SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૧૬૯] ૮. આજે ભરતભૂમિમાં.... (રાગઃ મારા મંદિરિયામાં ત્રિશલાનંદ) આજે ભરતભૂમિમાં સોના-સૂરજ ઊગિયો રે; મારા અંતરિય આનંદ અહો! ઊભરાય, શાસન-ઉદ્ધારક ગુરુ જન્મદિવસ છે આજનો રે; ગુસ્વર-ગુણમહિમાને ગગને દેવો ગાય, વિધવિધ રત્નોથી વધાવું હું ગુરુરાજને રે. આજે ૧. ઉમરાળામાં જનમિયા ઊજમબા-કૂખ-નંદ; કહાન તારું નામ છે, જગ-ઉપકારી સંત. માત-પિતા-કુળ-જાત સુધન્ય અ! ગુરુરાજનાં રે, જેને આંગણ જમ્યા પરમપ્રતાપી કહાન, જેને પારણિયેથી લગની નિજ કલ્યાણની રે. આજે ૨. (સાખી) શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ; જાગ્યો આતમશક્તિના ભણકારા સ્વયમેવ. પરમપ્રતાપી ગુરુએ અપૂર્વ સતને શોધિયું રે; ભગવતકુંદઋષીશ્વર ચરણ-ઉપાસક સન્ત, અદ્ભુત ધર્મધુરંધર ધોરી ભરતે જાગિયા રે. આજે ૩. (સાખી) વૈરાગી વીરવીર ને અંતરમાંહી ઉદાસ; ત્યાગ ગ્રહ્યો નિર્વેદથી, તજી તનડાની આશ. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy