SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૧૬૬] ૫. ગુરુદેવનો ઉપકાર (મંદાક્રાન્તા) જ્યાં જોઉં ત્યાં નજર પડતા રાગ ને દ્વેષ હા! હા! જ્યાં જોઉં ત્યાં શ્રવણ પડતી પુણ્ય ને પાપગાથા; જિજ્ઞાસુને શરણસ્થળ કયાં? તત્ત્વની વાત કયાં છે? પૂછે કોને પથ પથિક જ્યાં આંધળા સર્વ પાસે? (શાર્દૂલવિક્રીડિત). એવા એ કળિકાળમાં જગતનાં કંઈ પુણ્ય બાકી હતાં, જિજ્ઞાસુ હૃદયો હતાં તલસતાં સદ્દસ્તુને ભેટવા એવા કંઈક પ્રભાવથી, ગગનથી ઓ કહાન! તું ઊતરે, અંધારે ડૂબતા અખંડ સતને તું પાણવંતું કરે. જેનો જન્મ થતાં સહુ જગતનાં પાખંડ પાછાં પડે, જેનો જન્મ થતાં મુમુક્ષુહૃદયો ઉલ્લાસથી વિકસે; જેના જ્ઞાનકટાક્ષથી ઉદય ને ચૈતન્ય જુદાં પડે, ઇન્દ્રો એ જિનસુતના જનમને આનંદથી ઊજવે. (અનુષ્ટ્રપ) ડૂબેલું સત્ય અંધારે, આવતું તરી આખરે ફરી એ વીરવાકયોમાં પ્રાણ ને ચેતના વહે. Please inform us of any errors on rajesh@ Atma Dharma.com
SR No.008242
Book TitleGurudev shreena vchanamrut
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1988
Total Pages205
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size686 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy