેને (દષ્ટિઅપેક્ષાએ) સંસાર કયાં રહ્યો? રાગ રહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દષ્ટિ હોવાથી તે મુક્ત જ છે, તેની દષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની દષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દષ્ટિ બંધભાવને પોતામાં સ્વીકારતી નથી, માટે સ્વભાવ-દષ્ટિવંત સમકિતી મુક્ત જ છે. “શુદ્ધસ્વમાનિયત: સ દિ મુp gવ' –શુદ્ધ સ્વભાવમાં નિશ્ચળ એવો જ્ઞાની ખરેખર મુક્ત જ છે. ૨૦૧. રાગાદિ વિકાર થાય છે તે પોતામાં થાય કે પરમાં? પોતામાં જ થાય. ચૈતન્યની પર્યાયમાં વિકાર કાંઈ પરવસ્તુ કરાવી દેતી નથી. વિકાર થવામાં નિમિત્ત બીજી ચીજ છે ખરી, પણ તે કાંઈ વિકાર Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #138 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૧૩ કરાવી દેતી નથી. એકલો કોઈ બગડે નહિ, બે થાય એટલે બગડે. બે બંગડી ભેગી થાય તો ખખડે, તેમ આત્મા પ૨વસ્તુ ઉપર દૃષ્ટિ મૂકે છે ત્યારે ભૂલ થાય છે, એકલો હોય તો ભૂલ થાય નહિ. જેમ કોઈ પુરુષ પરસ્ત્રી ઉપર દષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, તેમ આત્મા પર ઉપર દૃષ્ટિ મૂકે તો ભૂલ થાય છે, પણ પોતાના સ્વભાવ ઉપ૨ દૃષ્ટિ મૂકે તો ભૂલ થતી નથી. માટે આત્માને વિકાર થવામાં ૫૨ચીજ નિમિત્ત છે, પરંતુ પરચીજ વિકાર કરાવી દેતી નથી. ૨૦૨. * દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહનો અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે એવો નથી. ૨૦૩. * બહારની વિપદા એ ખરેખર વિપદા નથી અને બહારની સંપદા એ સંપદા નથી. ચૈતન્યનું વિસ્મરણ એ જ મોટી વિપદા છે અને ચૈતન્યનું સ્મરણ એ જ ખરેખર સાચી સંપદા છે. ૨૦૪. સિંહ ચારે કોર ફરતા હોય ને જેમ ઊંઘ ન આવે, હથિયારબંધ પોલીસ પોતાને મારવા ફરતો Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #139 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત હોય ને જેમ ઊંઘ ન આવે, તેમ જ્યાં સુધી તત્ત્વનિર્ણય ન કરે ત્યાં સુધી આત્માર્થીને સુખેથી ઊંઘ ન આવે. ૨૦૫. અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ચૂકીને બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ નિરંતર દુઃખી છે, અને મારું સુખ મારા આત્મામાં જ છે, બાહ્ય ઇન્દ્રિયવિષયોમાં મારું સુખ નથી” એવી દઢ પ્રતીતિ કરી અંતર્મુખ થઈને જે આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે તે ધર્માત્મા નિરંતર સુખી છે. નિજ ચૈતન્યવિષયને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખદુ:ખની બુદ્ધિથી અજ્ઞાની જીવો દિનરાત બળી રહ્યા છે. અરે જીવો ! પરમ આનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો ને આત્માના શાંતરસમાં મગ્ન થાઓ. ૨૦૬. કોઈ જીવ નગ્ન દિગંબર મુનિ થઈ ગયો હોય, લૂગડાનો એક તાણાવાણો પણ ન હોય, પરંતુ પરવસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય છે, ત્યાં સુધી તેના અભિપ્રાયમાંથી ત્રણ કાળની એક પણ વસ્તુ છૂટી નથી. પર સાથે એકત્વબુદ્ધિ ઊભી છે, પરવસ્તુ મને લાભ કરે છે એવો અભિપ્રાય ઊભો છે, Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #140 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૧૫ ત્યાં સુધી ત્રણ કાળ ત્રણ લોકના અનંત પદાર્થો એના ભાવમાંથી છૂટયા નથી. ૨૦૭. અરે જીવ! એક ક્ષણ વિચાર તો કર, કે સંયોગો વધવાથી તારા આત્મામાં શું વધ્યું? અરે! સંયોગો વધવાથી આત્માનું વધવાપણું માનવું તે તો મનુષ્યદેહને હારી જવા જેવું છે. ભાઈ ! તારા જ્ઞાનસ્વરૂપ આત્મા સાથે આ સંયોગો એકમેક નથી; માટે તેનાથી ભિન્નતાનું ભાન કર. ૨૦૮. જેને મોક્ષ પ્રિય હોય તેને મોક્ષનું કારણ પ્રિય હોય, ને બંધનું કારણ તેને પ્રિય ન હોય. મોક્ષનું કારણ તો આત્મસ્વભાવમાં અંતર્મુખ વલણ કરવું તે જ છે, ને બહિર્મુખ વલણ તો બંધનું જ કારણ છે; માટે જેને મોક્ષ પ્રિય છે એવા મોક્ષાર્થી જીવને અંતર્મુખ વલણની જ ચિ હોય છે, બહિર્મુખ એવા વ્યવહારભાવોની તેને રુચિ લેતી નથી. પહેલાં અંતર્મુખ વલણની બરાબર રુચિ જામવી જોઈએ, પછી ભલે ભૂમિકાનુસાર વ્યવહાર પણ હોય, પણ ધર્મીને-મોક્ષાર્થીને તે આદરવારૂપે નથી, પણ તે જ્ઞયરૂપે ને હેયરૂપે છે. આદર અને રુચિ તો અંતર્મુખ વલણની જ હોવાથી, જેમ જેમ તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #141 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત અંતર્મુખ થતો જાય છે તેમ તેમ બહિર્મુખ ભાવો છૂટતા જાય છે. આ રીતે નિશ્ચય-સ્વભાવમાં અંતર્મુખ થતાં બહિર્મુખ એવા વ્યવહારભાવોનો નિષેધ થઈ જાય છે. - આ જ મોક્ષની રીત છે. ૨૦૯. પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી ચૈતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં તેમાં અપૂર્વ પુરુષાર્થ આવે છે. “સર્વજ્ઞતાનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊડી જાય છે” એ માન્યતા તો ઘણી મોટી ભૂલ છે. કેવળજ્ઞાન ને તેના કારણની પ્રતીતિ કરતાં જેને સ્વસમ્મુખતાનો અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે તે જીવ નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વશની પ્રતીતિ કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે, ને સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે. હું અલ્પ કાળમાં મોક્ષ પામવાનો છું ને ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ આવ્યું છે. ૨૧૦. જેમ ઘોર નિદ્રામાં સૂતેલાને આસપાસના Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #142 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૧૭ જગતનું ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી; અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોઠતું નથી; આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી કે સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. અહા! ધન્ય એ અદ્દભુત દશા! ૨૧૧. અહા ! જુઓ, આ પરમ સત્ય માર્ગ. ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વવિદેહક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા છે, ત્યાં જઈને શ્રી કુંદકુંદાચાર્યદેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી. અહા, કેવો સત્ય માર્ગ! કેવો ચોખ્ખો માર્ગ! કેવો પ્રસિદ્ધ માર્ગ ! પણ અત્યારે લોકો શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? એવો જ કાળ ! પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ ત્રણે કાળે જયવંત છે, તે જ અભિનંદનીય છે. ૨૧૨. કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #143 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત આત્મા પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે છે. કર્તા, કર્મ, કરણ વગેરે છે કારકો ભિન્નભિન્ન નથી પણ અભેદ છે. આત્મા પોતે એકલો જ કર્તા-કર્મકરણ-સંપ્રદાન-અપાદાન-અધિકરણરૂપ થાય છે; છે કારકરૂપ અને એવી અનંત શક્તિઓરૂપ આત્મા પોતે જ પરિણમે છે. એ રીતે એકસાથે અનંત શક્તિઓ જ્ઞાનમૂર્તિ આત્મામાં ઊછળી રહી છે, તેથી તે ભગવાન અનેકાન્તમૂર્તિ છે. ૨૧૩. અહા! મુનિદશા કેવી હોય તેનો વિચાર તો કરો! છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા એ મુનિઓ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયા હોય છે. પ્રચુર સ્વસવેદન એ જ મુનિનું ભાવલિંગ છે, અને દેહનું નગ્નપણું-વસ્ત્રપાત્ર રહિત નિગ્રંથ દશા–તે તેમનું દ્રવ્યલિંગ છે. તેમને અપવાદ-વ્રતાદિનો શુભ રાગ આવે, પણ વસ્ત્રગ્રહણનો કે અધઃકર્મ તેમ જ ઉશિક આહાર લેવાનો ભાવ હોય નહિ. અહા! શ્રી ઋષભદેવ ભગવાનને મુનિદશામાં પ્રથમ છ મહિનાના ઉપવાસ હતા, પછી આહારનો વિકલ્પ ઊઠતો હતો, પણ મુનિની વિધિપૂર્વક આહાર મળતો નહોતો; તેથી વિકલ્પ તોડીને અંદર આનંદમાં રહેતા હતા. આનંદમાં રહેવું એ જ આત્માનું કર્તવ્ય છે. ૨૧૪. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #144 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૧૯ અહો! સમ્યગ્દર્શન મહારત્ન છે. શુદ્ધ આત્માની નિર્વિકલ્પ પ્રતીતિ તે જ સર્વ રત્નોમાં મહારત્ન છે. લૌકિક રત્નો તો જડ છે, પણ દેહથી ભિન્ન કેવળ શુદ્ધ ચૈતન્યનું ભાન કરીને જે સ્વાનુભવયુક્ત ઢ શ્રદ્ધા પ્રગટે છે તે જ સમ્યગ્દર્શન મહારત્ન છે. ૨૧૫. ધર્માત્માને પોતાનો રત્નત્રયસ્વરૂપ આત્મા જ પરમપ્રિય છે, સંસાર સંબંધી બીજું કાંઈ પ્રિય નથી. જેમ ગાયને પોતાના વાછરડા પ્રત્યે અને બાળકને પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે, તેમ ધર્મીને પોતાના રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી પરમ વાત્સલ્ય હોય છે. પોતાને રત્નત્રયધર્મમાં પરમ વાત્સલ્ય હોવાથી બીજા રત્નત્રયધર્મધારક જીવો પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઊભરો આવ્યા વિના રહેતો નથી. ૨૧૬. સ્વર્ગમાં રત્નોના ઢગલા મળે તેમાં જીવનું કાંઈ કલ્યાણ નથી. સમ્યગ્દર્શનરત્ન અપૂર્વ કલ્યાણકારી છે, સર્વ કલ્યાણનું મૂળ છે. તેના વિના જે કરે તે તો બધુંય “રાખ ઉપર લીંપણ” જેવું વ્યર્થ છે. સમ્યગ્દષ્ટિ જીવ લક્ષ્મી-પુત્ર વગેરે માટે કોઈ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #145 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૦ ગુરુદેવશ્રીનાં વચનામૃત શીતળા વગેરે દેવી-દેવલાની માન્યતા કરે નહિ. લોકમાં મંત્ર-તંત્ર-ઔષધ વગેરે છે તે તો પુણ્ય હોય તો ફળે. પણ આ સમ્યગ્દર્શન સર્વ રત્નોમાં એવું અનુપમ શ્રેષ્ઠ રત્ન છે કે જેનો દેવો પણ મહિમા કરે છે. ૨૧૭. એકલા વિકલ્પથી તત્ત્વવિચાર કર્યા કરે તો તે જીવ પણ સમ્યકત્વ પામતો નથી. અંતરમાં ચૈતન્યસ્વભાવનો મહિમા કરીને તેની નિર્વિકલ્પ અનુભૂતિ કરવી તે જ સમ્યગ્દર્શન છે. ર૧૮. આત્માનો સ્વભાવ ત્રિકાળી પરમપરિણામિકભાવરૂપ છે; તે સ્વભાવને પકડવાથી જ મુક્તિ થાય છે. તે સ્વભાવ કઈ રીતે પકડાય? રાગાદિ ઔદયિક ભાવ વડે તે સ્વભાવ પકડાતો નથી; ઔદયિક ભાવો તો બહિર્મુખ છે ને પરિણામિક સ્વભાવ તો અંતર્મુખ છે. બહિર્મુખ ભાવ વડે અંતર્મુખ ભાવ પકડાય નહિ. વળી જે અંતર્મુખી ઔપથમિક, ક્ષાયોપથમિક, ક્ષાયિક ભાવ છે તેના વડે તે પારિણામિક ભાવ જો કે પકડાય છે, તોપણ તે ઔપશમિકાદિ ભાવોના લક્ષે તે પકડાતો નથી. અંતર્મુખ થઈને એ પરમ સ્વભાવને પકડતાં Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #146 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૨૧ પશમિકાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. તે ભાવો પોતે કાર્યરૂપ છે, ને પરમ પરિણામિક સ્વભાવ કારણરૂપ પરમાત્મા છે. ૨૧૯. રાગાદિથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું ભાન અને અનુભવ થયો ત્યાં ધર્મીને તેની નિઃસંદેહ ખબર પડે છે કે અહો ! આત્માના કોઈ અપૂર્વ આનંદનું મને વેદન થયું, સમ્યગ્દર્શન થયું, આત્મામાંથી મિથ્યાત્વનો નાશ થઈ ગયો. “હું સમકિતી હુઈશ કે મિથ્યાદષ્ટિ?' એવો જેને સંદેહ છે તે નિયમથી મિથ્યાદષ્ટિ છે. ર૨૦. આત્મા વ્યવહારથી બગડ્યો કહો તો સુધારી શકાય, પણ પરમાર્થ બગડ્યો કહો તો સુધારી શકાય નહિ. વાસ્તવિક રીતે આત્મા બગયો નથી પણ માત્ર વર્તમાન પર્યાયમાં વિકાર થયો છે માટે સુધારી શકાય છે, વિકાર ટાળી શકાય છે. વિકારી પરિણામ બધા કર્માધીન થાય છે તેને પોતાના માને, પોતાનો સ્વભાવ માને, તેનો હું ઉત્પાદક છું તેનો હું કર્તા છું એમ માને તે અજ્ઞાની છે; પણ અવગુણનો હું કર્તા નથી, તે મારું કર્મ નથી, તેનો હું ઉત્પાદક Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #147 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત નથી, તે મારો નથી, તે મારો સ્વભાવ નથી, એમ માને તે સમ્યજ્ઞાની છે. ર૨૧. જે કોઈ આત્મા જડ-કર્મની અવસ્થાને અને શરીરાદિની અવસ્થાને કરતો નથી, તેને પોતાનું કર્તવ્ય માનતો નથી, તન્મયબુદ્ધિએ પરિણમતો નથી પરંતુ માત્ર જાણે છે એટલે કે તટસ્થ રહ્યો થકો-સાક્ષીપણે જાણે છે, તે આત્મા જ્ઞાની છે. ૨૨૨. વિકાર જીવની જ પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તેને જીવનો જાણવો; પણ જીવનો સ્વભાવ વિકારમય નથી, જીવનો સ્વભાવ તો વિકાર રહિત છે. એ રીતે સ્વભાવદષ્ટિથી વિકાર જીવનો નથી, પણ પુદ્ગલના લક્ષે થતો હોવાથી તે પુદ્ગલનો છે એમ જાણવું. એમ બન્ને પડખાં જાણીને શુદ્ધસ્વભાવમાં ઢળતાં પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે, અને એ રીતે જીવ વિકારનો સાક્ષાત્ અકર્તા થઈ જાય છે. માટે પરમાર્થ જીવ વિકારનો કર્તા નથી. રર૩. ગમે તે સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં જે જીવ પોતે નિશ્ચય-સ્વભાવનો આશ્રય કરીને પરિણમે છે તે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #148 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૨૩ જ જીવ મોક્ષમાર્ગ ને મોક્ષને પામે છે; અને જે જીવ શુદ્ધ સ્વભાવનો આશ્રય કરતો નથી ને પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય કરે છે તે જીવ કોઈ સંયોગમાં, ક્ષેત્રમાં કે કાળમાં સમ્યગ્દર્શનાદિ પામતો નથી. તાત્પર્ય એ છે કે શુદ્ધન, ત્યાગવાયોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી બંધ થતો નથી અને તેના ત્યાગથી બંધ જ થાય છે. ૨૨૪. વક્તાને શાસ્ત્ર વાંચી આજીવિકાદિ લૌકિક કાર્ય સાધવાની ઇચ્છા ન હોવી જોઈએ, કારણ કે આશાવાન હોય તો યથાર્થ ઉપદેશ આપી શકે નહિ; તેને તો કંઈક શ્રોતાના અભિપ્રાય અનુસાર વ્યાખ્યાન કરી પોતાનું પ્રયોજન સાધવાનો જ અભિપ્રાય રહે. તેથી લોભી વક્તા સાચો ઉપદેશ આપી શકે નહિ. ર૨૫. સ્ફટિકમાં રાતી ને કાળી ઝાંય પડે છે તે વખતે પણ તેનો જે મૂળ નિર્મળ સ્વભાવ છે તેનો અભાવ થયો નથી; જો નિર્મળપણાની શક્તિ ન હોય તો રાતા–કાળાં ફૂલ દૂર થતાં જે નિર્મળપણું પ્રગટ થાય છે તે કયાંથી આવ્યું? તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય છે તે વખતે પણ આત્માના મૂળ શુદ્ધ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #149 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત સ્વભાવનો અભાવ થયો નથી. જો અંદર શુદ્ધતારૂપે થવાની શક્તિ ન હોય તો, પુણ્ય-પાપના પરિણામ વખતે શક્તિરૂપ શુદ્ધતાનો નાશ થયો હોય તો, પર્યાયમાં શુદ્ધતા આવે કયાંથી ? દ્રવ્યમાં શક્તિપણે શુદ્ધતા ભરી છે તો પર્યાયમાં શુદ્ધતા પ્રાપ્ત થાય છે; પ્રાસમાંથી પ્રાપ્તિ થાય છે; જેમાં હોય તેમાંથી પ્રગટે, જેમાં ન હોય એમાંથી શું પ્રગટે? ૨૨૬. ૧૨૪ * પરલક્ષે થનારા રાગાદિ ભાવ તો પરવશ થવાનું કારણ છે; તેનાથી તો કર્મબંધન થાય છે ને શરીર મળે છે; તેનાથી કાંઈ અશરીરી થવાતું નથી. સ્વવશ એવો જે શુદ્ઘરત્નત્રયભાવ છે તે જ કર્મબંધન તોડીને અશરીરી સિદ્ધ થવાનો ઉપાય છે. જેને મોક્ષ પામવો હોય, સિદ્ધ થવું હોય તેને તો આ જ જરૂર કરવા જેવું કાર્ય છે, એટલે કે અંતર્મુખ થઈને આત્માના આશ્રયે સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન ને એકાગ્રતા કરવાયોગ્ય છે; તેના વડે નિયમથી મુક્તિ થાય છે. ૨૨૭. * બહારના ક્રિયાકાંડમાં લોકોને ૨સ લાગી ગયો છે, ને અંદરની આ જ્ઞાયકવસ્તુ રહી ગઈ છે. વસ્તુ શી છે? તેનું સ્વરૂપ કેવું છે? વગેરે પ્રકારે એનું ઘોલન થવું જોઈએ. વસ્તુસ્વરૂપને સમજ્યા વિના Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #150 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૨૫ જીવને પાધરો ધર્મ કરવો છે! પડિમા લઈ લે, બહુ તો સાધુ થઈ જાય; બસ, થઈ ગયો ધર્મ! પણ ભાઈ ! સમ્યગ્દર્શન વિના પડિમા કે સાધુપણું કેવું? આત્માર્થીનું શ્રવણ-વાંચન-મનન બધું મૂળ આત્મા માટે છે, સમ્યગ્દર્શન પામવા માટે છે. ર૨૮. આ દેહ તો કાચી માટીના ઘડા જેવો છે. જેમ કાચી માટીના ઘડાને ગમે તેટલો ધોવામાં આવે તો પણ તેમાંથી કાદવ જ ઊખળે છે, તેમ સ્નાનાદિ વડે દેહનું ગમે તેટલું લાલન-પાલન કરવામાં આવે તોપણ એ તો અશુચિનું જ ઘર છે. દેહ તો સ્વભાવથી જ અશુચિનો પિંડ છે. આવા દેહને પવિત્ર એક જ પ્રકારે ગણવામાં આવ્યો છે. ક્યા પ્રકારે?-કે જે દેહમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયધર્મની આરાધના કરવામાં આવે તે દેહને રત્નત્રયના પ્રભાવથી પવિત્ર ગણવામાં આવે છે; જોકે નિશ્ચયથી તો રત્નત્રયની જ પવિત્રતા છે, પણ તેના નિમિત્તે દેહને પણ વ્યવહારે પવિત્ર કહેવાય છે. ૨૨૯. જેને રાગનો રસ છે–તે રાગ ભલે ભગવાનની ભક્તિનો હો કે જાત્રાનો હો-તે ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદરસથી રિક્ત છે, રહિત છે અને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #151 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત મિથ્યાદષ્ટિ છે; અને જે ચોથે ગુણસ્થાને સમકિતી છે, કે જેણે નિજ ૨સ-આત્માના આનંદનો રસ-ચાખ્યો છે, તે નિજરસથી જ રાગથી વિરક્ત છે. અસંખ્ય પ્રકારે શુભ રાગ હો, પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. શુદ્ધ ચૈતન્યના અમૃતમય સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે. ૨૩૦. ૧૨૬ * પર તરફ ઉપયોગ વખતે પણ, ધર્મીને સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક જેટલો વીતરાગ ભાવ થયો છે તેટલો ધર્મ તો સતત વર્તે જ છે; એવું નથી કે જ્યારે સ્વમાં ઉપયોગ હોય ત્યારે જ ધર્મ હોય ને જ્યારે પરમાં ઉપયોગ હોય ત્યારે ધર્મ હોય જ નહિ. ૨૩૧. * શિષ્ય ગુરુને કહે કે અહો પ્રભુ! આપે મારા ઉપર ૫૨મ ઉપકાર કર્યો છે, મને પામરને આપે ન્યાલ કર્યો છે, આપે મને તારી દીધો છે વગેરે. પોતાના ગુણની પર્યાય ઉઘાડવા માટે વ્યવહારમાં ગુરુ પ્રત્યે વિનય અને નમ્રતા કરે છે, ગુરુના ગુણોનું બહુમાન કરે છે; અને નિશ્ચયથી પોતાના પૂર્ણ સ્વભાવ પ્રત્યે વિનય, નમ્રતા અને બહુમાન કરે છે. નિશ્ચયમાં પોતાને પૂર્ણ સ્વભાવનું બહુમાન છે તેથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #152 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૨૭ " વ્યવહા૨માં દેવ-શાસ્ત્ર-ગુરુનું બહુમાન આવ્યા વગર રહેતું નથી. દેવ-ગુરુ ગુણમાં વિશેષ છે તેથી અંદર સમજીને નિમિત્ત ઉપર આરોપ કરી બોલે કે આપે મને તારી દીધો' તે જુદી વાત છે, પણ જો તેમ માની બેસે તો તે ખોટું છે. ૨૩૨. , * શુદ્ધ પરિણામ તે આત્માનો ધર્મ છે. તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ વ્રતાદિનો રાગ તેમાં આવતો નથી. આ શુદ્ધ રત્નત્રયરૂપ જે વીતરાગ ભાવ તે જ બધાં શાસ્ત્રોનું તાત્પર્ય છે, તે જ જિનશાસન છે, તે સર્વજ્ઞ જિનનાથની આજ્ઞા છે ને તે જ વીતરાગી સંતોનું ફરમાન છે. માટે તેને જ શ્રેયરૂપ જાણીને આરાધના કરો. ૨૩૩. * હે જીવ! એક વાર હરખ તો લાવ કે ‘અહો, મારો આત્મા આવો !' કેવો ?-કે સિદ્ધભગવાન જેવો. સિદ્ધભગવાન જેવી જ્ઞાન-આનંદની પરિપૂર્ણ તાકાત મારા આત્મામાં ભરી પડી જ છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. ‘ અરેરે ! હું દબાઈ ગયો, વિકારી થઈ ગયો, હવે મારું શું થશે ?'–એમ ડર નહિ, હતાશ ન થા. એક વાર સ્વભાવનો હરખ લાવ, Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #153 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત સ્વરૂપનો ઉત્સાહ કર, તેનો મહિમા લાવીને તારા પુરુષાર્થને ઉછાળ, તો તને તારા અપૂર્વ આલાદનો અનુભવ થશે, અને તું સિદ્ધપદને પામીશ. ૨૩૪. જેણે નિજ શુદ્ધાત્મદ્રવ્યનો સ્વીકાર કરીને પરિણતિ તે તરફ વાળી છે એવા ધર્માત્માને હવે ક્ષણે ક્ષણે મુક્તિ તરફ જ પ્રયાણ ચાલી રહ્યું છે, તે મુક્તિપુરીનો પ્રવાસી થયો છે. હવે મારે અનંત સંસાર હુશે?” એવી શંકા તેને ઊઠતી જ નથી; સ્વભાવના જોરે તેને એવી નિઃશંકતા છે. કે “હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે”. ૨૩૫. જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવનાને અનુસાર ભવન થાય છે. જેવી ભાવના તેવું ભવન. શુદ્ધાત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું ભવન-પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમ વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ, મનન અને ભાવના કર્યા જ કરવી. એ ભાવનાથી જ ભવનો નાશ થાય છે. ૨૩૬. