________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬] ને “જડ-ચૈતન્ય જુદાં છે” તેવો ભાસ થઈ જાય-એવી વાણી હતી. “અરે જીવો! તમે દેહમાં બિરાજમાન ભગવાન આત્મા છો કે જે અનંત ગુણોનો મહાસાગર છે. તે પ્રત્યક્ષ અનુભવગોચર ભગવાનને તમે અનુભવો; તમને પરમાનંદ થશે.” આવી ગુરુદેવની અનુભવયુક્ત જોરદાર વાણી શ્રોતાઓને આશ્ચર્યચકિત કરતી. ઘણી પ્રબળ વાણી! શુદ્ધ પરિણતિની ને શુદ્ધ જ્ઞાયક આત્માની લગની લગાડે-એવી મંગળમય વાણી ગુરુદેવની હતી.
અહો ! દેવ-શાસ્ત્ર-ગુરુ મંગળ છે, ઉપકારી છે. આપણને તો દેવ-શાસ્ત્ર-ગુરુનું દાસત્વ જોઈએ છે.
પૂજ્ય કહાનગુરુદેવથી તો મુક્તિનો માર્ગ મળ્યો છે. તેઓશ્રીએ ચારે બાજુથી મુક્તિનો માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવનો અપાર ઉપકાર છે. તે ઉપકાર કેમ ભુલાય ! પૂજ્ય ગુરુદેવનાં ચરણકમળની ભક્તિ અને તેમનું દાસત્વ નિરંતર હો.”
પૂજ્ય ગુરુદેવશ્રીના તે વિશાળ પ્રવચનસાહિત્યમાંથી ચૂંટીને આ ગુરુદેવશ્રીનાં વચનામૃત” પુસ્તકનો ઉદ્દભવ કઈ રીતે થયો તે આપણે જોઈએ:
પૂજ્ય ગુરુદેવની સાધનાભૂમિમાં સુવર્ણપુરીમાં-પ્રશમમૂર્તિ ધન્યાવતાર પૂજ્ય બહેનશ્રી ચંપાબેનની-રાત્રે મહિલાશાસ્ત્રસભામાં ઉચ્ચારેલી-સ્વાનુભવરસઝરતી ને દેવગુરુભક્તિભીની અધ્યાત્મવાણી પૂજ્ય ગુરુદેવશ્રીની મંગલ ઉપસ્થિતિમાં “ બહેનશ્રીનાં વચનામૃત'-રૂપે વિ. સં. ૨૦૩૩ માં પ્રકાશિત થઈ. તેમાં સમાયેલ અધ્યાત્મનાં તલસ્પર્શી ઊંડાં રહસ્યોથી પૂજ્ય ગુરુદેવ ખૂબ જ પ્રસન્ન તેમ જ પ્રભાવિત થયા. તેમણે પોતાની પ્રસન્ન ભાવના વ્યક્ત કરતાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી રામજીભાઈ દોશીને કહ્યું: “ભાઈ ! આ “વચનામૃત”
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com