________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુરુષાર્થસિદ્ધયુપાય, સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા વગેરે અનેક ગ્રંથો ઉપર પણ અનેક વાર તળસ્પર્શી વ્યાખ્યાનો આપ્યાં. એ રીતે વ્યાખ્યાનો દ્વારા વીતરાગસર્વજ્ઞદેવપ્રણીત શુદ્ધાત્માનુભૂતિસ્વરૂપ સાચો મોક્ષમાર્ગ મુમુક્ષુજગતને બતાવીને કૃપાળુ કહાનગુરુદેવે ખરેખર વચનાતીત અસાધારણ મહાન મહાન ઉપકાર કર્યો છે. આ શતાબ્દીમાં સ્વાનુભૂતિપ્રધાન મોક્ષમાર્ગનો જે મહિમા પ્રવર્તે છે તેનું પૂરું શ્રેય પૂજ્ય ગુરુદેવને છે.
- પૂજ્ય ગુરુદેવની અધ્યાત્મરસઝરતી, સ્વાનુભવમાર્ગપ્રકાશિની આ કલ્યાણી પ્રવચનગંગા જગતના જીવોને પાવન કરતી જે વહી જાય છે તેને જો લેખનબદ્ધ કરીને સ્થાયી કરવામાં આવે તો મુમુક્ષુજગતને મહાન લાભનું કારણ થાય-એ પુનિત ભાવનાના બળે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ (સોનગઢ) દ્વારા, સમયસાર વગેરે અનેક શાસ્ત્રો ઉપર પૂજ્ય ગુરુદેવે આપેલાં પ્રવચનો લિપિબદ્ધ કરાવી, તે મિથ્યાત્વતમોભેદિની સમન્તભદ્રા અનુપમ વાણી “આત્મધર્મ, માસિક પત્ર તેમ જ અનેક પ્રવચનગ્રંથોમાં પ્રકાશિત કરવામાં આવી. એ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનસાહિત્ય દ્વારા નિહિતાર્થી મુમુક્ષુજગત ઉપર મહાન ઉપકાર થયો.
અહો! આવા અસાધારણ પરમોપકારી પૂજ્ય ગુરુદેવશ્રીનો તેમ જ તેમની લોકોત્તર અનુભવવાણીનો મહિમા શો થાય! તે વિષે પોતાની ગુરુભક્તિભીની હૃદયોર્મિઓ વ્યક્ત કરતાં પ્રશમમૂર્તિ ભગવતીમાતા પૂજ્ય બહેનશ્રી ચંપાબેન કહે છે કે
ગુરુદેવનું દ્રવ્ય જ અલૌકિક હતું. તેમની વાણી પણ એવી અલૌકિક હતી કે અંદર આત્માની રુચિ જગાડે. તેમની વાણીનાં ઊંડાણ ને રણકાર કંઈક જુદા જ હતાં. સાંભળતાં અપૂર્વતા લાગે
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com