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૨૯ અરે! એક ગામથી બીજે ગામ જવું હોય ત્યારે લોકો રસ્તામાં ખાવા ભાતું ભેગું લઈ જાય છે, તો પછી આ ભવ છોડીને પરલોકમાં જવા માટે આત્માની ઓળખાણનું કાંઈ ભાતું લીધું? આત્મા કાંઈ આ ભવ જેટલો નથી; આ ભવ પૂરો કરીને પછી પણ આત્મા તો અનંત કાળ અવિનાશી રહેવાનો છે; તો તે અનંત કાળ તેને સુખ મળે તે માટે કાંઈ ઉપાય તો કર. આવો મનુષ્ય-અવતાર ને સત્સંગનો આવો અવસર મળવો બહુ મોંઘો છે. આત્માની દરકાર વગર આવો અવસર ચૂકી જઈશ તો ભવભ્રમણનાં દુઃખથી તારો છૂટકારો કયારે થશે? અરે, તું તો ચૈતન્યરાજા! તું પોતે આનંદનો નાથ! ભાઈ, તને આવા દુ:ખ શોભતાં નથી. જેમ અજ્ઞાનથી રાજા પોતાને ભૂલીને ઊકરડામાં આળોટે, તેમ તું તારા ચૈતન્યસ્વરૂપને ભૂલીને રાગના ઊકરડામાં આળોટી રહ્યો છે, પણ એ તારું પદ નથી; તારું પદ તો ચૈતન્યથી શોભતું છે, ચૈતન્યહીરા જડેલું તારું પદ છે, તેમાં રાગ નથી. આવા સ્વરૂપને જાણતાં તને મહા આનંદ થશે. ૨૩૭. યોગીન્દ્રદેવ કહે છે કે અરે જીવ! હવે તારે ક્યાં સુધી સંસારમાં ભટકવું છે? હા તું થાક્યો નથી? Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #155 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩) ગુરુદેવશ્રીનાં વચનામૃત હવે તો આત્મામાં આવીને આત્મિક આનંદને ભોગવ! અહાહા ! જેમ પાણીના ધોરિયા વહેતા હોય તેમ આ ધર્મના ધોરિયા વહે છે. પીતાં આવડે તો પી. ભાઈ ! સારા કાળે તો કાલનો કઠિયારો હોય તે આજે કેવળજ્ઞાન પામે, એવો તે કાળ હતો. જેમ પુણ્યશાળીને પગલે પગલે નિધાન નીકળે તેમ આત્મપિપાસુને પર્યાયે પર્યાયે આત્મામાંથી આનંદનાં નિધાન મળે છે. ૨૩૮. આત્માની વાત પૂર્વે અનંત વાર સાંભળી છતાં, ચૈતન્યવસ્તુ જેવી મહાન છે તેવી લક્ષમાં ન લીધી, તેનો પ્રેમ ન કર્યો, તેથી શ્રવણનું ફળ ન આવ્યું. માટે તેણે આત્માની વાત સાંભળી જ નથી. ખરેખર સાંભળ્યું તેને કહેવાય કે જેવી ચૈતન્યવસ્તુ છે તેવી અનુભવમાં આવી જાય. ૨૩૯. ધર્માત્માઓ પ્રત્યે દાન તેમ જ બહુમાનનો ભાવ આવે તેમાં પોતાની ધર્મભાવના ઘુંટાય છે. જેને પોતાને ધર્મનો પ્રેમ છે તેને બીજા ધર્માત્મા પ્રત્યે પ્રમોદ, પ્રેમ ને બહુમાન આવે છે. ધર્મ ધર્મીજીવના આધારે છે, તેથી જેને ધર્મજીવો પ્રત્યે પ્રેમ નથી તેને ધર્મનો જ પ્રેમ નથી. ભવ્ય Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #156 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૩૧ જીવોએ સાધર્મી સજ્જનો સાથે અવશ્ય પ્રીતિ કરવી જોઈએ. ૨૪૦. નરકાદિનાં દુઃખોનું વર્ણન એ કાંઈ જીવોને ભયભીત કરવા ખોટું કલ્પિત વર્ણન નથી. પણ તીવ્ર પાપનાં ફળને ભોગવવાનાં સ્થાન જગતમાં વિદ્યમાન છે. જેમ ધર્મનું ફળ મોક્ષ છે, પુણ્યનું ફળ સ્વર્ગ છે, તેમ પાપનું ફળ જે નરક તે સ્થાન પણ છે. અજ્ઞાનપૂર્વક તીવ્ર હિંસાદિ પાપ કરનારા જીવો જ ત્યાં જાય છે, ને ત્યાં ઊપજતાં વેંત મહાદુઃખ પામે છે. તેની વેદનાનો ચિત્કાર ત્યાં કોણ સાંભળે? પૂર્વે પાપ કરતાં પાછું વાળીને જોયું હોય, કે ધર્મની દરકાર કરી હોય, તો શરણ મળે ને? માટે હે જીવ! તું એવાં પાપો કરતાં ચેતી જજે! આ ભવ પછી જીવ બીજે ક્યાંક જવાનો છે-એ લક્ષમાં રાખજે. આત્માનું વીતરાગવિજ્ઞાન જ એક એવી ચીજ છે કે જે તને અહીં તેમ જ પરભવમાં પણ સુખ આપે છે. ૨૪૧. જે વીતરાગ દેવ અને નિગ્રંથ ગુરુઓને માનતો નથી, તેમની સાચી ઓળખાણ તેમ જ ઉપાસના કરતો નથી, તેને તો સૂર્ય ઊગવા છતાં Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #157 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત અંધકાર છે. વળી, જે વીતરાગ ગુરુઓ દ્વારા પ્રણીત સલ્ફાસ્ત્રોનો અભ્યાસ કરતો નથી, તે આંખ હોવા છતાં પણ આંધળો છે. વિકથા વાંચ્યા કરે ને શાસ્ત્ર-સ્વાધ્યાય ન કરે તેની આંખો શા કામની? જ્ઞાનગુરુ પાસે રહીને જે શાસ્ત્રશ્રવણ કરતો નથી અને હૃદયમાં તેના ભાવ અવધારતો નથી, તે મનુષ્ય ખરેખર કાન અને મનથી રહિત છે એમ કહ્યું છે. જે ઘરમાં દેવ-શાસ્ત્ર-ગુરુની ઉપાસના થતી નથી તે ખરેખર ઘર જ નથી, કેદખાનું છે. ૨૪૨. અહો ! આવા ચમત્કારી સ્વભાવની વાત સ્વભાવના લક્ષે સાંભળે તો મિથ્યાત્વના હાંજા ગગડી જાય. ૨૪૩. પોતાના આત્મસ્વરૂપની ભ્રાન્તિ એ જ સૌથી મોટું પાપ છે, ને એ જ જન્મમરણના હેતુભૂત ભયંકર ભાવરોગ છે. તે મિથ્યા ભ્રાન્તિ કેમ છેદાય? શ્રીગુરુએ જેવો આત્મસ્વભાવ કહ્યો તેવો સમજવો તથા તેનો વિચાર ને ધ્યાન કરવું તે જ ભાવરોગ ટાળવાનો ઉપાય છે. પહેલાં શુભાશુભ વિભાવ રહિત ચૈતન્યસ્વરૂપ આત્મસ્વભાવનું ભાન કરવું તે જ આત્મબ્રાન્તિથી છૂટવાનો ઉપાય છે. ૨૪૪. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #158 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત જ્ઞાનીને દુ:ખ જણાય છે ને વેદાય પણ છે. જેમ આનંદનુ વેદન છે, તેમ જેટલું દુ:ખ છે એટલું દુ:ખનું પણ વેદન છે. ૨૪૫. * ૧૩૩ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપે આખો નીરોગી છે. વર્તમાનમાં થતા પુણ્ય-પાપાદિ ક્ષણિક વિકાર જેવડો જ હું છું એમ જે જીવ માને છે તેનો વિકા૨-રોગ મટતો નથી. વર્તમાન ક્ષણિક અવસ્થા જ મલિન છે, ઊંડાણમાં એટલે કે શક્તિરૂપે વર્તમાનમાં ત્રિકાળી આખો નિર્મળ છું–એમ પૂર્ણ નીરોગ સ્વભાવ ઉપર જેની દૃષ્ટિ છે તેના ક્ષણિક રાગરૂપી રોગનો નાશ થઈ જાય છે. ૨૪૬. * સમ્યક્ મતિજ્ઞાન, સમ્યક્ શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન વગેરે બધી અવસ્થા થાય ખરી, પરંતુ તે મતિ-શ્રુત વગેરે અવસ્થા ઉપર દષ્ટિ મૂકવાથી તે મતિ-શ્રુત કે કેવળ વગેરે કોઈ અવસ્થા પ્રગટે નહિ, પણ પરિપૂર્ણ ઐશ્ચર્યવાળી જે આખી વસ્તુ ધ્રુવ નિશ્ચય પડી છે તેની દૃષ્ટિના જોરે સમ્યક્ મતિ-શ્રુત અને ( લીનતા વધતાં ) પૂર્ણ કેવળજ્ઞાન-અવસ્થા પ્રગટે છે. ૨૪૭. * સંયમના ભેદોમાં સંયમને અવસ્થા પ્રગટે નહિ, પણ ‘હું આત્મા તો અભેદપણે ગોતવાથી સંયમની Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #159 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત વીતરાગસ્વરૂપ છું, અનંત ગુણોનો અભેદ પિંડ છું' એવી અભેદ ષ્ટિના જોરે (સ્થિરતા વધતાં ) સંયમાદિ વીતરાગી પર્યાય પ્રગટે છે. ‘ અસંયમનો ત્યાગ કરું તો સંયમ પ્રગટે' એવા વિકલ્પથી સંયમ પ્રગટે નહિ પણ મારો સ્વભાવ જ કાયમ સમસ્વરૂપ છે, વીતરાગસ્વરૂપ છે–એમ તેના ઉપર દૃષ્ટિ મૂકવાથી (સ્થિરતા થતાં) સંયમ પ્રગટે છે. ગુણ–ગુણીનો ભેદ પણ વસ્તુદષ્ટિનો વિષય નથી. વાસ્તવિક રીતે તો અનંત ગુણોના અભેદ પિંડરૂપ જે નિજ વસ્તુ તે જ દ્દષ્ટિનો વિષય છે. ૨૪૮. ૧૩૪ * ચંદ્ર તો પોતે સોળ કળાએ પૂર્ણ છે, તેને નિત્યરાહુ આડો હોય છે; રાહુ જેમ ખસતો જાય તેમ ચંદ્રની એક એક કળા ઊઘડતી જાય છે. ચંદ્રમાં બીજ, ત્રીજ, ચોથ વગેરે કળાના ભેદ પોતાથી નથી પણ રાહુના નિમિત્તની અપેક્ષાથી છે. એ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા ચંદ્ર સમાન આખો પરિપૂર્ણ છે, તેમાં પાંચમા, છઠ્ઠા, સાતમા ગુણસ્થાનના ભેદની જે કળાઓ છે તે અખંડ આત્માની અપેક્ષાએ નથી, પણ નિમિત્ત એવો જે કર્મરૂપ રાહુ તેની અપેક્ષાએ છે. પુરુષાર્થ વડે તે ખસતો જાય છે તેથી સંયમની કળાના ભેદ પડે છે, પણ અભેદ આત્માની અપેક્ષાએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #160 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૩૫ તે ભેદ પડતા નથી. તે કળાના ભેદ ઉપર દષ્ટિ નહિ રાખતાં આખા દ્રવ્ય ઉપર દષ્ટિ રાખવી તે જ કળા ઊઘડવાનું કારણ છે. ૨૪૯. નીતિ તે કપડા સમાન છે અને ધર્મ તે દાગીના સમાન છે. જેમ કપડાં વિના દાગીના શોભતા નથી, તેમ નીતિ વિના ધર્મ શોભા પામતો નથી. ૨૫૦. દેવ-શાસ્ત્ર–ગુરુ એમ કહે છે કે ભાઈ ! તારો મહિમા તને આવે તેમાં અમારો મહિમા આવી જાય છે. તને તારો મહિમા આવતો નથી તો તને અમારો પણ મહિમા ખરેખર આવ્યો નથી, અને તે ઓળખ્યાં નથી. ૨૫૧. તપની વ્યાખ્યા “રોટલા ન ખાવા તે નથી; પણ આત્મા જ્ઞાનાનંદમય એક સ્વતંત્ર પદાર્થ છે એવો નિર્ણય થયા પછી અંતરમાં એકાગ્રતા થતાં જે ઉજ્વળતાના પરિણામ થાય છે તેને ભગવાન તપ કહે છે; અને તે વખતે જે વિકલ્પ હોય તેને વ્યવહારે તપ કહેવાય છે. આત્માની લીનતામાં વિશેષ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #161 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત ઉગ્રતા થાય છે તે ધર્મધ્યાન અને શુકલધ્યાનરૂપ તપ છે. રપર. જે જ્ઞાન સાથે આનંદ ન આવે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન છે. રપ૩. કોઈના આશીર્વાદથી કોઈનું ભલું થતું નથી, કોઈના શાપથી કોઈનું બૂરું થતું નથી. સૌનાં પુણ્ય-પાપ પ્રમાણે થાય છે. કેટલાક એમ માને છે કે ભક્તામરસ્તોત્ર બોલવાથી નાગા-ભૂખ્યા રહીએ નહિ; પણ એનો અર્થ શું થયો?-કે રોટલા, પાણી ને લૂગડાંના ઓશિયાળા કોઈ દિવસ મટીએ નહિ. અરે ભાઈ ! આવું ઊંધું માગ્યું? એના કરતાં એવો ભાવ કર કે પ્રભુ! તમારા ગુણોનું મને બહુમાન છે, તમારા ગુણો મને ગોઠે છે, એટલે કે આત્માના ગુણો મને ગોઠે છે, તેથી તમારી ભક્તિ કરું છું, સ્તુતિ કરું છું. ૨૫૪. ભરત ચક્રવર્તી, રામચંદ્રજી, પાંડવો વગેરે ધર્માત્મા સંસારમાં હતા પરંતુ તેમને નિરાળા નિજ આત્મતત્વનું ભાન હતું. બીજાને સુખી-દુઃખી કરવું, મારવું-જિવાડવું તે આત્માના હાથમાં નથી એમ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #162 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૩૭ તેઓ બરાબર સમજે છે તોપણ અસ્થિરતા છે તેથી લડાઈના પ્રસંગમાં જોડાવા વગેરેના પાપભાવ અને બીજાને સુખી કરવાના, જિવાડવાના તથા ભક્તિ વગેરેના પુણ્યભાવ આવે છે. પરંતુ તેઓ સમજે છે કે આ ભાવો પુરુષાર્થની નબળાઈથી થાય છે. સ્વરૂપમાં લીનતાનો પુરુષાર્થ કરી, અવશિષ્ટ રાગને ટાળીને મોક્ષપર્યાય પ્રગટ કરીશું-એવી ભાવનાનું બળ તેમને નિરંતર હોય છે. ૨૫૫. