SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગુરુદેવશ્રીનાં વચનામૃત ૪૧ થાય છે તેમ જાણવું, તે બધો વ્યવહારનય છે. વ્યવહારને જાણતાં અધૂરી અવસ્થાનો ખ્યાલ રહે છે, વ્યવહારને જાણતાં કાંઈ વ્યવહારનો આશ્રય આવી જાય છે એમ નથી. નિશ્ચયનયનો વિષય જે અખંડ જ્ઞાયકવસ્તુ છે તેનો આશ્રય કરવાથી મુનિવરો મુક્તિને પ્રાપ્ત કરે છે. ૬૦. પોતાની પાછળ વિકરાળ વાઘ ઝપટું મારતો દોડતો આવતો હોય તો પોતે કેવી દોટ મૂકે? એ વિસામો ખાવા ઊભો રહેતો હશે? એવી રીતે અરે! આ કાળ ઝપટું મારતો ચાલ્યો આવે છે ને અંદર કામ કરવાનાં ઘણાં છે એમ પોતાને અંદરમાં લાગવું જોઈએ. ૬૧. સમ્યગ્દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. શરીરનાં ચામડાં ઊતરડીને ખાર છાંટનાર ઉપર પણ ક્રોધ ન કર્યોએવાં વ્યવહારચારિત્રો આ જીવે અનંત વાર પાળ્યાં છે, પણ સમ્યગ્દર્શન એક વાર પણ પ્રાપ્ત કર્યું નથી. લાખો જીવોની હિંસાના પાપ કરતાં મિથ્યાદર્શનનું પાપ અનંતગણું છે. સમકિત સહેલું નથી, લાખો કરોડોમાં કોઈક વિરલ જીવને જ તે હોય છે. સમકિતી જીવ પોતાનો નિર્ણય પોતે જ કરી શકે Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy