________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪] શુદ્ધ આત્મા, શુદ્ધ આત્માના સ્વરૂપનું સુંદર ને સચોટ પ્રતિપાદન કરનાર, શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત પરમાગમ શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ વિ. સં. ૧૯૭૮ માં, વિધિની કોઈ ધન્ય પળે, પૂજ્ય ગુરુદેવશ્રીના કરકમળમાં આવ્યો. તે વાંચતાં જ તેમના હર્ષોલ્લાસનો પાર ન રહ્યો, કેમ કે જે દુઃખમુક્તિના યથાર્થ માર્ગની શોધમાં તેઓ હતા તે તેમને સમયસારમાંથી મળી ગયો. સમયસારનું ઊંડાણથી અધ્યયન કરતાં તેમણે તેમાં અમૃતનાં સરોવર છલકાતાં જોયાં; એક પછી એક ગાથા વાંચતાં તેમણે ખોબા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારે પૂજ્ય ગુરુદેવશ્રી પર અપૂર્વ, અલૌકિક, અનુપમ ઉપકાર કર્યો અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. સમયસારના તલસ્પર્શી અધ્યયનથી તેમના અંતર્જીવનમાં પરમ પવિત્ર પરિવર્તન થયું. ભૂલી પડેલી પરિણતિ નિજ ઘર તરફ વળી–પરિણતિનો પ્રવાહ સુખસિંધુ જ્ઞાયકદેવ તરફ વળ્યો. તેમની જ્ઞાનકળા અપૂર્વ રીતે ને અસાધારણરૂપે ખીલી ઊઠી.
ગ્રંથાધિરાજ સમયસાર જેમના શુદ્ધાત્મસાધનામય જીવનનો જનક થયો ને આજીવન સાથી રહ્યો તે પરમકૃપાળુ પુજ્ય ગુરુદેવની પાવન પરિણતિમાં સમયસારના ગહન અવગાહનથી સમુત્પન્ન જે સ્વાનુભૂતિજનિત અતીન્દ્રિય આનંદના ઊભરા તે, વિકલ્પકાળે ભવ્યજનભાગ્યયોગે શબ્દદેહ ધારણ કરીને પ્રવચનરૂપે વહેવા લાગ્યા. ગુરુદેવે પોતાની સાધનાપૂત ઉજ્વળ જ્ઞાનધારામાંથી પોતાના જીવનકાળ દરમિયાન સમયસાર ઉપર ઓગણીસ વાર શુદ્ધાત્મતત્ત્વ-પ્રતિપાદનપ્રધાન, અનેકાન્તસુસંગત ને નિશ્ચય-વ્યવહારના સુમેળ યુક્ત અધ્યાત્મરસઝરતાં અનુપમ પ્રવચનો આપ્યાં. તદુપરાંત પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ, નિયમસાર વગેરે કુંદકુંદભારતી પર તેમ જ અન્ય દિગંબર જૈન આચાર્યોના પરમાત્મપ્રકાશ,
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com