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. સ્વતંત્રતાની આ વાત સમજવામાં મોંઘી લાગે, પરંતુ જેટલો કાળ સંસારમાં ગયો તેટલો કાળ મુક્તિ પ્રગટ કરવામાં ન જોઈએ માટે સત્ય તે સહેલું છે. સત્ય જો મોંઘું હોય તો મુક્તિ થાય કોની? માટે જેને આત્મહિત કરવું છે તેને સત્ય નજીક જ છે. રપ૬. “આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ સુખ છે –આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી જીવનો આત્મા અંદરથી ઝણઝણી ઊઠે છે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની વાણી ! આત્માના પરમ શાંતરસને બતાવનારી આ Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #163 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત વાણી ખરેખર અદ્ભુત છે, અશ્રુતપૂર્વ છે. વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે. ભવરોગનો નાશ કરનાર એ અમોઘ ઔષધ છે. ૨૫૭. જે નિજ શુદ્ધ જ્ઞાયકવસ્તુમાં મિથ્યાત્વ કે રાગાદિ વિભાવો છે જ નહિ તેમાં રુચિના પરિણામ તન્મય થતાં મિથ્યાત્વ ટળે છે; બીજા કોઈ ઉપાયથી મિથ્યાત્વ ટળે નહિ. ગુણભેદનો વિકલ્પ પણ શું શુદ્ધવસ્તુમાં છે?—નથી; તો તે શુદ્ધવસ્તુની પ્રતીતિ ગુણભેદના વિકલ્પની અપેક્ષા રાખતી નથી. શુદ્ધવસ્તુમાં વિકલ્પ નથી, ને વિકલ્પમાં શુદ્ધવસ્તુ નથી. બન્નેની ભિન્નતા જાણતાં પરિણતિ વિકલ્પોથી ખસીને સ્વભાવમાં આવી ત્યાં સમ્યકત્વ થયું ને મિથ્યાત્વ ટળ્યું. –આ. મિથ્યાત્વ ટાળવાની રીત છે. તે માટે, અંદર ચિદાનંદસ્વભાવનો અનંતો મહિમા ભાસીને તેનો અનંતો રસ આવવો જોઈએ, એમ કરવાથી પરિણામ તેમાં તન્મય થાય છે. ૨૫૮. હે ભાઈ ! અનંત ગુણોનો વૈભવ જેમાં વસેલો છે એવી ચૈતન્યવહુ તું પોતે છો. અરે ચૈતન્યરાજા! તારા અચિંત્ય વૈભવને તે કદી જાણ્યો જોયો અનુભવ્યો નથી, તારા સ્વઘરમાં તે વાસ કર્યો નથી. સ્વઘરને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #164 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૩૯ ભૂલી રાગાદિ વિભાવને પોતાનું ઘર માનીને તેમાં તું વસ્યો છો. પણ શ્રીગુરુ તને સ્વઘરમાં વાસ્તુ કરાવે છે કે હે જીવ! તું તારા આત્માને ચૈતન્યસ્વરૂપ જાણીને તેની સેવા કર. તેનાથી તારું કલ્યાણ થશે. અહા! અઘરમાં આવવાનો ઉમંગ કોને ન આવે? ૨૫૯. જ્ઞાનગુણને પ્રધાન કરીને આત્માને “જ્ઞાયક' કહેવાય છે. જ્ઞાનગુણ પોતે સવિકલ્પ છે, એટલે કે તે પોતાને અને પરને જાણનાર છે; અને જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણમાં સ્વ-પરને જાણવાનું સામર્થ્ય નથી, જેથી જ્ઞાન સિવાય બધા ગુણો નિર્વિકલ્પ છે. ર૬૦. તત્ત્વ સમજવામાં, તેના વિચારમાં જે શુભભાવ સહેજે આવે છે તેવા ઊંચા શુભભાવ ક્રિયાકાંડમાં નથી. અરે ! એક કલાક ધ્યાન રાખી તત્ત્વને સાંભળે તોપણ શુભભાવની ટંકશાળ પડે અને શુભભાવની સામાયિક થઈ જાય; તો પછી જો ચૈતન્યની જાગૃતિ લાવી નિર્ણય કરે તો તેની તો વાત જ શી ? તત્ત્વજ્ઞાનનો વિરોધ ન કરે અને જ્ઞાનીને શું કહેવું છે તે સાંભળે તો તેમાં, શુભ રાગનું જે પુણ્ય બંધાય તેના કરતાં, પરમાર્થના લક્ષ સહિત સાંભળનારને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #165 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪) ગુરુદેવશ્રીનાં વચનામૃત ઉત્કૃષ્ટ પુણ્યના શુભભાવ થઈ જાય છે, પણ તે પુણ્યની કિંમત શી? પુણ્યથી માત્ર સાંભળવાનું મળે પણ તેમાં જાતને ભેળવીને સત્યનો નિર્ણય ન કરે તો થોથાં છે. ર૬૧. આત્મામાં કર્મની “નાસ્તિ” છે. બન્ને સ્વતંત્ર ચીજ છે. જે પોતામાં નથી તે પોતાને નુકસાન કરી શકે નહિ. પોતે સ્વલક્ષે વિકાર કરી શકે નહિ, પણ વિકારમાં નિમિત્તરૂપ બીજી વસ્તુની હાજરી હોય છે. કોઈની અવસ્થા કોઈના કારણે થતી નથી. જ્યાં જીવને વિકારી ભાવ કરવાની વર્તમાન યોગ્યતા હોય ત્યાં નિમિત્તરૂપે થનાર કર્મ હાજર જ હોય. ર૬ર. વીતરાગવાણીરૂપી સમુદ્રના મંથનથી જેણે શુદ્ધ ચિતૂપ-રત્ન પ્રાપ્ત કર્યું છે એવો મુમુક્ષુ ચૈતન્ય-પ્રાતિના પરમ ઉલ્લાસથી કહે છે કે અહો ! મને સર્વોત્કૃષ્ટ ચૈતન્યરત્ન મળ્યું, હવે મારે ચૈતન્યથી અન્ય બીજું કોઈ કાર્ય નથી, બીજું કોઈ વાચ્ય નથી, બીજું કોઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણયોગ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા જેવું નથી, બીજું કોઈ શ્રેય નથી, બીજું કોઈ આદેય નથી. ૨૬૩. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #166 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૪૧ મોહ, રાગ, દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જડની જ અવસ્થા છે, કારણ કે જડ તરફના વલણવાળો ભાવ છે માટે તેને જડનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી માટે તેને જડ કહ્યો છે. ર૬૪. અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા ચોરાશીના અવતારમાં રખડવાના છે. આત્મા તો એકલો જ્ઞાતાદ્રષ્ટા છે; તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માન્યું અને પરવસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે. આથી કાંઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ફીટીને જડદ્રવ્ય થઈ જાય છે. જો આત્મા જડ થઈ જતો હોય તો “તું સમજ, આત્માને ઓળખ” એમ સંબોધી પણ ન શકાય. એ તો ઘણી વાર કહીએ છીએ કે આબાળગોપાળ, રાજાથી રંક-બધા આત્મા પ્રભુ છે, બધા આત્મા પરિપૂર્ણ ભગવાન છે, બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છેપણ તેનું ભાન ન કરે, ઓળખે નહિ અને જડના કર્તવ્યને પોતાનું કર્તવ્ય માને, જડના સ્વરૂપને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #167 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૨ ગુરુદેવશ્રીનાં વચનામૃત પોતાનું સ્વરૂપ માને, તેની દૃષ્ટિમાં તેને જડ જ ભાસે છે માટે તેને જડ કહ્યો છે. ર૬૫. જ્ઞાન આત્માનો સ્વભાવ છે. જ્ઞાનમાં કાળભેદ નથી, જ્ઞાનને વજન નથી અને જ્ઞાનમાં વિકાર નથી. પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવી હોય તો તે સંભારવા જ્ઞાનમાં ક્રમ પાડવો પડતો નથી. જેમ કાપડના પચાસ તાકા ઉપરાઉપર ખડકયા હોય ને તેમાંથી નીચેનો તાકો કાઢવો હોય તો ઉપરના તાકા ફેરવ્યા પછી જ નીચેનો તાકો નીકળે, તેમ જ્ઞાનમાં પચાસ વર્ષ પહેલાંની વાત યાદ કરવા માટે વચલાં ઓગણપચાસ વર્ષની વાતને સંભારવી પડતી નથી. જે રીતે ગઈ કાલની વાત યાદ આવે તે જ રીતે પચાસ વર્ષ પહેલાંની વાત પણ ઝટ યાદ આવી શકે છે. માટે જ્ઞાનમાં કાળભેદ પડતો નથી; કાળને ખાઈ જાય એવો અરૂપી જ્ઞાનમૂર્તિ આત્મા છે. જ્ઞાન અરૂપી છે તેથી જ્ઞાન ગમે તેટલું વધી જાય તોપણ તેનું વજન લાગતું નથી. ઘણાં પુસ્તકો જાણ્યાં તેથી જ્ઞાનમાં ભાર વધી જતો નથી. એ રીતે જ્ઞાનને વજન નથી માટે તે અરૂપી છે. જ્ઞાન શુદ્ધ અવિકારી છે; જ્ઞાનમાં વિકાર નથી. જાવાનીમાં કામ-ક્રોધાદિ વિકારી ભાવોથી ભરેલી, કાળા Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #168 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૪૩ કોયલા જેવી જિંદગી ગાળી હોય, પણ પછી જ્યારે તેને જ્ઞાનમાં યાદ કરે ત્યારે જ્ઞાન સાથે તે વિકાર થઈ આવતો નથી; તેથી જ્ઞાન પોતે શુદ્ધ અવિકારી છે. જો વિકારી હોય તો પૂર્વના વિકારનું જ્ઞાન કરતાં તે વિકાર પણ સાથે થઈ આવવો જોઈએ, પણ તેમ થતું નથી. આત્મા પોતે શુદ્ધઅવસ્થામાં રહીને વિકારનું જ્ઞાન કરી શકે છે. અવસ્થામાં પરના અવલંબનથી ક્ષણિક વિકાર થાય છે તેને અવિકારી સ્વભાવના ભાન વડે સર્વથા તોડી શકાય છે. નાશ થઈ શકે તે આત્માનો સ્વભાવ હોય નહિ તેથી વિકાર આત્માનો સ્વભાવ નથી. ર૬૬. વીતરાગી પર્યાય એ જ નિશ્ચય મોક્ષમાર્ગ-સાચો ધર્મ . જોઈને ચાલવું, ભાષા મૂદુ બોલવી, તે ખરેખર સમિતિ નથી. શાસ્ત્રમાં કથન આવે કે મુનિએ ધોંસરાપ્રમાણ જોઈને ચાલવું વગેરે. તો તેવો ઉપદેશ કેમ કર્યો? તેનું સમાધાન એ છે કે વ્યવહાર વિના પરમાર્થ સમજાવી શકાતો નથી. “સ્વસ્તિ” શબ્દનો અર્થ પ્લેચ્છ ન સમજી શકે, પણ “સ્વસ્તિ ”નો અર્થ તેની ભાષામાં કહે કે તારું અવિનાશી કલ્યાણ થાઓ” તો તે જીવ સમજી શકે છે. આત્મામાં દર્શન, જ્ઞાન, ચારિત્ર એવા ભેદ પાડીને Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #169 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪ ગુરુદેવશ્રીનાં વચનામૃત સમજાવે છે પણ તે ભેદ કહેવા માત્ર છે; આત્મામાં ખરેખર એવા ભેદ નથી, આત્મા તો અભેદ છે. વળી વ્યવહાર અંગીકાર કરાવવા વ્યવહાર કહેતા નથી. વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે તેથી વ્યવહારનો ઉપદેશ છે. સમયસારમાં શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે जह णवि सक्कमणज्जो अणज्जभासं विणा दु गाहेदु। तह ववहारेण विणा परमत्थुवदेसणमसक्कं।। જેમ અનાર્યને સ્વેચ્છને પ્લેચ્છભાષા વિના અર્થ ગ્રહણ કરાવવાનું શકય નથી, તેમ વ્યવહાર વિના પરમાર્થનો ઉપદેશ અશકય છે. તેથી વ્યવહારનો ઉપદેશ છે. નિશ્ચયને અંગીકાર કરાવવા માટે વ્યવહાર વડે ઉપદેશ દેવામાં આવે છે, પરંતુ વ્યવહાર છે તે અંગીકાર કરવાયોગ્ય નથી. ર૬૭. આત્મા તન્ન જ્ઞાયક છે; તે સ્વભાવનું ન સચવું, ન ગોઠવું, તેનું નામ ક્રોધ છે. “અખંડ ચૈતન્યસ્વભાવ તે હું નહિ' એમ સ્વભાવનો અણગમો-સ્વભાવ ન ગોઠે-તે અનંતાનુબંધી ક્રોધ છે. વસ્તુ અખંડ છે, બધા ભંગ-ભેદ અજીવના સંબંધે દેખાય છે. દષ્ટિમાં તે અખંડ સ્વભાવનું પોષણ ન થવું તે ક્રોધ છે; પરપદાર્થ પ્રત્યે અહંબુદ્ધિ તે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #170 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૪પ અનંતાનુબંધી માન છે; વસ્તુનો સ્વભાવ જેવો છે તેવો નહિ માનતાં આડ મારીને બીજી રીતે ખતવવું તેનું નામ અનંતાનુબંધી માયા છે; સ્વભાવની ભાવના ચૂકીને વિકારની ઇચ્છા કરવી તે અનંતાનુબંધી લોભ છે. ર૬૮. ભરત ચક્રવર્તી અને બાહુબલી બન્ને ભાઈને લડાઈ થઈ. સાધારણને તો એવું લાગે કે સમ્યજ્ઞાની, વળી બન્ને ભાઈ, વળી એ જ ભવે બન્ને મોક્ષ જવાના ને આ શું? પરંતુ લડતી વખતે પણ ભાન છે કે હું આ બધાથી ભિન્ન છું. તે લડાઈના જ્ઞાતા છે. જે ક્રોધ થાય છે તે ક્રોધના પણ જ્ઞાતા છે. પોતાના શુદ્ધ, પવિત્ર આનંદઘનસ્વભાવનું ભાન વર્તે છે, પરંતુ અસ્થિરતા છે તેથી લડાઈમાં ઊભા છે. ભરત ચક્રવર્તી જીતી શક્યા નહિ, તેથી છેવટે બાહુબલીજી ઉપર ચક્ર મૂકયું. એ વખતે બાહુબલીજીને વૈરાગ્ય આવ્યો કે ધિક્કાર છે આ રાજને! અરે! આ જીવનમાં રાજને માટે આ શું? જ્ઞાની પુણ્યથી પણ રાજી નથી અને પુણ્યના ફળથી પણ રાજી નથી. બાહુબલીજી કહે છે કે હું ચિદાનંદ આત્મા, પરથી ભિન્ન છું, એને આ ન હોય, આ ન શોભે! ધિક્કાર છે. આ રાજને! એમ વૈરાગ્ય આવતાં મુનિપણું લીધું. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #171 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત મીંદડી જે મોઢેથી પોતાના બચ્ચાને પકડે તે જ મોઢેથી ઉંદરને પકડે પણ “પકડ પકડમેં ફેર હૈ', તેમ જ્ઞાની ને અજ્ઞાનીની ક્રિયા એક સરખી દેખાય પણ ભાવમાં આંતરા હોય છે. ર૬૯. - સ્ત્રી, પુત્ર, પૈસા આદિમાં રચ્યા-પચ્યા રહેવું એ તો ઝેરીલો સ્વાદ છે, સર્પનો મોટો રાફડો છે; પણ શુભ ભાવમાં આવવું તે પણ સંસાર છે. પરમ પુરુષાર્થી મહાજ્ઞાનીઓ અંદરમાં ગુમ થયા તે બહાર ન આવ્યા. ૨૭). જ્ઞાનીને પણ આકરા રોગ આવે, ઇન્દ્રિયો મોળી પડી જાય, બહારથી ઇન્દ્રિયો કામ ન કરે, બહારમાં બેસૂધ જેવું લાગે, પણ અંદરમાં બેસૂધ નથી. ૨૭૧. મુનિને કર્મપ્રકમ હોતો નથી-મુનિ કોઈ કામ માથે લેતા નથી. “પાઠશાળાનું ધ્યાન રાખવું પડશે; પૈસા ઉઘરાવવા માટે તમારે જવું પડશે; તીર્થ માટે પૈસા ઉઘરાવવા પડશે.” આવાં કોઈ પણ કામ મુનિ માથે લેતા જ નથી. કોઈ પણ પ્રકારનો બોજો મુનિ માથે રાખતા જ નથી. ૨૭ર. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #172 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૭ ગુરુદેવશ્રીનાં વચનામૃત સંયોગનું લક્ષ છોડી દે ને નિર્વિકલ્પ એકરૂપ વસ્તુ છે તેનો આશ્રય લે. “વર્તમાનમાં ત્રિકાળી જ્ઞાયક તે હું છું” એમ આશ્રય કર. ગુણ-ગુણીના ભેદનું પણ લક્ષ છોડીને એકરૂપ ગુણીની દષ્ટિ કર. તને સમતા થશે, આનંદ થશે, દુઃખનો નાશ થશે. એક ચૈતન્યવહુ ધ્રુવ છે, તેમાં દષ્ટિ દેવાથી તેને મુક્તિનો માર્ગ પ્રગટ થશે. અભેદ ચીજ કે જેમાં ગુણ-ગુણીના ભેદનો પણ અભાવ છે ત્યાં જા, તને ધર્મ થશે, રાગથી ને દુઃખથી છૂટવાનો પંથ તને હાથ આવશે. ૨૭૩. ૫. ભાગચંદજી કૃત “સત્તાસ્વરૂપમાં અહંતનું સ્વરૂપ જાણીને ગૃહીત મિથ્યાત્વ ટાળવાનું સ્વરૂપ બહુ સારી રીતે સમજાવેલ છે. પરમાર્થતત્ત્વના વિરોધી એવાં કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રને ઠીક માનવાં તે ગૃહીત મિથ્યાત્વ છે. હું પરનો કર્તા છું, (કર્મથી) રોકાયેલો છું, પરથી જુદો-સ્વતંત્ર નથી, શુભરાગથી મને ગુણ થાય છે એવી જે ઊંધી માન્યતા અનાદિથી છે તે અગૃહીત મિથ્યાત્વ અથવા નિશ્ચયમિથ્યાત્વ છે. તે નિશ્ચયમિથ્યાત્વ ટાળવા પહેલાં, જે ગૃહીત મિથ્યાત્વ અથવા વ્યવહારમિથ્યાત્વ છે તે ટાળવું જોઈએ. ર૭૪. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮ ગુરુદેવશ્રીનાં વચનામૃત સ્વાનુભૂતિ થતાં જીવને કેવો સાક્ષાત્કાર થાય? સ્વાનુભૂતિ થતાં, અનાકુળ-આહલાદમય, એક, આખાય વિશ્વની ઉપર તરતો વિજ્ઞાનઘન પરમપદાર્થ –પરમાત્મા અનુભવમાં આવે છે. આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો-શ્રદ્ધાતો જ નથી, તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શનની-ધર્મની શરૂઆત જ થતી નથી. આવી સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું? સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દઢ નિર્ણય કરવો. જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય દઢ કરવામાં સહાયભૂત તત્ત્વ-જ્ઞાનનોદ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું ને સ્વતંત્રતા, દ્રવ્ય-ગુણ-પર્યાય, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય, નવ તત્ત્વનું સાચું સ્વરૂપ, જીવ અને શરીરની તદ્દન ભિન્નભિન્ન ક્રિયાઓ, પુણ્ય અને ધર્મના લક્ષણભેદ, નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ અનેક વિષયોના સાચા બોધનો-અભ્યાસ કરવો. તીર્થકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર-મુગટમણિ જે શુદ્ધદ્રવ્યસામાન્ય અર્થાત્ પરમ પારિણામિકભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય-જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #174 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત સર્વ શુદ્ધભાવોનો નાથ છે-તેનો દિવ્ય મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે નિજ શુદ્ધાત્મદ્રવ્યસામાન્યનો આશ્રય કરવાથી જ અતીન્દ્રિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. ૨૭૫. * હું આત્મા શુદ્ધ છું, અશુદ્ધ છું, બદ્ધ છું, મુક્ત છું, નિત્ય છું, અનિત્ય છું, એક છું, અનેક છું ઇત્યાદિ પ્રકારો વડે જેણે પ્રથમ શ્રુતજ્ઞાન વડે જ્ઞાનસ્વભાવી નિજ આત્માનો નિર્ણય કર્યો છે એવા જીવને, તત્ત્વવિચારના રાગની જે વૃત્તિ ઊઠે છે તે પણ દુઃખદાયક છે, આકુળતારૂપ છે. તેવા અનેક પ્રકારના શ્રુતજ્ઞાનના ભાવને મર્યાદામાં લાવતો, હું આવો છું ને તેવો છું-એવા વિચારને પુરુષાર્થ દ્વારા રોકતો, ૫૨ તરફ વળતા ઉપયોગને સ્વ તરફ ખેંચતો, નયપક્ષના આલંબનથી થતો જે રાગનો વિકલ્પ તેને આત્માના સ્વભાવરસના ભાન દ્વારા ટાળતો, શ્રુતજ્ઞાનને પણ જે આત્મસન્મુખ કરે છે તે, તે વખતે અત્યંત વિકલ્પરહિત થઈને તત્કાળ નિજરસથી પ્રગટ થતા, આદિ-મધ્ય-અંત રહિત આત્માના પરમાનંદસ્વરૂપ અમૃતરસને વેદે છે. ૨૭૬. * જીવ પરદ્રવ્યની ક્રિયા તો કરતો નથી, પરંતુ ૧૪૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #175 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫) ગુરુદેવશ્રીનાં વચનામૃત વિકારકાળે પણ સ્વભાવ-અપેક્ષાએ નિર્વિકાર રહે છે, અપૂર્ણ દશા વખતે પણ પરિપૂર્ણ રહે છે, સદાશુદ્ધ છે, કૃતકૃત્ય ભગવાન છે. જેમ રંગિત દશા વખતે સ્ફટિકમણિના વિધમાન નિર્મળ સ્વભાવનું ભાન થઈ શકે છે, તેમ વિકારી, અધૂરી દશા વખતે પણ જીવના વિદ્યમાન નિર્વિકારી, પરિપૂર્ણ સ્વભાવનું ભાન થઈ શકે છે. આવા શુદ્ધસ્વભાવના અનુભવ વિના મોક્ષમાર્ગનો પ્રારંભ પણ થતો નથી. મુનિપણું પણ નરકાદિનાં દુઃખોના ડરથી કે બીજા કોઈ હેતુએ પળાય છે. “હું કૃતકૃત્ય છું, પરિપૂર્ણ છું, સહજાનંદ છું, મારે કાંઈ જોઈતું નથી' એવી પરમ ઉપેક્ષારૂપ, સહજ ઉદાસીનતારૂપ, સ્વાભાવિક તટસ્થતારૂપ મુનિપણું દ્રવ્યસ્વભાવના અનુભવ વિના કદી આવતું નથી. આવા શુદ્ધદ્રવ્યસ્વભાવના-જ્ઞાયકસ્વભાવના નિર્ણયના પુરુષાર્થ પ્રત્યે, તેની લગની પ્રત્યે વળવાનો પ્રયાસ આત્માર્થીઓએ-ભવભ્રમણથી મૂંઝાયેલા મુમુક્ષુઓએ-કરવા જેવો છે. ૨૭૭. જેને આત્માની ખરેખરી રુચિ જાગે તેને ચોવીશે કલાક એનું જ ચિંતન, ધોલન ને ખટક રહ્યા કરે, ઊંઘમાં પણ એનું એ રટણ ચાલ્યા કરે. અરે ! નરકમાં પડેલો નારકી ભીષણ વેદનામાં પડ્યો હોય Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #176 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૫૧ તે વખતે પણ, પૂર્વે સત્ સાંભળ્યું હોય તેનું સ્મરણ કરી, ફડાક દઈને અંદરમાં ઊતરી જાય છે; એને પ્રતિકૂળતા નડતી જ નથી ને! સ્વર્ગનો જીવ સ્વર્ગની અનુકૂળતામાં પડ્યો હોય તો પણ તેનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જાય છે. અહીં જરાક પ્રતિકૂળતા હોય તો “અરેરે! મારે આમ છે ને તેમ છે –એમ કરી કરીને અનંત કાળ ગુમાવ્યો. હવે એનું લક્ષ છોડી અંદરમાં ઊતરી જા ને! ભાઈ ! આ વિના બીજો કોઈ સુખનો માર્ગ નથી. ૨૭૮. આત્મચિંતનમાં ક્યાંય ગુણભેદની કે રાગની મુખ્યતા નથી, વિકલ્પનું જોર નથી, પણ જ્ઞાનમાં પરમ જ્ઞાયકસ્વભાવના કોઈ અચિંત્ય મહિમાનું જોર છે, અને તેના જ જોરે નિર્વિકલ્પ થઈને મુમુક્ષુજીવ આત્માને સાક્ષાત્ સ્વાનુભવમાં લઈ લે છે, ત્યાં કોઈ વિકલ્પ રહેતા નથી. આ રીતે ભેદ-વિકલ્પ વચ્ચે આવતા હોવા છતાં સ્વભાવના મહિમાના જોરે મુમુક્ષુજીવ તેને ઓળંગી જઈને સ્વાનુભૂતિમાં પહોંચી જાય છે. ૨૭૯. લીંડીપીપરનો દાણો કઈ નાનો અને સ્વાદે અલ્પ તીખાશવાળો હોવા છતાં તેનામાં ચોસઠ પહોરી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #177 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત તીખાશની-પૂર્ણ તીખાશની શક્તિ સદા ભરપૂર છે. એ દષ્ટાન્તે આત્મા પણ દે શ૨ી૨પ્રમાણ અને ભાવે અલ્પ હોવા છતાં તેનામાં પિરપૂર્ણ સર્વજ્ઞસ્વભાવ, આનંદસ્વભાવ ભરેલો છે. લીંડીપીપરને ચોસઠ પહોર ઘૂંટવાથી તેની પર્યાયમાં જેમ પૂર્ણ તીખાશ પ્રગટ થાય છે, તેમ રુચિને અંતર્મુખ વાળીને સ્વરૂપનું ઘૂંટણ કરતાં કરતાં આત્માની પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ પ્રગટ થઈ જાય છે. ૨૮૦. ૧૫૨ * પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે. હું પણ એક સ્વતંત્ર પદાર્થ છું, મને કર્મ રોકી શકે નહિ. પ્રશ્ન:- મહારાજ! બે જીવોને ૧૪૮ કર્મપ્રકારો સંબંધી સર્વ ભેદપ્રભેદોનાં પ્રકૃતિ-પ્રદેશ-સ્થિતિ-અનુભાગ બધુંય બરાબર એક સરખું હોય તો તે જીવો ઉત્તરવર્તી ક્ષણે સરખા ભાવ કરે કે ભિન્નભિન્ન પ્રકારના ? ઉત્ત૨:- ભિન્નભિન્ન પ્રકારના. પ્રશ્ન:- બન્ને જીવોની શક્તિ તો પૂરી છે અને આવરણ બરાબર સરખાં છે, તો પછી ભાવ ભિન્નભિન્ન પ્રકારના કેમ કરી શકે? ઉત્ત૨:- ‘અકારણ પારિણામિક દ્રવ્ય