________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગુરુદેવશ્રીનાં વચનામૃત
૧૪૧ મોહ, રાગ, દ્વેષ વગેરે જે વિકારી અવસ્થા આત્માની પર્યાયમાં ઉત્પન્ન થાય તે જડની જ અવસ્થા છે, કારણ કે જડ તરફના વલણવાળો ભાવ છે માટે તેને જડનો કહ્યો છે. તે ભાવ આત્માનો સ્વભાવ નથી અને તેની ઉત્પત્તિ મૂળ આત્મામાંથી થતી નથી માટે તેને જડ કહ્યો છે. ર૬૪.
અમે કાંઈ પણ બીજાનું કરી શકીએ એમ માનનારા ચોરાશીના અવતારમાં રખડવાના છે. આત્મા તો એકલો જ્ઞાતાદ્રષ્ટા છે; તેનું જ કાર્ય હું કરી શકું તેમ ન માન્યું અને પરવસ્તુનું હું કરી શકું છું એમ જેણે માન્યું તેને પોતાના ચૈતન્યની જાગૃતિ દબાઈ ગઈ માટે તે અપેક્ષાએ તે જડ છે. આથી કાંઈ એમ નથી સમજવાનું કે ચૈતન્ય ફીટીને જડદ્રવ્ય થઈ જાય છે. જો આત્મા જડ થઈ જતો હોય તો “તું સમજ, આત્માને ઓળખ” એમ સંબોધી પણ ન શકાય. એ તો ઘણી વાર કહીએ છીએ કે આબાળગોપાળ, રાજાથી રંક-બધા આત્મા પ્રભુ છે, બધા આત્મા પરિપૂર્ણ ભગવાન છે, બધા આત્મા વર્તમાનમાં અનંત ગુણોથી ભર્યા છેપણ તેનું ભાન ન કરે, ઓળખે નહિ અને જડના કર્તવ્યને પોતાનું કર્તવ્ય માને, જડના સ્વરૂપને
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com