છે'; અર્થાત્ જીવ જેનું કોઈ કારણ નથી એવા ભાવે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #178 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત સ્વતંત્રપણે પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. ૨૮૧. * જેમ ચણામાં મીઠાશની તાકાત ભરી છે, કચાશને લીધે તે તૂરો લાગે છે ને વાવવાથી ઊગે છે, પણ શેકવાથી તેનો મીઠો સ્વાદ પ્રગટ થાય છે અને તે વાવ્યો ઊગતો નથી; તેમ આત્મામાં મીઠાશ એટલે અતીન્દ્રિય આનંદશક્તિ ભરપૂર પડી છે, તે શક્તિને ભૂલીને ‘શરીર તે હું, રાગાદિ તે હું' એવી અજ્ઞાનરૂપી કચાશને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો અનુભવ છે ને ફરી ફરી અવતાર ધારણ કરે છે, પરંતુ પોતાના સ્વરૂપ સન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ અગ્નિ વડે શેકવાથી સ્વભાવના અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે અને પછી તેને અવતાર થતો નથી. ૨૮૨. * ૧૫૩ મુનિરાજને હાલતાં-ચાલતાં, ખાતાં-પીતાં ચૈતન્યગોળો છૂટો પડી જાય છે ને તેઓ અતીન્દ્રિય આનંદામૃતરસને વેદે છે. ઊંઘમાં પણ તેમને ક્ષણવાર ઝોલું આવે છે ને ક્ષણવાર જાગે છે; ક્ષણવાર જાગે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #179 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત છે ત્યારે તેમને અપ્રમત્તધ્યાન થઈ જાય છે, સહજપણે સ્વરૂપમાં લીન થઈ જાય છે. –એમ વારંવાર મુનિરાજ પ્રમત-અપ્રમત દશામાં ઝૂલતા હોય છે. આવી મુનિરાજની નિદ્રા છે; તેઓ સામાન્ય માણસની જેમ કલાકોના કલાકો સુધી નિદ્રામાં ઘોર્યા ન કરે. અંતર્મુહૂર્ત સિવાય વધારે કાળ છંદે ગુણસ્થાને મુનિરાજ રહેતા જ નથી. મુનિરાજને પાછલી રાતે ક્ષણવાર ઝોલું આવે, તે સિવાય તેમને ઝાઝી નિદ્રા જ ન આવે એવી તેમની સહજ અંતરદશા છે. ૨૮૩. ૧૫૪ * સવારમાં જેને રાજસિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો દેખાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મોહમ્મૂઢ જીવોને વૈરાગ્ય આવતો નથી. બાપુ! સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ. એક વાર તારા આત્મા તરફ જો. બહારના ભાવો અનંત કાળ કર્યા છતાં શાંતિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઇચ્છવા જેવા નથી. અંતરનું એક ચિદાનંદ તત્ત્વ જ ભાવના કરવા જેવું છે. ૨૮૪. * સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #180 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૫ ગુરુદેવશ્રીનાં વચનામૃત રસ્તે અસત્ય આવે. અજ્ઞાની ગમે ત્યાં જાય કે ગમે ત્યાં ઊભો હોય પણ “હું જાણું છું', “સમજું છું', “આના કરતાં હું વધારે છું', આના કરતાં મને વધારે આવડે છે” વગેરે ભાવ તેને આવ્યા વગર રહેતા નથી. અજ્ઞાનીમાં સાક્ષીપણે રહેવાની તાકાત નથી. જ્ઞાનીને ગમે તે ભાવમાં, ગમે તે પ્રસંગમાં સાક્ષીપણે રહેવાની તાકાત છે; બધા ભાવોની વચ્ચે પોતે સાક્ષીપણે રહી શકે છે. અજ્ઞાનીને જ્યાં હોય ત્યાં “હું” અને “મારું કર્યું થાય છે” એવો ભાવ આવ્યા વગર રહેતો નથી. જ્ઞાની બધેથી ઊઠી ગયો છે અને અજ્ઞાની બધે ચોટયો છે. ૨૮૫. આત્માનું પ્રયોજન સુખ છે. દરેક જીવ સુખ ઇચ્છે છે ને સુખને જ માટે ઝાવી નાખે છે. હે જીવ! તારા આત્મામાં સુખ નામની શક્તિ હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે. આત્માનું સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યક્રચારિત્ર-એ ત્રણે સુખરૂપ છે. આત્માનો ધર્મ સુખરૂપ છે, દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ તને સુખ મળશે, બીજે કયાંયથી તને સુખ નહિ મળે; કેમ કે તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે. તારી સુખશક્તિ એવી Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #181 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ગુરુદેવશ્રીનાં વચનામૃત જ્યાં દુઃખ કદી પ્રવેશી શકતું નથી, માટે આત્મામાં ડૂબકી મારીને તારી સુખશક્તિને ઉછાળ-ઉછાળ!! એટલે કે પર્યાયમાં પરિણમાવ, જેથી તને તારા સુખનો પ્રગટ અનુભવ થશે. ૨૮૬. આજે શ્રી મહાવીર ભગવાનના નિર્વાણ કલ્યાણકનો મંગળ દિવસ છે. મહાવીર પરમાત્મા પણ, જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હુતા; તેમને સત્સમાગમે આત્માનું ભાન થયું અને અનુક્રમે સાધનાના ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં તીર્થકર થયા. જેમ ચોસઠ-પહોરી પીપર પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે, તેમ આત્મામાં જે પરમાનંદ શક્તિરૂપે ભર્યો છે તે (સ્વસમ્મુખતાના અંતર્મુખ) પ્રયાસ વડે બહાર આવે છે. મહાવીર ભગવાને, પોતાના આત્મામાં જે પૂર્ણ પરમાનંદ ભર્યો હતો તેને પોતે અનુક્રમે પ્રયાસ કરીને પ્રગટ કરી લીધો, મન, વાણી અને દેહથી છૂટું પૂર્ણ જ્ઞાનાનંદમય જે નિજ તત્ત્વ તેને પૂર્ણપણે સાધી લીધું. જેમને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી, પરંતુ જગતના જીવોમાંથી કોઈ જીવ ઉન્નતિક્રમે ચડતાં ચડતાં જગદ્ગુરુ “તીર્થકર” થાય છે. જગતના જીવોને ધર્મ પામવાની Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #182 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૧૫૭ લાયકાત તૈયાર થાય છે ત્યારે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે. જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે શુભ ભાવ પણ આત્માને (વીતરાગતાનો ) લાભ કરતો નથી. તે શુભ રાગ તૂટશે ત્યારે ભવિષ્યમાં વીતરાગતા ને કેવળજ્ઞાન થશે. મહાવીર ભગવાનનો જીવ પૂર્વે ત્રીજા ભવમાં નગ્ન દિગંબર ભાવલિંગી મુનિ હતો. ત્યાં મુનિપણે સ્વરૂપરમણતામાં રમતા હતા ત્યારે, સ્વરૂપ૨મણતામાંથી બહાર આવતાં, એવો વિકલ્પ ઊઠયો કે-અહા! આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે? બધા જીવો આવો સ્વભાવ પામો. વાસ્તવિક રીતે એનો અર્થ એમ છે કે-અહા! આવો મારો ચૈતન્યસ્વભાવ પૂરો કયારે પ્રગટ થાય ? હું પૂરો કયારે થાઉં? અંતરમાં એવી ભાવનાનું જોર છે, અને બહારથી એવો વિકલ્પ આવે છે કે ‘અહા ! આવો સ્વભાવ બધા જીવો કેમ પામે?' એવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તેમને તીર્થંકર નામકર્મ બંધાઈ ગયું. મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું પણ વાણી છાસઠ દિવસ પછી છૂટી. કેવળજ્ઞાન ત્રણ કાળ, ત્રણ લોક, સ્વ-૫૨ સમસ્ત દ્રવ્યો તેમ જ તેમના અનંત ભાવોને યુગપદ એક સમયમાં હસ્તામલકવત અત્યંત સ્પષ્ટપણે જાણે છે. ભગવાને દિવ્યધ્વનિમાં કહ્યું છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #183 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત કે-આત્મામાં અખંડ આનંદસ્વભાવ ભર્યો છે; જેમાં જ્ઞાનાદિ અનંત સ્વભાવ ભર્યા છે એવા ચૈતન્યમૂર્તિ નિજ આત્માની શ્રદ્ધા કરે, તેમાં લીનતા કરે, તો તેમાંથી કેવળજ્ઞાનનો આખો પ્રકાશ અવશ્ય પ્રગટ થાય. ૧૫૮ મહાવીર ભગવાનનાં જે આ ગાણાં ગવાય છે તે તેમના જેવા પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ કરી શકાય છે. તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે અવશ્ય મુક્તિને પામશે. ૨૮૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #184 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરમોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી વિષે ભક્તિગીતો Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #185 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧. શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ (હરિગીત ) સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો! ગુરુ ાન તું નાવિક મળ્યો. (અનુષ્ટુપ ) અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ૨–વી૨-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં, (શિખરિણી ) સદા દૃષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે. (શાર્દૂલવિક્રીડિત ) હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન' ધબકે ને વજ્રજવાણી છૂટે, જે વજ્ર સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે, ૫૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હ્રદયે રહે સર્વદા. (વસંતતિલકા ) તને નમું સમુદ્ર ! તને નમું સુમેઘ ! તને નમુ નિત્યે સુધાઝરણ ચંદ્ર ! કરુણા અકારણ હૈ જ્ઞાનપોષક આ દાસના જીવનશિલ્પી ! (સ્રગ્ધરા ) ( તને નમું • O) • *9 ) • ઊંડી ઊંડી, ઊંડેથી સુનિધિ સતના વાયુ નિત્યે વહંતી, વાણી ચિન્મુર્તિ! તારી ઉ૨-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #186 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૨ ] ૨. તુજ પાદપંકજ જ્યાં થયાં.... તુજ પાદપંકજ જ્યાં થયાં તે દેશને પણ ધન્ય છે; એ ગામ-પુરને ધન્ય છે, એ માત કુળ જ વન્ધ છે. ૧. તારા કર્યાં દર્શન અરે ! તે લોક પણ કૃતપુણ્ય છે; તુજ પાદથી સ્પર્શાઈ એવી ધૂલિને પણ ધન્ય છે. ૨. તારી મતિ, તારી ગતિ, ચારિત્ર લોકાતીત છે; આદર્શ સાધક તું થયો, વૈરાગ્ય વચનાતીત છે. ૩. વૈરાગ્યમૂર્તિ, શાંતમુદ્રા, જ્ઞાનનો અવતાર તું; ઓ દેવના દેવેન્દ્ર વહાલા! ગુણ તારા શું કહ્યું? ૪. અનુભવ મહીં આનંદતો સાપેક્ષ દૃષ્ટિ તું ધરે; દુનિયા બિચારી બાવરી તુજ દિલ દેખે કયાં અરે ? ૫. તારા હૃદયના તારમાં રણકાર પ્રભુના નામના; એ નામ ‘સોહં’ નામનું, ભાષા પરા જ્યાં કામ ના. ૬. અધ્યાત્મની વાર્તા કરે, અધ્યાત્મની દૃષ્ટિ ધરે; નિજદેહ–અણુઅણુમાં અહો ! અધ્યાત્મરસ ભાવે ભરે. ૭. અધ્યાત્મમાં તન્મય બની અધ્યાત્મને ફેલાવતો; કાયા અને વાણી-હૃદય અધ્યાત્મમાં રેલાવતો. ૮. જ્યાં જ્યાં તમારી દષ્ટિ ત્યાં આનંદના ઊભરા વહે; છાયા છવાયે શાંતિની, તું શાંતમૂર્ત! જ્યાં રહે. ૯. પાવન–મધુર અદ્ભુત અહો ! તુજ વદનથી અમૃત ઝર્યાં, શ્રવણો મળ્યાં સદ્ભાગ્યથી, નિત્યે અહો ! ચિફરસભર્યાં. ૧૦. ગુરુાન તારણહારથી આત્માર્થી ભવસાગર તર્યા, ભવ ભવ રો અમ આત્મને સાંનિધ્ય આવા સંતનાં. ૧૧. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #187 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૬૩] ૩. અધ્યાત્મરસના રાજવી કાનગુરુ શાસન તણા શિરોમણિ સ્તવના કરું “ગુરુ ાન 'ની; તુજ દિવ્ય મૂર્તિ ઝળહળે, અધ્યાત્મરસના રાજવી. ૧. અધ્યાત્મ-કલ્પવૃક્ષનાં ફળનો રસીલો તું થયો; તું શુદ્ધરસસાધક બન્યો, અંતર તણી સૃષ્ટિ લહ્યો. ૨. તું લોકસંજ્ઞા જીતીને, અલમસ્ત થઈ જગમાં ફર્યો; પરમાત્મનું ધ્યાન જ ધરી, તુજ આત્મને સ્વચ્છ જ કર્યો. ૩. પ્રતિબંધ ટાળી લોકનો, આનંદની મોજે રહ્યો; તે શુદ્ધ ચેતનધર્મનો અનુભવ હૃદયમાંહી લહ્યો. ૪. અંતર તણા આનંદમાં સુરતા લગાવી પ્રેમથી; શુભ દ્રવ્યભાવે તપ તપ્યથી શુદ્ધિ કરી શુભ નેમથી. ૫. નિંદા કરી ના કોઈની, નિંદા કરી સહુ તે સહી; શુદ્ધાત્મરસ-ભોગી ભ્રમર, શુભદષ્ટિ તારામાં રહી. ૬. ઔદાર્યને તે આદરી જગમાં જણાવ્યું બોલથી; આચારમાં મૂકી ઘણું જોયું અનુભવ-તોલથી. ૭. તારા હૃદયની ગૂઢતા ત્યાં મૂઢ જનની મૂઢતા; જે આત્મયોગી હોય તે જાણે ખરે તવ શુદ્ધતા. ૮. પહોંચ્યો અને પહોંચાડતો તું લોકને શુદ્ધ ભાવમાં અધ્યાત્મરસિયા જે થયા, બેઠા ખરે શુદ્ધ નાવમાં. ૯. દુનિયા થકી ડરતો નથી, આશા નથી, મમતા જરી; જ્યાં હું વસું ત્યાં તું નહીં-એ ભાવના વિલસે ખરી. ૧૦. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #188 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૪ ] સ્યાદ્વાદ પારાવાર છે, આનંદ અપરંપાર છે; સાચા હૃદયનો સંત છે, ૫૨વા નથી, જયકાર છે. ૧૧. આશા નથી કીર્તિ તણી, અપકીર્તિને ગણતો નથી; લોકો મને એ શું કહે ત્યાં લક્ષને દેતો નથી. ૧૨. વ્યવહારના ભેદો ઘણા ત્યાં કલેશને કરતો નથી; લાગી લગનવા આત્મની, બીજું કશું જોતો નથી. ૧૩. તેં ભાવસંયમ-બોટમાં બેસી પ્રયાણ જ આદર્યું; ભવપથ-ઉદધિ તરવા વિષે તેં લક્ષ અંતરમાં ધર્યું. ૧૪. જે જે ભર્યું તુજ ચિત્તમાં, તે બાહ્યમાં દેખાય છે; અધ્યાત્મરસરસિયા જનોથી તુજ હૃદય ૫૨ખાય છે. ૧૫. એકાંતથી અધ્યાત્મમાં જે શુષ્ક થઈને ચાલતો. ચાબુક તેને મારીને વ્યવહારમાંહી વાળતો. ૧૬. ગંભી૨ તારી વાણીમાં ભાવાર્થ બહુ ઊંડા છતાં. જે હૃદય તારું જાણતા તે ભાવ તારો ખેંચતા. ૧૭. તુજ વદન-કમળેથી વહે ઉપદેશનાં અમૃત અહો ! અધ્યાત્મ-અમૃત-પાનથી વા૨ી જતા કોટી જનો. ૧૮. ઉપકાર તારાશું કહ્યું? ગુણગાન તારાં શું કરું ? વંદન કરું, સ્તવના કરું, તુજ ચરણસેવાને ચહું. ૧૯. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #189 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૯૫] ૪. કહાનગુરુને વંદન કહાનગુરુ! તુજ પુનિત ચરણ વંદન કરું. ઉન્નત ગિરિશંગોના વસનારા તમે, (સીમંધર-ગણધરના સત્સંગી તમે, ) આવ્યા રંકઘરે શો પુણ્યપ્રભાવ જો; અર્પણતા પૂરી કવ અમને આવડે, કયારે લઈશું ઉર-કરુણાનો લાભ જો....કહાનગુરુ) સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે, આશય અતિશય ઊંડા ને ગંભીર જો; નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા, જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો...કહાનગુરુ, અણમૂલા સુતનુ ઓ ! શાસનદેવીના, આત્માર્થીની એક અનુપમ આંખ જો; સંત સલૂણા ! કલ્પવૃક્ષ ! ચિંતામણિ ! પંચમ કાળે દુર્લભ તવ દિદાર જોકહાનગુરુ, Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #190 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૬] ૫. ગુરુદેવનો ઉપકાર (મંદાક્રાન્તા) જ્યાં જોઉં ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ હા! હા! જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપગાથા; જિજ્ઞાસુને શરણસ્થળ કયાં? તત્ત્વની વાત કયાં છે? પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે? (શાર્દૂલવિક્રીડિત). એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં, જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્દસ્તુને ભેટવા એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન! તું ઊતરે, અંધારે ડૂબતા અખંડ સતને તું પાણવંતું કરે. જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે, જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે; જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે, ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે. (અનુષ્ટ્રપ) ડૂબેલું સત્ય અંધારે, આવતું તરી આખરે ફરી એ વીરવાકયોમાં પ્રાણ ને ચેતના વહે. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #191 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬. ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયે (રાગઃ કુમકુમ કેસર વરસે છે મારે આંગણિયે ) ધર્મધ્વજ ફરકે છે મોરે મંદિરિયેઃ સ્વાધ્યાયમંદિર સ્થપાયાં અમ આંગણિયે. રમેઃ ગુરુદેવ મારું દિલ નમે. મારું મેરા મનડા માંહી જગના તારણહારાને શાસન તણા સમ્રાટ અમારે આંગણે આવ્યા, અદ્ભુત યોગીરાજ અમારાં ધામ દીપાવ્યાં; મીઠો મહેરામણ આંગણિયે કહાન મહારાજ, પુણ્યોદયનાં મીઠાં ફળ ફળિયાં આજ. મેરા ૧. અમૃતભર્યાં જ્યાં ઉર છે, નયને વિજયનાં નૂર છે, જ્ઞાનામૃતે ભરપૂર છે, બ્રહ્મચારી એ ભડવીર છે; યુક્તિ-ન્યાયમાં શૂરા છો. યોગીરાજ, નિશ્ચય-વ્યવહારના સાચા છો. જાણનહાર. મેરા ૨. દેહે મઢેલા દેવ છો, રિતે સુવર્ણવિશુદ્ધ છો, ધર્મ ધુરંધર સંત છો, શૌર્યે સિંહણ-પીધ-દૂધ છો; મુક્તિ વરવાને ચાલ્યા છો. યોગીરાજ, જિનવર ધર્મના સાચા આરાધનહાર. મેરા ૩. સૂત્રો બતાવ્યાં શાસ્ત્રમાં, ઉકેલવાં મુશ્કેલ છે, અક્ષર તણો સંગ્રહ ઘણો, પણ જ્ઞાન પેલે પાર છે; અંતર્ગતના ભાવોને સમ્યક્ શ્રુતના કુંદકુંદ-નંદનને (ગુરુવરચરણોમાં સાચા વંદન વંદન વાર ઓળખનાર, સેવનહાર, વારંવાર. હજાર.) મેરા ૪. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #192 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૮] . ૭. વિદેહવાસી કહાનગુરુ વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે, સુવર્ણપુરીમાં નિત્ય ચૈતન્યરસ વરસ્યા રે; ઉજમબાના નંદ અહો ! આંગણે પધાર્યા રે; અમ અંતરિયામાં હર્ષ ઊભરાયા રે. આવો પધારો મારા સદ્દગુરુદેવા; શી શી કરું તુજ ચરણોની સેવા. વિધવિધ રત્નોના થાળ ભરાવું રે, વિધવિધ ભક્તિથી ગુરુને વધાવું રે.વિદે) ૧. દિવ્ય અચરજકારી ગુરુ અહો! જાગ્યા; પ્રભાવશાળી સંત અજોડ પધાર્યા. વાણીની બંસરીથી બ્રહ્માંડ ડોલે રે, ગુરુ-ગુણગીતો ગગનમાંહી ગાજે રે...વિદેહ ૨. શ્રુતાવતારી અહો ! ગુરુજી અમારા; અગણિત જીવોનાં અંતર ઉજાળ્યાં. સત્ય ધરમના આંબા રૂડા રોપ્યા રે, સાતિશય ગુણધારી ગુરુ ગુણવંતા રે...વિદેo ૩. કામધેનુ કલ્પવૃક્ષ અહો ! ફળિયાં; ભાવિ તણા ભગવંત મુજ મળિયા. અનુપમ ધર્મધોરી ગુરુ ભગવંતા રે, નિશદિન હોજો તુજ ચરણોની સેવા રે.....વિદે૪. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #193 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬૯] ૮. આજે ભરતભૂમિમાં.... (રાગઃ મારા મંદિરિયામાં ત્રિશલાનંદ) આજે ભરતભૂમિમાં સોના-સૂરજ ઊગિયો રે; મારા અંતરિય આનંદ અહો! ઊભરાય, શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે; ગુસ્વર-ગુણમહિમાને ગગને દેવો ગાય, વિધવિધ રત્નોથી વધાવું હું ગુરુરાજને રે. આજે ૧. ઉમરાળામાં જનમિયા ઊજમબા-કૂખ-નંદ; કહાન તારું નામ છે, જગ-ઉપકારી સંત. માત-પિતા-કુળ-જાત સુધન્ય અ! ગુરુરાજનાં રે, જેને આંગણ જમ્યા પરમપ્રતાપી કહાન, જેને પારણિયેથી લગની નિજ કલ્યાણની રે. આજે ૨. (સાખી) શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ; જાગ્યો આતમશક્તિના ભણકારા સ્વયમેવ. પરમપ્રતાપી ગુરુએ અપૂર્વ સતને શોધિયું રે; ભગવતકુંદઋષીશ્વર ચરણ-ઉપાસક સન્ત, અદ્ભુત ધર્મધુરંધર ધોરી ભરતે જાગિયા રે. આજે ૩. (સાખી) વૈરાગી વીરવીર ને અંતરમાંહી ઉદાસ; ત્યાગ ગ્રહ્યો નિર્વેદથી, તજી તનડાની આશ. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #194 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૦ ] વંદું સત્ય ગવેષક ગુણવંતા ગુરુરાજને રે; જેને અંત૨ ઉલસ્યાં આત્મ તણાં નિધાન, અનુપમ જ્ઞાન તણા અવતાર પધાર્યા આંગણે રે. આજે ૪. ( સાખી ) જ્ઞાનભાનુ પ્રકાશિયો, ઝળકયો ભરત મોઝાર; સાગ૨ અનુભવજ્ઞાનનો રેલાવ્યો ગુરુરાજ. મહિમા તુજ ગુણનો હું શું કરું મુખથી સાહિબા રે; દુઃષમકાળે વરસ્યો અમૃતનો વરસાદ, જયજયકાર જગતમાં ાનગુરુનો ગાજતો ૨ે. આજે ૫. ( સાખી ) અધ્યાતમના રાજવી, તારણતરણ જહાજ; શિવમારગને સાધીને કીધાં આતમકાજ. તારા જન્મે તો હલાવ્યું આખા હિન્દુને રે; પંચમકાળે તારો અજોડ છે અવતાર, સારા ભરતે મહિમા અખંડ તુજ વ્યાપી રહ્યો રે. આજે ૬. (સાખી ) સદ્દષ્ટિ, સ્વાનુભૂતિ, પરિણતિ મંગલકાર; સત્યપંથ પ્રકાશતા, વાણી અમીરસધાર. ગુરુવર-વદનકમળથી ચૈતન્યરસ વરસી રહ્યા રે; જેમાં છાઈ રહ્યા છે મુક્તિ કેરા માર્ગ, એવી દિવ્ય વિભૂતિ ગુરુજી અહો! અમ આંગણે રે. આજે ૭. (સાખી ) શાસનનાયક વીરના નંદન રૂડા ાન; ઊછળ્યા સાગર શ્રુતના, ગુરુ-આતમ મોઝાર. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #195 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૧] પૂર્વે સીમંધરજિન-ભક્ત સુમંગલ રાજવી રે; ભરતે જ્ઞાની અલૌકિક ગુણધારી ભડવીર. શાસન-સંતશિરોમણિ સ્વર્ણપુરે બિરાજતા રે. આજે ૮. (સાખી) સેવા પદપંકજ તણી નિત્ય ચહું ગુરુરાજ ! તારી શીતળ છાંયમાં કરીએ આતમકાજ. તારા જન્મ ગગને દેવદુંદુભિ વાગિયાં રે; તારા ગુણગણનો મહિમા છે અપરંપાર, ગુરુજી રત્નચિંતામણિ શિવસુખના દાતાર છો રે; તારાં પુનિત ચરણથી અવની આજે શોભતી રે. આજે ૯. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #196 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૨ ] ૯. ભારતખંડમાં સંત અહો જાગ્યા રે (રાગ:- વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે ) ભારતખંડમાં સંત અહો જાગ્યા રે, પંચમકાળે પધાર્યા તારણહારા અનુભૂતિ-યુગસ્રષ્ટા સ્વર્ગે પધાર્યા રે, આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે, ઉજમબાના નંદનને ભાવે વધાવો રે....ભારતખંડમાં ૧. આવો પધારો ગુરુજી અમ આંગણિયે; આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે. માણેક-મોતીના સાથિયા પુરાવું રે, વિધવિધ રત્નોથી ગુરુને વધાવું ....ભારતખંડમાં ૨. યાત્રા કરીને મારા ગુરુજી પધાર્યા; સ્વર્ણપુરીના સંત સ્વર્ગે બિરાજ્યા ( પધાર્યા ). સ્વર્ણપુરી નગરીમાં ફૂલડાં પથરાવો રે, (અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,) ઘર-ઘરમાં રૂડા દીવડા પ્રગટાવો રે....ભારતખંડમાં ૩. પધાર્યા; ગુરુજી ગુરુજી પધાર્યા. તારણહારી વાણીથી હિંદુ આખું ડોલે રે, ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે, (ભવ્ય જીવોનો આતમ જાગે રે )...ભારતખંડમાં ૪. સમ્મેદશિખરની શાશ્વત ધામની ભારતભૂમિમાં નગર-નગરમાં યાત્રા વંદના કરીને; કરીને; Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #197 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૩] ભારતમાં ધર્મધ્વજ લહેરાવ્યા રે, પગલે પગલે તુજ આનંદ વરસ્યા રે...ભારતખંડમાં. ૫. સીમંધરસભાના રાજપુત્ર વિદેહે: સતધર્મ-પ્રવર્તક સંત ભરતે. પરમ–પ્રતાપવંતા ગુરુજી પધાર્યા રે, (ભવભવના પ્રતાપશાળી ગુરુજી પધાર્યા રે,) ચૈતન્યધર્મના આંબા અહો! રોપ્યા રે, નગર-નગરમાં ફાલ રૂડા ફાલ્યા રે....ભારતખંડમાં ૬. નગરે નગરે જિનમંદિર સ્થપાયાં; ગુરુજી–પ્રતાપે કલ્યાણક ઉજવાયાં. અનુપમ વાણીનાં અમૃત વરસ્યાં રે, ભવ્ય જીવોનાં અંતર ઉજાળ્યાં રે. (સત્ય ધરમના પંથ પ્રકાશ્યા રે.).ભારતખંડમાં ૭. નભમંડળમાંથી પુષ્પોની વર્ષા આકાશે ગંધર્વો ગુરુગુણ ગાતા. અનુપમ (અગણિત) ગુણવંતા ગુજી અમારા રે. સાતિશય શ્રતધારી, તારણહારા રે, ચૈતન્ય-ચિંતામણિ ચિંતિત-દાતારા રે....ભારતખંડમાં ૮. સૂરો મધુરા ગુરુવાણીના ગાજે; સુવર્ણપુરે નિત્ય ચિદ-રસ વરસે. જ્ઞાયકદેવનો પંથ પ્રકાશે રે, શાસ્ત્રોનાં ઊંડાં રહસ્યો ઉકેલે રે ભારતખંડમાં ૯. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #198 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૭૪] મંગલમૂરતિ ગુરુજી પધાર્યા, અમ આંગણિયે ગુરુજી બિરાજ્યા. મહાભાગ્યે મળિયા વિહરનારા રે, અહોભાગ્યે મળિયા આનંદદાતા રે, પંચમ કાળે પધાર્યા ગુરુદેવા રે, નિત્યે હોજો ગુરુચરણોની સેવા રે...ભારતખંડમાં ૧૦. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #199 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭પ ] ૧૦. સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે (રાગઃ સીમંધરમુખથી ફૂલડાં ખરે) ઉમરાળા ધામમાં રત્નોની વર્ષા, જમ્યા તારણહાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; ઉજમબા-માતાના નંદન આનંદકંદ, શીતળ પૂનમનો ચંદ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧. મોતીચંદભાઈના લાડીલા સુત અહે! ધન્ય માતા-કુળ-ગ્રામ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; દુષમ કાળે અહો ! કહાન પધાર્યા, સાધકને આવ્યા સુકાળ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૨. વિદેહમાં જિન-સમવસરણના શ્રોતા સુભક્ત યુવરાજ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; ભરતે શ્રીકુંદકુંદ-માર્ગ-પ્રભાવક અધ્યાત્મસંત શિરતાજ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૩. વરસ્યાં કૃપામૃત સીમંધરમુખથી, યુવરાજ કિધા નિહાલ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #200 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૬ ] ત્રિકાળ-મંગળ-દ્રવ્ય મંગળમૂર્તિ મહાન ગુરુજી, . સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૪. આત્મા સુમંગળ, દગજ્ઞાન મંગળ, ગુણગણ મંગળમાળ ૨, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; સ્વાધ્યાય મંગળ, ધ્યાન અતિ મંગળ, લગની મંગળ દિનરાત રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૫. સ્વાનુભવમુદ્રિત વાણી સુમંગળ, મંગળ મધુર રણકાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; બ્રહ્મ અતિ મંગળ, વૈરાગ્ય મંગળ, મંગળ મંગળ સર્વાંગ રે, ઉજાળ્યો સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૬. જ્ઞાયક-આલંબન-મંત્ર ભણાવી, મંગળમય હાર રે, ખોલ્યાં સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; આતમસાક્ષાતકા૨-જ્યોતિ જગાવી, જિનવરમાર્ગ , સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #201 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates | [ ૧૭૭] પરમાગમસારભૂત સ્વાનુભૂતિનો યુગ સર્યો ઉજમાળ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; દ્રવ્યસ્વતંત્રતા, જ્ઞાયકવિશુદ્ધતા વિષે ગજાવનહાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૮. સારા ભારતમાં અમૃત વરસ્યાં, ફાલ્યા અધ્યાતમ-ફાલ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; શ્રુતલબ્ધિ-મહાસાગર ઊછળ્યો, વાણી વરસે અમીધાર રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૯. નગર નગર ભવ્ય જિનાલયો ને બિંબોત્સવ ઉજવાય રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; કહાનચરણથી સુવર્ણપુરનો ઉજ્વળ બન્યો ઇતિહાસ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧૦. ભગવાન છો” સિંહનાદોથી ગાજતું સુવર્ણપુર તીર્થધામ રે, સ્વર્ણભાનુ ભારતે ઊગ્યો રે; રત્નચિંતામણિ ગુવર મળિયા, સિદ્ધયા મનવાંછિત કાજ રે, સ્વર્ણભાનુ ભારતે ઊગ્યો રે. ૧૧. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #202 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અનંત [ ૧૭૮ ] મહિમાવંત ગુરુરાજને રત્ન વધાવું ભરી થાળ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે; પાવન એ સંતનાં પાદારવિંદમાં હોજો નિરંતર વાસ રે, સ્વર્ણભાનુ ભરતે ઊગ્યો રે. ૧૨. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #203 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૭૯ ] ૧૧. કહાનગુરુ-સ્તુતિ (રાગઃ ધર્મધ્વજ ફરકે છે) બિરાજો કહાનગુરુ મનમંદિરિયે; આવો આવો પધારો અમ આંગણિયે; કલ્પવૃક્ષ ફળ્યાં અમ આંગણિયે. શી શી કરું તુજ પૂજના, શી શી કરું તુજ વંદના; ગુરુજી પધાર્યા આંગણે, અમ હ્રદય ઉલસિત થઈ રહ્યાં. પંચમ કાળે પધાર્યા ગુરુ તારણહાર; સ્વર્ણ બિરાજ્યા સત્ય-પ્રકાશનહાર....કહાનગુરૂ ૧. દિવ્ય તારું દ્રવ્ય છે ને દિવ્ય તારું જ્ઞાન છે; દિવ્ય તારી વાણી છે ને અમ જીવન-આધાર છે. ચૈતન્યદેવ પ્રકાશ્યા ગુરુ-અંતરમાંઃ અમૃતધારા વરસી સારા ભારતમાં....કહાનગુરુ૦ ૨. સુર્ય-ચંદ્રો ગગનમાં ગુણગાન તુજ કરતા અહો ! મહિમાભર્યા ગુરુદેવ છો, શાસન તણા શણગાર છો. નિત્યે શુદ્ધાત્મદેવ-આરાધનહાર; જ્ઞાયકદેવના સાચા શ્રુત તણા અવતાર છો. ભારત તણા ભગવંત છો; અધ્યાત્મમૂર્તિ દેવ છો. ને જગત-તારણહાર છો. સૂક્ષ્મ તત્ત્વના ભાવો જાણનહાર: મુક્તિપંથના કૃપાનાથને ગુરુચરણોમાં નિત્યે સ્થાપનહાર....કહાનગુરૂ ૩. સાચા ભરી રત્નના થાળો વધાવું ભાવથી ગુરુરાજને; ભગવંત ભાવિના પધાર્યા. સેવક તારણહાર છે. અંતરની અરદાસ. હોજો પ્રકાશનહાર....કહાનગુરૂ ૪. નિવાસ.....કહાનગુરૂ ૫. Please inform us of any errors on rajesh@AtmaDharma.com Page #204 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates १२. धन्य-धन्य दिन आज है धन्य धन्य दिन आज है, मंगलमय सुप्रभात है, उजमबाके राजदुलारेका मंगल अवतार है; धन्य-धन्य० उमरालाके द्वार द्वार पर बाज रही शहनाइयां, 'मोती' राजा ‘उजमबा' घर मंगल गीत बधाइयां; सुर-नर-नारी सब मिल मंगल जन्मोत्सवको मना रहे, बालसुलभ लीलासे देखो सब चितमें हरियालियां; पूर्णचन्द्र सम मुखडा तेरा जग-आकर्षणहार है, सूर्यप्रभासे भी अधिका यह अनुपम तव देदार है। धन्य-धन्य. १ दिव्य विभूति कहानगुरुजी सिंहकेसरी हैं जागे, धर्मचक्रीकी अमर पताका देशोंदेशमें फहराये; ओ पुराण पुरुषोत्तम त सर्वांग सुमंगलकार है, तुझ दर्शनसे भारतवासी भाग्यशाली हैं कहलाये; तीर्थ समा पावन मन है, खिला हुआ नन्दनवन है, कल्याणी चिन्मूर्ति पर यह न्योच्छावर सब जगजन है। धन्य-धन्य. २ चैतन्यप्रभुका अजब-गजबका रंग गुरुमें छाया है, और उसे ही भक्तोंके अंतस्तलमें फैलाया है; स्वानुभूतियुगस्रष्टा तेरी धवलकीर्ति दशदिशव्यापी, साधकका विश्राम गुरु मंगल तीरथ कहलाया है; Please inform us of any errors on rajesh@ Atma Dharma.com Page #205 -------------------------------------------------------------------------- ________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [181] वाणी अमृत-घोली है, सारी दुनियां डोली है, वीतरागके गुप्त हृदयकी अंतर्ग्रन्थि खोली है। धन्य धन्य० 3 जनम-जनमका अंत करे तू ऐसा महिमावंत है, करुणामय वात्सल्यमूर्ति गुरु अद्भुत शक्तिवंत है; कल्पवृक्ष सम वांछितदाता, भारत-भाग्यविधाता है, तुझ मंगल छाया में जगमें जिनशासन जयवंत है; ज्ञान और वैराग्य-भक्तिका संगम मंगलकार है, कहान-गुरुवर शाश्वत चमको, वन्दन वारंवार है। धन्य-धन्य० 4 गुणमूर्ति सीमंधरनन्दन स्वर्णपुरी-शणगार हैं, जीवनशिल्पी नाथ अहो आत्मा के आधार हैं; दुषमकालमें मुक्तिदूत, भविभक्तोंको वरदान है, तेरी स्वर्णिम गुणगणगाथा भवदधितारणहार है; शाश्वत शरण तुम्हारा हो, चाहे जगत किनारा हो, भवभवमें तुझ दास रहें, बस तू आदर्श हमारा हो; धन्य धन्य दिन आज है, मंगलमय सुप्रभात है. उजमबाके राजदुलारेका मंगल अवतार है। 5 Please inform us of any errors on rajesh@Atma Dharma.com